________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાતમે દેહને ત્યાગ કરી તે ઉત્તમ શુભ ગતિ પામ્યા. શેઠ છનાલાલ ગાંધી માયાલ, દાતાર, ધર્મ પ્રેમી, ગુણાનુરાગી, દેવગુરૂ ધર્મભક્ત, આત્માથી હતા, તેઓ પરસ્ત્રી ત્યાગી અને વ્યસનરહિત હતા, ગમે તેની પાસેથી જ્ઞાન ગ્રહવામાં ઉત્સાહી ઉદ્યમી હતા. તેમણે પ્રતિષ્ઠા વિધિક્રિયાઓ, ઉજમણાં, બધાં મળીને ૮૦ એંશીના આશરે કરાવ્યાં હતાં, તેમનામાં અહંકાર નહેતે અને ગંભીર દીર્ઘ દશ હતા, તેમને આડંબર બતાવવાની ટેવ નહતી, શ્રાવકોગ્યપ્રતિષ્ઠાવિધિ કરાવવા તેઓ લક્ષાધિપતિ શેઠીયાઓના ત્યાં જતા હતા, પણ ગાભાડાના ખર્ચ વિના તેઓ તેઓની પાસેથી એક પાઈ પણ લેતા નહોતા, ઉલટા ચાંલ્લો કરીને થોડા રૂપૈયા આપી આવતા હતા, ધાર્મિક પાઠશાલાઓમાં તે વિશેષ પ્રેમ ધારણ કરતા હતા
www.kobatirth.org
For Private And Personal Use Only