Book Title: Dandak Prakaran
Author(s): Malaykirtivijay
Publisher: Malaykirtivijayji

View full book text
Previous | Next

Page 31
________________ મન વિનાના હોવાથી એકેન્દ્રિયથી માંડીને સંમૂર્છાિમ પંચેન્દ્રિય (તિર્યંચ, મનુષ્ય) સુધીના સઘળા જીવો દીર્ઘકાલિકી સંજ્ઞા વિનાના છે, તેથી તેઓ અસંશી કહેવાય છે, જ્યારે બાકીના ગર્ભજ તિર્યંચ, ગર્ભજ મનુષ્ય, દેવ અને નારક મનવાળા હોવાથી દીર્ઘકાલિકી સંજ્ઞાવાળા છે. તેથી તેઓ સંજ્ઞી કહેવાય છે. (૩) દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા : દૃષ્ટિ એટલે સમ્યગદર્શન અને દૃષ્ટિવાદ એટલે શ્રુતજ્ઞાન, સમ્યગદર્શન અને સમ્યગુજ્ઞાનવાળા સર્વવિરતિધર કે દેશવિરતિધર મનુષ્યોને આ ત્રીજી સંજ્ઞા હોય છે. તેઓમાં દીર્ઘકાલિકી સંજ્ઞા તો છે જ, પણ સાથે-સાથે દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા હોવાથી તેમની પ્રવૃત્તિ અને નિવૃત્તિમાં વિશિષ્ટતા હોય છે. તેઓ મોક્ષના લક્ષવાળા હોય છે, અને તે અનુસાર પ્રવૃત્તિ-નિવૃત્તિ કરનારા હોય છે. માત્ર દીર્ઘકાલિકી સંજ્ઞાવાળો મમ્મણ શેઠ ધન મેળવવામાં પાગલ બન્યો; જ્યારે દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞાવાળા જંબૂકુમારે અઢળક ધનનો ત્યાગ કરી દીક્ષા લીધી. ચક્રવર્તીનું સુખ મેળવવા માટે દીર્ઘકાલિકી સંજ્ઞાવાળા સંભૂતિમુનિએ અનશન કર્યું, જ્યારે દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞાવાળા ગજસુકુમાલ મુનિએ મોક્ષ મેળવવા માટે અનશન સ્વીકાર્યું. પુણિયો શ્રાવક, સુલસા શ્રાવિકા, રેવતી શ્રાવિકા, શાલિભદ્રજી, ધન્નાજી, ખંધકમુનિ, અઈમુત્તા મુનિ, માસતુષ મુનિ વગેરે દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞાવાળા કહેવાય. અભવી સાધુ બને ખરા, પણ તે મિથ્યાષ્ટિ હોવાથી તથા તેના દિલમાં મોક્ષની ઈચ્છા હોવાના બદલે સ્વર્ગાદિ સુખો મેળવવાની ઈચ્છા હોવાથી તેની સંજ્ઞા દૃષ્ટિવાદોપદેશિકી ન કહેવાય. માત્ર સમ્યગદર્શનવાળા મનુષ્ય, તિર્યંચ, દેવ કે નારકને વિશિષ્ટ શ્રુતજ્ઞાન અને વિરતિ ન હોવાથી આ ત્રીજી સંજ્ઞાવાળા કહ્યા નથી. જો કે કેટલાક ગર્ભજ તિર્યંચોને સમ્યગદર્શન અને દેશવિરતિ હોય છે, પરંતુ તેઓ અલ્પ સંખ્યામાં હોવાથી તેઓની વિવફા ત્રીજી સંજ્ઞાવાળા તરીકે શાસ્ત્રોમાં કરી નથી. (પૂર્ણ વિવક્ષા નાપ્તિ) આમ ઉત્તરોત્તર ત્રણેય સંજ્ઞાઓ ઊંચા દરજ્જાવાળી છે. કયા જીવોને કઈ સંજ્ઞા? એકેન્દ્રિય : સંજ્ઞા વિનાના : અસંજ્ઞી વિકલેન્દ્રિય : હેતુવાદોપદેશિકી સંજ્ઞા : અસંજ્ઞી સંમૂ. પંચે. તિર્યંચ-મનુષ્ય : હેતુવાદોપદેશિકી સંજ્ઞા : અસંજ્ઞી ગર્ભજ તિર્યંચ, દેવ, નારક : દીર્ઘકાલિકી સંજ્ઞા : સંજ્ઞી મનુષ્ય : દીર્ઘકાલિકી સંજ્ઞા અને દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા : સંજ્ઞી વત્સ: ગુરુજી ! વિકસેન્દ્રિય વગેરે હેતુવાદોપદેશિકી સંજ્ઞાવાળા હોવાથી તેમને સંજ્ઞી કહેવામાં શું વાંધો? ગુરુજી : વત્સ ! જેમ અલ્પ ધનવાળો ધનવાનું નથી કહેવાતો, પણ નિર્ધન કહેવાય છે. તેમ અલ્પ કે નીચલા દરજ્જાની સંજ્ઞાવાળા હોવાથી તેઓ અસંશી કહેવાય છે. (અલબત્ત મન વિનાના હોય તે અસંજ્ઞી અને મનવાળા હોય તે સંજ્ઞી સમજવા.) -: સ્વાધ્યાય :મુખ્ય પ્રશ્નો : (૧) ત્રણ પ્રકારની સંજ્ઞાઓ વિશે સરળ ભાષામાં સમજાવો. (૨) કયા જીવોને કઈ સંજ્ઞા હોય ? અને તેથી તેઓ સંશી કહેવાય કે અસંજ્ઞી? (૩) વિકલેન્દ્રિય વગેરે હેતુવાદોપદેશિકી સંજ્ઞાવાળા તો છે જ. તો પછી તેમને સંજ્ઞી કેમ ન કહ્યા? ચઉવિહસુર-તિરિએસ, નિરએસુ ચ દીહકાલિગી સન્ના ડે વિગલે હેઉવએસા, સન્નારહિયા હિરા સવ્વ | ૩૦ || મણુઆણ દીહકાલિચ, દિરિવાઓ-વએસિઆ કેવિ ! પજ-પણ-તિરિ-મણુઅશ્ચિમ, ચઉવિહદેવેસુ ગચ્છતિ ૩૩ ll સખાઉ-પાજ-પહિંદી-તિરિચ-નરેશુ તહેવ પજાજને ! ભૂ-દગ-પત્તેયવણે, એએસ શ્ચિય સુરાગમણું |૩૪ ll પત્ત-સંખ-ગભચ-તિરિચ-નારા નિરયસત્તને જતિ | નિરય-ઉવા એએસ, ઉવવજત ન સેસણું || ૩૫ દંડક પ્રકરણ-૫૯ દંડક પ્રકરણ-૬૦

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37