________________
તથા પ્રકારના ઉપઘાતનો અભાવ હોવાથી તેમને વેદના સમુદ્દાત ન હોય. બાકીના બે હોઈ શકે.)
ગર્ભજ તિર્યંચ : ૫ : ઉપરના ત્રણ + વૈક્રિય, તૈજસ (કેટલાક ગર્ભજ તિર્યંચોને દેશવિરતિ ચારિત્રને અનુસરતા વ્રત, નિયમ, તપશ્ચર્યા વગેરે હોવાથી તેઓ વૈક્રિય કે તૈજસ લબ્ધિવાળા બની શકે છે. યુગલિક તિર્યંચોને લબ્ધિ ન હોવાથી તેમને ત્રણ જ સમુઘાત હોઈ શકે.)
ગર્ભજ મનુષ્ય : ૭ : (છદ્મસ્થ મનુષ્યને કેવલી સમુદ્દાત વિના છ અને કેવલીને માત્ર એક કેવલી સમુદ્દાત હોઈ શકે. કેવલીને અશાતાનો ઉદય હોઈ શકે, પરંતુ વ્યાકુળતા કે ઉદીરણા ન હોય, માટે વેદના સમુદ્દાત ન હોય; કષાય ન હોવાથી કષાય સમુદ્દાત ન હોય; પરભવમાં ઉત્પન્ન થવાનું ન હોવાથી તેમજ નિર્વાણ સમયે આત્મપ્રદેશો કંદુક (દડા) ની જેમ પિંડિત થઈ મોક્ષમાં જાય છે, માટે મરણ સમુદ્દાત ન હોય; કેવલી લબ્ધિ ફોરવે નહીં, માટે વૈક્રિય વગેરે સમુદ્દાત પણ ન હોય. યુગલિકોને તથા લબ્ધિ વિનાના મનુષ્યોને ત્રણ જ સમુદ્દાત હોઈ શકે. લબ્ધિવાળાને ચાર, પાંચ કે છ સમુદ્દાત હોઈ શકે.) દેવ : ૫ : ત્રણ + વૈક્રિય, તેજસ
નારક : ૪ : ત્રણ + વૈક્રિય (નારકને વૈક્રિય લબ્ધિ અને દેવને વૈક્રિય તથા તૈજસ લબ્ધિ વ્રત-તપશ્ચર્યા વગેરેથી નહીં, પરંતુ તથાપ્રકારના ભવસ્વભાવથી જ ઉત્પન્ન થયેલી હોય છે.)
અપર્યાપ્ત અવસ્થામાં : કોઈ પણ જીવને ત્રણ સમુદ્દાત હોઈ શકે. (ઉપર જણાવ્યા તે પર્યાપ્ત અવસ્થાની અપેક્ષાએ સમજવા.)
અજીવ સમુદ્દાત : અચિત્ત મહાકંધના નામે ઓળખાતો અનંત પરમાણુઓનો અનંતપ્રદેશી સ્કંધ કેવલી સમુદ્દાતની જેમ તથાવિધ વિશ્વસા પરિણામ વડે (સ્વાભાવિક રીતે) ચાર સમયમાં સંપૂર્ણ લોકમાં વ્યાપ્ત થઈ, પુનઃ બીજા ચાર સમયમાં અનુક્રમે સંહરાઈ મૂળ અવસ્થાવાળો (અંગુલના અસંખ્યાતમાં ભાગનો) થાય છે. તે અજીવ સમુદ્દાત કહેવાય. આવા અચિત્ત મહાસ્કંધો વિશ્વમાં અનંતા છે.
-: સ્વાધ્યાય :
મુખ્ય પ્રશ્નો : (૧) સમુદ્દાત એટલે શું ? તેના પ્રકારો વ્યાખ્યા સાથે લખો.
દંડક પ્રકરણ-૩૫
(૨) આઠ સમયનો કેવલી સમુદ્દાત સમજાવો. (૩) સાત સમુદ્દાત વિષે જાણવા જેવું સરળ ભાષામાં લખો. (૪) કયા સમુદ્ઘાત કયા જીવોને હોય ? (૫) કયા જીવને કયા સમુદ્દાત હોઈ શકે ? વિગતવાર લખો. (૬) અજીવ સમુદ્ઘાત એટલે શું ?
વેયણ કસાય મરણે, વેઉન્વિય તેયએ ય આહારે 1 કેવલિ ય સમુગ્ધાયા, સત્ત ઈમે હુંતિ સન્નીણં ॥૧૬॥ એગિદિયાણ કેવલ-તેઉ-આહારગ-વિણા ઉ ચત્તારિ । તે વેઉવ્વિય-વજ્જા, વિગલા સન્નીણ તે ચેવ
॥ ૧૭ ]]
પણ ગબ્યતિરિ-સુગુ, નારય-વાઈસુ ચÎર નિય સેર્સ । વિગલ દુ દિઠ્ઠી થાવર, મિચ્છત્તિ સેસ તિય દિઠ્ઠી
॥ ૧૮ ॥
વેદના, કષાય, મરણ, વૈક્રિય, તૈજસ, આહારક અને કેવલિ સમુદ્દાત છે. આ સાત સંજ્ઞિ જીવોને હોય છે.
એકેન્દ્રિયોને કેવલિ, તૈજસ, આહારક વિના ચાર, (તે) તે ચારમાંથી વૈક્રિયને વર્જીને (ત્રણ સમુદ્ઘાત) વિકલેન્દ્રિયોને તેમજ સંત્રિ જીવોને (તે) તે સાતેય (સમુદ્ઘાત) હોય છે.
ગર્ભજ તિર્યંચ અને દેવોને (પણ) પાંચ, નારક અને વાયુને વિષે ચાર અને બાકીનાઓને ત્રણ (સમુદ્ઘાત) હોય છે. વિકલેન્દ્રયને બે દૃષ્ટિ, સ્થાવરને મિથ્યાત્વ દૃષ્ટિ અને બાકીનાઓને ત્રણેય દૃષ્ટિ હોય છે.
દંડક પ્રકરણ-૩૬