Book Title: Dandak Prakaran
Author(s): Malaykirtivijay
Publisher: Malaykirtivijayji

View full book text
Previous | Next

Page 13
________________ પાઠ-૮: વેશ્યા પરિણામ) (૫) પા લેશ્યા (વધુ શાંત પરિણામ) (૬) શુકલ લેડ્યા (અતિ શાંત પરિણામ). દ્રવ્ય વેશ્યાના અનુક્રમે કાળા, નીલા, ભૂરા, લાલ, પીળા અને સફેદ વર્ણના પુદ્ગલો હોય છે. આમાંની પહેલી ત્રણ અશુભ લેશ્યા છે, જ્યારે પછીની ત્રણ શુભ લેશ્યા છે. - હિટલર, સદ્દામ હુસેન, સોમીલ સસરો, સંગમદેવ, અમરકુમારની મા વગેરે દૃષ્ટાંતો તરફ નજર નાખીએ, તો લાગે કે તેઓ કૃષ્ણ વગેરે અશુભ લેશ્યાનો ભોગ બનેલા હતા. પુણિયો શ્રાવક, અંજના સુંદરી, મહાસતી સીતા, મીરા, નરસિંહ મહેતા વગેરે તરફ નજર નાખીએ તો અનુમાન કરી શકીએ કે તેઓ પા વગેરે શુભ લેયાથી વિભૂષિત હતા. વેદનાના દાવાનળ વચ્ચે પણ કેવળજ્ઞાન સુધી પહોંચનાર ખંધકમુનિ, ગજસુકુમાળ મુનિ, સ્કંદસૂરિના ૫૦૦ શિષ્યો, મેતારક મુનિ વગેરે વિશિષ્ટ શુકલ વેશ્યાના સ્વામી બન્યા હતા. દઢપ્રહારી હત્યારો શરૂમાં કૃષ્ણાદિ અશુભ લેશ્યાનો ભોગ બનેલ હતો, પરંતુ પાછળથી સદ્ગુરુના યોગે શુભલેશ્યા પામી સાધુ બની કેવળજ્ઞાન પ્રાપ્ત કરી લેશ્યા એટલે અમુક પ્રકારનો આત્મપરિણામ. તેને સમજવા માટે એક દૃષ્ટાંત વિચારીએ. છ મિત્રો જંગલમાં ફરવા નીકળ્યા. બધાને ભૂખ લાગી. રસ્તામાં જાંબૂનું વૃક્ષ આવ્યું. તે જોઈને બધાને જાંબુ ખાવાની ઈચ્છા જાગી. પહેલો બોલ્યો : આ વૃક્ષને મૂળમાંથી જ ઉખેડી નાખીએ, પછી મજેથી જાંબૂ ખાઈએ. બીજો બોલ્યો : એવું શા માટે ? તે કરતાં મોટી-મોટી શાખાઓ તોડીએ. ત્રીજો બોલ્યો : તે કરતાં નાની-નાની શાખાઓ જ તોડીએ. ચોથો બોલ્યો : શાખાઓ શા માટે તોડવી ? જાંબૂની લૂમો જ તોડીએ. પાંચમો બોલ્યો : લૂમો પણ શા માટે ? તેમાંથી માત્ર પાકા-પાકા જાંબૂ જ તોડીએ. છઠ્ઠો બોલ્યો : ભાઈઓ! આપણે વૃક્ષને શા માટે નુકશાન પહોંચાડવું? આ નીચે ઘણા જાંબૂઓ તૂટેલા પડ્યા જ છે. તે ખાઈને સંતોષ માનીએ. છએને જાંબૂ ખાવાની ઈચ્છા છે, પરંતુ તેઓના આત્મપરિણામમાં ફેર છે. પહેલાના પરિણામ એકદમ ક્રૂર છે, જ્યારે પછી-પછીના મિત્રોના પરિણામમાં ઉત્તરોત્તર સુધારો છે. આ આત્મપરિણામ એ ભાવલેશ્યા છે. કોઈના આત્મપરિણામ શુભ હોય છે, તો કોઈના અશુભ પણ હોય છે. એક જ વ્યક્તિના આત્મપરિણામ જુદાજુદા સમયે બદલાતા પણ હોય છે. આ આત્મપરિણામ રૂ૫ ભાવલેશ્યા ઉત્પન્ન થવામાં કારણભૂત જે પુદ્ગલો છે તે દ્રવ્યલેશ્યા કહેવાય છે. આ વેશ્યાનું છ વિભાગમાં વિભાગીકરણ કરવામાં આવ્યું છે. (૧) કૃષ્ણલેશ્યા (અતિ ક્રૂર પરિણામ) (૨) નીલ લેશ્યા (ઓછો ક્રૂર પરિણામ) (૩) કાપોત લેશ્યા (અલ્પ ક્રૂર પરિણામ) (૪) તેજો વેશ્યા (અલ્પ શાંત દંડક પ્રકરણ-૨૩ લીધું. આપણે પણ આવી વેશ્યાઓ સુધારવા માટે પ્રયત્નશીલ બનવું જોઈએ, જેથી દુઃખ, દુર્ગતિ અને અશાંતિના બદલે સુખ, સદ્ગતિ અને શાંતિ પ્રાપ્ત કરી શકીએ. અરે ! મોક્ષ સુધી પણ પહોંચી શકીએ. સ્થિતિબંધ થવામાં કષાય કારણ છે, જ્યારે રસબંધ નક્કી થવામાં કષાય અને વેશ્યા બન્ને કારણ છે. બે જુદી જુદી વ્યક્તિનો સરખો જ કષાય હોવા છતાં તેમની લેગ્યામાં ફેર હોઈ શકે છે. જેમ એક ભાઈને ઘરમાં ટી.વી. જોતાં કામવાસના જાગી; અને બીજા ભાઈને દેરાસરમાં સ્ત્રી જોતાં કામવાસના જાગી. અહીં માનો કે કામવાસનાનો પાવર એક સરખો હોય, તો પણ દેરાસરમાં કામવાસના જાગી તેની વેશ્યા (આત્મ પરિણામ) વધારે ખરાબ કહેવાય. એકને પત્ની ઉપર ક્રોધ જાગ્યો; અને બીજાને ગુરુ મહારાજ ઉપર ક્રોધ જાગ્યો. માનો કે બન્ને ક્રોધનો પાવર એક જ સરખો હોય, તો પણ ગુરુ મહારાજ ઉપર ક્રોધ દંડક પ્રકરણ-૨૪

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37