________________
ભારતીય સંસ્કૃતિનો આત્મા માટે ચિંતા કરવાની શી જરૂર છે ? મધ્યમ પુરૂષો અથુપાત કરે છે અને અધમ પુરૂષો માથું કુટે છે, પણ વિવેક પુરૂષો તો શોકમાં ધર્મ જ કરે છે.
हालनी रुदि વાંચનાર એટલું તો કબુલ કરશે કે આખા હિંદુસ્તાનમાં તેમજ બીજા કોઈ પણ દેશમાં ગુજરાતની સ્ત્રીઓ જેમ અમર્યાદ રીતે કુટે છે અને રડે છે તેમ કુટવાનો અને ૨ડવાનો ચાલ આજ પર્યત સાંભળવામાં આવ્યો નથી. જો કોઈ પણ ચાલને માટે આપણા ગુજરાત વાસી બંધુઓને શરમાવાનું હોય અને બીજી સુધરેલી કોમની આંખમાં આબરૂને કલંક લાગતું હોય તો તે મરણ પાછળ રડવા કુટવાનો નફટ રીવાજ છે અને કદાચ કોઈ એમ પ્રશ્ન કરે કે લાંબા વખતથી જડ મૂળ ઘાલીને પાયમાલ કરનાર કોઈ પણ રીવાજ હજી સુધી ગુર્જર પ્રજાને રીબાવી રીબાવી દુ:ખ દે છે ? તો અમે કહીશું કે હા, તે રીવાજ મરણ પાછળ ૨ડવા કુટવાનો હજી અમારામાં વિદ્યમાન છે.
મરણ પ્રસંગે આપણાં બૈરાંઓની રડવા કુટવાની વર્તણુક કંઈક જુદીજ તરેહની હોયછે. મુડદુ ઘરમાંથી બહાર નીકળ્યું કે જાણે ધુંધવાતો ધુંધવાતો પ્રજવલિત થઈને જ્વાલામુખી ફાટ્યો હોય ની ! તેમ તેઓ છાતીને માથું કુટવા મંડી જાય છે અને પુરૂષોની બીલકુલ શરમ નહીં રાખતાં માથાના વાળો છુટા મેલી માર પછાડ કરે છે. ચકલા સુધી મુડદાંને વળાવી ઘેર આવી ધબધબડ છાજીયા લેવા મંડી જાય છે. છાજીયાની ખુબી તો કાઠિવાડમાં ગોધા, ભાવનગરની જ જોઈ લ્યો ! કાઠીયાવાડી આપણી કોમને કોઈ પણ જુની રૂઢિને માટે મગરૂર થવાનું હોય તો તે આ પ્રાણઘાતક ૨ડવા કુટવાની રૂઢિ છે ! કોઈ પુછે કે કાઠીયાવાડની સ્ત્રીઓની પ્રખ્યાતિ શામાં રહેલી છે તો અમે બેધડક જવાબ આપીશું કે ૨ડવા કુટવા અને રાજવણ ગાતા તથા છાજીયા લેતા શીખવું હોય તો ઉત્તમ શિક્ષકો તમને કાઠીયાવાડી સ્ત્રીઓમાં મળી શકશે ! અને જો કોઈ પુછે કે કાઠીયાવાડી સ્ત્રીઓનું શુરાતન શામાં રહેલું છે તોપણ અમે એનો એજ જવાબ આપીશું કે ‘૨ડવા કુટવામાં જ'.
ઘણે ઠેકાણે રાજની ગાવાની રશમ હોય છે. એ રાજવીમાં પરાક્રમી અને સુખવાસી પુરૂષોના અને તેમના ઉપભોગની વસ્તુઓનાં દૃષ્ટાંત આપી તેમને સ્મૃતિમાં લાવે છે. એ રાજવી ગાતાં ગાતાં અને કુટતા કુટતાં બૈરાંઓ ઉપરા
- ૨ડવા કુટવાની હાનિકારક ચાલ વિષે નિબંધ ઊપરી પછાડી ખાય છે. છાયલનો ઉપલો છેડો કાઢી નાખી કમ્મરે લપેટી હાથમાં વિચિત્ર ચાળા કરે છે અને માથાના વાળનું બીલકુલ ભાન નહીં રાખતાં તેઓ ડાકણ અને ભીખારણો જેવી દેખાય છે.
ઘરના આંગણામાં અને ઘણીવાર જાહેર રસ્તા ઉપર તેઓ ગોળ આકૃતિમાં ઉભાં રહે છે અને તેમની વચમાં ચાર સ્ત્રીઓમાંથી બે સામસામી થઈ હાથ ઉંચા કરી રાજવણ ગીતના તાલ સાથે છાતીમાં પછાડે છે. ગોળ આકૃતિમાં ઉભી રહેલી સ્ત્રીઓ પણ છાતી ઉપર હાથ પછાડી ગીતમાં ટેકો પુરે છે. આ પ્રમાણે થોડો વખત ચાલ્યા પછી વચમાં ઉભી રહેલી ચાર સ્ત્રીઓ જાય છે અને બીજી ચાર સ્ત્રીઓ આવે છે, અને પાછું તેમનું ગીત, અને કુટવું શરૂ થાય છે, એવામાં ઘણો શોક થયો છે એવું બતાવવા કોઈ સ્ત્રી એ કાએ ક પછાડી ખાય છે અને તેને ઉંચકી લેવા બીજી સ્ત્રીઓ દોડી આવે છે. સરીયામ રસ્તામાં નાગા ઉભા રહેવું અને હાથ તથા શરીરના વિચિત્ર ચાળા કરવા એ મર્યાદાથી ઘણું બહાર છે. વેશ્યાઓ નાચે છે તે પણ ઘરમાં અને મર્યાદા તથા માન સહીત, પણ આપણી સ્ત્રીઓ તો તેના કરતાં પણ વધારે કરે છે. હજારો લોકો દેખે ત્યાં ઉધાડે શરીરે, જંગલી અને બેમર્યાદ ચાળા કરવા એ કેટલું હલકું અને શરમ ઉપજાવનારું છે તેનો સદ્ગૃહસ્થો તમેજ વિચાર કરી લો ! બૈરાંના ટોળાંની આસપાસ પારકા લોકોની ઠઠ મળે છે તેઓ તેમનાં ઉઘાડાં શરીર અને ચાળાઓ જોયા કરે છે. ખરેખર આશ્ચર્ય તો એ છે કે જે સ્ત્રીઓ લુગડાને માથાથી સવા હાથ બહાર કાઢી લાજ કાઢે છે તેઓ આ પ્રસંગે ઘણીજ નિર્લજ અને બેમર્યાદ વર્તણુક ચલાવે છે ! આને પ્રસંગે જે સગાંઓ પોતાનાં અંદરખાનેથી દુશ્મન હોય છે તેઓ બધાં છીદ્ર નિહાળે છે અને પ્રસંગ આવે બહાર પાડે છે. ઝેરી જનાવર સારાં પણ વેરી સગાં ભૂંડાં !
રડવું કુટવું એટલેથીજ અટકતું નથી. જે ઘરમાં મરણ થયું હોય કે જેને ઘેર કાણ માંડી હોય તે ઘરની સ્ત્રીઓના તો ભોગજ સમજવા. અને તેમાં ઘર મોટું અથવા કુલીન કહેવાતું હોય તે ઘરની સ્ત્રીઓના તો સંપૂર્ણ ભોગ. તેમને ઘેર બીજી સ્ત્રીઓ કુટવા આવે છે, તે કુટવા આવનારી સ્ત્રીઓનો એક વખત કુટવાથીજ છુટકો થાય છે પરંતુ ઘરની સ્ત્રીઓનો તેમ થતો નથી. તેમને તો દરેક કુટવા આવનાર સ્ત્રીની સાથે કૂટવું પડે છે. વળી તે કુટવામાં જો કાંઈ
- 97