________________
જાગ્યો તેની લેશ્યા (આત્મ પરિણામ) વધુ ખરાબ કહેવાય. સરખા જ પાવરના લોભથી એકે કોઈના ઘરમાં ચોરી કરી; અને બીજાએ દેરાસરમાં ચોરી કરી, તો બીજાની લેશ્યા વધુ ખરાબ કહેવાય. કષાય દશ ગુણસ્થાન સુધી જ હોય છે, જ્યારે લેશ્મા તેર ગુણસ્થાન સુધી હોય છે.
કયા જીવોને કઈ લેશ્યા
લબ્ધિ પર્યાપ્ત બાદર પૃથ્વી-અપ-વનસ્પતિ : ૪ : કૃષ્ણ, નીલ, કાર્પાત, તેજો. (આમ તો આ જીવોને તેજોલેશ્યા યોગ્ય દ્રવ્યો (પુદ્ગલો) ગ્રહણ કરવાની શક્તિ ન હોવાથી તેજોલેશ્યા ન હોય. પરંતુ બે દેવલોક સુધીનો તેજોલેશ્યાવાળો કોઈ દેવ ચ્યવીને તેઓમાં ઉત્પન્ન થાય ત્યારે પહેલા અંતર્મુહૂર્ત સુધી (કરણ અપર્યાપ્ત અવસ્થા સુધી) તેજો લેશ્યા હોય, પછી ન હોય. દેવ-નરક અંગે એવો નિયમ છે કે તેમની લેશ્યા તેમના પૂર્વભવના છેલ્લા અંતર્મુહૂર્તમાં અને પછીના ભવના પહેલા અંતર્મુહૂર્ત સુધી રહે છે. તેથી એમ કહેવાય છે કે તેમને લેશ્યા લેવા આવે છે અને મૂકવા જાય છે.)
બાકીના એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, સંમૂર્છિમ મનુષ્ય-તિર્યંચ : ૩ : કૃષ્ણ, નીલ,
કાપોત
ગર્ભજ તિર્યંચ, ગર્ભજ મનુષ્ય : છે એ લેશ્યા.
નારક : ૩ : કૃષ્ણ, નીલ, કાોતમાંથી કોઈપણ એક.
(પહેલી-બીજી નરકમાં કાપોત; ત્રીજીમાં કાપોત કે નીલ; ચોથીમાં નીલ; પાંચમીમાં નીલ કે કૃષ્ણ; છઠ્ઠીમાં કૃષ્ણ લેશ્યા હોય છે.)
પરમાધાર્મિક : ૧ : કૃષ્ણ વેશ્યા.
બાકીના ભવનપતિ : ૪ : કૃષ્ણ, નીલ, કાપોત કે તેજોમાંથી કોઈપણ એક. વ્યંતર : ૪ : કૃષ્ણ, નીલ, કાપોત કે તેજોમાંથી કોઈપણ એક.
જ્યોતિષ : ૧ : તેજો.
વૈમાનિક : ૩ : તેજો, પદ્મ કે શુક્લ.
(પહેલા-બીજા દેવલોકમાં તેજો; ત્રણથી પાંચમાં પદ્મ; છ થી ૧૨માં શુક્લ; નવગૈવેયક-પાંચ અનુત્તરમાં શુક્લ લેશ્યા હોય છે.)
દંડક પ્રકરણ-૨૫
જાણવા જેવું : * મનુષ્ય અને તિર્યંચોની દ્રવ્યલેશ્યા અને ભાવલેશ્યા દરેક અંતર્મુહૂર્ત બદલાયા કરે છે. ફક્ત તેરમે ગુણઠાણે માત્ર શુક્લલેશ્યા જ હોય છે; અને તે બદલાતી નથી. તે આયુષ્ય મુજબ ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વકોટિ વર્ષ લગી રહે છે. * દેવ અને નારકોની દ્રવ્યલેશ્યા બદલાતી નથી. તે ઉપર જણાવ્યા મુજબ હોય છે. હા... આત્મ-પરિણામ રૂપ ભાવલેશ્યા તો દરેક અંતર્મુહૂર્તે તેમને પણ બદલાય છે. * મનુષ્ય અને તિર્યંચોની એક લેશ્યા બીજી લેશ્યાના દ્રવ્યોને (પુદ્ગલોને) પામીને તે રૂપે બની જાય છે, માટે દ્રવ્યલેશ્યા પણ બદલાય છે, જ્યારે દેવ-નારકોની દ્રવ્યલેશ્યા બીજી લેશ્યાના પુદ્ગલોને પામીને તે રૂપે થતી નથી, માત્ર તેવા આકારપણાને કે તેવા પ્રતિબિંબપણાને પામીને શુદ્ધ કે અશુદ્ધ બને છે. તેથી ભાવલેશ્યા બદલાય છે, પરંતુ દ્રવ્યલેશ્યા બદલાતી નથી. જેમ વૈસૂર્યમણિ રાતા, પીળા વગેરે દોરાના સંયોગે તે તે કલરના આકારપણાને પામે છે; અને સ્ફટિક જપાપુષ્પના સંયોગે તેના (જપાપુષ્પના) પ્રતિબિંબપણાને ધારણ કરે છે, પણ હકીકતમાં તેઓ પોતાના મૂળ સ્વરૂપને તજતા નથી, તે રીતે દેવનારકની દ્રવ્યલેશ્યા બદલાતી નથી. જો કે તેમનું ભાવપરિવર્તન થાય છે, તેથી ભાવલેશ્યાની અપેક્ષાએ દેવ-નારકને છ એ લેશ્યા સંભવે છે. ભાવપરાવૃત્તે: પુનઃ સુર-નૈયિાળાપિ પદ્-જ્ઞેયાઃ.। તેથી જ પહેલા દેવલોકમાં (દ્રવ્ય) તેજોલેશ્યા હોવા છતાં, ત્યાંના રહેવાસી અને પ્રભુવીરને ઘોર ઉપસર્ગ આપનાર સંગમદેવ માટે અતિક્રૂરતા રૂપ (ભાવ) કૃષ્ણલેશ્યા સંભવી શકે છે; અને સાતમી નરકમાં (દ્રવ્ય) કૃષ્ણલેશ્યા હોવા છતાં ભાવ-પરિવર્તન થવાથી (ભાવ શુભલેશ્યા આવવાથી) સમ્યક્ત્વનો લાભ પણ થઈ શકે છે. જો કે આ બદલાતી ભાવલેશ્યા અલ્પકાલીન હોય છે અને તે ચાલી જતાં ફરી મૂળ લેશ્યા જ આવી જાય છે.
૧ થી ૬ ગુણસ્થાન ૭ મું ગુણસ્થાન
૮ થી ૧૩ ગુણસ્થાન
૧૪ મું ગુણસ્થાન
ગુણસ્થાનમાં લેશ્યા
: છ એ લેશ્યા
: તેજો, પદ્મ, શુક્લ
શુક્લ
: લેશ્યા ન હોય
દંડક પ્રકરણ-૨૬