________________
ગર્ભજ મનુષ્ય : એક જ સમયમાં સંખ્યાત મનુષ્યો જન્મે છે; અને મરે છે. દેવ-નારક : એક જ સમયમાં સંખ્યાત કે અસંખ્યાત દેવો કે નારકો જન્મે છે; અને મરે છે. (નવમા દેવલોકથી ઉપરના દેવલોકમાં માત્ર ગર્ભજ મનુષ્યો જ જન્મે છે; અને તેઓ ચ્યવીને (મરીને) ગર્ભજ મનુષ્ય જ થાય છે. વળી ગર્ભજ મનુષ્યોની સંખ્યા ઉત્કૃષ્ટથી સંખ્યાત જ હોય છે, તેથી તેઓની ઉપપાત-ચ્યવન સંખ્યા સંખ્યાત જ જાણવી. સર્વાર્થસિદ્ધ વિમાનમાં તો કુલ દેવો સંખ્યાત જ હોય છે.)
ઉત્કૃષ્ટ ઉપપાત-ચ્યવન વિરહકાળ
એકેન્દ્રિય : વિરહકાળ નથી. (કેમકે તેમાં સતત જન્મ-મરણ ચાલુ જ હોય છે.) વિકલેન્દ્રિય : એક મુહૂર્ત. (બેઈન્દ્રિય વગેરેમાં એક પણ જન્મે નહીં તેવું સતત વધુમાં વધુ એક મુહૂર્ત માટે બની શકે. પછી તો જન્મે જ. એ જ રીતે એક પણ બેઈન્દ્રિય વગેરે મરે નહીં, તેવું સતત વધુમાં વધુ એક મુહૂર્ત માટે બની શકે, પછી તો મરણ થાય જ, આ રીતે સર્વત્ર સમજી લેવું.)
સંમૂર્છિમ પંચેન્દ્રિય તિર્યંચ : અંતર્મુહૂર્ત.
સંમૂર્ચ્છિમ મનુષ્ય : ૨૪ મુહૂર્ત. (સંમૂર્ચ્છિમ મનુષ્યના જન્મ કે મરણ સતત વધુમાં વધુ ૨૪ મુહૂર્ત સુધી થાય જ નહીં, તેવું બની શકે છે. વળી સંમૂ. મનુષ્યનું આયુષ્ય અંતર્મુહૂર્ત છે, તેથી તેનાથી મોટા વિરહકાળ વખતે જગતમાં ક્યાંય સંમૂ. મનુષ્ય હોય જ નહીં તેવું બની શકે છે.)
ગર્ભજ તિર્યંચ : ૧૨ મુહૂર્ત
ગર્ભજ મનુષ્યઃ ૧૨ મુહૂર્ત નારક : ૧૨ મુહૂર્ત
દેવ : ૧૨ મુહૂર્ત
(આ વિરહકાળ ઉત્કૃષ્ટથી જણાવ્યો છે. તેથી ઓછો પણ હોઈ શકે છે. અર્થાત્ જન્મ કે મરણનો વિરહકાળ પડે તો જઘન્યથી એક સમયથી માંડીને ઉત્કૃષ્ટથી ઉપર જણાવ્યા મુજબનો હોઈ શકે છે.)
દંડક પ્રકરણ-૫૩
-: સ્વાઘ્યાય :
મુખ્ય પ્રશ્નો : (૧) ઉપપાત-ચ્યવન સંખ્યા અને વિરહકાળ એટલે શું ? (૨) જુદા જુદા જીવોની અપેક્ષાએ ઉપપાત-ચ્યવન સંખ્યા લખો. (૩) જુદા જુદા જીવોની અપેક્ષાએ ઉપપાત-ચ્યવન વિરહકાળ લખો.
સંખમ-સંખા સમએ, ગભતિરિ વિગલ-નારય સુરા ચ । મણુઆ નિયમા સંખા, વણસંતા થાવર અસંખા
॥૨૫॥
અસન્નિ નર અસંખા, જહ ઉવવાએ તહેવ ચવણ વિ । બાવીસ સગ તિ દસવાસ-સહસ્ય ઉક્લિટ્ઝ પુઢવાઈ ॥ ૨૬ ॥ તિદિણગ્નિ-તિપક્ષાઉ નરતિરિ, સુરનિરય સાગર તિત્તીસા । વંતર પણં જોઈસ-વરિસ-લક્બાહિયં પલિયં
॥૨૭॥
અસુરાણ અહિંય અચર, દેસૂણ દુપાચં નવ નિકાએ 1 બારસ-વાસૂણ-પણદિણ-છમ્માસુ-સ્કિટ્ક વિગલાઉ ॥ ૨૮ ॥ પુઢવાઈ-દસ-પચાણં, અંતમુહુર્ત્ત જહન્ન આઉઠઈ 1 દસ-સહસ-વરિસ-ડિઈઆ, ભવણાહિવ-નિરચ-વંતરિયા ॥ ૨૯ ॥ વેમાણિય-જોઈસિયા, પક્ષ-તયદ્વંસ આઊઆ હૂંતિ । સુર-નર-તિરિ-નિરએસુ, છ પજ્જત્તી થાવરે ચીંગ
॥૩૦॥
ગાથાર્થ : ગર્ભજ તિર્યંચ, વિકલેન્દ્રિય, નારક અને દેવો (સમએ) એક સમયમાં સંખ્યાત કે અસંખ્યાત; મનુષ્ય સંખ્યાત (નિયમા) જ; (વણણંતા) વનસ્પતિ જીવો અનંતા અને સ્થાવરો અસંખ્યાત (ઉત્પન્ન થાય છે.)
અસંજ્ઞિ (સંમૂર્ચ્છિમ) મનુષ્યો અસંખ્ય (એક સમયમાં ઉપજે છે.) જેમ ઉપપાત તેમજ ચ્યવન પણ સમજી લેવું. પૃથ્વી આદિ બાવીસ, સાત, ત્રણ અને દસ હજાર વર્ષ ઉત્કૃષ્ટ (જીવે છે.)
ત્રણ દિવસ અગ્નિ; ત્રણ પલ્યોપમનું આયુ મનુષ્ય અને તિર્યંચનું; દેવ, નારક તેત્રીસ સાગરોપમ; વ્યંતર એક પલ્યોપમ; જ્યોતિષી દેવો
દંડક પ્રકરણ-૫૪