Book Title: Dandak Prakaran
Author(s): Malaykirtivijay
Publisher: Malaykirtivijayji

View full book text
Previous | Next

Page 34
________________ 2 0 * પર્યાપ્ત પંચે. તિર્યંચ પર્યાપ્ત પંચે. ગર્ભજ (સંમૂર્ણિમ કે ગર્ભજ) 23/ તિર્યંચ પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય ૪ | -પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય (અયુગલિક) (સંમૂ. પંચે. તિર્યંચ પહેલી નરક સુધીઅને ગર્ભજ પંચે. તિર્યંચ સાતે નરક સુધી જઈ શકે છે.). જાણવા જેવું : * અહીં લબ્ધિ પર્યાપ્તા-અપર્યાપ્તાની અપેક્ષાએ વિચારવું. * અપર્યાપ્તા સઘળા જીવો; તથા પર્યાપ્ત એકેન્દ્રિય-વિકલેન્દ્રિય-સંમૂ મનુષ્ય : મરીને યુગલિક (મનુષ્ય-તિર્યંચ) માં, દેવમાં, નરકમાં ન જાય. તેમાં તેઉ-વાયુ તો મનુષ્યમાં પણ ન જાય. તે તિર્યંચ ગતિમાં જ જાય. * પર્યાપ્તા સંપૂ. પંચે. તિર્યંચ : મરીને અંતર્લીપના યુગલિક (મનુષ્ય-તિર્યંચ) માં, ભવનપતિમાં, વ્યંતરમાં, પહેલી નરકમાં (૪ પ્રતર સુધી) જઈ શકે છે. * પર્યાપ્તા ગર્ભજ પંચે. તિર્યચ: યુગલિક (મનુષ્ય-તિર્યંચ) માં, આઠ દેવલોક સુધીમાં, અને સાતે નરકમાં જઈ શકે છે. તેમાં ભુજપરિસર્પ બે નરક સુધી, ખેચર ત્રણ નરક સુધી, ચતુષ્પદ ચાર નરક સુધી, ઉરઃ પરિસર્પ પાંચ નરક સુધી, અને જલચર સાત નરક સુધી જઈ શકે છે. * પર્યાપ્તા ગર્ભજ મનુષ્યઃ બધે જઈ શકે છે. (સ્ત્રીવેદી છે નરક સુધી અને પુરૂષવેદી સાત નરક સુધી જઈ શકે છે.) * યુગલિકો: મરીને દેવલોકમાં જ જાય છે. તેમાં હિમવંત-હિરણ્યવંતના યુગલિક મનુષ્યો પહેલા દેવલોક સુધી; હરિવર્ષ-રગ -ઉત્તરકુરુ-દેવકુરુના યુગલિક મનુષ્યો બીજા દેવલોક સુધીઅને અંતર્લીપના યુગલિક મનુષ્યો ભવનપતિ વ્યંતર સુધી જ જાય છે. * યુગલિક તિર્યંચમાં ચતુષ્પદ કે ખેચર જ હોય છે. જલચર, ઉરપરિસર્પ કે ભુજપરિસર્પ યુગલિક ન હોય. તેમાં યુગલિક ચતુષ્પદની ગતિ-આગતિ તે-તે ક્ષેત્રના યુગલિક મનુષ્યની જેમ જ સમજવી, અને યુગલિક ખેચરનું આયુષ્ય અંતર્લીપના મનુષ્ય જેટલું હોવાથી તેમની ગતિઆગતિ બધે અંતર્લીપના મનુષ્યની જેમ સમજવી. * દેવો: મરીને અપર્યાપ્તા, વિકલેન્દ્રિયમાં, યુગલિકમાં, દેવમાં, નરકમાં ન જાય. તેમાં બે દેવલોક સુધીના દેવો : બાદર પર્યાપ્ત પૃથ્વી-અપ-પ્રત્યેક દંડક પ્રકરણ-૬૫ વનસ્પતિમાં, ગર્ભજ તિર્યંચમાં, ગર્ભજ મનુષ્યમાં જાય; ૩ થી ૮ દેવલોકના દેવો ગર્ભજ તિર્યંચમાં, ગર્ભજ મનુષ્યમાં જાય, અને તેથી ઉપરના દેવો ગર્ભજ મનુષ્યમાં જ જન્મ લે છે. * નારકો : અપર્યાપ્તામાં, સંમૂર્છાિમમાં, યુગલિકમાં, દેવમાં, નરકમાં ન જાય. ૧ થી ૬ નરકના : મરીને ગર્ભજ તિર્યંચ, ગર્ભજ મનુષ્યમાં અને સાતમી નરકના ગર્ભજ તિર્યંચમાં જ જન્મે છે. * કયા સંઘયણવાળા કેટલી નરક અને કેટલા દેવલોક સુધી જઈ શકે : પહેલા સંઘયણવાળા સાત નરક ને અનુત્તર દેવલોક સુધી; બીજા સંઘયણવાળા ૬ નરક અને ૧૨ દેવલોક સુધી; ત્રીજા સંઘયણવાળા ૫ નરક અને ૧૦ દેવલોક સુધી, ચોથા સંઘયણવાળા ૪ નરક અને ૮ દેવલોક સુધી, પાંચમા સંઘયણવાળા ૩ નરક અને ૬ દેવલોક સુધી; એવઠા સંઘયણવાળા ૨ નરક અને ૪ દેવલોક સુધી જઈ શકે છે. (હાલ આપણને છેવટું સંઘયણ હોવાથી ૨ નરક અને ૪ દેવલોક સુધી જ જઈ શકાય છે, તો મોલમાં તો કઈ રીતે જઈ શકાય?) * જો નરકમાંથી જ આવેલા હોય તો ચક્રવર્તી પહેલી નરકમાંથી; વાસુદેવ, બળદેવ બે નરકમાંથી, તીર્થકર ત્રણ નરકમાંથી; કેવલજ્ઞાની ચાર નરકમાંથી, સાધુ પાંચ નરકમાંથી, દેશવિરતિધર છ નરકમાંથી, સમ્યગદષ્ટિ સાત નરકમાંથી આવેલ હોઈ શકે. (સાતમી નરકના તિર્યંચમાં જ જન્મે.) * સમ્યકત્વ અને દેશવિરતિવાળા ગર્ભજ તિર્યંચો આઠ દેવલોક સુધી સમ્યક – અને દેશવિરતિવાળા મનુષ્યો (શ્રાવકો) ૧૨ દેવલોક સુધી; સર્વવિરતિધર અભવી મનુષ્યો ચારિત્રના પ્રભાવે નવ રૈવેયક સુધી; અને સર્વવિરતિધર ભવી મનુષ્યો અનુત્તર અને મોક્ષ સુધી જઈ શકે છે. વિરાધિત સાધુ જઘન્યથી ભવનપતિમાં અને ઉત્કૃષ્ટથી પહેલા દેવલોક સુધી જાય છે. * બે દેવલોક સુધીના દેવો પોતાના આભૂષણો, અંગદ, કુંડલ વગેરેના પદ્મરાગાદિ મણિમાં આસક્ત થવાથી તેમાં જ પૃથવીકાય રૂપે ઉત્પન્ન થઈ શકે છે. તથા વાવડીઓના સ્વચ્છ અને મધુર પાણીમાં આસક્ત થવાથી તેમાં જ અકાયરૂપે ઉત્પન્ન થઈ શકે છે. વળી, સુગંધી પુષ્પો વગેરેમાં આસક્ત થવાથી વનસ્પતિમાં જન્મ લે છે. જો વનસ્પતિમાં ઉપજે તો શાલ વગેરે જાતિના ધાન્યોના પુષ્પ, બીજ કે ફલમાં ઉપજે છે. બાકીના મૂળ વગેરેમાં ઉપજતા નથી. શેરડીના માત્ર સ્કંધમાં જ ઉપજે છે. દંડક પ્રકરણ-૬૬

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37