Book Title: Dandak Prakaran
Author(s): Malaykirtivijay
Publisher: Malaykirtivijayji

View full book text
Previous | Next

Page 8
________________ પાઠ-૪: સંઘયણ સંઘયણ એટલે એક પ્રકારનો હાડકાનો બાંધો. તે જ પ્રકારે છે. (૧) વજ ઋષભનારાચ સંઘયણ : નારાય એટલે મર્કટબંધ. વાંદરીને તેનું બચ્ચે કેવું વળગીને રહે છે ! વાંદરી ગમે તેટલી કુદાકુદ કરે તો પણ બચ્ચું પડતું નથી. અથવા જમણા હાથથી ડાબા હાથની હથેલી પાસેનો હાથ અને ડાબા હાથથી જમણા હાથની હથેળી પાસેનો હાથ મજબૂત રીતે પકડવામાં આવે તેવી હાડકાની મજબૂત પક્કડ, વળી તેની ઉપર (ઋષભ=) હાડકાનો પાટો બાંધવામાં આવે, તેની ઉપર આરપાર (વજs) હાડકાનો ખીલો ઠોકવામાં આવે, તો જેવી હાડકાની મજબૂતી થાય, તેના જેવો હાડકાનો મજબૂત બાંધો જે શરીરને હોય તે વજઋષભ નારાજ સંઘયણ કહેવાય. (૨) ઋષભ નારાચ સંઘયણ : નારાજ ઉપર પાટા જેવો મજબૂત હાડકાનો બાંધો. (૩) નારાચ સંઘયણ: નારાજ જેવો મજબૂત હાડકાનો બાંધો. (૪) અર્ધનારાચ સંઘયણ : જમણા હાથથી ડાબો હાથ પકડેલ હોય તેવી પક્કડવાળો હાડકાનો બાંધો. (૫) કીલિકા સંઘયણઃ બે હાડકાના સંધિસ્થાને આરપાર ખીલો મારેલ હોય, તેવો હાડકાનો બાંધો. (૬) છેવટહું સંઘયણ : આ સંઘયણવાળાને બે હાડકાના સંધિસ્થાને સામસામાં આવેલા હાડકાના બે છેડા, ખાંડણીમાં રાખેલ મુશળની જેમ, એક છેડાની ખોભણમાં બીજા છેડાનો બુઠો ભાગ સહેજ ઉતરીને-સ્પર્શીને રહેલો હોય છે. આ સંઘયણનું બીજું નામ સેવાર્ત સંઘયણ છે, (કેમકે સેવાથી પીડા થતી હોય છે.) દેવ, નારક અને એકેન્દ્રિયને શરીરમાં હાડકા હોતા નથી. બાકીના જીવોના શરીરમાં હાડકાનું બંધારણ હોય છે. બેઈન્દ્રિય વગેરે જીવોમાં કેટલાકને સ્પષ્ટ કઠિન હાડકા હોય છે, તો કેટલાકને બારિક સ્પષ્ટ હાડકા હોય છે. અળસીયા વગેરે હાડકા વિનાના દેખાય છે, તો પણ તે જીવોને અસ્પષ્ટ પણ હાડકાનું બંધારણ હોય છે. દંડક પ્રકરણ-૧૩ કયા જીવોને કયું સંઘયણ એકેન્દ્રિય, દેવ, નારક : સંઘયણ ન હોય વિકલેન્દ્રિય, સંમૂચ્છિમ્ મનુષ્ય-તિર્યંચ : છેવટું સંઘયણ ગર્ભજ તિર્યંચ, ગર્ભજ મનુષ્ય : છ એ સંઘયણ (અનેક જીવોની અપેક્ષાએ) તીર્થકર, કેવલજ્ઞાની, ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ, નારદ, યુગલિક મનુષ્ય વગેરેને પહેલું જ સંઘયણ હોય છે. તીર્થકરો, ગજસુકુમાળ મુનિ, ખંધકમુનિ, ભરત ચક્રવર્તી, બાહુબલિ, લક્ષ્મણ, હનુમાન, રાવણ, કૃષ્ણ, પાંડવો વગેરે પ્રથમ સંઘયણી હતા. પ્રથમ સંઘયણમાં જબરજસ્ત સામર્થ્ય હોય છે. તેમાં ય વળી એક -એક કરતાં અધિક આશ્ચર્યકારક તાકાત હોય છે. બાળ હનુમાનજી વિમાનમાંથી-માતા અંજનાસુંદરીના હાથમાંથી સરકી જતાં-નીચે પર્વતની શીલા ઉપર પડવ્યા. એ વખતે શીલાના ચૂરેચૂરા થઈ ગયા અને બાલા હનુમાનજી હસતાં હતા. સૌથી વધુ સામર્થ્ય તીર્થકરમાં હોય છે. પ્રભુવીરના માથા ઉપર દુષ્ટ સંગમદેવે ભયાનક ચક્ર છોડવું, ત્યારે પ્રભુવીરની ખોપરી ન ફૂટી ગઈ, ફક્ત જમીનમાં થોડા ખૂંપી ગયા. આવું હોય છે પ્રથમ સંઘયણ. પ્રથમ સંઘયણી જ કેવળજ્ઞાન અને મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. હાલ આપણને છેવટ્ટે સંઘયણ હોવાથી શી રીતે કેવળજ્ઞાન અને મોક્ષ મળે ? ક્ષેત્રની અપેક્ષાએ સંઘયણ પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં સદા છ એ પ્રકારના સંઘયણ હોય છે. પાંચ ભરત ક્ષેત્ર અને પાંચ ઐરાવત ક્ષેત્રમાં અવસર્પિણીના પહેલા-બીજા-ત્રીજા આરામાં યુગલિકો હોવાથી પહેલું સંઘયણ, ચોથા આરામાં છ એ સંઘયણ અને પાંચમાછઠ્ઠા આરામાં છેવટું સંઘયણ હોય છે. ઉત્સર્પિણીમાં પહેલા-બીજા આરામાં છેવટું સંઘયણ; ત્રીજા આરામાં છ એ સંઘયણ, અને ચોથા-પાંચમા-છઠ્ઠા આરામાં યુગલિકો હોવાથી પહેલું સંઘયણ હોય છે. ૩૦ અકર્મભૂમિમાં અને ૫૬ અંતર્લિપમાં સદા યુગલિકો જ હોવાથી પહેલું સંઘયણ હોય છે. (આ વાત ગર્ભજ તિર્યંચ, ગર્ભજ મનુષ્ય માટે જણાવી છે. વિકલેન્દ્રિય અને સંમૂચ્છિમ તિર્યંચમનુષ્યને છેવટઠું જ સંઘયણ હોય છે.) દંડક પ્રકરણ-૧૪

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37