________________
પાઠ-૧૪: ઉપપાત - ચ્યવન
કયા જીવને કેટલા યોગ બાદર પર્યાપ્ત વાયુકાય : ૫ : ઔદારિક, ઔદારિક મિશ્ર, વૈક્રિય, વૈક્રિય મિશ્ર, કાર્પણ કાયયોગ. બાકીના સઘળા એકેન્દ્રિય ઃ ૩ : ઔદારિક, ઔદારિક મિશ્ર, કાર્પણ કાયયોગ. વિકલેન્દ્રિય, સંમ્. તિર્યંચ-મનુષ્ય : ૪ : ઉપરના ત્રણ + અસત્ય-અમૃષા વચનયોગ. (અપર્યાપ્તાનો વચનયોગ ઈન્દ્રિય પર્યાપ્તિએ પર્યાપ્ત થયા બાદ સમજવો, કેમકે તેઓ ભાષા પયાપ્તિ પૂર્ણ કરી શકતા નથી.) ગર્ભજ તિર્યંચ : ૧૩ : આહારક અને આહારક મિશ્ર સિવાયના. ગર્ભજ મનુષ્ય : ૧૫ : બધા. દેવ-નારક : ૧૧ : આહારક, આહારક મિશ્ર, ઔદારિક, ઔદારિક મિશ્ર સિવાયના. (મનોયોગ મન પર્યાતિ પૂર્ણ થયા પછી સમજવો.)
-: સ્વાધ્યાય :મુખ્ય પ્રશ્નો : (૧) યોગ એટલે શું ? યોગના પ્રકારો વ્યાખ્યા સાથે લખો. (૨) કાયયોગના કયા ભેદો કયારે જ્યારે હોય છે ? (૩) કયા જીવને કેટલા અને કયા યોગ હોય છે ?
ઉપપાત એટલે જન્મ અને યવન એટલે મરણ.
જન્મ કે મરણ થાય ત્યારે સમગ્ર વિશ્વમાં એક જ સમયમાં એક સાથે જેટલા જન્મ-મરણ થાય તે ઉપપાત-ચ્યવન સંખ્યા અને વધુમાં વધુ જેટલા સમય સુધી બિલકુલ જન્મ કે મરણ ન થાય તે ઉપપાત-ચ્યવન વિરહકાળ.
ઉપપાત-ચ્યવન સંખ્યા સાધારણ વનસ્પતિકાય : એક જ સમયમાં અનંતા જીવો જન્મે છે, અને મરે છે. (સાધારણ વનસ્પતિકાયના એક શરીરમાં અનંતા જીવો હોય છે. તેમાંથી પ્રત્યેક સમયે અસંખ્યાતમા ભાગના (અનંતા) જીવો મરે છે, અને તેટલા જ નવા જન્મે છે. અંતર્મુહૂર્ત બાદ પ્રત્યેક નિગોદમાં નવા જ જીવો હોય છે. કેમકે અંતર્મુહૂર્તથી વધુ કોઈનું પણ આયુષ્ય નથી. (અસત્કલ્પનાએ અસંખ્યાત = ૧૦૦ લો; અને અનંત = ૧૦ હજારથી ૧૦ લાખ લો. તે રીતે નિગોદના એક શરીરમાં માનો કે અસત્કલ્પનાએ ૧૦ લાખ (અનંત) જીવો છે, તેનો અંખ્યાતમો = ૧૦૦ મો ભાગ = ૧૦,૦૦૦ (અનંત) જીવો દરેક સમયે મરે છે અને નવા જન્મે છે, આ રીતે ૧૦૦ (અસંખ્ય) સમયમાં જુના દશ લાખ મરી જશે, અને નવા દશ લાખ જન્મી પણ જશે.) આમાં પ્રત્યેક સમયે નિગોદમાંથી મરીને નિગોદમાં જ જન્મ લેનારા અનંતા હોય છે, જ્યારે નિગોદમાંથી મરીને તે સિવાયના જીવોની કુલસંખ્યા અસંખ્ય જ છે, વધુ નથી.) બાકીના એકેન્દ્રિય : એક જ સમયમાં અસંખ્યાત જીવો જન્મે છે, અને મરે છે. વિકલેન્દ્રિય : એક જ સમયમાં સંખ્યાત કે અસંખ્યાત જીવો જન્મે છે, અને મરે છે. સંમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યંચ : એક જ સમયમાં સંખ્યાત કે અસંખ્યાત જીવો જન્મ છે, અને મરે છે. સંછિમ મનુષ્ય : એક જ સમયમાં અસંખ્યાત જીવો જન્મે છે અને મરે છે. ગર્ભજ તિર્યંચ : એક જ સમયમાં સંખ્યાત કે અસંખ્યાત જીવો જન્મે છે અને મરે છે.
દંડક પ્રકરણ-૫૧
દંડક પ્રકરણ-પર