Book Title: Dandak Prakaran Author(s): Malaykirtivijay Publisher: Malaykirtivijayji View full book textPage 9
________________ પાઠ-૫ : સંજ્ઞા વત્સ: ગુરુજી ! દેવ, નારક, એકેન્દ્રિયને સંઘયણ ન હોવાથી બળ વિનાના હોય? ગુરુજી : વત્સ ! સંઘયણ ન હોવાથી તેઓને બળ વિનાના ન સમજવા. દેવો અને ઈન્દ્રોનું તો અતુલ બળ હોય છે. શ્રી જીવાભિગમજીમાં બળની અપેક્ષાએ દેવોને પહેલું સંઘયણ અને એકેન્દ્રિયોને છેવટઠું સંઘયણ કહ્યું છે. તથા નારકોને અસંઘયણી કહ્યા છે. - -: સ્વાધ્યાય :મુખ્ય પ્રશ્નો: (૧) સંઘયણ એટલે શું? છ પ્રકારના સંઘયણની વ્યાખ્યા લખો. (૨) કયા જીવોને કયું સંઘયણ હોય છે? (જીવ અને ક્ષેત્રની અપેક્ષાએ પૂછી શકાય.) (૩) પ્રથમ સંઘયણ કોને કોને હોય? તેના સામર્થ્ય વિષે સમજાવો. થાવર-સુર-નૂરઈયા, અíઘણા ય વિગલ છવઠા સંઘયણ-છમ્મ ગભચ-નર-તિરિએસુ વિ મુણેયબ્ધ | ૧૧ || થાવર, દેવો, નારકો અસંઘયણી (સંઘયણ વિનાના), વિકલેન્દ્રિયોને સેવાર્ત (છેવટ્ઠા સંઘયણવાળા) અને ગર્ભજ-તિર્યંચ અને મનુષ્યોને વિષે છ એ સંઘયણ (મુણેયä) જાણવા. જીવની ચેતના જેના વડે જાણી શકાય તે સંજ્ઞા કહેવાય. અર્થાત્ અમુકમાં જીવ છે કે નહીં, તેની ખાત્રી જેના વડે થાય તે સંજ્ઞા કહેવાય. જેમ, વનસ્પતિ તેના મૂળીયા વડે પાણી રૂ૫ આહાર લે છે, લજામણીના છોડને સ્પર્શતા ભયથી સંકોચાઈ જાય છે; ફટાકડાં ફૂટતાં પક્ષીઓ ભયથી ધ્રુજી ઊઠે છે, કુતરો ક્રોધને કારણે ભસે છે. આહાર, ભય, ક્રોધ વગેરે દ્વારા વનસ્પતિ વગેરેમાં જીવ છે, તેની ખાત્રી થાય છે. સૂકાઈ ગયેલ વનસ્પતિ કે મૃત્યુ પામેલ કુતરા વગેરેમાં તથા ખુરશી, મકાન વગેરેમાં આહાર, ભય, ક્રોધ વગેરે જોવા મળતા નથી. સંજ્ઞાઓ બે પ્રકારની છે : (૧) જ્ઞાનસંજ્ઞા : મતિજ્ઞાન વગેરે આઠ જ્ઞાન તે જ્ઞાનસંજ્ઞા છે, તે પાઠ-૧૨ માં જણાવવામાં આવશે. (૨) અનુભવ સંજ્ઞા : તે ચાર, છ, દશ અથવા સોળ પ્રકારે છે. (અહીં અનુભવ સંજ્ઞાને સંજ્ઞા તરીકે જણાવવામાં આવેલ છે.) ચાર પ્રકારે : આહાર, ભય, મૈથુન, પરિગ્રહ છ પ્રકારે : ઉપરની ચાર + ઓઘસંજ્ઞા, લોકસંજ્ઞા દશ પ્રકારે : ઉપરની છ + ક્રોધ, માન, માયા, લોભ સોળ પ્રકારે : ઉપરની દશ + મોહ, ધર્મ, સુખ, દુઃખ, જુગુપ્સા, શોક સંજ્ઞાનું નામ સામાન્ય અર્થ કયા કર્મના ઉદયથી ૧ આહાર સંજ્ઞા : આહારની ઈચ્છા : અશાતા વેદનીયના ઉદયથી ૨ ભય સંજ્ઞા : ભય, ડર : ભય મોહનીયના ઉદયથી ૩ મૈથુન સંજ્ઞા : કામવાસના : વેદ મોહનીયના ઉદયથી ૪ પરિગ્રહ સંજ્ઞા : ધન વગેરેના સંગ્રહની ઈચ્છાઃ લોભ મોહનીયના ઉદયથી ૫ ઓઘ સંજ્ઞા : પૂર્વ સંસ્કાર (વેલડી : જ્ઞાનાવરણીય અને વૃક્ષ વગેરે ઉપર વીંટાય દર્શનાવરણીય કર્મના છે, બાળક જન્મતા ક્ષયપશમથી સ્તનપાન કરે છે તે ઓઘ સંજ્ઞાને કારણે બને છે.). દંડક પ્રકરણ-૧૫ દંડક પ્રકરણ-૧૬Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37