Book Title: Dandak Prakaran
Author(s): Malaykirtivijay
Publisher: Malaykirtivijayji

View full book text
Previous | Next

Page 15
________________ કઈ લેશ્યા કેટલા ગુણસ્થાન સુધી કૃષ્ણ, નીલ, કાપોત : ૧ થી ૬ ગુણસ્થાન તેજો, પદ્ય : ૧ થી ૭ ગુણસ્થાન શુક્લ : ૧ થી ૧૩ ગુણસ્થાન -; સ્વાધ્યાય :મુખ્ય પ્રશ્નો : (૧) લેગ્યા એટલે શું? તેના પ્રકારો દષ્ટાંતથી સમજાવો. (૨) કયા જીવોને કઈ કઈ વેશ્યાઓ હોય ? (કોઈ પણ પૂછી શકાય.) (૩) દ્રવ્યલેયા અને ભાવલેશ્યાના પરિવર્તન અને શું નિયમ છે ? વિગતવાર સમજાવો. (૪) ગુણસ્થાનમાં લેશ્યા અને લેથામાં ગુણસ્થાને લખો. જોઈસિચ તેઉલેસા, સેસા સબૅવિ હૃતિ ચઉલેસા | ઈંદિરાદા સુગમ, મયુઆણં સત્ત સમુધાયા જયોતિષી દેવો તેજોલેશ્યાવાળા અને શેષ સર્વે ચાર લેશ્યાવાળા હોય છે. ઈન્દ્રિય દ્વાર સહેલું છે. મનુષ્યોને સાત સમુઘાત હોય છે. પાઠ-૯ ઈન્દ્રિય ઈન્દ્રિય પાંચ પ્રકારની છે : (૧) સ્પશેન્દ્રિય (૨) રસનેન્દ્રિય (૩) ધ્રાણેન્દ્રિય (૪) ચક્ષુરિન્દ્રિય (૫) શ્રોતેન્દ્રિય. આંખ ખોલતાં જ સામે પડેલ પદાર્થ દેખાય છે. આ કેવી રીતે બને છે? દેખાતી આંખમાં, ચન્દ્ર જેવા કે મસુરની દાળ જેવા આકારની આંખેથી ન દેખી શકાય તેવી ચક્ષુરિન્દ્રિય હોય છે. તેનામાં પદાર્થના રૂ૫ને પારખવાની (જોવાની) શક્તિ હોય છે. (જોવાની શક્તિ હોવાથી જ તે ચક્ષુરિન્દ્રિય કહેવાય છે.) વળી આંખ હોય પણ જીવ ન હોય તો દેખાય ? ના... વળી જીવ હોય પણ આંખ બંધ હોય તો દેખાય? ના. મતિ જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મનો ક્ષયપશમ હોવાથી જીવમાં પદાર્થના રૂપને જોવાની લબ્ધિ (શક્તિ) હોય છે. વળી આંખને ખોલીને જોવા રૂ૫ ઉપયોગ કરાય ત્યારે દેખાય છે. આ રીતે દરેક ઈન્દ્રિયો માટે સમજી લેવું. (૧) બહાર દેખાતી ઈન્દ્રિય તે બાહ્ય નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય. (૨) અંદરની, ચક્ષુથી ન દેખી શકાય તેવી ઈન્દ્રિય તે અત્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય. (૩) ઈન્દ્રિયમાં રહેલી સ્પર્શ, રસ, ગંધ કે રૂપ પારખવાની (શક્તિ) તે ઉપકરણ દ્રવ્યેન્દ્રિય. (૪) મતિજ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી જીવમાં રહેલ સ્પર્શ, રસ, ગંધ, રૂ૫ અને શબ્દને પારખવાની લબ્ધિ (શક્તિ) તે લબ્ધિ ભાવેન્દ્રિય. (૫) એ શક્તિનો ઉપયોગ (વપરાશ) કરવો તે ઉપયોગ ભાવેન્દ્રિય. (બાહ્ય =બહાર દેખાતી, અત્યંતર= અંદર રહેલ, નિવૃત્તિ =અવયવરૂપ કે અમુક પ્રકારના આકારરૂ૫) જીવ મૃત્યુ પામે છે ત્યારે બાહ્ય નિવૃત્તિ, અત્યંતર નિવૃત્તિ અને ઉપકરણ - આ ત્રણેય મૂકીને જાય છે. (તેથી જ તેવી વ્યક્તિની આંખ અન્ય આંધળાને કામ લાગી જાય છે.) આમ એ ત્રણ ઈન્દ્રિયો આત્માથી ભિન્ન હોવાથી દ્રવ્યેન્દ્રિય દંડક પ્રકરણ-૨૮ દંડક પ્રકરણ-૨૭

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37