Book Title: Chandrashekhar Rajano Ras
Author(s): Jitkalpashreeji
Publisher: Vadachouta Samvegi Jain Mota Upashray

View full book text
Previous | Next

Page 6
________________ ॥ શ્રી શત્રુંજ્ય તીર્થાધિરાજાય નમઃ II આવો, એક અદ્ભુત કાવ્યકૃતિને આનંદથી વધાવીએ વિજય હેમચન્દ્રસૂરિ જૈન શાસનના ગગનાંગણમાં ઓગણીસમી સદીમાં થઈ ગયેલા અનેક વિશિષ્ટ કવિપુંગવોની ઉજ્જવલ પરંપરામાં જેમનું નામ શુક્રતારકવત્ ચમકી રહ્યું છે. તે પંડિત વીરવિજયજી મહારાજ પ્રભુ વીરની ૬૭મી પાટને શોભાવનાર મહાપુરુષ હતા. પર્વતમાળામાંથી ખળખળ વહેતાં ઝરણાંની જેમ તેમના મસ્તિષ્કમાંથી કાવ્ય પ્રવાહ અવિરત વહા જ કરતાં હતો. જેને ગાનાર સાંભળનાર કોઈપણ અનિર્વચનીય આનંદનો આસ્વાદ મેળવ્યા સિવાય રહેતો નહિ. ભિન્ન ભિન્ન વિષયમાં વિપુલ પ્રમાણમાં તેમણે કરેલી થોકબંધ રચના જોતાં તેમને આપણે મોટા ગજાના કવિ કબુલ કરવા જ પડે. મા શારદાની તેમના ઉપર અસીમ કૃપા ચોક્કસ ઉતરી જ હશે, તેના વગર આવી કૃતિઓની રચના કરવી કઈ રીતે સંભવિત બને ? : પ્રસ્તુત કૃતિ : ‘શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ' તેમણે પોતાની છેક ઉત્તરાવસ્થામાં રચેલી અનોખી કૃતિ છે. ચાર ખંડ, ૫૭ ઢાળો તેમજ ૨૯૯૧ કડીમાં રચવામાં આવેલા આ રાસમાં શ્રી ચંદ્રશેખર રાજા અને તેમની ગુણસુંદરીમૃગસુંદરી આદિ રાણીઓના અદ્ભુત જીવન પ્રસંગો તથા તેમાં આવતી અનેક અવાન્તર કથાઓથી આ કૃતિ ઘણી જ રોચક અને બોધક બની છે. કવિએ આમાં પ્રસંગે પ્રસંગે કરેલ જ્યોતિષ, તંત્ર-મંત્ર, સ્વરોદય, નીતિ, ધર્મ, શકુન તથા વહેવારિક દાખલા, દલીલના વર્ણનથી કવિના અનેક વિષયક ગહન જ્ઞાનની પ્રતીતિ થાય છે. તેમણે વિ.સ. ૧૯૦૨ માં અમદાવાદ(રાજનગર)માં આ રાસની રચના નગરશેઠ હેમાભાઈના પુત્ર પ્રેમાભાઈના માટે કરી હોવાનો ઉલ્લેખ તેમણે રચેલી પ્રશસ્તિમાં છેલ્લે કર્યો છે. “જેમ સોહમતિ ઇન્દ્રને તંદન નામે રાજ જયંતાજી. તેમ રાજેશ્રી શેઠ હેમાભાઇ તસ તંત ગુણવંતાજી; છે યુવરાજપદે પલાયક પ્રેમાભાઇ બિરાજેજી, રાસ તણી મેં રયતા કીધી તેહને સુણવા કાજેજી'' આ ઉલ્લેખ પરથી એટલું સ્પષ્ટ થાય છે કે - કવિના હૃદયમાં પ્રેમાભાઈ શેઠની એક સારા જિજ્ઞાસુ શ્રોતા તરીકેની ઘેરી છાપ પડી હશે. ગુજરાતી ભાષામાં કરવામાં આવેલી સરસ મજાની અને પ્રાસાદિક આ રચના છે. વાંચતા જઈએ અને અર્થ બોધ થતો જાય એવું છે. તેમ છતાં અમુક-અમુક જગ્યાએ સૌ કોઈને સહેલાઈથી તે ન સમજાય એવું પણ આવે જ છે. તેથી આનું જો વિવેચન કરવામાં આવે તો બધા સ્પષ્ટતાથી સમજી શકે એમ વિચારી સ્વ. સાધ્વીશ્રીજી સૂર્યપ્રભાશ્રીજીના સુશિષ્યા સાધ્વીજીશ્રી જિતકલ્યાશ્રીજીએ ઘણા પ્રયત્ન પૂર્વક આ રાસ ઉપર વિવેચન લખ્યું છે. તથા અલગ-અલગ પ્રસંગોના ચિત્રો પણ ઘણી મહેનતથી તૈયાર કરાવ્યા છે. ચાતુર્માસમાં બહેનો સમક્ષ સાધ્વીજી મ. દ્વારા કરવામાં આવતા વ્યાખ્યાનોમાં આ તથા આના જેવા બીજા રાસો વાંચવામાં 3

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 586