Book Title: Dandak Prakaran
Author(s): Malaykirtivijay
Publisher: Malaykirtivijayji

View full book text
Previous | Next

Page 32
________________ પૃથ્વી આદિ દશપદો (માંથી મરીને નીકળેલા) અગ્નિ-વાયુમાં ઉત્પન્ન થાય છે. અગ્નિ, વાયુનું ગમન (મરીને જવું) પૃથ્વી આદિ નવપદ (ગર્ભજ મનુષ્ય સિવાયના) ને વિષે થાય છે. પૃથ્વી આદિ દશપદોમાંથી વિકસેન્દ્રિય ત્રિક (થવાય છે અને વિકલેન્દ્રિય ત્રિક (તહિં) ત્યાં (પૃથ્વી આદિ દશમાં) જાય છે. ગર્ભજ તિર્યંચોનું ગમનાગમન (ગતિ-આગતિ) સર્વ જીવ સ્થાનોમાં થાય છે. મનુષ્યો સર્વત્ર સર્વ જીવ સ્થાનોમાં જાય છે. અગ્નિ અને વાયુ વડે (મરીને મનુષ્યમાં) ઉત્પન્ન થવાતું નથી. પુટવી આઉ-વણસઈ,મઝ, નારય-વિવજિયા જીવા | સલ્વે ઉવવજત, નિચ-નિચ-મ્માણ-માણેણં | ૩૬ પઢવાઈ-દસપએસ, પુઢવી-આઉ-વણસઈ જતિ પુટવાઈ-દસપએહિંચ, તેઉવાઉસુ ઉવવાઓ | ૩૭ી તે-વાઉ-ગમણ, પુટવી-પમુહૃમિ હોઈ પચનવગે પુટવાઈ-કાણ-દસગા, વિગલાઈ-તિચં તહિં જંતિ | ૩૮ ! ગમણા-ગમણે ગબભય-તિરિયાણં સયલ-જીવ-હાણેસ | સવ્વસ્થ જંતિ મછુઆ, તેઊં-વાઊહિંનો જંતિ | ૩૦ || ગાથાર્થ : ચાર પ્રકારના દેવો, તિર્યંચો અને નારકોને વિષે દીર્ઘકાલિકી સંજ્ઞા હોય છે. વિકલેન્દ્રિય હેતુવાદોપદેશિકી સંજ્ઞાવાળા અને સર્વે સ્થાવરો સંજ્ઞારહિત હોય છે. મનુષ્યોને દીર્ઘકાલિકી સંજ્ઞા હોય છે. (કેવિ) પરંતુ કેટલાક (મનુષ્યો) ને દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા પણ હોય છે. (૫%) પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યો જ ચારે પ્રકારના દેવોમાં જાય છે. સંખ્યાત વર્ષના આયુષ્યવાળા (અયુગલિક) પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યોમાં (તહેવ) તેમજ પર્યાપ્તિ (બાદર) પૃથ્વી, પાણી અને પ્રત્યેક વનસ્પતિમાં (એએસ) આ બધામાં જ દેવોનું આગમનઆગતિ થાય છે. પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુવાળા (અયુગલિક) ગર્ભજ તિર્યંચો અને મનુષ્યો સાતેય નરકમાં જાય છે. નરકમાંથી નીકળેલા (નારકો) તેઓને વિષે (તિર્યંચ-મનુષ્યને વિષે) ઉત્પન્ન થાય છે. બાકીના દંડકોને વિષે નહીં. પૃથ્વી, પાણી અને વનસ્પતિની મધ્યમાં નારક સિવાયના સર્વે જીવો પોતપોતાના કર્મને અનુસાર ઉત્પન્ન થાય છે. પૃથ્વી-પાણી અને વનસ્પતિ પૃથ્વી આદિ દશ પદો (પાંચ સ્થાવર, ૩ વિકસેન્દ્રિય, ગર્ભજ તિર્યંચ, ગર્ભજ મનુષ્ય) ને વિષે જાય છે. અને દંડક પ્રકરણ-૬૧ દંડક પ્રકરણ-૬૨

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37