Book Title: Dandak Prakaran
Author(s): Malaykirtivijay
Publisher: Malaykirtivijayji

View full book text
Previous | Next

Page 18
________________ તેમાં પહેલા સમયે : પોતાના આત્મપ્રદેશોનો સ્વદેહ પ્રમાણ જાડો અને લોકના નીચેના છેડાથી ઉપરના છેડા સુધી (૧૪ રાજલોક પ્રમાણ) ઊંચો દંડ બનાવે છે. બીજા સમયે : ઉત્તરથી દક્ષિણ (અથવા પૂર્વથી પશ્ચિમ) લોકના અંત સુધી લાંબો બીજો કપાટ બનાવી મંથાન (ચાર પાંખવાળા રવૈયા જેવો) આકાર બનાવે છે. ચોથા સમયે : ચાર આંતરા પુરી સંપૂર્ણ ચૌદરાજ લોકમાં વ્યાપ્ત થઈ જાય છે. (તે વખતે આત્માના આઠ રૂચક પ્રદેશો લોકના આઠ રૂચક પ્રદેશો જ્યાં છે ત્યાં હોય છે.). પાંચમા સમયે : ચાર આંતરા સંહરે છે. (રવૈયા જેવો આકાર રહે.) છઠ્ઠા સમયે : એક કપાટ સંહરે છે. (કપાટ જેવો આકાર રહે.) સાતમા સમયે : બીજું કપાટ સંકરે છે. (દંડ જેવો આકાર રહે.) આઠમાં સમયે દંડ સંહરી પૂર્વની જેમ પોતાના દેહ પ્રમાણ થઈ જાય છે. આ કેવલી સમુદ્રઘાતથી નામ, ગોત્ર અને વેદનીય કર્મનો પ્રબલ અપવર્તના કરણ દ્વારા ઘણો વિનાશ થઈ જાય છે, અને તેમની આયુષ્ય જેટલી (અંતર્મુહુર્ત) સ્થિતિ થઈ જાય છે. જાણવા જેવું : * વેદના અને કષાય સમુઘાત વખતે આત્મપ્રદેશો દ્વારા પેટ વગેરેના પોલાણ ભાગ તથા ખભા વગેરેના આંતરા પૂરાઈને શરીરની ઊંચાઈ તથા જાડાઈ જેટલો એક સરખો દંડાકાર થાય છે. * મરણ સમુઘાત વખતે મરણથી અંતમુહૂર્ત પહેલા આત્મપ્રદેશો શરીરની બહાર નીકળી, પોતાના દેહ પ્રમાણ જાડા દંડના આકારે, જ્યાં ઉત્પન્ન થવાનો હોય ત્યાં સુધી (જઘન્યથી અંગુલના અસંખ્યાતમાં ભાગ સુધી અને ઉત્કૃષ્ટથી અસંખ્ય યોજન સુધી) લંબાવી, અંતર્મુહૂર્ત તેવી જ અવસ્થાએ રહી (કોઈ જીવ ફરીથી મૂળ શરીરમાં દાખલ થઈ, એ રીતે જ ફરી દીર્ધ દંડાકાર થઈ અવશ્ય) મરણ પામે છે. * વૈક્રિય, તૈજસ અને આહારક સમુઠ્ઠાત વખતે ઉત્કૃષ્ટથી સંખ્યાત યોજન દીર્ધ અને સ્વદેહ પ્રમાણ જાડો દંડાકાર થાય છે. * કેવલી સમુઘાતનો સમય ૮ સમયનો છે, જ્યારે બાકીના સમુઘાતમાં પૂર્વકર્મોનો નાશ થાય છે. નવા બંધાતા નથી. * દરેક વેદના, કષાય કે મરણના પ્રસંગે તે તે સમુદઘાત થાય જ તેવો નિયમ નથી. વળી સમુદ્યાત જીવ ઈરાદાપૂર્વક જાણકારી પૂર્વક) કરી શકતો નથી. * વૈક્રિય દંડક પ્રકરણ-૩૩ શરીર બનાવતાં વૈક્રિય સમુઘાત, તેજલેશ્યા કે શીતલેશ્યા મૂકતા તૈજસ સમુઘાત, અને આહારક શરીર બનાવતાં આહારક સમુઘાત હોય જ છે. વળી તે જીવ જાણકારીપૂર્વક કરે છે. * કેવલી સમુદઘાત દરેક કેવળી ભગવંત કરે જ એવો નિયમ નથી. નામ વગેરે કર્મની સ્થિતિ આયુષ્ય કર્મ કરતાં અધિક હોય તે જ કેવળી કરે છે. વળી આ સમુદઘાતને કેવળી ભગવંત જાણતા હોય છે. * આખા ભવચક્રમાં વધુમાં વધુ આહારક સમુઘાત ચાર વખત, કે વળી સમુદ્યાત એક વખત થાય છે, જ્યારે બાકીના સમુદુઘાત જીવ અનંતી વાર કરે છે. * અનેક જીવની અપેક્ષાએ વધુમાં વધુ એક સાથે આહારક સમુદુઘાત સહસ્ત્ર પૃથકત્વ (૨ હજારથી ૯ હજાર), કેવલી સમુદ્યાત શતપૃથકત્વ (૨૦૦ થી ૯૦૦); તૈજસ સમુદઘાત અસંખ્ય, વૈક્રિય સમુદ્દાત અસંખ્ય, મરણ સમુઘાત અનંત (કેમકે નિગોદના અનંતાજીવો સદાકાળ વિગ્રહગતિમાં હોય છે. તેઓ પ્રાયઃ મરણ સમુદુઘાતવાળા હોય છે); કષાય સમુદુઘાત અનંત; અને વેદના સમુદુઘાત અનંત સંભવે છે. * દેવો પરસ્પર યુદ્ધ થતાં એક-બીજાને ભયાનક વેદના આપે છે, ત્યારે તેમને વેદના સમુદ્યાત સંભવે છે. કયા સમુદઘાત કયા જીવને વેદના, કષાય, મરણ : કોઈ પણ જીવને વૈક્રિય સમુઘાત : વૈક્રિય લબ્ધિવાળા બાદર પર્યાપ્ત વાયુકાય, ગર્ભજ તિર્યંચ, ગર્ભજ મનુષ્ય, દેવ, નારકને ઉત્તર વૈક્રિય શરીર બનાવતા. તૈજસ સમુદ્યાત : તૈજસ લબ્ધિવાળા ગર્ભજ તિર્યંચ, ગર્ભજ મનુષ્ય, દેવને તેજો કે શીતલેશ્યા મૂકતી વખતે. : આહારક લબ્ધિવાળા ચૌદ પૂર્વધર મહાત્માને આહારક શરીર બનાવતા. કેવલી સમુદ્ઘાત : કેવળી ભગવંતને કયા જીવને કેટલા સમુદઘાત બાદર પર્યાપ્ત વાયુકાય : વેદના, કષાય, મરણ, વૈક્રિય બાકીના એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, સંમૂચ્છિમ તિર્યચ-મનુષ્ય : ૩ : વેદના, કષાય, મરણ (ત્રસનાડીની બહાર નિરાબાધ સ્થાને રહેલ સૂક્ષ્મ વગેરે એકેન્દ્રિય જીવોને દંડક પ્રકરણ-૩૪

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37