________________
શ્રીરાજોખરસૂરિકૃત [૨ મકવાણુયાદવ્યતીત થતાં બાળકને સ્તનપાન કરાવવા માટે ધાત્રી ત્યાં જ બેઠી. અન્ય જનોની હીલચાલથી બારણાની શાખ ઉપર મૂકેલો આગળ બાળકના માથા ઉપર પડ્યો. (આથી) બાળકનું મરણ થયું. (અને) વરાહના ઘરમાં
સદન શરૂ થયું. લેક ભેગા થયા. ભબાહુએ પણ શ્રાવકને કહ્યું કે શોક ૫ દૂર કરનાર ધર્માચાર્ય છે–શક દૂર કરે એ ધર્માચાર છે; વાતે ત્યાં
હવે આપણે જવું જોઈએ. સેંકડો શ્રાવકે સહિત આચાર્ય ત્યાં ગયા. શકથી વ્યાકુળ હોવા છતાં વરાહ અભ્યથાન વગેરે દ્વારા તેમને ઉચિત (સત્કાર) કર્યો, અને કહ્યું કે-હે આચાર્ય ! આપનું જ્ઞાન સાચું કર્યું,
પરંતુ બિલાડીથી મૃત્યુ ન થતાં આગળથી તેમ થયું. ભદ્રબાડુએ કહ્યું ૧૦ કે તે લેખંડના આગળાના આગળના ભાગ ઉપર બિલાડી આલેખેલી
છે; અમે અસત્ય બોલતા નથી. આગળો લાવી તે તેવો જ નીકળે. ત્યારે વરાહ બે કે પુત્રનું સો વર્ષનું આયુષ્ય છે એવું જે મેં રાજ આગળ નિવેદન કર્યું હતું તે વિફળ જવાથી જેટલો મને ખેદ થાય છે તેટલે મને આ પુત્રના મરણના શેકથી થતો નથી. આ અમારાં પુસ્તકોને ધિકાર છે કે જેના આધારે અમે જ્ઞાનને પ્રકાશ કર્યો. આ પુસ્તકે જૂઠાં છે; તેથી તે પાણીમાં બોળીએ. એમ કહીને તેણે કુંડાઓમાં જળ ભર્યું. પુસ્તકે જે તે બાળવા જતો હતો તેવામાં જ ભદ્રબાહુએ હાથ વડે તેને ઝાલી વાર્યો અને (કહ્યું કે, તારા પિતાના પ્રમાદથી જ્ઞાનને લેપ થયેલ છે તે શા માટે પુસ્તકે ઉપર તું ગુસ્સે થાય છે? આ પુસ્તકે (તે) સર્વ કહેલું જ કહે છે, પરંતુ તેના) જાણકાર દુર્લભ છે. અમુક ઠેકાણે તારી બુદ્ધિને વિપર્યાસ થયે; (માટે) તું તારી જાતની જ નિન્દા કર. નાથની કૃપા, યૌવન, વૈભવ, રૂપ, કુળ, પરાક્રમ અને વિદ્વત્તા એ મઘ વિના અભિમાનના હેતુ છે.
વળી ઉન્મત્તને ક્યાંથી વિચાર કરવા જેટલી સૂક્ષ્મ બુદ્ધિ હોય ? રપ વાસ્તે પુસ્તકનો ભંગ ન કર. એ પ્રમાણે તેમણે તેને નિષેધ કર્યો.
(આથી) વાહ વિલ બની ગયો. તેવામાં તેણે પહેલાં જે જૈન મતની નિન્દા કરી હતી તેનાથી પીડા પામેલા ચિત્તવાળો કોઈ એક શ્રાવક બોલી ઊઠ્યો કે તમારા જેવા કૃપણ કીડાઓ જે અંધારી રાત્રિને વિષે પ્રકાશતા હતા તે રાત્રિ પૂરી થઈ છે અને દશે દિશામાં પ્રકાશ પાડનાર સૂર્યનાં કિરણો વડે દિવસ અત્યારે પ્રકાશે છે; તેમાં ચન્દ્ર પ્રકાશ નથી તો હૈ કીટમણિ! તારો શે હિસાબ? એમ કહીને તે નાસી ગયે. આથી વાહને પુષ્કળ પીડા થઈ. એવામાં રાજા જાતે આવ્યો અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org