Book Title: Dandak Prakaran Author(s): Malaykirtivijay Publisher: Malaykirtivijayji View full book textPage 5
________________ યંતે યત્ તત્ શરીરમ્ - અર્થાત શરીરનો સ્વભાવ નાશ પામવાનો છે. શરીર નાશવંત છે, પરંતુ આત્મા શાશ્વત છે, માટે શરીરની ચિંતા છોડીને આત્માની ચિંતા કરવી જોઈએ. શરીર તો સ્મશાનની રાખ થશે, પરંતુ આત્મા કદી નાશ ન પામતો હોવાથી તેને પરલોકમાં સદ્ગતિ મળે, સુખ-શાંતિ મળે; અને અંતે મોક્ષ મળે તે માટે ધર્મમય ઉત્તમ જીવન જીવવું જોઈએ. તમામ પ્રકારના પાપોનો ત્યાગ કરવો જોઈએ. -: સ્વાધ્યાય : (આત્માની સાથે) ગમે ત્યાં જઈ શકે છે. તેમને ભીંત, પૃથ્વીના પેટાળો, પર્વતો વગેરે કોઈ પણ વસ્તુ અટકાવી શકતી નથી. જીવ જ્યારે કોઈ પણ ભવમાં ઉત્પન્ન થાય છે, ત્યારે પ્રથમ સમયે આ બે શરીરની મદદથી જ આહાર ગ્રહણ કરે છે. ઔદારિક અને વૈક્રિય શરીર ચર્મચક્ષુથી જોઈ શકાય છે, પરંતુ આહારક, તૈજસ અને કાર્મણ શરીર ચર્મચક્ષુથી જોઈ શકાતા નથી. એક જીવને એક સાથે ઓછામાં ઓછા બે અને વધુમાં વધુ ચાર શરીર હોઈ શકે. જીવ મૃત્યુ પામી એક ભવમાંથી બીજા ભવમાં જતો હોય ત્યારે વચ્ચે તૈજસ-કાશ્મણ એ બે જ શરીર હોય છે. વૈક્રિય લબ્ધિવાળા બાદર પર્યાપ્ત વાયુકાય, ગર્ભજ તિર્યંચ કે ગર્ભજ મનુષ્ય વૈક્રિય શરીર બનાવે ત્યારે તેમને ઔદારિક, વૈક્રિય, તૈજસ, કામણ એ ચાર શરીર હોય છે. અથવા આહારક લબ્ધિવાળા ચૌદ પૂર્વધર મહાત્મા આહારક શરીર બનાવે ત્યારે ઔદારિક , આહારક, તૈજસ, કામણ એ ચાર શરીર હોય છે. વૈક્રિય અને આહારક બને લબ્ધિવાળા મુનિઓ હોઈ શકે, પરંતુ તેઓ બન્ને લબ્ધિ એક સાથે ફોરવી શકતા ન હોવાથી અર્થાત્ બન્ને શરીર એક સાથે બનાવી શકતા ન હોવાથી એક જીવને એક સાથે પાંચેય શરીર હોઈ શકે નહીં. કયા જીવોને વધુમાં વધુ કેટલા શરીર (દરેકને તૈજસ-કાશ્મણ તો સમજી જ લેવું.) બાદર પર્યાપ્ત વાયુકાય : ૪ (ઔદારિક, વૈક્રિય) યુગલિક તિર્યંચ,મનુષ્ય : ૩ (તેમને લબ્ધિ ન હોય) ગર્ભજ તિર્યંચ : ૪ (ઔદારિક, વૈક્રિય) ગર્ભજ મનુષ્ય : ૫ (કોઈ વૈક્રિય શરીર બનાવે અને ત્યારે અન્ય કોઈ મહાત્મા આહારક શરીર બનાવે તે અપેક્ષાએ). બાકીના સર્વને : ૩ (ઔદારિક કે વૈક્રિય) ઉપરના દરેક જીવોને ઓછામાં ઓછા ત્રણ શરીર હોય છે. તેમાં સઘળા તિર્યંચ અને મનુષ્યને ઔદારિક, તૈજસ, કાર્પણ અને દેવ, નારકોને વૈક્રિય, તૈજસ, કાર્પણ હોય છે. મુખ્ય પ્રશ્નો : (૧) જીવ કયા પુદ્ગલો ગ્રહણ કરી શકે છે અને કયા ગ્રહણ કરી શકતો નથી ? (૨) આઠ વર્ગણાના નામ લખો અને તેનો ઉપયોગ જણાવો. (૩) પાંચ શરીરના નામ વ્યાખ્યા સાથે જણાવો. (૪) ઔદારિક શરીર શા માટે મહાનું ગણાય છે ? (૫) વૈક્રિય શરીર કોને કોને હોઈ શકે ? તેનો ઉપયોગ શું સમજાવો ? (૬) વિણકુમાર મુનિએ કેવડું અને શા માટે વૈક્રિય રૂ૫ લીધેલ? (૭) આહારક શરીર વિષે સમજાવો. (૮) તૈજસ શરીર વિશે સમજાવો. (૯) કાર્પણ શરીર વિષે લખો. (૧૦) એક જીવને એક સાથે વધુમાં વધુ અને ઓછામાં ઓછા કેટલા શરીર હોઈ શકે ? (૧૧) અનેક જીવોની અપેક્ષાએ વધુમાં વધુ અને ઓછામાં ઓછા કેટલા શરીર હોઈ શકે? ચઉ ગમ્મતિરિચ વાઉસ, મયુઆરં પંચ, સેસ તિસરીરા થાવર ચઉગે દુઓ, અંગુલ-અસંખભાગ-તણુ | પI સલૅલિપિ જહન્ના, સાહાવિય અંગુલસ્સઅસંખંસા ઉક્કોસ પણ ચલણ, વેરાઈચા સત્તહત્ય સુરા ગર્ભતિરિ સહસ જે ચણ, વણસઈ અહિય-જય-સહસ્તે નર તેઈદિ તિગાઉ, બેઈંદિય જોયણે બાર ll ll જોગણ-મેગે ચઉરિદિ-દેહ-મુચ્ચત્તર્ણ સુએ ભણિર્ચ 1 વેઉબ્લિચ-દેહં પુણ, ગુલ-સખસ-મારંભે દંડક પ્રકરણ-૭ દંડક પ્રકરણ-૮Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37