Book Title: Chandrashekhar Rajano Ras Author(s): Jitkalpashreeji Publisher: Vadachouta Samvegi Jain Mota Upashray View full book textPage 7
________________ આવે તો આપણા પૂર્વપુરૂષોએ રચેલા તે તે રાસના પુસ્તકો ઉપર ચડેલી ધૂળ ઉડશે અને બહેનોને પણ હોંશે હોંશે સાંભળવાનું મન થશે. પંડિતશ્રી વીરવિજયજી મહારાજ જન્મ વિ.સ. ૧૯૨૮ અમદાવાદ. દીક્ષા વિ.સ. ૧૮૪૮ પાનસરા (ખંભાત પાસેનું ગામ). પંડિત પદ વિ.સ. ૧૮૫૮ વડોદરા. ગુરુનો સ્વર્ગવાસ ૧૮૬૦ ફાગણ સુદ-૧૨ અમદાવાદ. ચંદ્રશેખર રાસની રચના વિ.સ. ૧૯૦૨ અમદાવાદ. સ્વર્ગવાસ વિ.સ. ૧૯૦૮ ભા-વ-૩ અમદાવાદ, અમદાવાદ ધી કાંટા વિસ્તારમાં આવેલા શાંતિદાસના ખાડામાં રહેતા ઔદિચ્ય બ્રાહ્મણ પિતા યજ્ઞેશ્વરના ઘરમાં માતા વિજકોરની કુક્ષિએ વિ.સ. ૧૮૨૯ આસો સુદ-૧૦ દશેરાના શુભ દિવસે જન્મેલા તેઓ બાળપણથી જ ત્યાગ, વૈરાગ્યના સંસ્કારથી વાસિત હતા. જેમનું નામ કેશવ હતું. ૧૫ વર્ષની વયે પિતાનું મૃત્યુ થતાં સંસારથી વિરક્ત થયેલા. તેમને સૌના આગ્રહથી ૧૮ વર્ષની વયે રળિયાત નામની બ્રાહ્મણ કન્યા સાથે લગ્ન કરવા પડ્યા. ઉપરથી રાગી અંદરથી વિરાગી એવા તેમનું ચિત્ત કોઈ જુદી જ દિશા શોધી રહ્યું હતું. તેમનું જીવન જોતાં એમ જ લાગે કે પૂર્વનો કોઈ આરાધક આત્મા અધુરી આરાધનાને પૂર્ણ કરવા માટે જ અહીં અવતર્યો છે. સેંકડો બંધનો ક્યાંથી બાંધી શકે વિરાવે. લાગ મળતાં જતું ઊડી, પંખી પિંજરને ત્યજી. સંસારમાં વૈરાગ્યના નિમિત્તોની તો કયાં તાણ હોય છે? જેને ચેતવું છે તેને ચેતવનાર નિમિત્ત તો ડગલે ને પગલે મળ્યા જ કરે છે. એક દિવસ માતાની સાથે ઝઘડો થતાં તે ઘર છોડીને ચાલી નીકળ્યા. પહેલાં રોચકા અને પછીથી ભીમનાથ આવીને રહ્યા. તે દરમ્યાન પંડિતશ્રી શુભવિજયજી મ. નો યોગ થયો. પહેલી જ વારની મુલાકાતમાં ભાઈ કેશવને તેમની સાથે જાણે જુગજુની પ્રીત ન હોય તેવો અહેસાસ થયો. ભૂખ્યાને ભાવતું ભોજન મળે પછી શું બાકી રહે ? શ્રી શુભવિજયજી મ. ના સમાગમથી ભાઈ કેશવને બીજો પણ મોટો લાભ એ થયો કે ઘણા સમયથી એમને પડી રહેલો અસાધ્ય વ્યાધિ નિમૅળ થયો. એમની સાથે તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની યાત્રા કરી વિહાર કરતાં કરતાં ખંભાત પાસેના પાનસરા ગામે આવ્યા. ત્યાં વિ.સ. ૧૯૪૮ ના કાર્તિક માસમાં ૧૯ વર્ષની વયે એમણે સંયમ સ્વીકાર્યું. કેશવમાંથી મુનિ વીર વિજયજી બન્યા. પાંચ વર્ષ લાગલગાટ ખંભાતમાં સ્થિરતા કરી અનેક શાસ્ત્રોનો ગહન અભ્યાસ કર્યો. એ પછી બીજા પાંચ વર્ષ અનેક ગામોમાં વિચરણ કરી સં. ૧૯૫૮ ની સાલમાં વડોદરા આવ્યા. ત્યાં યોગોદ્દવહન પૂર્વક એમને ગુરુ મહારાજે ગણિ-પન્યાસપદથી વિભૂષિત કર્યા. વિ.સ. ૧૮૬૦ માં અમદાવાદમાં સમાધિપૂર્વક ગુરુ મહારાજનો સ્વર્ગવાસ થયો. આમ ૧૮૪૮ થી ૧૮૬૦ પર્યન્ત બાર વર્ષ ગુરુ મહારાજની સેવા ભકિત દ્વારા તેમની અપૂર્વ કૃપા પ્રાપ્ત કરી. ગુરુ મહારાજની હયાતીમાં જ કેટલીક વિશિષ્ટ રચના દ્વારા કવિ તરીકેનું તેમનું વ્યકિતત્વ ખીલવા માંડયું જ હતું. એમાંPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 586