Book Title: Bharatiya Sanskritino Aatma
Author(s): Kumarpal Desai
Publisher: World Jain Confederation

View full book text
Previous | Next

Page 57
________________ - ભારતીય સંસ્કૃતિનો આત્મા છે નહીં, પેઠેલો હોય ત્યાંથી દૂર કરવો અને એ રીતે ગરીબ માણસો ઉપર પડતા બોજાથી તેમને મુક્ત કરવા. મરણ પાછળ નાતવાનો રીવાજ દૂર કરવો એ ખરેખરું જોતા ગરીબ લોકોનું કામ નથી. નાતના આગેવાનું શેઠીયાઓએ ભેગા થઈને ઠરાવ કરવો જોઈએ. કે કોઈને ઘેર મરણ થાય તો તેની પાછળ જમણવાર બીલકુલ કરવો નહીં. અને તેની પહેલ પૈસાદારને ત્યાંથી નીકળવી જોઈએ. ઘણી વાર એવું બને છે કે નાતના બાંધેલા ધારાનું કોઈ ઉલ્લંઘન કરે તો તેને સજા પણ થતી નથી પરંતુ આવી બાબતમાં શેઠીઆઓએ ધ્યાન રાખવું જોઈએ કે જેથી ધારો તોડનાર તવંગર હોય કે ગરીબ હોય પણ તેને ઘટતે શાસને પહોંચાડી આ દુષ્ટ રીવાજનો પ્રસાર થતો અટકાવવો. નાતવરામાં જમીને લહાવો (!) લેનારા લોકો કદાચ આ રીવાજ બંધ પડવાથી બેચેન થશે. પરંતુ તે કરવાનું કાંઈ કારણ નથી. જ્યારે તેઓ ઘણી વાર નાતોમાં જમીને કલેજા ઠંડા કરશે તો એક યા વધારે વાર તેમને પોતાને ઘેર પણ મરણનો પ્રસંગ આવે. નાત જમાડવી પડશે ત્યારે માલમ પડશે કે નાતો જમાડતાં તો આંખો ઓડે આવે છે. તેવા લોકોએ સમજવું જોઈએ કે ગરીબ લોકો ઘેર ઘીનો છાંટો પણ ન દેખે, ખાવા પીવાના સાધન આજે હોય તો કાલે વલખા મારવા પડે અને રાત દીવસ મહેનત કરી બે પૈસા કમાઈ જેમ તેમ કુટુંબનું ગુજરાન ચલાવતા હોય તેઓના ઘરમાં મરણ થવાથી નાતો જમાડવાની રૂઢિરૂપ બેડી પગમાં જડવાથી જે દુઃખ સહન કરવું પડે છે તે તો એક પરમેશ્વરજ જાણે ! તેથી નાતના આગેવાન શેઠીયાઓને નમ્રતા પૂર્વક મારી અરજ છે કે જો તેઓ પોતાની નાતને નકામા પૈસા ઊડાવવામાંથી બચાવવા માગતા હોય, જો તેમને તેમનામાંનાં ગરીબ વર્ગને માટે જરા પણ દયાની લાગણી હોય, જો તેમનામાં સાધારણ મનુષ્ય તરીકે સમાન્ય પણ લાગણી હોય તો મરણ પાછળ નાતવરા - શોકના સમયમાં હર્ષનું પ્રદર્શન – તરતજ અટકાવવા ઉપાય લેવા જોઈએ. એથી કરી, તેમને હજારો ગરીબ સંસાર નિભાવી લેનાર નાતીલાઓની આશિષ મળશે ! તથાસ્તુ ! સયા એકત્રીશા રૂદન નિષેધક નિબંધ આ જે, વાંચો મારા આર્યજનો, અતિશય શોક રૂદનને કુટન, બંધ કરીને શાંત બનો; અમૂલ્ય ચિતામણી સમ નરભવ, પામીને નહીં વ્યર્થ ગામ. જ્ઞાનાભ્યાસ વધારો યાર શાંત વૃત્તિમાં ખુબ રમો : ૧ અગાઉ ચડતી હતી હીંદમાં જૈનધર્મની કેવી વાહ ! હાલ પઠતિ કેવી દેખાય કેળવણી વીના ખળ્યો પ્રવાહ; બાલ બાલિકા કેળવણી પર ધરો તમે સહુ અતિશય યાર, પુનરૂદ્ધાર કરો મળી સંપે તેથી થાશે લાભ અપાર. સુધરેલા આ બ્રિટિશ રાજ્યમાં વિદ્યા દેવી સહુને સાહ્ય, અકુળવંતને પણ વિદ્યાથી મોટી પદવી મળે સદાય; એ માટે ચડતી સૌ ઇચ્છો ઉરમાં ધરી વિદ્યા પર પ્રેમ, ઉન્નતિનો સૂર્યોદય થાશે કરી નિકંદન સઘળા વે’મ. ૩ મિત્રો ! નીતિની રીતીમાં ધરજો પ્રીતિ પ્રેમ થકી, ફોકટ ફેંદી ફેલ ફિતુર કરી ધનમદથી નહીં જાઓ છકી; સત્ય પ્રીતી ધરજો નીચે વિવેકથી વરતીજ તમામ, ફીશીઆરી સહુ દૂર કરીને વાપરજો વિઘામાં દામ. ૪ છોડો સઘળો હઠ દુઃખદાયક બનો એક સંપ સહુ બેશ, મચો મમતથી સદા સુકામે પહોંચાડો પડતીને પેશ; સદા ચાલવું સમય તપાસી, એ રીતી સુખકારક સાર, અનુકુળ આપણને ખાસી, શામાટે નહીં લેવો પાર ? " નહિ નહિ આવો સમય આવશે ખરે કહું છું ફરી ફરી, ઊઠો ઉમંગે છે મમ મિત્રો ! આળસ છાંડો વૈર્ય ધરી; જે રીતી દુ:ખદાયક દીસે દૂર કરો ધરીને જુસ્સો, યત્ન તણું છે રે શુભ છેવટ બહાદુર બની સૌ ધસો ધસો. ૬ lio iii

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70