Book Title: Dandak Prakaran
Author(s): Malaykirtivijay
Publisher: Malaykirtivijayji

View full book text
Previous | Next

Page 3
________________ નેરઈયા અસુરાઈ, પુઢવાઈ બેન્દિયાદઓ ચેવ । ગભય-તિરિય-મણુસ્સા, વંતર જોઈસિય વેમાણી સંખિત્તચરી ઉ ઈમા, સરીર-મોગાહણા ય સંઘચણા 1 સન્ના સંઠાણ કસાય, લેસિ-ન્દિય દુ સમુગ્ધાથા દિઠ્ઠી દંસણ નાણે, જોગુ-વઓગો-વવાય ચવણ ઠિઈ । પજત્તિ કિમાહારે, સન્નિ ગઈ આગઈ વેએ ॥૨॥ 11 3 11 ॥૪॥ ગાથાર્થ : નારકો (૧), અસુરકુમારાદિ (૧૦), પૃથ્વી આદિ (૫), બેઈન્દ્રિય આદિ (૩), ગર્ભજ તિર્યંચ (૧), ગર્ભજ મનુષ્ય (૧), વ્યંતરો (2), જ્યોતિષ્મ (૧), વૈમાનિક (1), (આમ૧+૧૦+૫+૩+૧+૧+૧+૧+૧=૨૪ દંડકપદો થયા.) વળી (સંખિત્તયરી) અતિ સંક્ષિપ્ત આ (દ્વારોના નામો) ૧. શરીર ૨. અવગાહના ૩. સંઘયણ ૪. સંજ્ઞા ૫. સંસ્થાન ૬. કષાય ૭. લેશ્યા ૮. ઈન્દ્રિય ૯. બે સમુઘાત ૧૦. દષ્ટિ ૧૧. દર્શન ૧૨. ૧૩. (નાણે) જ્ઞાન, અજ્ઞાન ૧૪. યોગ ૧૫. ઉપયોગ ૧૬. ઉ૫પાત ૧૭. ચ્યવન ૧૮. સ્થિતિ ૧૯. પર્યાપ્તિ ૨૦. કિમાહાર ૨૧. સંક્ષિ ૨૨. ગતિ ૨૩. આગતિ ૨૪. વેદ. દંડક પ્રકરણ-૩ પાઠ-૨ : શરીર નવતત્ત્વમાં પરમાણુ અને પુદ્ગલસ્કંધો અંગેની વાત આવી ગઈ છે. આખું વિશ્વ પરમાણુઓ અને દ્વિપ્રદેશી, ત્રિપ્રદેશી વગેરે પુદ્ગલસ્કંધોથી વ્યાપ્ત છે. આ પુદ્ગલસ્કંધો સૂક્ષ્મ હોવાથી આંખેથી દેખી શકાતા નથી, પરંતુ જીવ અમુક અમુક પુદ્ગલસ્કંધો ગ્રહણ કરે છે ખરા. જીવ પરમાણુ કે સંખ્યાત-અસંખ્યાત પ્રદેશી પુદ્ગલસ્કંધોને ગ્રહણ કરી શકતો નથી. અનંતપ્રદેશી પુદ્ગલસ્કંધોમાં પણ અમુકને ગહણ કરી શકે છે, અમુકને ગ્રહણ કરી શકતો નથી. જીવ જે પુદ્ગલસ્કંધોને ગ્રહણ કરી શકે છે, તેને વર્ગણા કહેવામાં આવે છે. તેવી વર્ગણાઓ આઠ છે : (૧) ઔદારિક વર્ગણા (૨) વૈક્રિય વર્ગણા (૩) આહારક વર્ગણા (૪) તૈજસ વર્ગણા (૫) ભાષા વર્ગણા (૬) શ્વાસોચ્છવાસ વર્ગણા (૭) મન વર્ગણા (૮) કાર્પણ વર્ગણા. આમાંથી જીવ ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્પણ વર્ગણાના પુદ્ગલ સ્કંધોને ગ્રહણ કરી, તેને પરિણમાવીને તે તે શરીરરૂપે તૈયાર કરે છે; જ્યારે ભાષા, શ્વાસોચ્છવાસ લેવા-મૂકવાની અને મનથી વિચારવાની પ્રવૃત્તિ કરી શકે છે. પાંચ શરીર : (૧) ઔદારિક શરીર : સઘળા મનુષ્ય અને તિર્યંચોને ઔદારિક શરીર હોય છે. તે ઔદારિક વર્ગણાના પુદ્ગલસ્કંધોથી બનેલું હોવાથી ઔદારિક શરીર કહેવાય છે. બધા પ્રકારના શરીરોમાં ઔદારિક શરીર મહાન ગણાય છે, કેમકે સંયમ અને મોક્ષ આ શરીરવાળાને જ મળે છે. તીર્થંકર, ચક્રવર્તી, વાસુદેવ, પ્રતિવાસુદેવ, બળદેવ, નારદ વગેરે મહાપુરુષોને આ શરીર હોય છે. આ શરીરવાળા તીર્થંકરો રૂપમાં અને બળમાં કરોડો દેવતાઓ અને ઈન્દ્રો કરતાં પણ અધિક હોય છે. આ શરીરવાળા તીર્થંકર અને મુનિઓને દેવતાઓ અને ઈન્દ્રો પણ નમસ્કાર કરે છે. સ્વાભાવિક શરીરની અપેક્ષાએ ઔદારિક શરીરની ઊંચાઈ દંડક પ્રકરણ-૪

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 37