________________
પાઠ-૬: સંસ્થાન
સંસ્થાન એટલે શરીરનો આકાર. તે જ પ્રકારે છે.
(૧) સમચતુરસ સંસ્થાન : જેના શરીરના ચાર ખૂણા સરખા હોય તેવું સંસ્થાન. ગર્ભજ મનુષ્યની અપેક્ષાએ વિચારીએ તો પદ્માસનમાં બેઠેલ માણસના જમણા ખભાથી ડાબો ઢીંચણ, ડાબા ખભાથી જમણ ઢીંચણ અને પદ્માસનના મધ્ય ભાગથી નાસિકાનો અગ્રભાગ, આ ચારેય માપમાં સરખા હોય, તે સમ-ચતુરસ સંસ્થાન અથવા તો શરીરના સર્વ અવયવો સામુદ્રિક શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે પ્રમાણસર હોય તે સમચતુરસ સંસ્થાન. (૨) ન્યગ્રુધ પરિમંડલ સંસ્થાન : ન્યગ્રોધ (વડવૃક્ષ) ના પરિમંડલની જેમ, નાભિથી ઉપરના અવયવો પ્રમાણયુક્ત અને થડની જેમ નાભિથી નીચેના અવયવો પ્રમાણરહિત હોય, તે ન્યગ્રોધ પરિમંડલ સંસ્થાન. (3) સાદિ સંસ્થાન : નાભિથી નીચેના અવયવો પ્રમાણયુકત અને ઉપરના અવયવો પ્રમાણરહિત હોય, તે સાદિ સંસ્થાન. કેટલાક ગ્રન્થકારો તેને સાચી સંસ્થાન (શાલ્મલી વૃક્ષના આકારવાળું) કહે છે. (૪) વામન સંસ્થાન : મસ્તક, ગ્રીવા (ડોક), હાથ અને પગ પ્રમાણયુક્ત હોય અને બાકીના અવયવો પ્રમાણરહિત હોય, તે વામન સંસ્થાન. (૫) કુન્જ સંસ્થાન : મસ્તક વગેરે ચાર અવયવો પ્રમાણરહિત હોય અને પીઠ, ઉદર (પેટ), છાતી વગેરે બાકીના અવયવો પ્રમાણયુક્ત હોય, તે કુજ સંસ્થાન. (૬) હંડક સંસ્થાન : પ્રાયઃ સર્વ અવયવો પ્રમાણરહિત હોય, તે હૂંડક સંસ્થાન.
કયા જીવોને કયું સંસ્થાન એકેન્દ્રિય : હુંડક સંસ્થાન. (પૃથ્વીકાયને મસુરની દાળ કે અર્ધચન્દ્રના આકારનું અકાયને પરપોટાના આકારનું અગ્નિને સોયના આકારનું વાયુને ધ્વજાના આકારનું અને વનસ્પતિને જુદા-જુદા અનેક આકારનું સંસ્થાન હોય છે. વાયુનું વૈક્રિય શરીર પણ ધ્વજાના આકારનું હોય છે. સબૂર ! પ્રત્યેક વનસ્પતિ સિવાયના
એકેન્દ્રિયનું એક શરીર દેખાતું નથી. જે દેખાય છે તે અસંખ્ય શરીરોનો પિંડ હોવાથી જણાવ્યા કરતાં જુદો આકાર બની શકે છે.) વિકલેન્દ્રિય, સંમૂર્છાિમ તિર્યંચ, સંમૂર્છાિમ મનુષ્ય : હુંડક સંસ્થાન. ગર્ભજ તિર્યંચ, ગર્ભજ મનુષ્ય : છ એ સંસ્થાન (અનેક જીવોની અપેક્ષાએ) (તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ, પ્રતિવાસુદેવ, નારદ, યુગલિક વગેરેને પ્રથમ સંસ્થાન જ હોય છે.) દેવ : સમચતુરસ સંસ્થાન (ઉત્તર વૈક્રિય શરીર અનેક પ્રકારે રચી શકાય છે, માટે તે અનેક પ્રકારનું હોઈ શકે છે.) નારક : હુંડક સંસ્થાન (તે બિલાડીએ ફાડી નાખેલ અને પાંખો અને ડોક વિનાના પક્ષી જેવું અતિ બિભત્સ અને ભયાનક હોય છે. ‘હું સુંદર શરીર બનાવું' તેવું નક્કી કરી, ઉત્તર વૈક્રિય શરીર બનાવે તો તે પણ અત્યંત ભયંકર અશુભતર હુંડક સંસ્થાનવાળું જ બને છે.).
ક્ષેત્રની અપેક્ષાએ સંસ્થાન પાંચ મહાવિદેહમાં સદા છ એ સંસ્થાન હોય છે. પાંચ ભરત અને પાંચ ઐરવતમાં અવસર્પિણીના પહેલા-બીજા-ત્રીજા આરામાં યુગલિકો હોવાથી પહેલું સંસ્થાન; ચોથા આરામાં છ એ સંસ્થાન, પાંચમા-છઠ્ઠા આરામાં હુંડક સંસ્થાને (હાલ પાંચમો આરો હોવાથી આપણને બધાને હુંડક સંસ્થાન હોય છે); ઉત્સર્પિણીના પહેલા-બીજા આરામાં હૂંડક સંસ્થાન, ત્રીજા આરામાં છે એ સંસ્થાના અને ચોથા-પાંચમા-છઠ્ઠા આરામાં યુગલિકો હોવાથી પહેલું સંસ્થાન હોય છે.
પ્રથમ સંઘયણી જ કેવળજ્ઞાન પામી શકે છે. હા... તેમનું સંસ્થાન છ માંથી કોઈ પણ હોય ચાલી શકે.
-: સ્વાધ્યાય :મુખ્ય પ્રશ્નો: (૧) સંસ્થાન એટલે શું? તે કયા કયા? વ્યાખ્યા લખો. (૨) કયા જીવોને કયું સંસ્થાન હોય? (કોઈ પણ પૂછી શકાય.) (૩) ક્ષેત્રની અપેક્ષાએ ક્યારે કયા કયા સંસ્થાન હોય ?
દંડક પ્રકરણ-૧૯
દંડક પ્રકરણ-૨૦