Book Title: Dandak Prakaran Author(s): Malaykirtivijay Publisher: Malaykirtivijayji View full book textPage 2
________________ પાઠ-૧ : મંગલાચરણ નમિઉ ચઉવીસજિર્ણ, તસ્કૃત-વિચાર-લેસ-દેસણઓ ! દંડગ-૫એહિંતે શ્ચિય, થોસામિ સુણેહ ભો!ભળ્યા | ૧ ચોવીસ જિનેશ્વરને નમસ્કાર કરીને, દંડક પદો વડે તેમના (જિનેશ્વરોના) સૂત્રો (આગમો) માં આપેલ વિચારને સંક્ષેપમાં જણાવવાથી નિશ્ચયથી (ખરેખર તો) હું તેમની (જિનેશ્વરોની) સ્તુતિ કરું છું. હે ભવ્યજીવો તમે સાંભળો. અહીં પ્રથમ ગાથામાં મંગલ, વિષય, સંબંધ, પ્રયોજન અને અધિકારી, આ પાંચ બાબતો જણાવવામાં આવી છે. ગ્રન્થ-રચનામાં આ પાંચેય બાબતો મહત્ત્વની છે. અહીં ચોવિશ જિનેશ્વરોને નમસ્કાર કરવા વડે મંગલ કરવામાં આવ્યું છે. 'દંડક પદો વડે' એમ કહેવા દ્વારા ગ્રન્થનો વિષય જણાવવામાં આવ્યો છે. અર્થાત્ ‘દંડક પ્રકરણ' એ ગ્રન્થનો વિષય છે. 'જિનેશ્વરોના સૂત્રોમાં આપેલ વિચારને' આ પદો વડે ગ્રન્થનો સંબંધ 'જિનેશ્વરોના આગમો સાથે છે' તેમ જણાવવામાં આવ્યું છે. ભવ્યજીવો બોધ પામે; પોતાને સ્વાધ્યાયરૂપે અત્યંતર તપ થાય; જિનના જ પદાર્થો જણાવવા વડે જિનની ભક્તિ-સ્તુતિ થાય તે રીતે પોતાના કર્મોનો નાશ થાય; અને તેના વડે પરંપરાએ પોતાને મોક્ષ મળે, આ બધા ગ્રન્થરચના પાછળ ગ્રન્થકારના પ્રયોજન છે. તથા જ્ઞાનપ્રાપ્તિ, સ્વાધ્યાયરૂપ અત્યંતર તપ, આચરણ, કર્મનાશ અને પરંપરાએ મોક્ષ, આ બધા અભ્યાસુ વર્ગના પ્રયોજન છે. બુદ્ધિશાળી વ્યક્તિઓ જે કંઈ કરે તેની પાછળ કોઈ ને કોઈ પ્રયોજન તો હોય જ છે. કેમકે પ્રયોજન વિના તેઓ પ્રવૃત્તિ કરતાં નથી. માટે પ્રયોજન જણાવવું જરૂરી છે. “હે ભવ્યજીવો તમે સાંભળો' આ પદો વડે ભવ્યજીવોને ગ્રન્થાભ્યાસ માટે અધિકારી (યોગ્ય) જણાવવામાં આવ્યાં છે. હા... તેઓમાં તત્ત્વને જાણવાની જિજ્ઞાસા, તત્પરતા, ધર્મશ્રદ્ધા વગેરે હોવા જરૂરી છે. અભવ્યજીવોનું જીવદળ જ એવું હોય છે કે તેઓ જે કંઈ ધર્મ કરે તે મોક્ષ માટે નહીં, પરંતુ સંસારના સુખો મેળવવા માટે કરે છે, તેથી તેઓ મોક્ષરૂપ ફળ મેળવી શકતા ન હોવાથી સઘળું નિષ્ફળ છે. વત્સ: ગુરુજી ! દંડક એટલે શું? ગુરુજી: વત્સ | કર્મ વગેરેના કારણે જીવો જેમાં દંડાય (દુઃખી થાય) તે દંડક કહેવાય. જીવો કર્મ વગેરેને કારણે પૃથ્વીકાય વગેરેમાં દંડાય છે, માટે પૃથ્વીકાય વગેરે દંડક કહેવાય. જીવવિચારમાં જીવના ૫૬૩ ભેદ બતાવ્યા છે. અહીં તે બધાનો મસાવેશ ૨૪ દંડક પદો વડે કરવામાં આવ્યો છે. જે નીચે મુજબ છે : (૧) પૃથ્વીકાય (૨) અકાય (૩) તેઉકાય (૪) વાઉકાય (૫) વનસ્પતિકાય (૬) બેઈન્દ્રિય (૭) તેઈન્દ્રિય (૮) ચઉરિન્દ્રિય (૯) ગર્ભજ તિર્યંચ (૧૦) ગર્ભજ મનુષ્ય (૧૧) નારક (૧૨ થી ૨૧) દશ ભવનપતિ (૨૨) વ્યંતર (૨૩) જ્યોતિષ્ક (૨૪) વૈમાનિક. (જો કે અહીં સંમૂર્છાિમ મનુષ્ય અને સંમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યંચની વિવક્ષા કરવામાં આવી નથી, તો પણ આપણે તેના અંગે જાણકારી મેળવશું.). વત્સ ! આ ગ્રન્થમાં નીચેના જુદા જુદા કારોમાં દંડક પદો વડે વિચારણા કરવામાં આવી છે, તેનાથી જીવો અંગેની વિસ્તૃત માહિતી પ્રાપ્ત થશે. દ્વારો : (૧) શરીર (૨) અવગાહના (૩) સંઘયણ (૪) સંજ્ઞા (૫) સંસ્થાન (૬) કષાય (૭) લેશ્યા (૮) ઈન્દ્રિય (૯) સમુદુઘાત (૧૦) દૃષ્ટિ (૧૧) દર્શન (૧૨) જ્ઞાન (૧૩) અજ્ઞાન (૧૪) યોગ (૧૫) ઉપયોગ (૧૬) ઉપપાત (૧૭) ચ્યવન (૧૮) સ્થિતિ (૧૯) પર્યાપ્તિ (૨૦) કિકાહાર (૨૧) સંજ્ઞિ (૨૨) ગતિ (૨૩) આગતિ (૨૪) વેદ. [આમાંથી સ્થિતિ (આયુષ્ય) અને પર્યાપ્તિ આ બન્ને દ્વારો જીવવિચાર અને નવતત્ત્વમાં આવી ગયેલ હોવાથી અહીં લેવામાં આવશે નહીં.] -: સ્વાધ્યાય :મુખ્ય પ્રશ્નો : (૧) પ્રથમ ગાથામાં કઈ પાંચ બાબતો જણાવવામાં આવી છે, તે સમજાવો. (૨) દંડક એટલે શું? ૨૪ દંડકના નામ લખો. (૩) ૨૪ દ્વારોના નામ લખો. દંડક પ્રકરણ-૧ દંડક પ્રકરણ-૨Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 37