________________
૨ ભારતીય સંસ્કૃતિનો આત્મા " વિનાના, ઢોંગી અને અક્કલશુન્ય છે. સંસારનો સ્વભાવિક નિયમ એવો છે કે ઘરને શોભાવવું એ સ્ત્રીનું કામ છે અને આપણા ઘરની શોભા કેટલી છે એવું જાણવા માટે જો કોઈ આપણને આપણી સ્ત્રીઓની આ રીતી માટે પ્રશ્ન કરે તો ભાઈઓ ! તમે શું જવાબ દેશ ? એ વખતે તમે ફીક્કા પડી જ શો. તેથી દરેક રીતે બૈરાઓની આ નિરલાજરી ચાલનો સમૂળ નાશ થાય એવા ઉપાયો લેવા તત્પર થાઓ.
उपदेश માતા, પિતા, ભાઈ, બેન, જમાઈ, દીકરી, બાંધવ, પુત્ર, પ્રિય મિત્ર, પ્યારી ભાર્યા કે બીજું કોઈ મરણ પામે ત્યારે દીલગીરી પેદા થાય અને રડવું આવે ખરું. પણ તે બધું હદમાંજ રહેવું જોઈએ. તેવે સમે શું કરવું તે સમજવું જોઈએ. ઘણા લોકો દુ:ખથી બાવરા બની જઈ, આંખોમાંથી ચોધાર આંસુ વરસાવી છાતી અને માથું કુટે છે તથા ભોંય ઉપર પછાડી ખાય છે. શું આથી તમારો શોક દૂર થાય છે ? એમ કરવાથી તો તમારું શરીરબળ ઓછું થાય છે, મન નબળું થઈ જાય છે અને બુદ્ધિ ઘટી જાય છે. અલબત એતો ખરૂં છે કે મરણ સમાન બીજી કોઈ આપત્તિ નથી. ધન ગુમાવ્યું હોય તે મહેનતથી પણ પાછું મેળવી શકાય છે. ગયેલી વિદ્યા પણ ફરીથી પ્રયાસ કર્યો પ્રાપ્ત થાય છે. રોગ વિગેરેની આપત્તિ ઓસડથી દૂર થઈ શકે છે. પરંતુ મનુષ્ય રૂપી રત્નની હાનિથી થતી વિપત્તિ મોટામાં મોટી છે. એક માણસની સાધારણ ચીજ જાય અથવા તેનો નાશ થાય તો તેના મનમાં ખેદ થયા વિના રહેતો નથી તો પોતાના ઘરના લાંબા સમયના અને ઘાડા સ્નેહવાળા વહાલામાં વહાલાં સગાના મરણથી ખેદ થયા વિના રહેજ કેમ ! પોતાના સ્નેહીનું મરણ, વખતે હૃદય ઉપર એવી તો શોકની છાપ બેસારી દે છે કે તેનું હૃદય ભેગી નાખે છે પણ એની અસર જ્ઞાની પુરૂષ ઉપર થતી નથી.
मंदाक्रांता घृष्टं घृष्टं पुनरपि पुनश्चंदनं चारुगंधं छिन्नं छिन्नं पुनरपि पुनः स्वादु चैवेक्षुकांडं । दग्धं दग्धं पुनरपि पुनः कांचनं कांतवर्ण न प्राणान्ते प्रकृतिविकृतिर्जायते चोत्तमानाम् ।।
102
- ૨ડવા કુટવાની હાનિકારક ચાલ વિષે નિબંધ - અર્થ : વારંવાર ઘસ્યા કરો તો પણ ચંદન સુગંધીજ રહે છે, ફરી ફરીને શેરડીને કાપો તો પણ તે સ્વાદિષ્ટજ રહે છે, વારંવાર સોનાને તપાવો તો પણ તેનો રંગ શોભાયમાનજ રહે છે તેમ ઉત્તમ પુરુષોની પ્રકૃતિમાં પ્રાણાંતે પણ ફેરફાર થતો નથી.
હરેક પ્રકારના દુઃખને તેઓ સહન કરે છે. એવે સમયે ધીરજ રાખવી એજ એનું મુખ્ય ઓસડ છે.- જન્મ તેનો નાશ છે એ તો તમે જાણો છો તો મરણ સમયે તમે ઘેલા બની જાઓ છો એ મૂર્ખતાનું ચિન્હ છે.
नष्टं मृतमतिक्रांतं नानुशोचंति पंडिताः ।
पंडितानां च मूर्खाणां विशेषोऽयं यतःस्मृतः ।। અર્થ : જે વસ્તુનો નાશ થયો, જે મનુષ્ય મરણ પામ્યું અને જે વાત થઈ ગઈ તેનો શોક પંડીત જન કરતા નથી. પંડીતમાં ને મુરખમાં એટલોજ ભેદ,
नाप्राप्यमक्षिवांछंति नष्टं नेच्छंति शोचितुं ।
आपत्स्वपि न मुह्यति नरा: पंडितबुद्धयः ।। અર્થ : પંડીત પુરૂષો નહીં મેળવી શકાય એવી વસ્તુની ઇચ્છા કરતા નથી. નાશ પામેલી વસ્તુ માટે શોક કરતા નથી અને આપત્તિમાં મોહને આધીન થતા નથી કારણકે તેઓ સારી રીતે સમજે છે કે જેનો જન્મ તેને મરણ છેજ , નામ તેનો નાશ છેજ, જેનો જેટલો સંબંધ. મોટા રાજાઓ મહર્ષિઓ અને રૂદ્ધિવંતો ચાલ્યા ગયા તો આપણે તે કઈ બિસાતમાં. તેઓ સારી રીતે જાણે છે કે The virtue of Adversity is fortitude - વિપત્તિનો સગુણ ધીરજ છે અર્થાત્ ધીરજ એજ , વિપત્તિનું મુખ્ય ઓસડ છે. શોકને લીધે દીન થવાથી અને ધીરજ છોડી દેવાથી પોતાની બુદ્ધિની, પોતાની ધીરજની અને પોતાના જ્ઞાનની નિંદા થાય છે. પંડિત પુરૂષો એવે વખતે ધૈર્ય, ઉત્સાહ અને શૌર્યનો ત્યાગ કરતાં જ નથી. તેઓ શોક રૂપી વિકાળ સૈન્યની સામે ધીરજરૂપી તોપના મારાથી ફતેહ મેળવે છે, તેમાંજ ધીર પુરૂષોનું ધૈર્ય જણાઈ આવેછે, તેજ વખતે તેમની કસોટી નીકળે છે. કહ્યું છે કે
आपत्सेव हि महतां शक्तिरभिव्यज्यते न संपत्स् । अगुरोस्तथा न गंधः प्रागस्ति यथाग्नि पतितस्य ।।
103
–