________________
૬ લોકસંજ્ઞા : લૌકિક વ્યવહારને : જ્ઞાનાવરણીય અને
અનુસરવાની વૃત્તિ દર્શનાવરણીય (કૂતરા ભસે, તો એમ માને કર્મના ક્ષયપશમથી કે યમ કોઈને લેવા આવ્યો
છે વગેરે માન્યતાઓ). ૭ ક્રોધ સંજ્ઞા : ક્રોધ, ગુસ્સો, રીસ : ક્રોધ મોહનીયના ઉદયથી ૮ માન સંજ્ઞા : અહંકાર
: માન મોહનીયના ઉદયથી ૯ માયા સંજ્ઞા : કપટ વૃત્તિ, દંભ : માયા મોહનીયના ઉદયથી ૧૦ લોભ સંજ્ઞા : વધુ મેળવવાની ઈચ્છા, : લોભ મોહનીયના ઉદયથી
કંજૂસાઈ ૧૧ મોહ સંજ્ઞા : શરીર, સ્વજન, ધન, ; મોહનીયના ઉદયથી
મકાન વગેરે ઉપર
મમત્વ-આસક્તિ ૧૨ ધર્મ સંજ્ઞા : ધર્મ કરવાની ઈચ્છા : મોહનીય કર્મના
લયોપશમ વગેરેથી ૧૩ સુખ સંજ્ઞા : અનુકૂળતામાં સુખની : રતિ મોહનીયના ઉદયથી
લાગણી ૧૪ દુઃખ સંજ્ઞા : પ્રતિકૂળતામાં દુઃખની : અરતિ મોહનીયના લાગણી
ઉદયથી ૧૫ જુગુપ્સા સંજ્ઞાઃ કંટાળાની કે નફરતની : જુગુપ્સા મોહનીયના
ઉદયથી ૧૬ શોક સંજ્ઞા : બેચેની, હતાશા : શોક મોહનીયના ઉદયથી
ઉદાસીનતા તિર્યંચોને મુખ્યત્વે આહાર અને માયા, મનુષ્યોને મુખ્યત્વે મૈથુન અને માન, નારકોને મુખ્યત્વે ભય અને ક્રોધ, દેવોને મુખ્યત્વે પરિગ્રહ અને લોભ સંજ્ઞા હોય છે. છતાંય સઘળી સંજ્ઞાઓ દરેક સંસારી જીવોને ઓછા વત્તે અંશે સ્પષ્ટ કે અસ્પષ્ટપણે હોય જ છે. સોળ સંજ્ઞાઓમાં મોટા ભાગની સંજ્ઞાઓ મોહનીય કર્મના ઉદયથી છે. તેવી
દંડક પ્રકરણ-૧૭
સંજ્ઞાઓને આધીન થવાથી ભવભ્રમણ, દુઃખ અને દુર્ગતિ વધે છે, માટે તે સંજ્ઞાઓ ઉપર વિજય મેળવવા માટે મોહનીય કર્મનો નાશ કરવાની મહેનત કરવી જોઈએ. જે ઓ મોહનીય ઉપર વિજય મેળવી સંજ્ઞાઓ ઉપર વિજય મેળવે છે, તેઓના ભવભ્રમણ, દુઃખ અને દુર્ગતિઓ ઝટ નાશ પામે છે. તેમનો મોક્ષ નજીકમાં આવી જાય છે. આ માટે દેવ, ગુરુ અને ધર્મનું શરણ લેવું જોઈએ.
અનુકૂળતામાં સુખની લાગણી એ તો મોહરાજા પાસે ભાડે લીધેલો આનંદ છે. તેનું ભાડું દુર્ગતિઓ જ છે. જ્યારે પ્રતિકૂળતામાં પણ આનંદ એ આત્માના ઘરનો આનંદ છે. તેના વડે તો કર્મોનો નાશ જ થાય છે. ગજસુકુમાળ મુનિ, અંધકમુનિ, પ્રભુવીર વગેરે ભયંકર પ્રતિકૂળતામાં પણ જરાય ચલિત થયા નહીં, તેથી જ તેમને વીતરાગદશા, સર્વજ્ઞતા અને મોક્ષ પ્રાપ્ત થઈ ગયા.
સુખમાં પાગલ બને અને દુઃખમાં રડી જાય તે સંસારમાં ભમે છે, સુખમાં અને દુ:ખમાં સમભાવ રાખે તે મોક્ષને ભેટે છે.
તો ચાલો.... દુઃખ, દુર્ગતિઓ અને ભવભ્રમણના કારણભૂત આ સંજ્ઞાઓ ઉપર વિજય મેળવવા ધર્મનું શરણ સ્વીકારીએ.
-: સ્વાધ્યાય :મુખ્ય પ્રશ્નો : (૧) સંજ્ઞા એટલે શું? સમજાવો. (૨) સંજ્ઞાઓ કેટલા પ્રકારની છે? તેનો અર્થ શું? અને તેમાં કયા કર્મો ભાગ ભજવે છે ? (૩) સંજ્ઞાઓને આધીન થવું સારું? શા માટે? સલ્વેસિં ચઉ દહ વા, સન્ના સલ્વે સુરા ચ ચરિંસા નર-તિરિ છસ્સઠાણા, હુંડા વિગલિંદિ-નેરઈયા ૧૨ નાણાવિહ-ધ-સૂઈ, બુબુચ વણ-વાઉ-તેઉ અપકાયા પુટવી મસૂરચંદા, -કારા સંડાણઓ ભણિયા | ૧૩ /
સર્વ જીવોને ચાર કે દસ (કે ૧૬) સંજ્ઞા હોય છે. સર્વ દેવો સમચતુરસ (સંસ્થાનવાળા), મનુ-તિર્યંચ છ એ સંસ્થાનવાળા, વિકલેન્દ્રિય અને નારકો હુંડક (સંસ્થાનવાળા) હોય છે.
અનેક પ્રકારના, ધ્વજા, સોય, પરપોટાના આકારવાળા (અનુક્રમે) વનસ્પતિ, વાયુ, અગ્નિ, અપૂકાય છે તેમજ પૃથ્વીને મસુરની દાળ કે ચંદ્રના આકારવાળી કહેલી છે.
લાગણી
દંડક પ્રકરણ-૧૮