________________
પાઠ-૭ : ઉપાય
દરેક સંસારી જીવોને ઓછા-વત્તા અંશે ચારેય કષાય હોય છે. કષાયોથી સંપૂર્ણ મુક્ત તો વીતરાગ, કેવળજ્ઞાની અને સિદ્ધ પરમાત્મા જ છે.
-: સ્વાધ્યાય :મુખ્ય પ્રશ્નો : (૧) કષાય એટલે શું? તે કેવી રીતે ભયંકર છે ? સમજાવો. (૨) કયા જીવોને કેટલા કષાય હોય ? સલ્વેવિ ચઉ-કસાયા, લેસ-છગં ગબમતિરિય-મણુએસુ | નારય તેઉ વાઉ, વિગલા વેમાાણિ ય તિલેસા મે ૧૪ 1
સર્વેને ચાર કષાયો હોય છે. ગર્ભજ તિર્યંચ અને મનુષ્યોને વિષે છ લેશ્યા તથા નારક, તેઉકાય, વાયુકાય, વિકસેન્દ્રિય અને વૈમાનિકો ત્રણ લેશ્યાવાળા હોય છે.
શુદ્ધ સ્વભાવવાળા જીવને કર્મથી મલિન કરે તે કષાય. (કષ) કર્મોનો અથવા સંસાર ભ્રમણનો (આયક) લાભ જેનાથી થાય તે કષાય. તે ચાર પ્રકારે છે : (૧) ક્રોધ (૨) માન (૩) માયા (૪) લોભ.
કષાયોથી ચિત્તની પ્રસન્નતા, જીવનમાં શાંતિ, કુટુંબમાં સંપ, શરીરનું આરોગ્ય ખલાસ થાય છે. તે આ ભવ અને પરભવને બગાડનારા વૈરી છે.
પેલા ઘોર તપસ્વી અને સંયમી સાધુ ક્રોધના પાપે ચંડકૌશિક દૃષ્ટિવિષ સર્પ બન્યા, માનના પાપે એક વર્ષના સાધક બાહુબલિ મુનિને કેવળજ્ઞાન ન મળ્યું (હા... અહંકાર નાશ થતાંની સાથે જ કેવળજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું); પૂર્વભવમાં સેવેલી માયાને કારણે તીર્થંકર શ્રી મલ્લિનાથને સ્ત્રીદેહે (મલ્લિકુ મારી નામે) જનમવું પડ્યું, લોભના પાપે કંજૂસ મમ્મણશેઠને સાતમી નરકમાં જવું પડયું. કેવો ભયંકર કષાય!
ક્રોધના પાપે પતિ-પત્નીના સંબંધો પણ કેવા કડવા ઝેર બને છે ! અહંકારના પાપે દીકરાઓ અને પુત્રવધૂઓ દ્વારા માતા-પિતાઓ કેવા હડધૂત કરાય છે ! માયાના પાપે કેવી દાંભિકતા દુનિયામાં ચાલે છે ? ઘન વગેરેના લોભના પાપે પતિ-પત્ની, ભાઈ-ભાઈ, બાપ-દીકરા વચ્ચે કેવા કલેશો સર્જાય છે ? ધંધામાં ભેળસેળ, વિશ્વાસઘાત, જૂઠ, અનીતિ, હિંસા વગેરે કોના પાપે ? ધનના લોભના જ પાપે ને ?
ખરેખર! ક્રોધ પ્રીતિનો નાસ કરે છે, માન વિનયને ખલાસ કરે છે, માયા મૈત્રીને ખતમ કરે છે, અને લોભ તો પ્રીતિ, વિનય, મૈત્રી વગેરે તમામ ગુણોનો ખાત્મો બોલાવે છે.
કષાયની ભયંકરતા પીછાણીને સમજુ માણસોએ કષાયોને જ ખતમ કરવા પ્રયત્નશીલ બનવું જોઈએ. ક્રોધના સ્થાને ક્ષમાં આચરવી; માનના સ્થાને વિનય અને નમ્રતા દાખવવી, માયાના સ્થાને સરળતા કેળવવી, અને લોભના સ્થાને સંતોષ, ઉદારતા વગેરે ખડા કરી દેવા.
દંડક પ્રકરણ-૨૧
દંડક પ્રકરણ-૨૨