________________
પાઠ-૧૨: દર્શન, જ્ઞાન, અજ્ઞાન, ઉપયોગ
દરેક પદાર્થમાં બે ધર્મ હોય છે : (૧) સામાન્ય ધર્મ (૨) વિશેષ ધર્મ.
પદાર્થના સામાન્ય ધર્મને જાણવાની જીવની શક્તિ તે દર્શન કહેવાય, અને પદાર્થના સામાન્ય ધર્મનો ઉપયોગ (વ્યાપાર-વપરાશ) તે દર્શનોપયોગ કહેવાય.
પદાર્થના વિશેષ ધર્મને જાણવાની જીવની શક્તિ તે જ્ઞાન કહેવાય, અને પદાર્થના વિશેષ ધર્મનો ઉપયોગ તે જ્ઞાનોપયોગ કહેવાય.
દર્શન અને જ્ઞાન લબ્ધિ રૂપે (શક્તિ રૂપે) દરેક જીવોને સમકાળે (એક સાથે) સદાકાળ હોય જ છે, પરંતુ ઉપયોગ તો સમકાળે બેમાંથી કોઈપણ એકનો જ હોય છે.
સંસારી જીવોને પહેલા અંતર્મુહર્ત સુધી દર્શનોપયોગ હોય છે, અને પછીના અંતમુહૂર્ત સુધી જ્ઞાનોપયોગ હોય છે. ફરી અંતર્મુહૂર્ત સુધી દર્શનોપયોગ અને પછી અંતર્મુહૂર્ત સુધી જ્ઞાનોપયોગ હોય છે એમ અંતર્મુહૂર્ત-અંતર્મુહૂર્તના આંતરે દર્શનોપયોગ-જ્ઞાનોપયોગ ચાલ્યા કરે છે. તેથી જ્યારે દર્શનોપયોગ હોય ત્યારે જ્ઞાનોપયોગ ન હોય; અને જ્ઞાનોપયોગ હોય ત્યારે દર્શનોપયોગ ન હોય.
સામાન્યોપયોગ કે અનાકારોપર્યાગ પણ કહેવામાં આવે છે, અને જ્ઞાનોપયોગ એ પદાર્થના વિશેષ ધર્મનો ઉપયોગ હોવાથી તેને વિશેષપયોગ કે સાકારોપયોગ પણ કહેવામાં આવે છે.
સમ્યકત્વ, અવધિજ્ઞાન, કેવળજ્ઞાન, મોક્ષ વગેરે સર્વ પ્રકારની લબ્ધિઓ સાકારોપયોગ (જ્ઞાનોપયોગી હોય ત્યારે જ ઉત્પન્ન થાય છે. અનાકારોપયોગ (દર્શનોપયોગ) હોય ત્યારે ઉત્પન્ન થતી નથી.
જ્ઞાનાવરણીય કર્મ અને દર્શનાવરણીય કર્મના લયોપશમથી સંસારી જીવોને દર્શન અને જ્ઞાન ઓછા-વત્તા પ્રમાણમાં હોય છે, જ્યારે તે કર્મોનો નાશ થવાથી કેવલી અને સિદ્ધોને તે સંપૂર્ણપણે પ્રગટ હોય છે.
ખાસ ધ્યાનમાં રાખવું કે સમ્યગદૃષ્ટિનું સઘળું જ્ઞાન જ્ઞાન કહેવાય, જ્યારે મિથ્યાષ્ટિનું સઘળું જ્ઞાન અજ્ઞાન કહેવાય. દર્શનના ચાર ભેદ : (૧) ચક્ષુ દર્શનઃ ચક્ષુ વડે પદાર્થના સામાન્ય ધર્મને જાણવાની જીવની શક્તિ. (૨) અચલું દર્શન : ચક્ષુ સિવાયની બાકીની ઈન્દ્રિય અને મન વડે પદાર્થના સામાન્ય ધર્મને જાણવાની જીવની શક્તિ. (૩) અવધિ દર્શન : સાક્ષાત્ આત્માથી (ઈન્દ્રિય અને મનની સહાય વિના) રૂપી દ્રવ્યોના (પદાર્થોના) સામાન્ય ધર્મને જાણવાની જીવની શક્તિ. (૪) કેવલ દર્શન : સાક્ષાત્ આત્માથી લોક-અલોકના, ત્રણે કાળના, સર્વ રૂપી અરૂપી દ્રવ્યોના સામાન્ય ધર્મને સમકાળે જાણવાની જીવની (કેવલજ્ઞાનીની) શકિત. જ્ઞાનના પાંચ ભેદ : (૧) મતિ જ્ઞાન : ઈન્દ્રિય અને મન વડે, શબ્દ અને અર્થ (પદાર્થ) ના સંબંધ વિના, શબ્દ કે અર્થના વિશેષ ધર્મને જાણવાની જીવની શક્તિ. (૨) શ્રુતજ્ઞાન : ઈન્દ્રિય અને મન વડે, શબ્દ અને અર્થ (પદાર્થ) ના સંબંધ સહિત, શબ્દ અને અર્થના વિશેષ ધર્મને જાણવાની જીવની શક્તિ.
દંડક પ્રકરણ-૪૨
કેવળજ્ઞાનીને કેવળજ્ઞાનની ઉત્પત્તિના પ્રથમ સમયે કેવલજ્ઞાનોપયોગ અને પછીના સમયે કેવલદર્શનોપયોગ હોય છે. એ પછીના સમયે કેવલજ્ઞાનોપયોગ; અને તે પછીના સમયે કેવલદર્શનોપયોગ હોય છે. એમ સમય-સમયના અંતરે કેવલજ્ઞાનોપયોગ-કેવલદર્શનોપયોગ ચાલ્યા કરે છે. એ જ રીતે સિદ્ધ થવાના પ્રથમ સમયે કેવલજ્ઞાનોપયોગ અને બીજા સમયે કેવલદર્શનોપયોગ, એ રીતે સમય-સમયના અંતરે સદાકાળ ચાલ્યા કરે છે. તેથી કેવલી અને સિદ્ધને પણ કેવલજ્ઞાન અને કેવલદર્શન લબ્ધિરૂપે સમકાળે હોવા છતાં બન્ને ઉપયોગ એક સાથે હોતા નથી.
દર્શનોપયોગ એ પદાર્થના સામાન્ય ધર્મનો ઉપયોગ હોવાથી તેને
દંડક પ્રકરણ-૪૧