________________
પાઠ-૧૬ : સંજ્ઞા
તેથી ત્રણ દિશાએ અલોક સ્પર્શે તેમને ત્રણ દિશાનો બે દિશાએ અલોક સ્પર્શે તેમને ચાર દિશાનો; એક દિશાએ અલક સ્પર્શે તેમને પાંચ દિશાનો અને તે સિવાયના સઘળાને છ એ દિશાનો આહાર મળે છે. આમ ત્રણ, ચાર, પાંચ કે છ દિશાનો આહાર મળે છે.
કયા જીવોને કેટલી દિશાનો આહાર મળે ? (પર્યાપ્ત કે અપર્યાપ્તા) સુમ પૃથ્વીકાય, સુક્ષ્મ અપકાય, સૂક્ષ્મ તેઉકાય, સૂક્ષ્મ વાયુકાય, સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય અને બાદર વાયુકાય : ત્રણ, ચાર, પાંચ કે છ દિશાનો આહાર મળે છે. (આ જીવો લોકના છેવાડે અને લોકની અંદર પણ સર્વત્ર રહેલા છે.) તે સિવાયના સઘળા જીવો : છ દિશાનો આહાર મળે છે. (કેમકે તેઓ લોકના છેવાડે હોતા નથી. લોકના અંદરના ભાગે અમુક-અમુક સ્થાને જ હોય છે.) .
(અહીં આહાર એટલે આપણે મુખેથી લઈએ છીએ તે સમજવું નહીં, જીવ પોતાના આત્મપ્રદેશો દ્વારા પુદ્ગલ ગ્રહણ કરે છે તે સમજવું. અલોકમાં પુદ્ગલ ન હોવાથી લોકની છેલ્લા આકાશપ્રદેશ સુધી અવગાહીને રહેલ જીવો જે દિશાએ અલોકને સ્પર્શેલ હોય તે દિશાનો આહાર ન મેળવી શકે.).
-: સ્વાધ્યાય :મુખ્ય પ્રશ્નો : (૧) કયાં રહેલા જીવોને કેટલી દિશાએ અલોક સ્પર્શે ? ડબ્બાના ઉદાહરણથી સમજાવો. (૨) કયા જીવોને કેટલી દિશાનો આહાર મળે? વિગલે પંચ પજજરી, છદિસિ આહાર હોઈ સર્વેસિંગ પણગાઈપએ ભચણા, અહ સન્નિતિયં ભણિસ્મામિ | ૩૧ ||
વિકસેન્દ્રિયને વિષે પાંચ પર્યાપ્તિ, સર્વજીવોને છ એ દિશાનો આહાર હોય છે, (પનગ) વનસ્પતિ આદિ પદોમાં ભજના (૩-૪-૫ કે ૬ દિશાનો આહાર) હવે ત્રણ સંજ્ઞાને હું કહીશ.
એકેન્દ્રિયથી માંડીને સંમૂર્છાિમ પંચેન્દ્રિય સુધીના સઘળા જીવો અસંજ્ઞી (સંજ્ઞા વિનાના કે અલ્પ સંજ્ઞાવાળા) કહેવાય છે, જ્યારે બાકીના ગર્ભજ તિર્યંચ, ગર્ભજ મનુષ્ય, દેવ અને નારક સંજ્ઞી (સંજ્ઞાવાળા) કહેવાય છે. આ સંજ્ઞી-અસંત્રી તરીકેનું વિભાગીકરણ પાઠ-૫ માં જણાવેલ સંજ્ઞાને અનુસારે નથી, પરંતુ અહીં ત્રણ પ્રકારની સંજ્ઞાઓ જણાવાશે. તેના આધારે કરવામાં આવેલ છે.
જીવો ઈષ્ટમાં પ્રવૃત્તિ અને અનિષ્ટમાં નિવૃત્તિ કરે છે, તેમાં આ ત્રણ સંજ્ઞાઓ કારણભૂત છે. પરંતુ તે પ્રવૃત્તિ-નિવૃત્તિના દરજ્જામાં ભેદ છે. (૧) હેતુવાદોપદેશિકી સંજ્ઞા :
આ સંજ્ઞાવાળા જીવોને માત્ર વર્તમાનનો જ વિચાર હોય છે. ભૂતકાળ કે ભવિષ્યકાળનો વિચાર હોતો નથી. જેમ જળોને જેટલી વાર ગૂમડા ઉપર મુકવામાં આવે તેટલી વાર તેનું લોહી ચૂસે છે. દરેક વખતે લોહી ચૂસાયા પછી તેને દબાવીને તેનું લોહી કાઢી લેવામાં આવે છે, તે વખતે તેને તીવ્ર વેદના થાય છે, છતાંય ભૂતકાળના દુ:ખનો વિચાર ન હોવાથી ફરી-ફરી ચૂસે છે. જયારે કૂતરાને એક વાર દંડો પડયો હોય, તો ફરી જ્યારે દંડો બતાવવામાં આવે તો ભાગી જાય છે. કેમકે તેની પાસે ભૂતકાળનો વિચાર છે. (૨) દીર્ઘકાલિકી સંજ્ઞા :
મન પર્યાપ્તિ પૂર્ણ કરી હોવાથી મનવાળા જીવોને આ સંજ્ઞા હોય છે. આ સંજ્ઞાવાળા જીવો મનના કારણે વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યકાળનો વિચાર કરી શકે છે, જેમ દંડો જોઈને કૂતરું લાગે છે, માણસ પૈસો કમાવવા પ્લાન બનાવે છે વગેરે. આ સંજ્ઞાનું બીજું નામ સંપ્રધારણ સંજ્ઞા છે.
આ સંજ્ઞાને અનુસારે જ સંજ્ઞી-અસંજ્ઞી તરીકેના ભેદ પાડવામાં આવ્યા છે. અલબત્ત જેઓ દીર્ધકાલિકી સંજ્ઞાવાળા હોય તે સઘળા સંશી કહેવાય અને જે ઓ. દીર્ઘકાલિકી સંજ્ઞા વિનાના હોય (અર્થાત્ હેતુવાદોપદેશિકી સંજ્ઞાવાળા હોય) તેઓ અસંજ્ઞી કહેવાય.
દંડક પ્રકરણ-૫૭
દંડક પ્રકરણ-૫૮