________________
લબ્ધિ | સ્પર્શ | રસ | ગંધ | રૂ૫ | શબ્દ (જીવ | પારખવાની| પારખવાની | પારખવાની | પારખવાની | પારખવાની, માં રહેલ) | લબ્ધિ | લબ્ધિ | લબ્ધિ - લબ્ધિ લબ્ધિ ઉપયોગ | ઠંડો પવન | સાકરનો | પુષ્પની | મકાન, | ગધેડાનો (દા.ત.) પારખવો રસ પારખવો સુવાસ | માણસ વગેરે અવાજ
પારખવી | જોવા | સાંભળવો
કહેવાય છે. અથવા તે ત્રણેય ભાવેન્દ્રિયના કાર્યમાં મદદ કરતી હોવાથી દ્રવ્યેન્દ્રિય કહેવાય છે. જેમ આત્મામાં પદાર્થના રૂપને જોવાનો ક્ષયોપશમ હોય, પણ આંખે અંધાપો આવે કે આંખ બંધ કરવામાં આવે તો દેખાય ખરા ? ના... અલબત્ત દ્રવ્યેન્દ્રિયની સહાયથી ભાવેન્દ્રિય જોવા વગેરેનું કાર્ય કરી શકે છે.
જેમ ચિંતામણી રત્નનું રક્ષણ તિજોરીથી થાય છે. તેમ અતિકોમળ અત્યંતર નિવૃત્તિનું રક્ષણ બાહ્ય નિવૃત્તિથી થાય છે. બાહા નિવૃત્તિ જો ન હોય તો અતિકોમળ અત્યંતર નિવૃત્તિને ઘણાં બાહ્ય વ્યાઘાતો પડે, અને જલ્દી ખલાસ થઈ જાય.
વળી ઉપકરણ ઈન્દ્રિય એ અત્યંતર નિવૃત્તિથી જુદી થતી નથી, છતાં શક્તિ રૂપ વિશેષતા બતાવવા માટે તેને ઉપકરણ દ્રવ્યેન્દ્રિય તરીકે અલગ જણાવવામાં આવેલ છે. આ શક્તિ (ઉપકરણ) દરેક વ્યક્તિઓની દરેક ઈન્દ્રિયોમાં સરખી હોતી નથી. ઘણીવાર વ્યાઘાત લાગવાથી, ઉંમર વધવાથી કે કર્મવશાત્ શક્તિઓ ઘટી પણ શકે છે. જેમ આંખથી જોવાની, કાનેથી સાંભળવાની શક્તિ ઘટે. ઈન્દ્રિયોના કુલ ૨૪ ભેદ : સ્પર્શેન્દ્રિય શરીરના બાહ્ય અને અત્યંતર ભાગમાં, શરીરના આકારની અને શરીર જેવડી હોય છે, પણ શરીર એ (બાહા નિવૃત્તિ રૂ૫) ઈન્દ્રિય નથી. શરીર અને ઈન્દ્રિય જુદા-જુદા છે. આમ સ્પર્શેન્દ્રિયમાં બાહ્ય નિવૃત્તિ રૂ૫ દ્રવ્યેન્દ્રિય ન હોવાથી તેના ચાર ભેદ અને બાકીની ચાર ઈન્દ્રિયના પાંચ-પાંચ ભેદ હોવાથી કુલ ૨૪ ભેદ થાય છે.
સ્પર્શેન્દ્રિય રસનેન્દ્રિય | ધ્રાણેન્દ્રિય | ચક્ષુરિન્દ્રિય | શ્રોતેન્દ્રિય બાહ્ય | નથી | દેખાતી | દેખાતુ | દેખાતી | દેખાતો નિવૃત્તિ
નાક . આંખ | કાન અત્યંતર| શરીરના | જીભમાં નાકમાં આંખની કીકીમાં] કાનમાં નિવૃત્તિ | આકારની | ખુરપી પડઘમ ચન્દ્ર જેવા કે | કદમ્બ
અને શરીર | આકારની આકારની | મસુરની દાળ | પુષ્પના જેવડી
જેવા આકારની| આકારની ઉપકરણ| સ્પર્શ | રસ | ગંધ | રૂપ (ઈન્દ્રિય | પારખવાની | પારખવાની| પારખવાની | જોવાની સાંભળવાની માં રહેલ)| શક્તિ | શક્તિ | શક્તિ | શક્તિ શક્તિ
બાહ્ય નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય આકાર અને પ્રમાણમાં જુદી-જુદી જાતના જીવની અપેક્ષાએ જુદી-જુદી હોય છે. જેમ હાથી, કુતરો, માણસ, સાપ વગેરેની જીભ, નાક વગેરેમાં કેટલો ફેર છે! પક્ષીઓના કાન તો સ્પષ્ટ દેખાતા નથી. માછલીની આંખ પડદાવાળી હોવાથી પાણીમાં ખુલ્લી રાખી શકે છે.
અત્યંતર નિવૃત્તિ દ્રવ્યન્દ્રિયના આકાર અને પ્રમાણમાં બધા જીવોની અપેક્ષાએ સમાનતા છે. સ્પર્શેન્દ્રિય પોતાના શરીર પ્રમાણ લાંબી-પહોળી અને પોતાના શરીરના આકારની, રસનેન્દ્રિય અંગુલ પૃથકત્વ (૨ થી ૯ અંગુલ) લાંબી-પહોળી અને ખુરપી આકારની, બાકીની ત્રણ ઈન્દ્રિયો અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ લાંબી-પહોળી અને પડઘમ વગેરે આકારની હોય છે, વળી પાંચેય ઈન્દ્રિયો અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ પાતળી હોય છે, અને ચર્મચક્ષુથી જોઈ શકાતી નથી.
જેમ - (૧) કેમેરો અને કેમેરામાં રહેલ મશાલાવાળી કાચની પ્લેટ (૨) તેમાં રહેલ બહારના બિંબને ઝડપવાની શક્તિ (૩) ફોટોગ્રાફમાં રહેલ ફોટો પાડવાની આવડત (લબ્ધિ); અને (૪) ફોટો પાડવાની ક્રિયા (કે મેરાનો ઉપયોગ), આ ચારેય ભેગા થાય ત્યારે જ ફોટો પાડવાનું કાર્ય થાય છે, તેમ સ્પર્શ વગેરે પારખવા માટે નિવૃત્તિ, ઉપકરણ, લબ્ધિ અને ઉપયોગ એ ચારેયની જરૂર પડે છે. તેમાંથી એકના પણ અભાવે સ્પર્શ વગેરે પારખવાનું કામ થઈ શકતું નથી.
જેમ-ચઉરિદ્રિય જીવ પાસે શ્રોતેન્દ્રિય નથી, તેથી જીવમાં સાંભળવાની લબ્ધિ હોવા છતાં તે સાંભળી શકતો નથી. આંધળા માણસને આંખ હોય છે, પરંતુ જોઈ શકતો નથી અને બહેરાને કાન છે છતાં સાંભળી શકતો નથી, કેમકે અત્યંતર નિવૃત્તિ કે ઉપકરણને નુકશાન પહોંચેલ છે. નિવૃત્તિ, ઉપકરણ અને લબ્ધિ હોય, પણ ઉપયોગ વિના સ્પર્શ વગેરે વિષય પરખાતા નથી. દા.ત. જીભ
દંડક પ્રકરણ-૩૦
શબ્દ
દંડક પ્રકરણ-૨૯