________________
એક લાખ વર્ષ અધિક એક પલ્યોપમ (જીવે છે.)
અસુરકુમારોનું અધિક (અયરં) એક સાગરોપમ, (બાકીના નાગકુમારાદિ) નવનિકાયોનું કંઈક ન્યૂન બે પલ્યોપમ, અને (વિગલાઊ) વિકલેન્દ્રિયોનું ઉત્કૃષ્ટ આયુષ્ય (અનુક્રમે) બાર વર્ષ, ઓગણપચાસ દિવસ, છ માસ.
જઘન્ય આયુ સ્થિતિ-પૃથ્વી આદિ ૧૦ પદોની (સ્થાવર ૫, વિકલેન્દ્રિય ૩, ગર્ભજ તિર્યંચ, ગર્ભજ મનુષ્ય એ ૧૦ પદોની) અંતર્મુહૂર્ત, ભવનાધિપ, નરકો અને વ્યંતરોની દસ હજાર વર્ષની સ્થિતિ (આયુષ્ય) છે.
વૈમાનિક અને જ્યોતિષ્ક (અનુક્રમે) પલ્યોપમ અને તેના (પલ્યોપમના) આઠમા ભાગના (જઘન્ય) આયુષ્યવાળા છે. દેવ, મનુષ્ય, તિર્યંચ, નરકોને વિષે અને સ્થાવરને વિષે ૪ પર્યાપ્તિ.
દંડક પ્રકરણ-૫૫
પાઠ-૧૫ : કિમાહાર
કિમાહાર એટલે કયા જીવો કેટલી અને કઈ-કઈ દિશાનો આહાર લે છે.
આ દ્વારને વ્યવસ્થિત સમજવા માટે એક દૃષ્ટાંત વિચારી લઈએ : એક ડબ્બાને રાઈના દાણાઓથી ભરી દેવામાં આવ્યો છે. તેમાં -
(૧) જે દાણાઓ ચાર વિદિશામાં (ખુણામાં) છે, અને ડબ્બાના ઉપરના કે નીચેના પડને અડીને રહેલા છે, તે દાણાઓને ડબ્બાની બે દિશાઓનું પતરું અને ઉપરનું કે નીચેનું પતરું અડે છે. અર્થાત્ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઉર્ધ્વ અને અધો એ છ દિશાઓમાં તે દાણાઓ ડબ્બાની કોઈ પણ બે દિશા અને ઉર્ધ્વ કે અધો મળી ત્રણ દિશાએ ડબ્બાને અડે છે; અને બાકીની ત્રણ દિશાએ અડતા નથી.
(૨) જે દાણાઓ ચાર વિદિશામાં છે, પરંતુ ડબ્બાના ઉપરના કે નીચેના પડને અડીને રહેલા નથી, અથવા જે દાણાઓ ઉપરના કે નીચેના વળાંકમાં રહીને ઉપરના કે નીચેના પડને અડવા સાથે કોઈ પણ એક દિશાના પતરાને સ્પર્શેલ છે, તેઓ કુલ બે દિશાએ ડબ્બાને સ્પર્શે છે અને બાકીની ચાર દિશાએ સ્પર્શતા નથી.
(૩) જે દાણાઓ ખુણામાં કે વળાંકમાં નથી, પરંતુ છ માંથી કોઈ પણ એક દિશાના પતરાને અડીને રહેલા છે, તેઓ છ માંથી એક જ દિશાએ ડબ્બાએ સ્પર્શે છે, અને બાકીની પાંચ દિશાએ ડબ્બાએ સ્પર્શતા નથી.
(૪) ઉપરના સિવાયના બાકીના બધા દાણાઓ ડબ્બાને કયાંય અડતા નથી, અલબત્ત છ એ દિશાએ ડબ્બાને સ્પર્શતા નથી.
ચૌદ રાજલોક રૂપી લોકના છેવાડે અનંતા આત્માઓ રહેલા છે, તેઓમાં (ડબ્બાની જેમ) કેટલાકને ત્રણ દિશાએ, કેટલાકને બે દિશાએ અને કેટલાકને એક દિશાએ અલોક સ્પર્શે છે. જ્યાં અલોક સ્પર્શે તે દિશાનો આહાર તે જીવોને મળતો નથી, અને જ્યાં અલોક ન સ્પર્શે (લોકાકાશ હોય) તે દિશાનો આહાર તેમને મળે છે.
દંડક પ્રકરણ-૫૬