________________
મિથ્યાત્વ. આવું દુઃસાહસ જે જીવો કરે તેમાં મિથ્યાત્વ મોહનીય નામનું કર્મ કામ કરતું હોય છે.
મિથ્યાત્વ મોહનીય કર્મના ઉદયથી જીવને પરમાત્માના તમામ વચનો ઉપરની શ્રદ્ધા આવી શકતી નથી. જો આપણી પણ સ્થિતિ આવી જ હોય તો સમજી લેવાનું કે આપણે મિથ્યાષ્ટિ છીએ. ગમે તેટલો ધનવાન હોય ! ગમે તેટલો બુદ્ધિશાળી હોય! ગમે તેટલો વિદ્વાન હોય ! અરે ગમે તેટલો ધર્મી કે તપસ્વી હોય ! અરે ! કદાચ બહુ મોટો સાધુ બની ગયો હોય ! પણ જો તીર્થકરના એક પણ વચનને અસ્વીકાર હોય તો તે મિથ્યાષ્ટિ જ ગણાય.
તીર્થકર ભગવાન કદી જૂઠ બોલે જ નહીં, માટે તેમના તમામ વચન ઉપર જેને પૂર્ણ શ્રદ્ધા હોય તે સમ્યગુદૃષ્ટિ છે. આવી વ્યક્તિ કદાચ દુનિયાની દૃષ્ટિએ અભણ પણ હોય, નિર્ધન પણ હોય, કદાચ ધર્મ કે તપમાં આગળ વધી શકી ન હોય તો ય તે સમ્યગદષ્ટિ હોવાથી મહાન છે. રાત્રિભોજન વગેરે પાપ કરનારા સગર્દષ્ટિ હોય જ નહીં-એવો એકાંત નથી. તેમાંના પણ કોઈક સમ્યગદષ્ટિ હોઈ શકે છે. હા.. તેમને રાત્રિભોજન ભયાનક પાપ છે તે બાબતમાં પૂર્ણ શ્રદ્ધા. હોવાથી પોતાના પાપ બદલ અંતરથી રડતાં હોય છે. સમ્યગદષ્ટિ આત્મા લગભગ સુધી તો પાપ કરવાનું પસંદ જ કરે નહીં, પણ કદાચ પાપ થતું હોય તો ય અંતરથી રડતાં હોય છે, માટે તેમને અલ્પકર્મનો બંધ થાય છે.
આમ સમ્યગદષ્ટિ જીવો કદાચ તીર્થકરોના વચન મુજબનું જીવન ના પણ, બનાવી શકે એવું બને, પણ માન્યતા કે વલણ બાબતમાં તો તીર્થકરોના તમામ વચનનો આદર જ કરતા હોય છે. તેઓ પાસે કદાચ સત્વ ન હોય એવું બને, પણ મોક્ષનું લક્ષ અને ધર્મનો પક્ષ તો હોય જ છે.
એક રાત્રિભોજનનો ત્યાગી મિથ્યાષ્ટિ છે અને બીજો રાત્રિભોજન કરનારો સમ્યગદષ્ટિ છે, તો બન્નેમાં કોણ ચડી જાય ? પહેલો પાપ પુણ્ય, પરલોક, સ્વર્ગ, નરક વગેરેને હંબક કહેવા દ્વારા ખુદ તારક તીર્થકરને રાગી, દ્વેષી અને જૂઠ જાહેર કરી રહ્યો છે, જ્યારે બીજો પરમાત્માના તમામ વચનો ઉપર પૂર્ણ શ્રદ્ધા ધરાવી રહ્યો છે. બોલો કોણ મહાન્ ? કોણ અધમ ? તમે તુરત કહી દેશો કે બીજો મહાનું છે, પહેલો અધમ છે. તો એક વાત નક્કી થાય છે કે ધર્મક્ષેત્રમાં વિકાસ કરવા માટે તીર્થકર અને તેમના ઉપરની શ્રદ્ધા સૌથી વધુ મહત્ત્વની છે.
મિથ્યાત્વ મોહનીય કર્મના ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષયથી પરમાત્માના
તમામ વચનો ઉપર શ્રદ્ધા પેદા થાય છે. - મિથ્યાષ્ટિનું પ્રથમ ગુણસ્થાનક ગણાય છે જ્યારે સમ્યગદૃષ્ટિનું ચોથું ગુણસ્થાનક ગણાય છે. (ચોથાથી ઉપરના ગુણઠાણાના જીવો સમ્યગ્દષ્ટિ જ ગણાય.) ચોથે ગુણસ્થાનકે આવેલ જીવો પતન પામીને ફરી પહેલે ગુણસ્થાનકે જાય તેવું પણ બની શકે છે. ચોથેથી પહેલે જતાં અથવા પહેલેથી ચોથે જતાં કોઈ વાર ત્રીજા ગુણસ્થાનકે પણ અંતર્મુહુર્ત માટે રહેવાનું બને છે. આ ત્રીજા ગુણસ્થાનકવાળા જીવોને મિશ્ર મોહનીય કર્મનો ઉદય હોવાથી તેઓ મિશ્રદષ્ટિ ગણાય છે. અહીં રહેલા જીવોને તીર્થંકરોએ પ્રરૂપેલા તત્ત્વો પ્રત્યે રૂચિ (શ્રદ્ધા) પણ નહીં અને અરૂચિ (અશ્રદ્ધા) પણ નહીં, તેવી સ્થિતિ હોય છે.
કોઈ જીવ ચોથેથી (ઉપશમ સમ્યકત્વી) પડીને બીજે ગુણસ્થાનકે થઈને પહેલે જાય છે. આ બીજ ગુણઠાણે સખ્યત્વનો આસ્વાદ હોય છે માટે તેનો સમાવેશ સમ્યગુદૃષ્ટિમાં કરવામાં આવ્યો છે.
કયા જીવને કેટલી દૃષ્ટિ એકેન્દ્રિય : ૧ : મિથ્યાષ્ટિ(કર્મગ્રન્થના મતે લબ્ધિપર્યાપ્ત બાદર પૃથ્વી-અપપ્રત્યેક વનસ્પતિને કરણ અપર્યાપ્ત અવસ્થામાં સાસ્વાદન સમ્યક્ત્વ હોઈ શકે તેમ કહ્યું છે, પરંતુ સિદ્ધાંતમાં એકેન્દ્રિયને સાસ્વાદનનો અભાવ કહ્યો છે.) વિકસેન્દ્રિય, સંમૂર્ણિમ પંચેન્દ્રિય તિર્યંચ : ૨ : મિથ્યાષ્ટિ કે સમ્યગુદૃષ્ટિ (સાસ્વાદનવાળો કોઈ જીવ મૃત્યુ પામી લબ્ધિ પર્યાપ્ત વિકસેન્દ્રિય કે સંમૂચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પન્ન થાય ત્યારે કરણ અપર્યાપ્ત અવસ્થામાં સાસ્વાદન રૂ૫ સમ્યગુદષ્ટિ, બાકી મિથ્યાદૃષ્ટિ જ). સંમૂર્છાિમ મનુષ્ય : ૧ : મિથ્યાદૃષ્ટિ ગર્ભજ તિર્યંચ, ગર્ભજ મનુષ્ય, દેવ, નારક : ૩ : સમ્યગદષ્ટિ, મિથ્યાદૃષ્ટિ કે મિશ્ર દૃષ્ટિ.
-: સ્વાધ્યાય :મુખ્ય પ્રશ્નો : (૧) દૃષ્ટિ કેટલા પ્રકારની છે? સરળ ભાષામાં સમજાવો. (૨) કયા જીવને કેટલી દૃષ્ટિ હોય છે ?
દંડક પ્રકરણ-૩૯
દંડક પ્રકરણ-૪૦