________________
- ભારતીય સંસ્કૃતિનો આત્મા - ભગિનીના રૂપમાં સન્માનું છું અને શાંતિ, વૈશ્વિક ભાઈચારાનો સંદેશ દૂર ભારતથી થઈ લઈને આવ્યો છું.” ધ જેમ્સ ટાઉન ઓલ. એન. વાય. (૧૩૮/૧૮૯૪)
મોટા ભાગના લોકો વિદ્વાન હિંદુ વીરચંદ ગાંધીને સાંભળવા એકત્ર થયા હતા. તેઓનો વિષય હતો “આપણા દેશ અને તેની વિવિધ સંસ્થાઓ વિશે અભિપ્રાય'. તેઓએ રાષ્ટ્ર તરીકે આપણી યજમાન ભાવના, આપણી શિક્ષણ સંસ્થાનો, આપણી કુદરતી સંપત્તિઓ અને ઉદ્યોગોની પ્રશંસા કરી. આપણા લોકો અને પોતાના જૈન લોકો વચ્ચે સરખામણી પણ કરી. શનિવારના તેઓના પ્રવચનનો તેમનો વિષય હતો ‘ભારતનો અમેરિકાને સંદેશ' આ ભાષણ બધા પર છવાઈ ગયું. (વંટોળની જેમ). તેઓ ખૂબ દયાળુ છે અને અમેરિકન જનતા પ્રત્યે બંધુત્વની લાગણી ધરાવે છે. દરેકને એમના વ્યક્તિત્વની સ્પષ્ટતા ગમી ગઈ. તેઓને સાંભળ્યા પછી એમ લાગે છે કે જૈન લોકોએ તેમના પ્રતિનિધિ તરીકે મિ. ગાંધીને પસંદ કર્યા તે ખરેખર યોગ્ય છે. બફેલો ઇવનિંગ ટાઇમ્સ (૧૩/૮/૧૮૯૪)
ધર્મસભામાં પોતાના પચાસ લાખ સહધર્મીઓનું પ્રતિનિધિત્વ કરનાર મિ. વીરચંદ ગાંધીને વૈશ્વિક બંધુત્વ (Universal Brotherhood)ની વાત કરી. તે સાચે જ પશ્ચિમી ધર્મસેનાનો કરતાં તત્ત્વજ્ઞાનમાં મોખરે છે અને પૌર્વાત્ય અભ્યાસનાં વિવરણ વધારે સારી રીતે આપે છે. આ હિંદુ ખરે જ બધાનો સિહ છે. બફેલો એક્સપ્રેસ (૧૪/૮/૧૮૯૪)
ભારતના શ્રી વીરચંદ ગાંધી રસ ધરાવતા અસંખ્ય લોકોના મુખ્ય અને માનનીય વક્તા હતા. પ્રેક્ષકવર્ગ તરફ દૃષ્ટિ ફેરવતાં જણાયું કે દરેકે દરેક લોકો આ હિંદુના શબ્દને ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળતા અને સમજતા હતા. બફેલો ઇવનિંગ ટાઇમ્સ, એન. વાય. (૧૪/૮/૧૮૯૪)
ગઈ કાલે સવારે મુંબઈમાં વીરચંદ ગાંધી (બી.એ.)એ તેમનું પ્રવચન મહિલાઓ માટે ખાસ આપ્યું. મહિલાનો નાનો-મોટો વર્ગ ઉપસ્થિત હતો. તેમનાં દિશાસૂચક કારણોએ ઉત્તેજના પેદા કરી. મોર્નિંગ સ્ટાર, મીડવીલે, પેન (૧૪/૮/૧૮૯૪) મુંબઈના વીરચંદ ગાંધીએ તેમના પરંપરાગત પોશાકમાં અહીં રહે છે. જેઓએ
130
પરિશિષ્ટ : ૬ જૈન ધર્મનું પ્રતિનિધિત્વ શિકાગોની ધર્મસભામાં ગયા વર્ષે કર્યું હતું. તેઓ ખૂબ બુદ્ધિશાળી છે. (‘અમેરિકાને ભારતનો સંદેશો’ પ્રવચન સાંભળીને.) લાઇટ ઑફ ટૂથ (૧૮/૮/૧૮૯૪)
જૈન તત્ત્વવેત્તા શ્રી વીરચંદ ગાંધીએ પ્રાચીન ધર્મોની સમજણ આપવા માટે વર્ગો શરૂ કર્યા છે. પોતાના ધર્મોનું તત્ત્વજ્ઞાન સમજાવવા આ હિંદુ સ્કૉલરને સાંભળવા બુદ્ધિશાળી - તેજસ્વી પ્રેક્ષકો ખૂબ જ આતુર હોય છે અને સભાગૃહ હંમેશાં એવા પ્રેક્ષકોથી ભરપૂર રહે છે. બફેલો કોરિયર (ઑગસ્ટ ૧૯, ૧૮૯૪)
શ્રી વીરચંદ ગાંધી જાંબુડી રંગનો ઝભ્ભો, સોનેરી પાઘડી અને રેશમી કમરપટ્ટો એ રીતે સંપૂર્ણ ભારતીય સ્વાંગમાં વિશ્વધર્મ પરિષદમાં આવ્યા ત્યારે પ્રેક્ષકોએ એમને હર્ષનાદથી વધાવી લીધા અને કાસાડાગામાં અત્યાર સુધી કોઈનું પણ સન્માન ન થયું હોય એવું સન્માન અને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. એમનું પ્રવચન ‘Some Mistakes corrected' પૂરું થયું ત્યારે ફરી ફરીને પ્રવચન આપવા કહેવામાં આવ્યું હતું. ધ ઇવાન્જલિસ્ટ, ન્યૂયૉર્ક (૨૩/૮/૧૮૯૪)
કાસાડાગામાં તાજેતરમાં જુદા જુદા પંથના લોકો માટે એક નવું આકર્ષણ નજરે પડે છે, જે માત્ર આંખો પર જ નહીં, કિંતુ હૃદય પર પણ કબજો કરે છે. આ નવું આકર્ષણ મુંબઈના સગૃહસ્થ, વકીલ અને વિદ્વાન શ્રી વીરચંદભાઈ છે. જે ઓ સંસ્કૃત અને અંગ્રેજી સાહિત્ય પર કાબૂ ધરાવે છે તેઓ અહીં ડૉ. બેરોઝ (Dr. Borrows)ના આમંત્રણથી જૈન પ્રતિનિધિ તરીકે આ દેશમાં આવ્યા છે અને મિ. ગાંધી ભારતના વિવિધ ધર્મોના જાણકાર છે. ઇવનિંગ પોસ્ટ, ક્લીવલેન્ડ (૧૯/૯/૧૮૯૪)
પ્રાચીનતમ ભારતના જૈન ધર્મના પ્રતિનિધિ વીરચંદ આર. ગાંધીએ ગૂઢવિદ્યા અને પૂર્વમાં તત્ત્વજ્ઞાન વિશે ગઈ સાંજે એસોસિએશન હૉલમાં પ્રવચન આપ્યું. તેમનું પ્રવચન સૂક્ષ્મતાથી ભરેલાં દૃષ્ટાંતો તેમજ સૂક્ષ્મ બાબતોથી ભરપૂર હતું. અસંખ્ય માણસોએ હાજરી આપી વશીભૂત થઈ સાંભળ્યું અને ઉમાથી વખાણ્યું.
31