________________
૧૦
૧૫
શ્રીરાજશેખરસૂરિકૃત [૨ મકવાદુવાદહે વત્સ! તું વિદ્વાન છે, ક્રિયાશીલ છે, પરંતુ અભિમાની છે; (વાસ્તે) અમે (તારા જેવા) અભિમાનીને “સૂરિ' પદ આપતા નથી. આ સાચું હોવા છતાં તેને ન રુચ્યું; કેમકે ગુરુનું સત્ય અને નિર્મળ વચન પણ અભવ્યને કાને પડતાં (તેને) મોટું શળ ઉપજાવે છે. આથી કરીને તેણે વ્રત (દીક્ષા)નો ત્યાગ કર્યો. મિથ્યાત્વી બની તેણે ફરી બ્રાહ્મણને વેષ ગ્રહણ કર્યો.
દીક્ષા–અવસ્થા દરમ્યાન કરેલા શાસ્ત્રના અભ્યાસ દ્વારા અર્થને જાણકાર બનેલ હોવાથી વારાહસંહિતા ઇત્યાદિ નવીન શાસ્ત્ર રચવામાં તે પ્રગલ્સ બન્યો અને લેકમાં કહેવા લાગ્યો કે હું બાળપણમાં લગ્ન (કાઢવા)ને અભ્યાસ કરતો હતે. (એટલે) તેને વિચારમાં જ તલ્લીન રહેતો હતો. એક દિવસ પ્રતિષ્ઠાન '(નગર)ની બહાર (પહેલા) એક પત્થર ઉપર મેં લગ્ન માંડવું (કાવ્યું) અને સાંજના તે ભૂંસી નાખ્યા વિના જ સ્વસ્થાને આવી હું સુઈ ગયો. સુતા પછી મને તે લમ ભૂસ્યા વિનાનું રહી ગયેલું યાદ આવ્યું એટલે હું તે ભૂંસી નાંખવા ત્યાં ગયે. (ત્યારે) ત્યાં લગ્ન વડે અધિષિત પત્થર ઉપર સિંહ બેઠેલે હતે. તેમ છતાં તેના ઉદર–પ્રદેશમાં હાથ ઘાલી મેં લગ્ન ભૂંસી નાંખ્યું. તેટલામાં તો એ સિંહ સાક્ષાત સૂર્ય જ બની ગયો. અને તેણે મને કહ્યું કે હે વત્સ ! તારા દઢ નિશ્ચયથી તેમજ લગ્ન-ગ્રહને વિષેની તારી ભક્તિથી હું ઘણે ખુશી થયો છું હું સૂર્ય છું, તું વર માગ. ત્યાર બાદ મેં કહ્યું કે હે નાથ ! જે તમે પ્રસન્ન થયા હોય તો આપના વિમાનમાં મને ચિરકાલ પર્યત રાખો અને મને સંપૂર્ણ તિચક્ર દેખાડે. ત્યાર પછી સૂર્ય મને ઘણું વખત સુધી પિતાના વિમાનમાં રાખી આકાશમાં ફેરવ્યો. સૂર્યે મારે વિષે સંક્રમણ કરેલા અમૃતથી સંતૃપ્ત બનેલા એવા મને ભૂખ, તરસ વગેરે દુઃખોનો અનુભવ ન થયો. (આ પ્રમાણે) કૃતકૃત્ય થયેલે હું સૂર્યની રજા લઈ મારા જ્ઞાન વડે દુનિયા ઉપર ઉપકાર કરવા માટે (આ) મહીમંડળ ઉપર ફરું છું. મને વરાહમિહિર કહી બેલાવ. આ પ્રમાણે એ સ્વછંદપણે પિતાની પ્રખ્યાતિ કરવા લાગે. સંભાવનાને લીધે લેકમાં એ ઘણી પૂજા પામે અને તેણે પ્રતિષ્ઠાનપુરના શત્રુજિત રાજાને પિતાની કળાના સમુદાય વડે રાજી કર્યો. (એથી) તેણે એને પોતાનો પુરોહિત બનાવ્યા, કેમકે ગૌરવ માટે ગુણની જરૂર છે નહિ કે જ્ઞાતિને આડંબર (અર્થાત જાતિના આડંબરથી ગૌરવ મળતું નથી, પરંતુ એ ગુણેથી મળે છે ). વનમાં ઉત્પન્ન થયેલા કુસુમનું (સાદર) ગ્રહણ કરાય છે, જ્યારે પિતાના દેહને વિષે ઉદ્દભવેલે (હેવા છતાં તે) મેલને ત્યાગ કરાય છે.
૩૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org