Book Title: Bruhad Shilpashastra Part 3
Author(s): Jagannath Ambaram
Publisher: Jagannath Ambaram

View full book text
Previous | Next

Page 7
________________ નિવેદન બૃહદ્ શિલ્પશાસ્ત્રને ત્રીજો ભાગ શિલ્પના જીજ્ઞાસુઓના હાથમાં મુકું છું તેમાં કેટલીક બાબતોમાં ન્યુન તથા અધિક પણ લાગશે પણ શિલ્પી ભાઈઓ અને બુદ્ધિશાળી પુરૂષ હંસરૂપ બની સાર ગ્રહણ કરશે. આ પુસ્તકમાં પ્રાચીન હસ્તલિખિત સંસ્કૃત પ્રતોમાંથી ગૂજરાતી ભાષાંતર તથા નકશા વગેરે કરેલ છે. આની અંદર અપરાજિત, દીપાર્ણવ, વાસ્તુશાસ્ત્ર, પ્રાસાદમંડન વગેરે પુસ્તકોમાંથી સંશોધન કરી લખેલ છે. તેમાં વિષય, સૃષ્ટિની ઉત્પત્તિ, દેશ પરત્વે પ્રાસાદની જાતે તથા નગરરચના, ભંડપ તથા વાસ્તુપૂજન અને જુદી જુદી જાતના પ્રાસાદના તળ તથા શિખરના ભેદ, સાભરણે, ધુમટો, કુવા, વાવ, તળાવ, કુડો, સિંહાસન, ગોખ, ઝરૂખા, વેદીકાઓ વગેરે વિષય લેવામાં આવેલ છે. હસ્તલિખિત પ્રતો શ્રીયુત સમપુરા વજેશંકર લક્ષ્મીશંકર તથા પ્રભાશંકર ઓઘડભાઈએ આપેલ તે મહારાજશ્રી રામદાસજીએ લોક શુદ્ધ કરેલ, તે બદલ તેમનો ઉપકાર માનું છું. આની અંદર મહેનત અને વખતનો જે કંઈ ભેગ આપવો પડેલ તેની કિંમત વિદ્વાન જ સમજી શકે. સુધારવા છતાં હસ્તદોષ, દષ્ટિદેવ વગેરેથી જે કંઇ ભૂલ રહી ગઈ હોય તે પિતાની વિદ્વતાથી અને અતુલ ગુણથી સુધારીને વાંચવા વિદ્વજનો પ્રત્યે મારી નમ્ર વિનતિ છે. વઢવાણ સીટી પ્રકાશક, જગનાથ મારામ. "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 260