Book Title: Dandak Prakaran
Author(s): Malaykirtivijay
Publisher: Malaykirtivijayji

View full book text
Previous | Next

Page 17
________________ ઉપર સાકર ન મૂકીએ, ત્યાં સુધી તેનો આસ્વાદ માણી શકાતો નથી. આંખ બંધ જ રાખી હોય તો જોઈ શકાતું નથી. વત્સ: ગુરુજી ! મન ઈન્દ્રિય ન ગણાય? ગુરુજી : વત્સ ! મન પાસે નિવૃત્તિ ઈન્દ્રિય હોતી નથી. વળી મન સ્પર્શાદિ વિષયોમાં પ્રવર્તે છે ખરા, પણ તે સ્પર્શેન્દ્રિય વગેરે દ્વારા અનુભવાતાં કે અનુભવાયેલ પદાર્થોમાં પ્રવર્તે છે. આમ તે (મન) ઈન્દ્રિયોને પરતત્ર હોવાથી તેને નો-ઈન્દ્રિય તરીકે ગણેલ છે. કયા જીવને કેટલી ઈન્દ્રિય સ્થાવર (એકેન્દ્રિય) : એક ; સ્પર્શેન્દ્રિય બેઈદ્રિયઃ બે : સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય તેઈન્દ્રિયઃ ત્રણ : ઉપરની બે + ધ્રાણેન્દ્રિય ચઉરિન્દ્રિય : ચાર : ઉપરની ત્રણ + ચક્ષુરિન્દ્રિય પંચેન્દ્રિયઃ પાંચ : ઉપરની ચાર + શ્રોતેન્દ્રિય જાણવા જેવું : નિવૃત્તિ-ઉપકરણ રૂ૫ દ્રવ્યેન્દ્રિય અંગોપાંગ નામકર્મના ઉદયથી મળે છે. * મનોજ્ઞ એવા શબ્દ (સંગીત વગેરે), રસ (શેરડીનો રસ વગેરે), ગંધ, રૂપ (પોતાનું કે પત્ની વગેરેનું ચિત્ર), સ્પર્શ, મનઃસુખતા (મનનું સુખ), વાકુ સુખતા (સર્વેના મનને આનંદ આપનારી વાણી), કાયસુખતા (કાયામાં સુખ)- આ સાતા વેદનીય કર્મના ઉદયથી જીવને મળે છે. આ રીતે અમનોજ્ઞ શબ્દાદિ અસાતા વેદનીય કર્મના ઉદયથી મળે છે. પાઠ-૧૦: સમુદ્યાત પ્રબળતાથી (જોરથી) આત્મપ્રદેશો એકાએક શરીરની બહાર નીકળી પડી, વધારે પડતા જુના કર્મ પુદગલોની ઉદીરણા કરી, ભોગવી નાશ કરવાની એક જાતની પ્રક્રિયા તે જીવ સમુઘાત કહેવાય છે. (ઉદીરણા થવાથી ભવિષ્યમાં ભોગવવાના કર્મો વહેલા ભોગવાઈ જાય છે.) તે સાત પ્રકારે છે : (૧) વેદના સમૃઘાત : વેદનાથી વ્યાકુળ થયેલ આત્માના આત્મપ્રદેશો એકાએક શરીરની બહાર નીકળી પડી, અશાતા વેદનીય કર્મના ઘણા કર્મ પુદ્ગલોની ઉદીરણા કરી, ભોગવી નાશ કરે છે. (૨) કષાય સમુદ ઘાત : કષાયથી વ્યાકુળ થયેલ આત્માના આત્મપ્રદેશ એકાએક શરીરની બહાર નીકળી પડી, મોહનીય કર્મના ઘણા કર્મપુદગલોની ઉદીરણા કરી, ભોગવી નાશ કરે છે. (૩) મરણ સમુદઘાત : મરણ વખતે વ્યાકુળ થયેલ આત્માના આત્મપ્રદેશો એકાએક શરીરની બહાર નીકળી પડી, આયુષ્ય કર્મના ઘણા પુગલોની ઉદીરણા કરી, ભોગવી નાશ કરવા સાથે મરણ પામે છે. (૪) વૈક્રિય સમૃઘાત : ઉત્તર વૈક્રિય શરીર બનાવતી વખતે વૈક્રિય લબ્ધિવાળો આત્મા, પોતાના આત્મપ્રદેશોને શરીરની બહાર કાઢી, વૈક્રિય નામકર્મના ઘણા કર્મપુદગલોની ઉદીરણા કરી, ભોગવી નાશ કરે છે, અને તે વખતે તૈજસ વર્ગણાના પુદગલોને ગ્રહણ કરી તેજોલેશ્યા કે શીતલેશ્યા મૂકે છે. (૬) આહારક સમુદઘાત : આહારક શરીર બનાવતી વખતે, આહારક લબ્ધિવાળા ચૌદપૂર્વધર મહાત્મા, પોતાના આત્મપ્રદેશોને શરીર બહાર કાઢી, આહારક નામકર્મના ઘણા કર્મપુદ્ગલોની ઉદીરણા કરી, ભોગવી નાશ કરે છે, અને તે વખતે આહારક વર્ગણાના પુગલોને ગ્રહણ કરી આહારક શરીર બનાવે છે. (૭) કેવલિ સમુદઘાત : નામ, ગોત્ર અને વેદનીય કર્મની સ્થિતિ (કાળ) આયુષ્ય કર્મની સ્થિતિ કરતા વધુ હોય, તો તે ત્રણેયની સ્થિતિ આયુષ્યકર્મ જેટલી કરવા કેવલી ભગવંત આયુષ્યના છેલ્લા અંતર્મુહૂર્ત આઠ સમયનો કેવલી સમુદ્યાત કરે છે. દંડક પ્રકરણ-૩૨ -: સ્વાધ્યાય :મુખ્ય પ્રશ્નો : (૧) ઈન્દ્રિયો જોવા વગેરેનું કાર્ય કરે છે તે કઈ રીતે ? સરળ ભાષામાં સમજાવો. (૨) ઈન્દ્રિયોના ૨૪ ભેદ વિગતવાર લખો. (૩) બાહ્ય અને અભ્યન્તરના નિવૃત્તિ દ્રવ્યન્દ્રિયના આકાર અને પ્રમાણ જણાવો. (૪) એકના પણ અભાવે સ્પર્શ વગેરે પારખવાનું કામ થઈ શકતું નથી. કેવી રીતે ? સમજાવો. (૫) મન ઈન્દ્રિય ગણાય ? કેમ ? (૬) કયા જીવને કેટલી અને કઈ ઈન્દ્રિયો હોય છે ? દંડક પ્રકરણ-૩૧

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37