Book Title: Dandak Prakaran
Author(s): Malaykirtivijay
Publisher: Malaykirtivijayji

View full book text
Previous | Next

Page 23
________________ દા. ત. ચક્ષુ વડે ઘડો જોયો. તેમાં પહેલા અવિશિષ્ટ (સામાન્ય) બોધ થાય છે, જે ચક્ષુદર્શન (ચક્ષુદર્શનોપયોગ) કહેવાય; પછી ઘડાનો વિશિષ્ટ (વિશેષ) બોધ થાય છે, જે મતિજ્ઞાન (મતિજ્ઞાનોપયોગ) કહેવાય; તે પછી ‘આ ઘડો છે' તેવા પ્રકારનો ઘડા રૂપ પદાર્થને જણાવનારા શબ્દનો પણ બોધ થાય છે, જે શ્રુતજ્ઞાન (શ્રુતજ્ઞાનોપયોગ) કહેવાય. ‘ઘડો લાવ' તેવા શબ્દો સાંભળ્યા. તેમાં પહેલા તે શબ્દોનો અવિશિષ્ટ (સામાન્ય) બોધ થાય છે, જે અચક્ષુદર્શન (અચક્ષુદર્શનોપયોગ) કહેવાય; પછી તે શબ્દો અંગે વિશિષ્ટ બોધ થાય છે, જે મતિજ્ઞાન (મતિ-જ્ઞાનોપયોગ) કહેવાય; તે પછી તે શબ્દ પ્રમાણેના ઘડારૂપ પદાર્થનો પણ બોધ થાય છે, જે શ્રુતજ્ઞાન (શ્રુતજ્ઞાનોપયોગ) કહેવાય. અહીં સર્વપ્રથમ ‘કંઈક છે’ કે ‘કંઈક સાંભળ્યું' તેવો બોધ તે અવિશિષ્ટ બોધ; ‘ઘડો છે' કે ‘ઘડો લાવ' તેમ સાંભળ્યું, તેવો બોધ તે વિશિષ્ટ બોધ; અને ‘આ ઘડો કહેવાય' કે ‘ઘડો એટલે અમુક આ પદાર્થ’ એ રીતે પદાર્થ અને શબ્દો કે શબ્દ અને પદાર્થના બોધને શ્રુતજ્ઞાન કહેવાય. આમ, પહેલા ચતુદર્શન કે અચક્ષુદર્શન (સામાન્ય બોધ) થાય છે; તે પછી મતિજ્ઞાન (શબ્દ કે પદાર્થ બેમાંથી એકનો વિશેષ બોધ) થાય છે; અને તે પછી શ્રુતજ્ઞાન (શબ્દ અને પદાર્થ બન્નેનો વિશેષ બોધ) થાય છે. આ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન સઘળા સંસારી જીવોને ઓછા-વત્તા અંશે હોય જ છે. હા... મિથ્યાસૃષ્ટિઓનું તે મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન ગણાય છે. (૩) અવધિ જ્ઞાન : સાક્ષાત આત્માથી (ઈન્દ્રિય અને મનની સહાય વિના) રૂપી દ્રવ્યોના વિશેષ ધર્મને જાણવાની જીવની શક્તિ. (મિથ્યાસૃષ્ટિઓનું તે વિભંગજ્ઞાન ગણાય છે.) આ જ્ઞાનથી ભીંત પાછળ પડેલી ચીજ પણ સાક્ષાત્ આત્માથી જાણી શકાય છે. (૪) મન: પર્યવજ્ઞાન : સાક્ષાત્ આત્માથી, અઢી દ્વીપમાં (મનુષ્ય લોકમાં) રહેલ સંજ્ઞી (મનવાળા) જીવોના દ્રવ્યમનને (મનના પુગલોને) જાણવાની જીવની શક્તિ. આ જ્ઞાન સર્વવિરતિધર સાધુને જ હોઈ શકે. વર્તમાનમાં ભરતક્ષેત્ર, ભૈરવત ક્ષેત્રમાં આ જ્ઞાન કોઈને હોતું નથી. માત્ર મહાવિદેહ દંડક પ્રકરણ-૪૩ ક્ષેત્રમાં જ છે. (૫) કેવળજ્ઞાન : સાક્ષાત્ આત્માથી, લોકાલોકના, ત્રણેય કાળના, સર્વ રૂપીઅરૂપી દ્રવ્યોના વિશેષ ધર્મને જાણવાની જીવની (કેવલજ્ઞાનીની) શક્તિ. અજ્ઞાનના ત્રણ ભેદ : (મિથ્યાદષ્ટિનું સઘળું જ્ઞાન અજ્ઞાન કહેવાયછે.) (૧) મતિ અજ્ઞાન (૨) શ્રુત અજ્ઞાન (૩) વિભંગ જ્ઞાન. (મિથ્યાસૃષ્ટિઓને બાકીના બે જ્ઞાન મન:પર્યવ અને કેવળ હોતા નથી.) શિવરાજર્ષિ નામના ઋષિને સાત દ્વીપ અને સાત સમુદ્ર જેટલું અવધિજ્ઞાન (ત્યાં સુધીના રૂપી દ્રવ્યોને જોવા-જાણવાની શક્તિ) ઉત્પન્ન થતાં, ‘અસંખ્ય દ્વીપ-સમુદ્ર છે' તેવા પ્રભુના વચન ઉપરની શ્રદ્ધા ઉડી ગઈ. તેથી તેમનું અધિજ્ઞાન વિભંગજ્ઞાન કહેવાયું. પરંતુ પછીથી પ્રભુનો ઉપદેશ સાંભળીને ફરી શ્રદ્ધા પેદા થતાં તે વિભંગજ્ઞાન અવધિજ્ઞાન ગણાયું. વત્સ : ગુરુજી ! શ્રુતજ્ઞાન અને મન:પર્યવ જ્ઞાન અંગે દર્શન કેમ ન કહ્યું ? ગુરુજી : વત્સ ! શ્રુતજ્ઞાન તો મતિપૂર્વક જ થાય છે. અલબત્ત પહેલા મતિજ્ઞાન થાય; અને તે પછી જ શ્રુતજ્ઞાન થાય છે, વળી મતિજ્ઞાન પૂર્વે ચક્ષુદર્શન કે અચક્ષુદર્શન થાય છે, માટે શ્રુતજ્ઞાન અંગે દર્શન કહેવાની જરૂર રહેતી નથી. મનઃપર્યવ જ્ઞાનમાં પ્રથમ સમયથી જ વિશિષ્ટ બોધ થતો હોવાથી ત્યાં દર્શન (સામાન્ય બોધ) ની જરૂર રહેતી નથી. ઉપયોગ ૧૨ પ્રકારે છે : દર્શનોપયોગના ચાર ભેદ : (૧) ચક્ષુદર્શનોપયોગ (૨) અચક્ષુદર્શનોપયોગ (૩) અવધિદર્શનોપયોગ (૪) કેવલદર્શનોપયોગ. જ્ઞાનોપયોગના આઠ ભેદ : (૧) મતિજ્ઞાનોપયોગ (૨) શ્રુતજ્ઞાનોપયોગ (૩) અવધિજ્ઞાનોપયોગ (૪) મનઃપર્યવજ્ઞાનોપયોગ (૫) કેવલજ્ઞાનોપયોગ (૬) મતિઅજ્ઞાનોપયોગ (૭) શ્રુત-અજ્ઞાનોપયોગ (૮) વિભંગ-જ્ઞાનોપયોગ. (દર્શનના ચાર ભેદ હોવાથી દર્શનોપયોગ પણ ચાર પ્રકારે કહ્યો છે; અને જ્ઞાન-અજ્ઞાન મળી ૮ ભેદ હોવાથી જ્ઞાનોપયોગ આઠ પ્રકારનો કહ્યો છે.) દંડક પ્રકરણ-૪૪

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37