Book Title: Bharatiya Sanskritino Aatma
Author(s): Kumarpal Desai
Publisher: World Jain Confederation

View full book text
Previous | Next

Page 8
________________ * ભારતીય સંસ્કૃતિનો આત્મા " ભારતીય સંસ્કૃતિનો આત્મા છે ભારતીય સંસ્કૃતિની પ્રભાવક રજૂઆત ઈ. સ. ૧૮૯૩ની ૧૧મી સપ્ટેમ્બરે અમેરિકાના શિકાગો શહેરની આટ્સ ઇન્સ્ટિટયૂટના કોલમ્બસ સભાગૃહમાં ત્રણ હજાર શ્રોતાજનોની ઉપસ્થિતિમાં સત્તર દિવસ ચાલનારી વિશ્વધર્મ પરિષદનો પ્રારંભ થયો. આમાં હિંદુ સમાજના સ્વામી વિવેકાનંદ, જૈન ધર્મના વીરચંદ ગાંધી, બ્રહ્મોસમાજના પ્રતાપચંદ્ર મજુમદાર, શ્રીલંકાથી બૌદ્ધ ધર્મસભાના મંત્રી એચ. ધર્મપાલ, બ્રહ્મોસમાજના પ્રતિનિધિ શ્રી બી. આર. નાગરકર, પૂનાથી આવેલા ખ્રિસ્તી ધર્મના પ્રતિનિધિ કુ. જિન સોરાબજી, અલ્હાબાદના થિયોસોફી વિશે વક્તવ્ય આપવા આવેલા સી. એન. ચક્વર્તી, પંજાબના રાજ રામ, મદ્રાસના રેવન્ડ મોરિસ ફિલિપ્સ અને જિંદા રામ એમ દસ વ્યક્તિઓ વિશ્વધર્મ પરિષદના પ્રારંભટાણે મંચ પર બિરાજમાન હતાં. આ પરિષદમાં પહેલી વાર અમેરિકાના નૂતન વિશ્વને ભારતીય દર્શન, ભારતીય મૂલ્યો અને ભારતીય સંસ્કૃતિનો દઢ અવાજ સાંભળવા મળ્યો. વિશ્વધર્મ પરિષદના ઉદ્ઘાટન સમારોહમાં પ્રથમ પ્રવચન આપનાર બ્રહ્મોસમાજના કુશળ અને છટાદાર વક્તા પ્રતાપચંદ્ર મજુમદારે એક વાત પર ભાર મૂક્યો કે અમે ભલે વિવિધ ધર્મના પ્રતિનિધિ હોઈએ પણ ભારત અમારો દેશ છે અને ભારતથી આવેલા તમામ પ્રતિનિધિઓએ પોતાના ધર્મની વાત કરવાની સાથોસાથ એક અવાજે રાષ્ટ્રભક્તિ પ્રગટ કરી, સ્વામી વિવેકાનંદે વિશ્વધર્મ પરિષદમાં કરેલી પ્રભાવક રજૂઆત અવિસ્મરણીય ઇતિહાસ બની ગઈ. ‘સિસ્ટર્સ ઍન્ડ બ્રધર્સ ઑફ અમેરિકા' એમ કહીને પોતાના આગવા સંબોધનથી સહુનાં મન હરી લીધાં. એ પછી ભૌતિકતાનો ગુણ ગાવા નીકળેલી પરિષદને એમણે આરંભે જ ભારતીય આધ્યાત્મિક ભાવનાનાં દર્શન કરાવ્યાં. એવી જ અસાધારણ સિદ્ધિ વિશ્વધર્મ પરિષદમાં જૈન ધર્મના પ્રતિનિધિ વીરચંદ રાઘવજી ગાંધીએ મેળવી. શિકાગોની આર્ટ ઇન્સ્ટિટયૂટ : વિશ્વધર્મ પરિષદનું સ્થળ ઝભ્ભો, ખર્ભ ધોળી શાલ અને પગમાં દેશી આંકડિયાળાં પગરખાં પહેર્યા હતાં. ઊંચું ભરાવદાર શરીર, સુદઢ બાંધો, તેજસ્વી આંખો, હસતો ચહેરો અને પ્રતિભાસંપન્ન શાંત પ્રકૃતિથી વિશ્વધર્મ પરિષદની પહેલી હરોળમાં બેઠેલા વીરચંદ ગાંધી એમના ભારતીય પોશાકથી જ જુદા તરી આવતા હતા. આ યુવાનની વિદ્વત્તા, અભ્યાસશીલતા, તાટસ્યવૃત્તિ, અનેકાંતષ્ટિ, ભારતીય ઇતિહાસ અને સમાજ વિશેનું ઊંડું જ્ઞાન તથા અઘરા ધાર્મિક સિદ્ધાંતોને વિદેશીઓ પણ સમજી શકે એ રીતે રજૂ કરવાના કૌશલ પર આયોજકો અને શ્રોતાજનો મુગ્ધ થઈ ગયા. એક અમેરિકન અખબારે લખ્યું, પૂર્વના વિદ્વાનોમાં રોચકતા સાથેનું જૈન યુવકનું જૈનદર્શન અને ચારિત્ર સંબંધી વ્યાખ્યાન જેટલા રસથી શ્રોતાઓએ સાંભળ્યું, એટલા રસથી તેઓએ બીજા કોઈ પીરસ્ય વિદ્વાનનું સાંભળ્યું ન હતું.” વીરચંદભાઈએ જૈન ધર્મના સિદ્ધાંતોની એવી વિદ્વત્તાપૂર્ણ છતાં સાહજિકતાથી પ્રસ્તુતિ કરી કે કેટલાંક અખબારોએ એમનું પ્રવચન અક્ષરશઃ પ્રગટ કર્યું. જૈન ધર્મની પરિભાષા સરળતાથી સમજાવવાની અનેરી ખૂબી એમની પાસે હતી. વાતને કે વિગતને તાર્કિક માંડણીથી સ્પષ્ટ કરવાની એમનામાં ક્ષમતા હતી. એક બાજુ પોતાની વાતને, મૂલ્યને કે સિદ્ધાંતને વ્યાપક માનસમૃષ્ટિ ૨૯ વર્ષના યુવાન વીરચંદ ગાંધીની વિદ્વત્તા અને વાગ્ધારાએ સહુને સ્તબ્ધ કરી દીધા. માથે સોનેરી કિનારીવાળી કાઠિયાવાડી પાઘડી, લાંબો

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70