Page #1
--------------------------------------------------------------------------
________________
ભારતીય સંસ્કૃતિનો આત્મા
(શ્રી વીરચંદ રાઘવજી ગાંધીનું ચરિત્ર)
લેખક કુમારપાળ દેસાઈ
World Jain Confederation
Page #2
--------------------------------------------------------------------------
________________
મહતીય સંસ્કૃતિનો આત્મા
કુમારપાળ દેસાઈ
Page #3
--------------------------------------------------------------------------
________________
ભઢતીય સંસ્કૃતિને આમ
(શ્રી વીરચંદ રાઘવજી ગાંધીનું ચરિત્ર
વીરચંદ ગાંધીએ પ્રસિદ્ધ કરેલો ‘રડવા-કુટવાની હાનિકારક ચાલ વિષેનો નિબંધ')
લેખક કુમારપાળ દેસાઈ
World Jain Confederation
Mumbai
Page #4
--------------------------------------------------------------------------
________________
Bharatiya Sanskrutino Atma
(A Life sketch of Virchand Raghavji Gandhi Ane 'Radva-Kutvani chal vishe no nibandh)
by Kumarpal Desai
પ્રથમ આવૃત્તિ : નવેમ્બર ૨૦૦૯
કિંમત - રૂ. ૧૦૦/
14
પ્રકાશક :
વર્લ્ડ જૈન કન્ફેડરેશન
પ્રાપ્તિસ્થાન :
વર્લ્ડ જૈન કન્ફેડરેશન
મહેતા બિલ્ડિંગ, પહેલે માળે, રૂમ નં. ૭, ૪૭, નગીનદાસ માસ્તર રોડ,
ફોર્ટ, મુંબઈ-૪૦૦ ૦૨૩
ટેલિફેક્સ : ૦૨૨ ૨૨૬૩ ૨૨૨૦
E-mail : worldjaina mtnl.net.in
મુદ્રકઃ ડ્રીમ પ્રિન્ટર્સ
સાબરમતી, અમદાવાદ-૩૮૦ ૦૦૫
મોબાઈલ : ૯૯૯૮૮ ૯૦૨૩૩
પ્રારંભે
કેટલાંક વ્યક્તિત્વો એવાં હોય છે કે જેમને વિશે જેમ જેમ વધુ અભ્યાસ અને સંશોધન કરીએ, તેમ તેમ તેમનાં વ્યક્તિત્વની નવી નવી ક્ષિતિજોનાં દર્શન થતાં હોય છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મહામાત્ર અને મુરબ્બી શ્રી કાંતિલાલ કોરાએ એક વાર વીરચંદ ગાંધી વિશે લખવા માટે આગ્રહપૂર્વક કેટલાંક પુસ્તકો મોકલ્યાં. શ્રી રાજકુમાર જૈને એમાં વિશેષ સામગ્રી ઉમેરી આપી. પરિણામે ઈ. સ. ૧૮૮૫માં ખંભાતમાં યોજાયેલા છઠ્ઠા જૈન સાહિત્ય સમારોહમાં વીરચંદ ગાંધી વિશે સંશોધનલેખ વાંચવાનું બન્યું. અમદાવાદમાં એમની અર્ધપ્રતિમા તૈયાર કરતી વખતે શિલ્પી સાથે બેસીને કેટલાય કલાકો ગાળ્યા. એમાંય શ્રાવકની પાઘડી જુદી હોય, તેથી વીરચંદ ગાંધીની પાઘડી મેળવવા માટે મહુવાની આસપાસના વયોવૃદ્ધ શ્રાવકો પાસે ગયો અને પાઘડી મેળવી. પ્રથમ વિશ્વધર્મ પરિષદની શતાબ્દી ૧૯૯૩માં શિકાગોમાં યોજાઈ, ત્યારે એ ધર્મપરિષદમાં વીરચંદ ગાંધી વિશે પેપર રજૂ કર્યું. ઇન્સ્ટિટયૂટ ઑફ જૈનૉલોજી, ‘જૈના’ અને નેમુ ચંદરયા, પ્રવીણ સી. શાહ (ન્યૂયૉર્ક) અને પ્રવીણ સી. શાહ (નૉર્થ કૅરોલિના) જેવા મિત્રોના સહયોગથી એમના પરિવારને ઉપયોગી થવાના પ્રયત્નો કર્યા.
અલ્પ આયુષ્યમાં અનેક વિષયો પર આગવી છટા, ઊંડો અભ્યાસ અને પ્રવાહી રજૂઆતથી વક્તવ્ય આપનારા વીરચંદ ગાંધીનું ચરિત્ર લખવાનું સ્વપ્ન વર્ષોથી ચિત્તમાં ઘૂમતું હતું અને તે વર્લ્ડ જૈન કન્ફેડરેશનના પ્રેમભર્યા આગ્રહને કારણે સાકાર બન્યું છે. આ માટે આદરણીય શ્રી પ્રતાપભાઈ ભોગીલાલ, શ્રી અરુણભાઈ મહેતા, શ્રી એન. પી. જૈન, શ્રી એચ. એસ. રાકા જેવા મહાનુભાવોનો આભારી છું. આ અંગે પુસ્તકોના સંદર્ભ મેળવી આપવામાં સહાયક એવા શ્રીમતી પ્રીતિ એન. શાહ અને શ્રીમતી ઇલાબહેન શાહ તેમજ આમાં મદદરૂપ થનારા ડૉ. બિપિન દોશી તથા શ્રી મહેશ ગાંધીનો આભારી છું.
આ પુસ્તક દ્વારા વીરચંદ ગાંધીના વિરાટ વ્યક્તિત્વનો વાચકોને સ્પર્શ થશે એવી શ્રદ્ધા છે.
૧ નવેમ્બર, ૨૦૦૯
- કુમારપાળ દેસાઈ
Page #5
--------------------------------------------------------------------------
________________
– ગ્રંથસહયોગ D
શ્રી દામજીભાઈ ઍન્કરવાલા શ્રી જાદવજીભાઈ ઍન્કરવાલા
પ્રકાશકનું નિવેદન
જૈન ધર્મના જ્યોર્તિધર અને ભારતીય સંસ્કૃતિના ઉદ્ગાતા એવા વીરચંદ રાઘવજી ગાંધીની ટપાલટિકિટ વર્લ્ડ જૈન કન્ફેડરેશન દ્વારા રિલીઝ થઈ રહી છે ત્યારે સંસ્થાને સ્વાભાવિક રીતે સાર્થકતા ભર્યો અનુભવ થાય છે. વળી એની સાથોસાથ શ્રી વીરચંદ રાઘવજી ગાંધીના ‘ધ યોગ ફિલૉસોફી”, “ધ જૈન ફિલૉસોફી’ અને ‘અનનોન લાઇફ ઑફ જિસસ ક્રેઇસ્ટ’ એ ત્રણ અંગ્રેજી ગ્રંથોનું સમીક્ષાત્મક સંપાદન પ્રગટ થાય છે તેમજ ભારતીય સંસ્કૃતિનો આત્મા’ એ શીર્ષકે વીરચંદ રાધવજી ગાંધીનું ચરિત્ર પણ પ્રકાશિત થઈ રહ્યું છે. પ્રસિદ્ધ સાહિત્યકાર અને જૈનદર્શનના અભ્યાસી પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈએ આ કાર્ય કર્યું, તે અમારે માટે આનંદની બાબત છે. વળી આ
ચારેય ગ્રંથના પ્રકાશનમાં શ્રી દામજીભાઈ એંકરવાલા અને શ્રી જાદવજીભાઈ એંકરવાલાના સહયોગ માટે અમે આભારી છીએ.
આજથી બારેક વર્ષ પૂર્વે જૈન સોશ્યલ ગ્રુપ આયોજિત આંતરરાષ્ટ્રીય સંમેલનમાં ભારતના પ્રખ્યાત બંધારણવિદ્ શ્રી નાની પાલખીવાલાએ કહ્યું હતું કે, ‘એકવીસમી સદી એ જૈનોની સદી બનશે.' એમની આ ભાવનાનો પડઘો ઝીલીને ડૉ. એલ. એમ. સિંઘવી, શ્રી સી. એન. સંઘવી અને શ્રી પ્રતાપ ભોગીલાલે દેશ અને વિદેશના મિત્રોનો સહકાર સાધીને શ્રી નાની પાલખીવાલાની એ ભાવના સાકાર કરવા માટે પ્રયત્ન આરંભ્યો અને પરિણામે વર્લ્ડ જૈન કન્ફેડરેશન સંસ્થાની સ્થાપના થઈ. અગ્રણી ન્યાયવિદ, સમર્થ તત્ત્વવિદ તથા બ્રિટન ખાતેના ભારતના પૂર્વ હાઇકમિશનર એવા ડૉ. એલ. એમ. સિંઘવીએ એનું પ્રમુખપદ સ્વીકાર્યું અને જૈન સાહિત્ય અને સંસ્કારનાં વિશિષ્ટ કાર્યો કરનાર શ્રી પ્રતાપ ભોગીલાલને ટ્રસ્ટીમંડળના ચૅરમૅનનો હોદ્દો સ્વીકારવા વિનંતી કરાઈ. આજે આ સંસ્થાના પ્રમુખપદે અનેક દેશોમાં ભારતીય રાજદૂત તરીકે રહી ચૂકેલા જૈન ધર્મના અભ્યાસી એવા ડૉ. એન. પી. જૈન છે અને એનું ચૅરમૅનપદ અગ્રણી ઉદ્યોગપતિ અને અનેક સેવાભાવી સંસ્થાઓમાં આર્થિક સહયોગ આપનાર શ્રી અરુણ મહેતા સંભાળે છે.
૨૦૦૧ની ૮મી એપ્રિલે ભગવાન મહાવીરના ૨૬૦૦માં જન્મકલ્યાણક વર્ષ સમયે ભારતના તત્કાલીન વડાપ્રધાન અટલબિહારી વાજપેયીજીએ આ સંસ્થાનો મંગલ પ્રારંભ કર્યો. વળી એમણે એવો પણ અનુરોધ કર્યો કે આજના જગતને આતંકવાદ, ઉપભોક્તાવાદ અને ધાર્મિક કટ્ટરતાવાદથી ઉગારવા માટે ભગવાન મહાવીરનો અહિંસા, અનેકાંત અને અપરિગ્રહનો સિદ્ધાંત સૌથી વધુ કારગત નીવડી શકે તેમ છે અને આને માટે ભગવાન મહાવીરના સંદેશાને વખતોવખત વિશ્વ સમક્ષ 7
Page #6
--------------------------------------------------------------------------
________________
ભારતીય સંસ્કૃતિનો આત્મા
- ભારતીય સંસ્કૃતિનો આત્મા છે પ્રસ્તુત કરવા આ સંસ્થાએ આંતરરાષ્ટ્રીય ઇન્ટરફેદ કૉન્ફરન્સ યોજવી જોઈએ તેવું સૂચન કર્યું. આને પરિણામે ૨૦૦રની ૧૩-૧૪ એપ્રિલે ન્યૂ જર્સીમાં યોજેલા અહિંસા ઇન્ટરનૅશનલ કોન્ફરન્સમાં વર્લ્ડ જૈન કન્ફડરેશન સહયોગી સંસ્થા તરીકે જોડાયું અને એ સમયે આ સંસ્થાનું શ્રી પ્રતાપભાઈ ભોગીલાલે પ્રતિનિધિત્વ કર્યું હતું. એ પછી તેઓએ લૉસ એન્જલસ, શિકાગો, ન્યૂ યૉર્ક અને લંડન જેવાં શહેરોમાં મિત્રોને મળીને વર્લ્ડ જૈન કન્ફડરેશનની રચના કરી અને સહુએ એમના આ વિચારને વર્તમાન સમયમાં આવશ્યક જ નહિ, પણ અનિવાર્ય ગણીને સહર્ષ સ્વીકાર્યો તથા પોતાની રીતે પૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી. આ અગાઉ ભારતીય વિદ્યાભવને ન્યૂ જર્સીમાં ‘અહિંસા વર્ષ નિમિત્તે યોજેલી કોન્ફરન્સમાં પણ વર્લ્ડ જૈન કન્ફડરેશન એના સહયોગી તરીકે જોડાયું હતું.
૨૩ના ઓક્ટોબરમાં લંડનમાં ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજીની સાથે બ્રિટનના હાઉસ ઑફ કોમન્સમાં ‘અહિંસા દિવસની ઉજવણીનું આયોજન કર્યું. લેબર ફ્રેસ ઑફ ઇન્ડિયાના ચેરમેન એમ. પી. સ્ટીફન પાઉન્ડ યજમાનપદે હતા અને એમાં લેબર અને કોન્ઝર્વેટિવ પક્ષના એમ. પી. તથા બ્રિટન ખાતેના ભારતના કમિશ્નર રોનેન સેન ઉપસ્થિત હતા અને એ સહુને જૈન ધર્મનાં નવ પુસ્તકો અર્પણ કરવામાં આવ્યાં. એ પછી વીરચંદ ગાંધીની ટિકિટ બહાર પાડવા અંગે ભારત સરકારની પોસ્ટલ એડવાઇઝરી કમિટી અને સંદેશાવ્યવહાર ખાતાના મંત્રાલયના પોસ્ટ વિભાગે સહયોગ આપ્યો અને તેને પરિણામે વીરચંદ રાઘવજી ગાંધીની ટિકિટ રિલીઝ થઈ રહી છે. આની પાછળ વર્લ્ડ જૈન કન્ફડરેશનનો હેતુ એ છે કે વીરચંદ ગાંધી દ્વારા અભિવ્યક્ત થયેલી જૈન ધર્મની ગહનતા, જૈન સિદ્ધાંતોની વ્યાપકતા તેમજ ઊંડા રાષ્ટ્રપ્રેમનો ખ્યાલ આપવો અને એ માર્ગે હવે પછી પ્રગતિ સાધવી, જેથી આ સદીની અહિંસા, અપરિગ્રહ અને અનેકાંતનાં જૈન મૂલ્યોની શ્રદ્ધા દૃઢ બને.
અરુણ મહેતા (ચૅરમૅન : બોર્ડ ઑફ ટ્રસ્ટીઝ) પ્રતાપ ભોગીલાલ (ચૅરમૅન એમનીટ્સ)
એન. પી. જૈન (પ્રમુખ) એચ. એસ. રાક (કાર્યકારી પ્રમુખ)
(વર્લ્ડ જૈન કન્ટેડરેશન)
શતાબ્દી પૂર્વેના હિંદુસ્તાનનું ચિત્ર નિહાળીએ તો ખ્યાલ આવશે કે બ્રિટનની હકૂમત હેઠળ ભારત કચડાયેલું હતું. ગુલામને ક્યારેય પોતીકો અવાજ હોતો નથી. પરાધીન પાસે સ્વમાન નહીં, પણ શરણાગતિ હોય છે. વળી એ ગુલામી પરાધીન પ્રજાને વધુ લાચાર, મજબુર, ગરીબ, શોષિત અને પછાત બનાવતી હોય છે. આ એ સમય હતો કે જ્યારે ભારત માત્ર રાજકીય ગુલામી જ નહીં, બલકે આર્થિક પરાવલંબન ધરાવતું હતું. અજ્ઞાન અને અંધશ્રદ્ધાને કારણે સામાજિક રૂઢિઓ સતત ફૂલતી-ફાલતી હતી. માથું ઊંચકીને નહીં પણ માથું નીચું નાખીને હિંદુસ્તાનની પ્રજા આવતી હતી. આ સમયે વીરચંદ ગાંધીના રૂપે એક ભારતીય અવાજ પોતાની બુલંદી સાથે પ્રગટ થયો. ભારતનાં પ્રાચીન ગ્રંથો, મૂલ્યો અને વિચારોની છડેચોક હાંસી ઉડાવતા આ સમયે વીરચંદ ગાંધીએ સ્વદેશમાં જ નહીં, બલ્ક વિદેશમાં ભારતીય શાસ્ત્રગ્રંથોમાં રહેલી વૈચારિક અને આધ્યાત્મિક જ્ઞાનસમૃદ્ધિની સમજ આપી. વેદોની મહત્તા , તત્ત્વજ્ઞાનનીની ગહનતા અને એની જ્ઞાનગરિમાં પ્રગટ કર્યો.
જે સમયે ભારતીય સમાજને જંગલી, પછાત, રૂઢિગ્રસ્ત, વહેમી અને નિર્માલ્ય દર્શાવાતો હતો તે સમયે વીરચંદ ગાંધીએ દર્શાવ્યું કે પશ્ચિમમાં જ્યારે જ્ઞાનનો પ્રકાશ નહોતો ત્યારે ભારત જ્ઞાનોપળ હતું. જે ધર્મક્યિા અને સામાજિક પ્રથાને કારણે ભારતને પછાત દર્શાવવામાં આવે છે એ ધર્મક્રિયા અને સામાજિક પ્રથાની પાછળનાં ગહન મર્મ અને વૈજ્ઞાનિક રહસ્યને એમણે
- 9
Page #7
--------------------------------------------------------------------------
________________
ભારતીય સંસ્કૃતિનો આત્મા
પ્રગટ કર્યાં. જેને રૂઢિ અને વહેમ માનીને વિદેશીઓ મજાક કરતા હતા એનો એમણે સબળ પ્રત્યુત્તર આપ્યો. હિંદુસ્તાનની પ્રજા નિર્માલ્ય છે એવો ચારેબાજુ અપપ્રચાર કરવામાં આવ્યો હતો ત્યારે વીરચંદ ગાંધીએ કહ્યું કે આ પ્રજા તો અત્યંત સમર્થ, શક્તિવાન અને સંસ્કૃતિસમૃદ્ધ છે પરંતુ એને વિશે દુષ્પ્રચાર કરીને એને નિર્માલ્ય દર્શાવવામાં આવી છે. જે સમયે ખ્રિસ્તી મિશનરીઓ ભારતીય ધર્મ, સમાજ અને સંસ્કૃતિ પર આયોજનબદ્ધ આઘાત કરતા હતા અને એ માટે વિદેશમાંથી અનર્ગળ સંપત્તિ આવતી હતી એની સામે વીરચંદ ગાંધીએ પ્રચંડ પોકાર કર્યો. એમની નિર્ભયતા તો એવી હતી કે ખ્રિસ્તી મિશનરીઓ સમક્ષ અને ખ્રિસ્તી સમાજ સમક્ષ એમણે હિંદુસ્તાનમાં ચાલતી એમની વટાળપ્રવૃત્તિ અંગે સ્પષ્ટ દૃષ્ટાંતસહિત, હૃદયસ્પર્શી અને છતાં પૂરેપૂરા સચ્ચાઈભર્યાં પ્રવચનો આપ્યાં. મિશનરીઓએ ક્લુષિત કરેલી હિંદુસ્તાનની છબીની પાછળના એમના અયોગ્ય ઇરાદાઓને પ્રગટ કર્યા. એમની પ્રબળ રાષ્ટ્રભક્તિએ જગતને જણાવ્યું કે ભારત પાસે અહિંસાનું અપૂર્વ બળ છે અને એ મહાવીરની અહિંસાની શક્તિથી સ્વતંત્રતા મેળવશે.
એમણે અમેરિકા અને ઇંગ્લૅન્ડના શ્રોતાજનો સમક્ષ પોતાના વિદેશપ્રવાસોમાં ૬૫૦ જેટલાં વક્તવ્યો આપ્યાં અને પ્રત્યેક વક્તવ્યમાં વિષયની નવીનતા, પ્રસ્તુતિની પ્રવાહિતા અને પોતાના અભ્યાસ અંગેનો આત્મવિશ્વાસ પ્રગટ કર્યાં.
વિશ્વધર્મ પરિષદમાં
આવો, આજથી એકસો સોળ વર્ષ પૂર્વે અમેરિકામાં સર્જાયેલી ભારતીય સંસ્કૃતિની મહાન ગૌરવગાથા સમી ઐતિહાસિક ઘટના પર કાળના પડદાને હટાવીને જરા નજર કરીએ.
વાત તો એવી હતી કે ૧૪૯૩માં અમેરિકા શોધનાર કૉલમ્બસની ચોથી શતાબ્દીની પૂર્ણાહુતિના સંદર્ભમાં પશ્ચિમના દેશોએ અને વિશેષ કરીને અમેરિકાએ ભૌતિક પ્રગતિની હરણફાળ દર્શાવવા માટે ભવ્ય આયોજનોનો ઉપક્રમ યોજ્યો. આને માટે ઈ. સ. ૧૮૯૩માં અમેરિકાએ પોતાની ભૌતિક પ્રગતિના મહિમાગાન માટે ‘વર્લ્ડ કૉલમ્બિયન એક્સપોઝિશન' નામના ભવ્ય
10
ભારતીય સંસ્કૃતિનો આત્મા કાર્યક્રમનું આયોજન કર્યું. આ આયોજનો પાછળનો હેતુ પશ્ચિમની સંસ્કૃતિએ પ્રાપ્ત કરેલી અપ્રતિમ સિદ્ધિઓ જગતની અન્ય ‘પછાત’ સંસ્કૃતિઓને દર્શાવવાનો હતો. આ
વિરાટ આયોજનમાં વિશ્વની ભિન્ન ભિન્ન વિચાર-ધારાઓને પ્રતિનિધિત્વ આપવા માટે વર્લ્ડ પાર્લામેન્ટ ઑફ રિલિજિયન્સનું આયોજન કરવામાં આવ્યું. અઢી મહિના સુધી કરાયેલા
વિશ્વધર્મ પરિષદના કાર્યક્મોની માહિતી આપતી ૧૩૦ પૃષ્ઠની પુસ્તિકા પ્રગટ કરવામાં આવી.
શ્રી વીરચંદ રાઘવજી ગાંધી
વિશ્વના ઇતિહાસમાં આવી પરિષદોના ઉલ્લેખો મળે છે પરંતુ એક જ સ્થળે આટલા બધા ધર્મના અગ્રણીઓ એકત્રિત થઈને નિર્ભીક રીતે સ્વધર્મનું દર્શન-ચિંતન પ્રગટ કરે તેવું આ સર્વપ્રથમ આયોજન હતું. ભૌતિકતામાં રાચતા અસહિષ્ણુતાભર્યા વિશ્વમાં આટલા બધા ધર્મો એકસાથે એક મંચ પર બેસીને વાત કરે અને તેમની રજૂઆત અન્ય ધર્મીઓ એકાગ્રતાથી સાંભળે તેવી શક્યતા અને સફળતા અંગે ઘણા લોકો સાશંક હતા. વળી કેટલાક ખ્રિસ્તી પાદરીઓ અને તુર્કસ્તાનના સુલતાને આ પરિષદનો વિરોધ કર્યો હતો. આ પરિષદમાં વિશ્વના મુખ્ય દસ ધર્મોને સ્થાન આપવામાં આવ્યું, જેમાં યહૂદી, મુસ્લિમ, બૌદ્ધ, હિંદુ, તાઓ, કન્ફ્યુશિયસ, શિતો, જરથુષ્ટ્ર, કેથૉલિક અને પ્યોરિટનનો સમાવેશ કરવામાં આવ્યો.
વિશ્વધર્મ પરિષદના આયોજકોએ વિશ્વના ધર્મો વચ્ચે સમજણ કેળવીને સંવાદ રચવાનો આશય જાહેર કર્યો હતો, પરંતુ એના હાર્દમાં જઈએ તો એનો એક આશય અન્ય ધર્મોના સંદર્ભે ખ્રિસ્તી ધર્મની સર્વોપરિતા પુરવાર કરવાનો હતો. અહીં સર્વ ધર્મોની સંસ્કૃતિઓનું મિલન યોજ્યું હતું, પણ એના કેન્દ્રમાં તો જિસસ ક્રાઇસ્ટના સંદેશને સ્થાપવાનો હેતુ હતો.
- II
Page #8
--------------------------------------------------------------------------
________________
* ભારતીય સંસ્કૃતિનો આત્મા "
ભારતીય સંસ્કૃતિનો આત્મા છે
ભારતીય સંસ્કૃતિની પ્રભાવક રજૂઆત ઈ. સ. ૧૮૯૩ની ૧૧મી સપ્ટેમ્બરે અમેરિકાના શિકાગો શહેરની આટ્સ ઇન્સ્ટિટયૂટના કોલમ્બસ સભાગૃહમાં ત્રણ હજાર શ્રોતાજનોની ઉપસ્થિતિમાં સત્તર દિવસ ચાલનારી વિશ્વધર્મ પરિષદનો પ્રારંભ થયો. આમાં હિંદુ સમાજના સ્વામી વિવેકાનંદ, જૈન ધર્મના વીરચંદ ગાંધી, બ્રહ્મોસમાજના પ્રતાપચંદ્ર મજુમદાર, શ્રીલંકાથી બૌદ્ધ ધર્મસભાના મંત્રી એચ. ધર્મપાલ, બ્રહ્મોસમાજના પ્રતિનિધિ શ્રી બી. આર. નાગરકર, પૂનાથી આવેલા ખ્રિસ્તી ધર્મના પ્રતિનિધિ કુ. જિન સોરાબજી, અલ્હાબાદના થિયોસોફી વિશે વક્તવ્ય આપવા આવેલા સી. એન. ચક્વર્તી, પંજાબના રાજ રામ, મદ્રાસના રેવન્ડ મોરિસ ફિલિપ્સ અને જિંદા રામ એમ દસ વ્યક્તિઓ વિશ્વધર્મ પરિષદના પ્રારંભટાણે મંચ પર બિરાજમાન હતાં.
આ પરિષદમાં પહેલી વાર અમેરિકાના નૂતન વિશ્વને ભારતીય દર્શન, ભારતીય મૂલ્યો અને ભારતીય સંસ્કૃતિનો દઢ અવાજ સાંભળવા મળ્યો. વિશ્વધર્મ પરિષદના ઉદ્ઘાટન સમારોહમાં પ્રથમ પ્રવચન આપનાર બ્રહ્મોસમાજના કુશળ અને છટાદાર વક્તા પ્રતાપચંદ્ર મજુમદારે એક વાત પર ભાર મૂક્યો કે અમે ભલે વિવિધ ધર્મના પ્રતિનિધિ હોઈએ પણ ભારત અમારો દેશ છે અને ભારતથી આવેલા તમામ પ્રતિનિધિઓએ પોતાના ધર્મની વાત કરવાની સાથોસાથ એક અવાજે રાષ્ટ્રભક્તિ પ્રગટ કરી, સ્વામી વિવેકાનંદે વિશ્વધર્મ પરિષદમાં કરેલી પ્રભાવક રજૂઆત અવિસ્મરણીય ઇતિહાસ બની ગઈ.
‘સિસ્ટર્સ ઍન્ડ બ્રધર્સ ઑફ અમેરિકા' એમ કહીને પોતાના આગવા સંબોધનથી સહુનાં મન હરી લીધાં. એ પછી ભૌતિકતાનો ગુણ ગાવા નીકળેલી પરિષદને એમણે આરંભે જ ભારતીય આધ્યાત્મિક ભાવનાનાં દર્શન કરાવ્યાં. એવી જ અસાધારણ સિદ્ધિ વિશ્વધર્મ પરિષદમાં જૈન ધર્મના પ્રતિનિધિ વીરચંદ રાઘવજી ગાંધીએ મેળવી.
શિકાગોની આર્ટ ઇન્સ્ટિટયૂટ : વિશ્વધર્મ પરિષદનું સ્થળ ઝભ્ભો, ખર્ભ ધોળી શાલ અને પગમાં દેશી આંકડિયાળાં પગરખાં પહેર્યા હતાં. ઊંચું ભરાવદાર શરીર, સુદઢ બાંધો, તેજસ્વી આંખો, હસતો ચહેરો અને પ્રતિભાસંપન્ન શાંત પ્રકૃતિથી વિશ્વધર્મ પરિષદની પહેલી હરોળમાં બેઠેલા વીરચંદ ગાંધી એમના ભારતીય પોશાકથી જ જુદા તરી આવતા હતા.
આ યુવાનની વિદ્વત્તા, અભ્યાસશીલતા, તાટસ્યવૃત્તિ, અનેકાંતષ્ટિ, ભારતીય ઇતિહાસ અને સમાજ વિશેનું ઊંડું જ્ઞાન તથા અઘરા ધાર્મિક સિદ્ધાંતોને વિદેશીઓ પણ સમજી શકે એ રીતે રજૂ કરવાના કૌશલ પર આયોજકો અને શ્રોતાજનો મુગ્ધ થઈ ગયા. એક અમેરિકન અખબારે લખ્યું,
પૂર્વના વિદ્વાનોમાં રોચકતા સાથેનું જૈન યુવકનું જૈનદર્શન અને ચારિત્ર સંબંધી વ્યાખ્યાન જેટલા રસથી શ્રોતાઓએ સાંભળ્યું, એટલા રસથી તેઓએ બીજા કોઈ પીરસ્ય વિદ્વાનનું સાંભળ્યું ન હતું.”
વીરચંદભાઈએ જૈન ધર્મના સિદ્ધાંતોની એવી વિદ્વત્તાપૂર્ણ છતાં સાહજિકતાથી પ્રસ્તુતિ કરી કે કેટલાંક અખબારોએ એમનું પ્રવચન અક્ષરશઃ પ્રગટ કર્યું. જૈન ધર્મની પરિભાષા સરળતાથી સમજાવવાની અનેરી ખૂબી એમની પાસે હતી. વાતને કે વિગતને તાર્કિક માંડણીથી સ્પષ્ટ કરવાની એમનામાં ક્ષમતા હતી. એક બાજુ પોતાની વાતને, મૂલ્યને કે સિદ્ધાંતને
વ્યાપક માનસમૃષ્ટિ
૨૯ વર્ષના યુવાન વીરચંદ ગાંધીની વિદ્વત્તા અને વાગ્ધારાએ સહુને સ્તબ્ધ કરી દીધા. માથે સોનેરી કિનારીવાળી કાઠિયાવાડી પાઘડી, લાંબો
Page #9
--------------------------------------------------------------------------
________________
- ભારતીય સંસ્કૃતિનો આત્મા -
૨ ભારતીય સંસ્કૃતિનો આત્મા " સમજાવતા જાય અને બીજી બાજુ એનું મૌલિક અર્થઘટન આપતા જાય. ભારતીય દર્શન સમજાવવા માટે સંસ્કૃત અને પ્રાકૃતનો અભ્યાસ જ પૂરતો નથી, બધે ભારતની ભૂતકાલીન સંસ્કૃતિના સંદર્ભને આત્મસાત્ કરવાની જરૂર રહે છે. વીરચંદભાઈએ આ આત્મસાત્ કર્યું હતું. આથી જ ક્યાંક એ જૈન લાગે છે, ક્યાંક વૈદિક ધર્મની કે હિંદુ તહેવારોની તરફદારી કરે છે. એ જે કંઈ દલીલ કરતા હોય કે પ્રમાણ આપતા હોય, પણ બધે જ એ ભારતીય સંસ્કૃતિના ઉત્કૃષ્ટ ઉદ્ગાતા લાગે છે.
વિષયનું વ્યાપક વિશ્વ વીરચંદ ગાંધીની વાણીમાં પોથી પંડિતનું શુષ્ક પાંડિત્ય નહોતું, પરંતુ ગહન અભ્યાસ ઉપરાંત એમની પાસે તર્કપૂર્ણ દલીલશક્તિ, ઐતિહાસિક સંદર્ભો તેમજ રાષ્ટ્રની પ્રવર્તમાન ધાર્મિક અને સામાજિક પરિસ્થિતિ વિશેની સમજણ હતી, વખત આવ્યે કોઈ મુદ્દા પર પ્રબળ વિરોધ કરીને સ્પષ્ટ આલોચના કરવાનું ખમીર હતું. વળી ભારતીય જીવનશૈલી પ્રત્યે સન્નિષ્ઠ, અભ્યાસપૂર્ણ આદર અને પરાધીન ભારતની કપરા સંજોગોમાં પણ ગરિમા જાળવવાની રાષ્ટ્રભક્તિ ઉત્કટપણે એમના હૃદયમાં વહી રહી છે. આ ઓગણત્રીસ વર્ષના યુવાનનો વિષયવ્યાપ જોઈને આપણે મંત્રમુગ્ધ થઈ જઈએ. કેટલા બધા વિષયો અને એનું કેવું તલસ્પર્શી અધ્યયન ! જૈનદર્શન વિશે એમની વાધારા અખ્ખલિત વહેતી લાગે છે. વળી વખત આવ્યે જૈનદર્શનના કોઈ સિદ્ધાંતની બૌદ્ધદર્શન કે વેદાંતદર્શન સાથે તુલના-વૈષમ્ય રજૂ કરે છે. એમણે સાંખ્ય, યોગ, ન્યાય, મીમાંસા અને વૈશેષિક જેવાં ભારતીય દર્શનોનો ઊંડો અભ્યાસ કર્યો છે. અને એ વિશેનાં એમનાં પ્રવચનો જૈનદર્શનનાં પ્રવચનો જેટલાં જ પ્રમાણભૂત અને અભ્યાસનિષ્ઠ લાગે છે. માત્ર દર્શનોની તત્ત્વવિચારણા સુધી જ વીરચંદ ગાંધીનું વિશ્વ સીમિત નથી. વર્તમાન રાજકીય, સામાજિક અને આર્થિક પ્રવાહો વિશે તલસ્પર્શી જ્ઞાન ધરાવે છે. પરાધીન ભારતની કરુણ સ્થિતિ, શાસક બ્રિટન દ્વારા થતું ભારતનું શોષણ તથા એની સાથોસાથ પાશ્ચાત્ય જીવનશૈલીનો એમને સાક્ષાત્ પરિચય છે. તેઓ યોગપ્રણાલી વિશે વિસ્તૃત વક્તવ્યો આપે છે પણ એની સાથોસાથ હિપ્નોટિઝમ, ગૂઢ વિદ્યા (ઓકલ્ટ પાવર), શ્વાસનું વિજ્ઞાન,
- 14 -
શિકાગોની ૧૮૯૩ની વિાધર્મ પરિષદ : પ્રથમ હરોળમાં બેઠે લા શ્રી વીરચંદ ગાંધી
–
15
Page #10
--------------------------------------------------------------------------
________________
• ભારતીય સંસ્કૃતિનો આત્મા છે
- ભારતીય સંસ્કૃતિનો આત્મા " આહારવિજ્ઞાન, ગાયનવિદ્યા, માંસાહારનાં ભયસ્થાનો, આભામંડળ જેવા વિષયો પર પ્રબુદ્ધ વિદેશી શ્રોતાઓ સમક્ષ વક્તવ્ય આપે છે.
| ‘હિંદુઓનું પ્રાગૈતિહાસિક જીવન’, ‘ભારતમાં લગ્નનો દરજ્જો', ‘ભારતમાં સ્ત્રીઓની સ્થિતિ', ‘ભારતીય પ્રજાના સામાજિક રીતરિવાજો' તથા ‘હિંદુ સ્ત્રીઓ - ભૂત, વર્તમાન અને ભાવિ' જેવા સામાજિક વિષયો પર એમણે પ્રવચનો આપ્યાં છે. હિંદુસ્તાનની વર્તમાન રાજકીય પરિસ્થિતિથી તેઓ પૂરા અભિજ્ઞ હતા અને તેથી ‘ભારતની રાજનૈતિક અવસ્થા, ‘રાજકીય ભારત - હિંદુ, મુસ્લિમ અને અંગ્રેજ' તથા ‘અમેરિકન રાજનીતિ પર વર્તમાન સામાજિક કાયદાનો પ્રભાવ” જેવા વિષયો વિશે વક્તવ્ય આપે છે.
એ સમયે પરાધીન ભારત નિર્ધન, પછાત અને શોષિત અવસ્થાથી પીડાતું હતું. ત્યારે વીરચંદ ગાંધીએ અતિ સમૃદ્ધ એવા અમેરિકાને ભારત પાસેથી કેટલી બધી વૈચારિક, આધ્યાત્મિક અને જીવનઘડતર કરનારી સમૃદ્ધિ મળી શકે તેમ છે એની વિગતે રજૂઆત કરી. એમણે ‘ભારતનો અમેરિકાને સંદેશ” અથવા ‘ભારતની અમેરિકાને ભેટ” જેવા વિષયો પર મૌલિક વ્યાખ્યાનો આપ્યાં. ‘અમેરિકાની સ્ત્રીઓએ ટોપીમાં પક્ષીનાં પીંછાં ન રાખવાં જોઈએ.” એવા વિષય પર પણ એમણે વ્યાખ્યાન આપ્યું છે. આ બધું જોતાં એમ લાગે છે કે વીરચંદ ગાંધીની વિરાટ પ્રતિભા અનેક વિષયો અને ક્ષેત્રોમાં સફળપણે વિહરી શકતી હતી.
હિંદુસ્તાનની ચારિત્રશીલ સ્ત્રીઓ અને વિનમ્ર પુરુષો એનો હૃદયસ્પર્શી પરિચય તો વિશ્વધર્મ પરિષદના ૧૪મા દિવસે લંડનના ૨વરન્ડ જ્યૉર્જ એફ, પેન્ટા કોર્ટે હિંદુ ધર્મ પર કરેલા આક્ષેપોના વીરચંદ ગાંધીએ આપેલા સબળ પ્રત્યુત્તર પરથી મળે છે. રેવન્ડ પેન્ટાકોસ્ટ આક્ષેપાત્મક રીતે આર્મક ભાષામાં હિંદુ ધર્મ પર અનૈતિકતાનો આક્ષેપ મૂકતાં કહ્યું,
આ ધર્મમાં વેશ્યાઓને પૂજારણ બનાવવામાં આવે છે અને તે પૂજારણ હોય તો પણ વેશ્યાનું કામ કરતી હોય છે.” રેવન્ડ જ્યોર્જ એફ. પેન્ટાકોસ્ટ આપેલા આ પ્રવચનનો વિશ્વધર્મ પરિષદના ચૌદમા દિવસે વીરચંદ ગાંધી
16.
શિકાગોની વિશ્વધર્મ પરિષદમાં ભાગ લેનારા ઇસ્ટ ઇન્ડિયાના પ્રતિનિધિઓ નરસિહા ચારી, એલ. નરેન, સ્વામી વિવેકાનંદ, એચ. ધર્મપાલ અને વીરચંદ ગાંધી સચોટ, તર્કબદ્ધ અને વિરોધીને ચૂપ કરી દે તેવો ઉત્તર આપે છે. આ પરિષદમાં સ્વામી વિવેકાનંદ, પ્રતાપચંદ્ર મજુમદાર જેવા હિંદુ ધર્મના પ્રતિનિધિઓ હોવા છતાં વીરચંદ ગાંધીને માથે આનો ઉત્તર આપવાનું આવે છે.
તેઓ કહે છે કે હું જે ધર્મનો પ્રતિનિધિ છું, એની કોઈએ ટીકા કરી નથી , પરંતુ હું જે સમાજમાંથી આવું છું તેની ટીકા કરી છે. દરેક દેશમાં ધર્મ હોવા છતાં આવાં દૂષણ પ્રવર્તમાન હોય છે. તેનાથી ધર્મને નીચો ન ગણી શકાય.
એ પછી વીરચંદ ગાંધી ખ્રિસ્તી ધર્મના પ્રચારક પાદરીઓ પર કટાક્ષ કરતાં કહે છે કે કેટલાક અતિ મહત્ત્વાકાંક્ષી લોકો પોતાને સેન્ટ પોલ માને છે અને ધારે છે કે તેઓ ઇચ્છશે તે થશે. આવા પોલ ભારતના લોકોનું સામૂહિક ધર્માતરણ કરવા પ્રયત્ન કરે છે, પરંતુ એ પછી એમનાં સ્વપ્નો વિફળ જતાં તેઓ ભારતથી પાછા આવીને આખી જિંદગી હિંદુ ધર્મની નિંદા કરવામાં ઘણી નાખે છે. વીરચંદ ગાંધી અહીં એક માર્મિક અને સચોટ વિચાર આપે છે. તેઓ કહે
17
Page #11
--------------------------------------------------------------------------
________________
- ભારતીય સંસ્કૃતિનો આત્મા છે છે કે કોઈ પણ ધર્મ પર આક્ષેપો કરવા એ દલીલ ગણાય નહીં અને સ્વધર્મની આત્મપ્રશંસા એ સત્યનો પુરાવો મનાય નહીં, પાદરી પેન્ટાકોસ્ટની આવી ટીકા પ્રત્યે મને ખૂબ દયા આવે છે. એમ કહીને તેઓ સ્પષ્ટતા કરતાં કહે છે કે દક્ષિણ ભારતનાં કેટલાંક હિંદુ મંદિરોમાં અમુક પ્રસંગોએ સ્ત્રી-ગાયિકાઓને સંગીત માટે નિમંત્રણ આપવામાં આવે છે એ સાચું અને આમાંની કેટલીક શંકાસ્પદ ચારિત્ર્ય ધરાવતી હોય છે, આ બાબત હિંદુ સમાજ જાણે છે અને તેથી આ અનિષ્ટને દૂર કરવા માટે સઘળા પ્રયત્નો પણ કરે છે. આ સ્ત્રીઓને મંદિરના મુખ્ય ભાગમાં પ્રવેશ આપવામાં આવતો નથી અને પૂજારણોની જે વાત કરવામાં આવે છે, તો હિમાલયથી માંડીને કેપ કોમોરિન સુધી ક્યાંય એકે મહિલા પૂજારણ નથી. જો આવા આક્ષેપો પ્રમાણેનો સમાજ હિંદુ ધર્મ સર્યો હોત તો આ ધર્મે કયા બળે એવા સમાજનું નિર્માણ કર્યું હશે કે જેને માટે ગ્રીક ઇતિહાસવેત્તાએ કહ્યું,
કોઈ હિંદુને અસત્ય બોલતો જાણ્યો નથી અને કોઈ હિંદુ સ્ત્રી ક્યારેય અપવિત્ર હોય એવું જાણ્યું નથી.” આટલું કહ્યા પછી વીરચંદ ગાંધીએ પ્રબળ ટંકાર કર્યો કે હિંદુસ્તાનની જેવી ચારિત્રશીલ સ્ત્રીઓ અને વિનમ્ર પુરુષો આજેય બીજે ક્યાં જોવા મળે છે ?
પોતાના વક્તવ્યના અંતિમ ભાગમાં વીરચંદ ગાંધી કહે છે કે, “જેઓ ભારતની આવી નિંદા કરે છે, તેમને માટે હું અત્યંત દિલગીરી અનુભવું છું. પણ મારા માટે સાંત્વનારૂપ બાબત એ છે કે એમને મળતી માહિતી છેક ત્રીજા કે ચોથા સોત (ફોર્થ બૅન્ડ ઇન્ફર્મેશન)માંથી મળેલી હોય છે. જે વાસ્તવિક સત્ય કરતાં વહેમો અને માન્યતાઓથી ખચિત હોય છે.”
સર્વત્ર ધર્માદર પર ધર્મની નિંદા કરવાની પાદરીની ટીકાનો સ્પષ્ટ ઉત્તર આપવા સાથે એક પ્રસંગ કહીને વીરચંદ ગાંધીએ ધર્મો ધર્મો વચ્ચે પરસ્પર થતા આક્ષેપોની વ્યર્થતા બતાવી.
અનેકાન્તદૃષ્ટિના આરાધક એવા જૈન ધર્મના પ્રતિનિધિ વીરચંદ ગાંધી પાસે મતસહિષ્ણુતા, ઉદાર દૃષ્ટિકોણ અને પરસ્પરને પામવાની ભાવના હોય
• ભારતીય સંસ્કૃતિનો આત્મા છે એ સ્વાભાવિક હતું. જાણે એ ભાવનાનો પડઘો પાડતા હોય તેમ વીરચંદ ગાંધીએ વિશ્વધર્મ પરિષદમાં ધર્મો ધર્મો વચ્ચે પરસ્પર આદરભાવનાનો અભિગમ રજૂ કર્યો. એમણે એક હૃદયસ્પર્શી દૃષ્ટાંત આપ્યું. મુસ્લિમ યાત્રાળુઓનું એક જહાજ હજ કરવા માટે મક્કા જતું હતું. રસ્તામાં પોર્ટુગીઝોએ એ વહાણને આંતરીને કબજે કર્યું. વહાણમાં કરેલી લૂંટને પરિણામે મળેલા સરસામાનમાં પવિત્ર કુરાનની કેટલીક પ્રતો હતી, જે કૂતરાઓના ગળે બાંધીને એમને ઓરમુઝ શહેરની શેરીઓમાં ફેરવવામાં આવ્યા. બન્યું એવું કે પોર્ટુગીઝોએ કબજે કરેલું જહાજ સમ્રાટ અકબરના સૈનિકોએ પકડ્યું અને એમને એમાંથી બાઇબલની કેટલીક પ્રત મળી. અકબર એની માતાને ચાહતો હતો અને એની માતા ચુસ્ત મુસલમાન હતી. એમણે જ્યારે જાણ્યું કે ખ્રિસ્તીઓના હાથે પવિત્ર ગ્રંથ કુરાનનું અપમાન થયું છે ત્યારે એણે વિચાર્યું કે એ કબર બાઇબલ સાથે એ જ રીતે વર્તાવ કરે.
આ સમયે અકબરે કહ્યું, “માતા, પેલા અજ્ઞાની લોકો પવિત્ર કુરાનની મહત્તા સમજતા નહોતા, એમણે દાખવેલી વર્તણૂ કે એ એમની અજ્ઞાનતાનું કારણે હતી, પણ હું તો કુરાન અને બાઇબલ બંનેની મહત્તાથી પરિચિત છું, આથી હું એ એશાની લોકો જેવો વ્યવહાર કરી શકે નહીં.”
ભ્રાંત ધારણાઓ પર આઘાત વીરચંદ ગાંધીએ આ માર્મિક દૃષ્ટાંત દ્વારા સભાગૃહમાં એક ઉન્નત વાતાવરણ સર્જી દીધું.
વીરચંદ ગાંધીએ પાદરી પેન્ટાકોસ્ટના આક્ષેપોનો આપેલો જવાબ એ એક ભારતીય વિદ્વાન અને ધર્મ વિચારકે આપેલો ઉત્તર છે. આક્ષેપો, અપશબ્દો અને પ્રહારોનો પ્રત્યુત્તર કેવી સ્વસ્થતા અને શિષ્ટતાથી આપી શકાય એ વીરચંદ ગાંધીએ દર્શાવ્યું. એમના હૃદયમાં દેશની પરાધીનતા શૂળની માફક ભોંકાતી હતી. અનેક ખ્રિસ્તી સજ્જનો સાથે ગાઢ મૈત્રી હોવા છતાં ભારતમાં વટાળપ્રવૃત્તિ કરતા મિશનરીઓની કામગીરી સામે વીરચંદ ગાંધી સતત પ્રબળ વિરોધના અવાજ ઉઠાવતા રહ્યા. આ મિશનરીઓએ પ્રચારજાળ રચીને હિંદુ ધર્મ, સમાજ અને મૂલ્યો એ ત્રણે પર પ્રહાર કર્યા હતા ત્યારે વીરચંદ ગાંધીએ
19
Page #12
--------------------------------------------------------------------------
________________
- ભારતીય સંસ્કૃતિનો આત્મા " વિદેશવાસી ખ્રિસ્તી સમુદાયની સમક્ષ પોતાના દેશની સત્ય હકીકતો પ્રસ્તુત કરીને અમેરિકા અને બ્રિટનના લોકોના મનમાં ઠસાવવામાં આવેલી ભ્રાંત ધારણાઓ પર કુઠારાઘાત કર્યો. એ સમયના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો વીરચંદ ગાંધી, સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધી - આ ત્રણે પ્રભાવક પુરુષોએ ભારતમાં ચાલતી ખ્રિસ્તી પાદરીઓની ધમતર-પ્રવૃત્તિ સામે તીવ્ર આક્રોશ સાથે વિરોધ વ્યક્ત કર્યો છે. એ નોંધવું ઘટે કે તેમ છતાં અમેરિકા અને બ્રિટનના ઘણા ખ્રિસ્તી મહાનુભાવો આ ત્રણે મહાપુરુષોના સાથીઓ કે અનુયાયીઓ બન્યા હતા.
વીરચંદ ગાંધીએ વિશ્વધર્મ પરિષદમાં ૨૫ સપ્ટેમ્બરે આ પ્રત્યુત્તર આપ્યો અને ૨૬ સપ્ટેમ્બરના ‘શિકાગો ટાઇમ્સ' અખબારે પોતાની નોંધમાં લખ્યું,
ભારતમાં છસ્સો જેટલી પૂજારણો છે જે વેશ્યા છે !” એમ કહીને રેવરન્ડ જ્યૉર્જ એફ, પેન્ટાકોસ્ટ નિમ્ન કક્ષાની ભાષા પ્રયોજીને ભારતની અઘટિત ટીકા કરી, “આવી મલિન ઇરાદાવાળી ટી કાનો જૈન ધર્મના પ્રતિનિધિ વીરચંદ ગાંધીએ તાર્કિક અને ગરિમાપૂર્ણ પ્રત્યુત્તર વાળ્યો.” આવી નોંધ કરીને આ અખબારે વીરચંદ ગાંધીનું પ્રવચન અક્ષરશઃ પ્રગટ કર્યું.
જૈન ધર્મનો પહેલો અવાજ વીરચંદ રાઘવજી ગાંધીએ વિશ્વધર્મ પરિષદના પંદરમા દિવસે જૈન ધર્મ પરનું પોતાનું મુખ્ય વક્તવ્ય રજૂ કર્યું. સ્વામી વિવેકાનંદે નોંધ્યું છે કે વિશ્વધર્મ પરિષદના યોજ કો દ્વારા પૂર્વના વિદ્વાનોનાં પ્રવચનો દિવસના કાર્યક્રમના અંત ભાગમાં રાખવામાં આવતાં, જે થી શ્રોતાઓ જિજ્ઞાસાભેર બેસી રહે. વળી ભારતીય વક્તાઓનાં પ્રવચનો પૂરાં થતાં અર્ધા કે પોણો ખંડ ખાલી થઈ જતો. પોતાના પ્રવચનના પ્રારંભે જ વીરચંદ ગાંધી ભારતને ધર્મોની જનની તરીકે ઓળખાવે છે. એ સમયે એક એવી ભ્રાંત માન્યતા પ્રવર્તતી હતી કે જૈન ધર્મ એ બૌદ્ધ ધર્મનો એક ફાંટો છે. પોતાના વ્યાખ્યાનના પ્રારંભે જ વીરચંદ ગાંધી સ્પષ્ટ કરે છે કે જૈન ધર્મનું આચારશાસ્ત્ર બૌદ્ધ ધર્મ જેવું છે, પરંતુ આધ્યાત્મિક તત્ત્વોની દૃષ્ટિએ તે એનાથી ભિન્ન છે. વળી જૈન ધર્મ એ બૌદ્ધ ધર્મ કરતાં ઘણો પ્રાચીન અને સ્વતંત્ર ધર્મ છે. આજે ભારતમાં જૈન ધર્મને પાળનારા એના શાંતિચાહક અને કાયદાપાલક અનુયાયીઓ મળે છે. વીરચંદ ગાંધી જેમની
+ ભારતીય સંસ્કૃતિનો આત્મા " પ્રેરણાથી જૈન સંઘના પ્રતિનિધિ તરીકે અહીં ઉપસ્થિત થયા છે, તે મુનિરાજ શ્રી આત્મારામજી મહારાજને (પૂ. શ્રી વિજયાનંદસૂરિજી) વંદના કરે છે.
જાણે ગુરુવંદના કરતા ન હોય ! વીરચંદ ગાંધીએ દાખવેલી ગુરુભક્તિ વિશ્વધર્મ પરિષદના શ્રોતાજનોને સ્પર્શી ગઈ. આપણને જ્ઞાન આપનારી વ્યક્તિ ઉપસ્થિત ન હોય ત્યારે કેવા આદરપૂર્વક સ્મરણ કરવું જોઈએ એનું ઉદાહરણ વીરચંદ
મુનિરાજશ્રી આત્મારામજી મહારાજ ગાંધીએ પૂરું પાડ્યું. આમાં સહુએ
(શ્રી વિજયાનંદસૂરીશ્વર જી મહારાજ) ભારતીય પરંપરાનો સ્પર્શ અનુભવ્યો. વીરચંદ ગાંધીના જૈનદર્શન વિષયક પ્રવચનની વિશેષતા એ હતી કે એમણે સરળ, પ્રાસાદિક અને સહુ શ્રોતાઓને સમજાય એ રીતે જૈન ધર્મના સિદ્ધાંતો પ્રસ્તુત કર્યા. આમ કરીને સ્વધર્મની અતિપ્રશંસા દ્વારા આત્મશ્લાઘામાં લપસી પડનારા ઘણા વિચાર કોને એમણે વિવેકભર્યો માર્ગ ચીંધી આપ્યો. જૈનદર્શનની સમજાવટ કરતી વખતે એમણે પરિભાષાનો ઉપયોગ કર્યો છે, પણ એ પરિભાષાને એવી રીતે પ્રયોજે છે જેથી એ વાત કે વિચારને સહુ કોઈ સમજી શકે.
સૂક્ષ્મ અને તાર્કિક તત્વજ્ઞાન નિશ્ચિત સમયમર્યાદામાં વક્તવ્ય આપવાનું હોવાથી એમના વક્તવ્યમાં તાર્કિકતા અને પૃથક્કરણવૃત્તિ જોવા મળે છે. એમણે કહ્યું,
જૈન ધર્મ વસ્તુને બે દૃષ્ટિથી જુએ છે. એક દ્રવ્યાયાર્થિક નય અને બીજી પર્યાયાર્થિક નય. દ્રવ્યાયાર્થિક નયને મતે વિશ્વ આદિ અને અંત રહિત છે પણ પર્યાયાર્થિક નયને મતે દરેક ક્ષણે ઉદ્ભવ અને નાશ થાય છે.
- 21
Page #13
--------------------------------------------------------------------------
________________
- ભારતીય સંસ્કૃતિનો આત્મા જૈન પ્રણાલીને બે ભાગમાં વહેંચી શકાય. પહેલું શ્રુતધર્મ અને બીજું ચારિત્રધર્મ.
શ્રતધર્મમાં અંતર્ગત નવ તત્ત્વના પ્રકારો, છ પ્રકારના જીવ અને ચાર પ્રકારની ગતિ દર્શાવેલ છે. નવ સિદ્ધાંતોમાં પહેલું આત્મા છે. જૈન ધર્મ પ્રમાણે આત્મા એક એવું સત્ત્વ છે કે જે સમજે છે, વિચારે છે અને અનુભવે છે. જીવમાં સૌથી દિવ્ય આત્મા છે. આત્માનો મૂળ સ્વભાવ સમ્યકજ્ઞાન, સમ્યક્દર્શન અને સમદ્યારિત્ર છે. આત્મા એ પુનર્જન્મનો, ઉત્ક્રાંતિનો વિષય છે. બીજો સિદ્ધાંત અનાત્માનો છે.
પુનર્જન્મનો અથવા આત્માના પુનઃઅવતરણનો સિદ્ધાંત એ જૈન તત્ત્વજ્ઞાનનો મહાન સિદ્ધાંત છે. આવો જ બીજો સિદ્ધાંત તે કર્મનો સિદ્ધાંત છે. જૈન તત્ત્વજ્ઞાનમાં કર્મના આઠ પ્રકાર છે. યથાર્થ જ્ઞાનને અવરોધનાર, યથાર્થ દર્શન (વસ્તુનું)ને અવરોધનાર, જે દુઃખ અને સુખ આપે છે, જે મોહ પેદા કરે. છે તે બીજા ચાર વધુ પેટા પ્રકારોમાં વહેંચાયેલા છે તે એટલા સૂક્ષ્મ રીતે વહેંચાયેલા છે કે કર્મ તત્ત્વજ્ઞાનનો વિદ્યાર્થી જે તે કર્મની અસર સમજી શકે, વર્ણવી શકે. ભારતની કોઈ પણ તત્ત્વજ્ઞાનશાખા આના જેટલી ચોક્કસ અને સૂક્ષ્મ નથી. જે માનવી સમ્યજ્ઞાન, સમ્યક્દર્શન, સમ્મચારિત્ર વડે બધાં કર્મોનો નાશ કરે છે અને આત્માનો પૂર્ણ વિકાસ કરે તે પૂર્ણત્વ પામે છે અને તે ‘જિન” કહેવાય છે. આ ‘જિન' દરેક યુગમાં સિદ્ધાંતો શીખવે છે અને સ્થાપિત કરે છે; તેમને તીર્થંકર કહેવાય છે.”
પક્ષપાત અને પૂર્વગ્રહનો ત્યાગ સત્તર સત્તર દિવસ સુધી આ વિશ્વધર્મ પરિષદમાં અનેક ધર્મોના ધર્મગુરુઓ, વિચારકો અને અનુયાયીઓએ પોતાનાં વક્તવ્યો પ્રસ્તુત કર્યો.
એના સમાપન સમયે વિધેયાત્મક અભિગમ ધરાવતા વીરચંદ ગાંધીનું હૃદયસ્પર્શી વક્તવ્ય એમના ઉષ્માભર્યા વ્યક્તિત્વના ઉમદા અંશોનું સૂચક છે. શ્રોતાજનોના હર્ષનાદો વચ્ચે એમણે સમાપનવિધિ સમયે કહ્યું,
“શું આપણને થોડા સમયમાં જ વિદાય લેતાં દુ:ખ થતું નથી ? શું
• ભારતીય સંસ્કૃતિનો આત્મા આપણી એવી ઇચ્છા નથી કે આ ધર્મપરિષદ સત્તર દિવસને બદલે સત્તરગણા વધારે દિવસો ચાલે ? શું આપણે અત્યંત આનંદપૂર્વક અનેક બુદ્ધિશાળી વક્તાઓનાં તેજસ્વી ભાષણો આ મંચ પરથી નથી સાંભળ્યા ? શું આપણે જોઈ નથી રહ્યા કે આયોજ કોનું શુભ સ્વપ્ન આ અભૂતપૂર્વ સંમેલન દ્વારા આશાતીત સફળતા પામ્યું છે ? જો એક અન્ય ધર્મીને આપ શાંતિ અને પ્રેમનો સંદેશ આપવાની અનુમતિ આપો છો તો હું કહીશ કે આ મંચ દ્વારા અનેક ઉદાર ભાવ ભિન્ન ભિન્ન પ્રકારે પ્રગટ થયા છે. આ વિચારોમાં અંધવિશ્વાસ કે કટ્ટરતા નથી. ભાઈઓ અને બહેનો ! હું આપને પ્રાર્થના કરું છું કે ભિન્ન ભિન્ન ધર્મોને ગહનતાથી જોવા પ્રયત્ન કરશો. હાથી અને સાત આંધળાઓની વાર્તા સમાન અંધવિશ્વાસ તથા પક્ષપાતની દૃષ્ટિથી વિચાર કરવો અનુચિત ગણાશે.”
આમ, વિશ્વધર્મ પરિષદમાં વીરચંદ ગાંધીનાં પ્રવચનોએ જૈનદર્શન અને ભારતીય વિદ્યા અંગે એક નવી લહેર જગાવી. અમેરિકાનાં અખબારોએ એમની જ્ઞાનમય પ્રતિભા પર પ્રશંસાનાં પુષ્પો વેર્યો. વિશ્વધર્મ પરિષદના યોજ કોએ વીરચંદ ગાંધીને એમની યશસ્વી કામગીરી માટે રણ ચંદ્રક અર્પણ કર્યો.
તેજસ્વિતાનો પર્યાય અમેરિકાના સામયિક ‘એડિટર્સ બ્યુરો'એ વીરચંદ ગાંધીની જે છબી આલેખી છે, એ જ એમની પ્રતિભા અને પ્રભાવનો આપણને સ્પર્શ કરાવે છે. આ અમેરિકન સામયિકે એના તંત્રીલેખમાં વિસ્તૃત નોંધ લખી. સહુ પ્રથમ તંત્રી વીરચંદ ગાંધીનો પરિચય આલેખે છે. તેઓ લખે છે,
“મુંબઈ યુનિવર્સિટીના સ્નાતક (બી.એ.) શ્રી વીરચંદ રાઘવજી ગાંધી અસાધારણ બૌદ્ધિક પ્રતિભા ધરાવે છે. તેઓ અંગ્રેજી સહિત ચૌદ ભાષાના અચ્છા જાણકાર છે અને જૈન એસોસિએશન ઑફ ઇન્ડિયાના મંત્રી છે. ભારતમાંથી એક જ એવા સદ્દગૃહસ્થ હોવાનું તેઓ વિશિષ્ટ સ્થાન ધરાવે છે કે જેમણે ચિકાગો વિશ્વધર્મ પરિષદ, ૧૮૯૩માં તેના વતનીઓ દ્વારા પસંદ કરાયેલા જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે જૈનોનું ગૌરવભેર પ્રતિનિધિત્વ કર્યું.”
એ પછી તંત્રીલેખમાં વીરચંદ રાઘવજી ગાંધીની પ્રતિભાનો પરિચય આપતાં તેઓ લખે છે,
Page #14
--------------------------------------------------------------------------
________________
ભારતીય સંસ્કૃતિનો આત્મા છે મિ. ગાંધી આપણા રીતરિવાજો, રાજકીય પરિસ્થિતિ, શૈક્ષણિક અને ઔદ્યોગિક સંસ્થાઓનો અભ્યાસ કરવા આપણા દેશમાં રહ્યા છે. તેઓ પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવે છે તેમજ તેઓ લાગણીશીલ, ગંભીર, આદર્શપ્રેમી, સ્વમાની અને નૈતિક હિંમત ધરાવે છે. આ બધું અને એથી વિશેષ અસર કરે એવી બાબત, એમની સ્વસ્થતા, શાંતિ, જિજ્ઞાસુ દૃષ્ટિ અને ભારતના રીતરિવાજ તેમજ ધર્મોની ચર્ચા કરવાની એમની છટા છે, પરંતુ જ્યારે માનવજાતની સ્વાર્થપરાયણતા, અન્યાય અને અજ્ઞાન, લોકોની ભીષણતા વિશે તેઓ ચર્ચા કરે છે, ત્યારે અત્યંત છટાપૂર્વક પ્રવચન કરે છે અને એ વિશે જ્યારે વિસ્તારથી ચર્ચા કરે છે ત્યારે તેમનો આત્મા, એમની આંખની તેજસ્વિતા દ્વારા ઝળહળી ઊઠે છે.”
વીરચંદ ગાંધીની પ્રવચનશૈલી અને અમેરિકામાં સર્વત્ર સાંપડેલા આદરને દર્શાવતાં અંત ભાગમાં નોંધે છે,
‘જ્યારે તક મળે ત્યારે ભારતના આ વતનીને સાંભળવાની એક તક પણ ગુમાવવી જોઈએ નહીં. અન્ય કોઈ જ ગાએ જવાને બદલે એમની પાસે સાંજે જશો, તો વધુ જ્ઞાન અને સત્ય લાધશે. ભારત અને તેની પ્રજા વિશે પ્રવર્તતા અયોગ્ય અને ભૂલભરેલા ખ્યાલો તેઓ સુધારી શકશે. એમનું પ્રવચન પૂર્ણ થયા બાદ પ્રેક્ષકવર્ગમાંથી કોઈ પણ વ્યક્તિ પ્રશ્ન પૂછશે, તો તેઓ તેનો યોગ્ય પ્રત્યુત્તર આપશે. સત્ય અને પવિત્રતાનો ઉપદેશ આપતી આવી ઉમદા અને મહાન વ્યક્તિ એ પ્રમાણે વર્તે છે, એની પ્રશંસા માટે પૂરતા શબ્દો નથી. શ્રી ગાંધીએ આપણા દેશમાં ક્લબ, વિદ્વાનોનાં વિદ્યામંડળ, સાહિત્ય અને ચર્ચ, સોસાયટી, થિયોસૉફિકલ શાખાઓ અને આધ્યાત્મિક પરિષદ સમક્ષ પ્રવચનો આપ્યાં છે. પૌર્વાત્ય યોગવિદ્યા અંગે એમણે વર્ગો પણ ચલાવ્યા છે. તેમનું દરેક જગ્યાએ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવે છે અને ખૂબ જ પ્રશંસા કરવામાં આવે છે.”
શિકાગોના પાદરી આર. એ. વ્હાઇટે એમના પૂર્વના તત્ત્વજ્ઞાન પરનો અભ્યાસ તથા એમના અંગ્રેજી ભાષા પરના પ્રભુત્વની નોંધ લીધી, તો ઈ. બી. શૈરમનને એમનું વિસ્તૃત વાંચન, જીવંત સંસ્કાર, નિખાલસ સ્વભાવ,
• ભારતીય સંસ્કૃતિનો આત્મા છે સૌજન્યપૂર્ણ વ્યવહાર અને જ્ઞાન આપવાની તાલાવેલી સ્પર્શી જાય છે. જુદાં જુદાં અખબારોએ પણ એમની પ્રતિભા વિશે નોંધ લખી. (અન્ય પ્રતિભાવો માટે જુઓ : પરિશિષ્ટ ૬). અપાર વિષયવૈવિધ્ય અને ગહન
જ્ઞાનસજ્જતા વીરચંદ ગાંધીએ વિચાર્યું કે એક wૉન હેન્રી બરોઝ ભાષણ આપીને હિન્દુસ્તાન પાછો જાઉ તો વિશ્વધર્મ પરિષદના પ્રમુખ મારા ધર્મની કંઈ સેવા બજાવી ગણાય નહીં. આથી અમેરિકનો માટે જૈન ધર્મના અભ્યાસવર્ગો શરૂ કર્યા અને સવાર-સાંજ આ વર્ગો ચાલવા લાગ્યા. જૈન ધર્મથી સર્વથા અપરિચિત અમેરિકનોને જૈન તત્ત્વજ્ઞાનમાં ઊંડો રસ લેતા કર્યા. ૧૮૯૫માં વીરચંદ ગાંધી અમેરિકા-ઇંગ્લેન્ડના પ્રવાસે જઈને મુંબઈ આવ્યા તે વખતે ચોપાનિયાં રૂપે પા આનાની વેચાણ કિંમતે આપેલાં અને ‘જૈન યુગ’ (પોષ ૧૯૮૩ પૃ. ૨૩૪)માં પ્રગટ થયેલા એમના ચરિત્રની નોંધ જોઈએ : ‘અમેરિકાનાં ન્યૂઝપેપરો અને ચોપાનિયાંઓએ એક અવાજે એમનાં વખાણ કર્યા છે. કોઈ કોઈ ભાષણમાં તો ૧૦ હજાર માણસો હાજર હતા. કેટલાંક ભાષણો સાંભળવાને લોકો સ્પેશિયલ ટ્રેનમાં આવ્યા હતા. ચિકાગોની ધર્મ સભામાં રૂપાનો અને કાસાડાગાના સમાજમાં ત્યાંની પ્રજા તરફથી એક સુવર્ણચંદ્રક એમને મળ્યો હતો.''
વિશ્વધર્મ પરિષદ પછી અમેરિકાનાં જુદાં જુદાં શહેરોમાં જવું, વ્યાખ્યાનની જાણકારી આપવી, પોસ્ટર્સ તૈયાર કરવા અને સભાખંડ મેળવવો એ બધું વીરચંદ ગાંધીને એકલા હાથે શક્ય નહોતું. આથી એમણે અને ભારતના ખ્રિસ્તી ધર્મના પ્રતિનિધિ તરીકે પૂનાથી આવેલા કુમારી સોરાબજીએ આ દેશમાં વધુ લાંબો સમય રહેવાનું હોવાથી લેક્ટર બૂરોની સહાય લીધી. એ સંસ્થાની સહાયથી એમનાં આટલાં બધાં પ્રવચનો ગોઠવી શકાયાં. એમનાં પ્રવચનોમાં વિશાળ મેદની એકઠી થતી હતી. ઘણી વ્યક્તિઓએ એ સાંભળીને માંસાહાર ત્યજી દીધો તથા કેટલાકે જૈન ધર્મની જીવનપ્રણાલી સ્વીકારી.
15
Page #15
--------------------------------------------------------------------------
________________
• ભારતીય સંસ્કૃતિનો આત્મા
- ભારતીય સંસ્કૃતિનો આત્મા છે ૧૮૯૩ના સપ્ટેમ્બરથી ૧૮૯૫ માર્ચ સુધી અમેરિકાનાં શિકાગો, બોસ્ટન, વૉશિંગ્ટન, ન્યૂયૉર્ક, રોશેલ્ટર, ક્લીવલેન્ડ, કાસાડાગા, લીલીડેલ, લાપોર્ટ, બ્રુકલાઇન, શારોન, રોક્સબરી, એવનસ્ટન, હાઇલૅન્ડપાર્ક જેવાં નગરોમાં વીરચંદ રાઘવજી ગાંધીનાં ભિન્ન ભિન્ન વિષયો પર પ્રવચનો યોજાતાં રહ્યાં. આપણને આશ્ચર્ય એ થાય કે કાઠિયાવાડ(સૌરાષ્ટ્ર)ના ખૂણામાં આવેલા મહુવા ગામના ઓગણત્રીસ વર્ષના આ યુવાને આટલા બધા ભિન્ન ભિન્ન વિષયોનું ક્યારે ઊંડું અવગાહન કર્યું હશે ? વળી તેઓ વિદેશી શ્રોતાઓ સમક્ષ અંગ્રેજી ભાષામાં પોતાના એ અંગેના વિચારો પ્રમાણભૂત રીતે વ્યક્ત કરી શકે છે, એવી એમની જ્ઞાનસજજતા આજેય આશ્ચર્યચકિત કરી દે છે. સ્વામી વિવેકાનંદને વીરચંદ ગાંધીની શક્તિ પર ઘણો વિશ્વાસ હતો. તેઓ એક પત્રમાં લખે છે કે વીરચંદ ગાંધી એક શહેરથી બીજે શહેર ભાષણો આપવાના છે અને તેમાં તે વિજય મેળવશે.
ધર્મ, સાહિત્ય અને રાજ કારણના વિદ્વાન તથા જૈન ધર્મના ખ્યાતિપ્રાપ્ત સેવક મહાત્મા ભગવાનદીને લખ્યું છે, “વીરચંદ ગાંધી જેવા માનવીને ભારતની ભૂમિએ જન્મ આપ્યો ન હોત તો ૧૮૫૭ પછી ભારત એની ગરિમાનો પ્રભાવ બીજો કોઈ દેશ પર પાડી શક્યું ન હોત. તેઓ એક ધર્મના પ્રતિનિધિ તરીકે શિકાગોના સર્વધર્મ સંમેલનમાં સામેલ થયા હતા તે ગૌણ બાબત છે. પણ અમેરિકામાં તેમણે આપેલા વક્તવ્યથી સમગ્ર ભારતનું ગૌરવ વધ્યું અને અમેરિકામાં લોકોએ જાણે ઈશુને સાંભળી રહ્યા હોય એમ એમની વાતો સ્વીકારી.''
વીર ચંદ ગાંધી, એચ. ધર્મપાલ અને સ્વામી વિવેકાનંદ આ ધર્મજ્ઞાતા અનોખા કાન્તદ્રા હતા. આ જગતની પેલે પારનું જોઈ શકે તે કાન્નદ્રષ્ટા, વર્તમાનને વીંધીને ભવિષ્યને જાણી શકે તે કાન્નદ્રષ્ટા. જ્યારે ભારતના રાજકીય સ્વાતંત્ર્યની ઉષાનું પહેલું કિરણ પણ ફૂટ્યું નહોતું ત્યારે વીરચંદભાઈએ એમ કહ્યું હતું કે હિંદુસ્તાન આઝાદ થશે તો બધા દેશો સાથે શાંતિમય સહઅસ્તિત્વથી જીવશે. દેશને આઝાદી મળી તે અગાઉ છ દાયકા પૂર્વે પેલે પારનું દર્શન કરતાં વીરચંદભાઈ *The Jain Philosophy' વિશેના એમના પ્રવચનમાં કહે છે :
“આશ્ચર્યની વાત એ છે કે ભારત ઉપર વિદેશીઓ સતત હુમલાઓ કરતા રહ્યા છે અને એ બધાં આક્રમણોની આફતો આવ્યા છતાં ભારતનો આત્મા જીવંત અને જાગ્રત રહ્યો છે. એનાં આચાર અને ધર્મ સબૂત છે અને સમગ્ર વિશ્વને ભારત તરફ મીટ માંડીને જોવું પડે છે. સંસ્કૃતિનાં લક્ષણ, ખેતી, કારીગરી, કલા, સાહિત્ય, સદાચાર અને જ્ઞાનવિજ્ઞાનનાં સાધનો, આતિથ્યસત્કાર, નારીપૂજા, પ્રેમ અને આદર - બધું જ ભારતમાં કોઈ જુદા જ સ્વરૂપે જોવા મળે છે. ખરીદી શકાય એવી એ સંસ્કૃતિ હોત તો ઇંગ્લેન્ડ આ દેશમાંથી એને ખરીદી લઈ શકત, પોતાની બનાવી શકત, પણ એવું બન્યું નથી અને બની પણ નહીં શકે.
અહિંસા અને શાંતિમય સહઅસ્તિત્વ છેક ઈ. સ. ૧૮૯૩માં વીરચંદ રાઘવજી ગાંધીએ દેશના આર્થિક અને રાજકીય સ્વાતંત્ર્યની વાત કરી. એક વાર એમણે અમેરિકન લોકોને કહ્યું,
ભારત અત્યારે પરદેશી એડી નીચે કચડાયેલું છે. એ માત્ર ધાર્મિક ક્ષેત્રોમાં સ્વાતંત્ર ધરાવે છે, પણ ભારત સ્વતંત્ર થશે ત્યારે તે હિંસક માર્ગે કોઈ પણ દેશ પર આક્રમણ નહીં કરે.”
૧૮૯૩માં ગાંધીજી માત્ર બૅરિસ્ટર હતા, તે સમયે વીરચંદભાઈએ આ ભવિષ્યકથન કર્યું હતું. એમની એ કલ્પના કેટલી બધી વાસ્તવિક સાબિત થઈ !
Page #16
--------------------------------------------------------------------------
________________
૨ ભારતીય સંસ્કૃતિનો આત્મા " આપ સૌ જાણો છો કે અમે કોઈ સ્વતંત્ર રાષ્ટ્રના નાગરિક નથી. અમે તો મહારાણી વિક્ટોરિયાના પ્રજાજન છીએ, પરંતુ જો અમે સાચી રાષ્ટ્રીયતા બતાવી એક રાષ્ટ્રના સભ્ય હોવાનો ગર્વ લઈ શક્યા હોત અને અમારી પોતાની રાષ્ટ્રીય સરકાર અમારી પાછળ હોત, અને અમારી સંસ્થાઓનું કે અમારા કાયદાકાનૂનનું સંચાલન અમે સ્વેચ્છાએ અમારી મરજી મુજબ કરી શકતા હોત, તો હું ખાતરીપૂર્વક કહું છું કે અમે વિશ્વનાં બધાં રાષ્ટ્રો સાથે શાંતિમય સંબંધની ગાંઠ બાંધી અને કાયમ રાખવાનો સતત પ્રયત્ન આદરતે. અમે તો સૌનું સન્માન કરવામાં માનીએ છીએ, નહિ કે કોઈના અધિકારો લઈ લેવા અગર કોઈની ભૂમિ પર છાપો મારવો. અમે તો રાષ્ટ્ર-રાષ્ટ્ર વચ્ચે કુટુંબભાવ અને ભ્રાતૃભાવે કેળવવામાં માનીએ છીએ અને સારીયે માનવજાતિની એકતા ઝંખીએ છીએ. સંસ્કૃતમાં એક કવિએ કહ્યું છે : આ મારો દેશ છે, એવો સંકુચિત વિચાર સ્વાર્થી લોકો જ કરે છે. ઉદાર મનવાળા લોકો તો માને છે કે સમગ્ર વિશ્વ એક કુટુંબમાત્ર છે.”
ભારતીય સંસ્કૃતિનો આત્મા - દાખવતા હતા. એ જ રીતે એમને શિક્ષણમાં ઘણો ઊંડો રસ હતો. એ સમયે એમણે જોયું હતું કે કેળવણીથી જ નારી-સમાજની ઉન્નતિ થઈ શકે તેમ છે. ભારતીય નારી એ સમયે વહેમ, અજ્ઞાનતા, અંધશ્રદ્ધા અને સામાજિક કુરિવાજોથી શોષિત હતી. એમ કહેવાતું કે –
ભાઈનું મન ભમે ભૂગોળમાં અને બાઈનું ચૂલા હાંય.”
આવે સમયે કેળવણી દ્વારા ભારતમાં નારીજાગૃતિ કરવાની ભાવના તેઓ ભૂલ કઈ રીતે ? આજથી ૧૧૬ વર્ષ પહેલાં એમણે
નિકોલસ નોટોવિચ BARSHI 'International Society for the Education of Women in India’ નામની સંસ્થાની સ્થાપના કરી. સ્ત્રીઓને સમાજમાં યોગ્ય દરજ્જો અને કેળવણી મળે એવો એમનો ઉદ્દેશ હતો. એ પ્રાચીન ભારતની મૈત્રેયી, ગાર્ગી જેવી વિદુષી નારી બને તેવો આશય હતો. આ સંસ્થાએ અમેરિકામાં ત્રણ ભારતીય વિદ્યાર્થિનીઓના અભ્યાસ અને નિવાસની સઘળી જવાબદારી સ્વીકારી હતી અને એ રીતે ત્રણ વિદ્યાર્થિનીઓને એ જમાનામાં અમેરિકામાં શિક્ષણપ્રાપ્તિની તક મળી.
વિશિષ્ટ કૃતિનો અનુવાદ અમેરિકાના આ પ્રથમ પ્રવાસ દરમિયાન એક નવા વિષય પર વીરચંદ ગાંધીની દૃષ્ટિ કરે છે અને એ વિષય છે સંશોધનનો.
નિકોલસ નોટોવિચ નામના એક સંશોધકે તિબેટના બૌદ્ધ મઠમાંથી મેળવેલી હસ્તપ્રતના આધારે ‘અનનોન લાઇફ ઑફ જિસસ ક્રાઇસ્ટ’ નામનું પુસ્તક લખ્યું. ૧૮૯૪માં શિકાગોના ૬૫૫૮, સ્ટવર્ક બુલેવર્ડમાંથી વીરચંદ ગાંધી આ ફ્રેંચ પુસ્તકનો પૅરિસ યુનિવર્સિટીના પ્રો. જી. એલ. ક્રિસ્ટીએ કરેલા નવસંસ્કરણનો અંગ્રેજી અનુવાદ કરે છે. માત્ર સીધેસીધું ભાષાંતર કરવાને બદલે ઈસુ ખ્રિસ્ત ભારતભ્રમણ પર આવ્યા એ અંગે પ્રાચીન સમયના વિદેશો અને ભારત વચ્ચેના વાણિજ્ય માર્ગનો સંશોધનાત્મક આલેખ આપે છે. આ પુસ્તકમાં વર્ણવાયેલાં કાશ્મીર, હિમીસ મઠ, પ્રવાસી નોટોવિચ, લદાખનો બૌદ્ધ મઠ, લેહની બજાર વગેરે સ્થળો વિશે વીરચંદ ગાંધીએ સરસ ચિત્રો દોર્યા છે, જે એમની ચિત્રકલાની નિપુણતા દર્શાવે છે. વીરચંદ ગાંધી માત્ર દર્શનશાસ્ત્રના પ્રસ્તુતકર્તા નહોતા, પણ ધાર્મિક અને સામાજિક સુધારણામાં જીવંત રસ
કેળવણી એ જ તરણોંપાય વીરચંદ ગાંધીનો એક અપ્રસિદ્ધ પત્ર ૨00૪ની ૧૯મી ઑગસ્ટના ‘પ્રબુદ્ધ જીવનમાં પરમ પૂજ્ય આચાર્ય શ્રી શીલચંદ્રસૂરીશ્વરજીએ આપ્યો છે અને તેમાં વીરચંદ ગાંધીએ અમેરિકાના પ્રવાસ દરમિયાન જોયેલી બે મુખ્ય બાબતો તરીકે અમેરિકાના લોકોનું આતિથ્ય અને એની ઉચ્ચ કક્ષાની કેળવણી પદ્ધતિ અંગે નોંધ આપી છે. શ્રી વીરચંદ ગાંધી છેલ્લાં એકસો વર્ષમાં અમેરિકાની કેળવણી,
- 29 -
Page #17
--------------------------------------------------------------------------
________________
• ભારતીય સંસ્કૃતિનો આત્મા છે
2
-
- ભારતીય સંસ્કૃતિનો આત્મા - સાધનો અને વિભાગોમાં થયેલા પરિવર્તનની આશ્ચર્યપૂર્વક નોંધ લે છે. એની કોમન સ્કૂલ વ્યવસ્થામાં ગરીબ તેમ જ તવંગર બાળકો વિના મૂલ્ય શિક્ષણ પામે છે તે નોંધીને બે વર્ષમાં જુદાં જુદાં શહેરોમાં લીધેલી જુદી જુદી કેળવણીસંસ્થાઓ વિશે નોંધ લખી છે તેમાં પણ બાળકેવળણીની એમની નોંધ આજેય માર્ગદર્શક છે.
અમેરિકામાં વીરચંદ ગાંધીનાં વ્યાખ્યાનોની સતત વર્ષા ચાલતી રહી અને એમને વ્યાપક લોકચાહના પ્રાપ્ત થઈ. એમણે યોગ અને ગૂઢવિઘા, ભારતીય સંસ્કૃતિ અને ભારતીય પ્રજાની નૈતિકતા, જૈન ધર્મ અને હિંદુ ધર્મનો ઇતિહાસ જેવા વિષયો પર વ્યાખ્યાનો આપ્યાં. એમનો હેતુ માત્ર પ્રવચનો આપવાનો નહોતો, પરંતુ લોકોના આચરણમાં એ પ્રગટાવવાનો હતો. એ માત્ર ભારતીય સંસ્કૃતિના બ્રહ્મચર્યની વાત કરીને અટકી ગયા નહીં, બલકે પોતાના શ્રોતાઓના જીવનમાં એનું આચરણ થાય એવી અપેક્ષા રાખી. આથી એ આવશ્યક હતું કે આ માટે કોઈ સ્થાયી સંસ્થા ઊભી થાય અને એના દ્વારા સતત આ સંદેશો વહેતો રહે. પરિણામે વૉશિંગ્ટનમાં એમણે ગાંધી ફિલોસૉફિકલ સોસાયટીની સ્થાપના કરી. એમાં બસોથી અઢીસો સભ્યો હતા અને એના પ્રમુખપદે અમેરિકાના પોસ્ટમાસ્ટર જનરલ જૉસેફ ટુઅર્ટ હતા. વીરચંદ ગાંધીના ઉપદેશથી હજારો લોકો શાકાહારી બન્યા. કેટલાકે ચોથા વ્રત(બ્રહ્મચર્ય)ને અંગીકાર કર્યું અને કેટલાકે સમાધિ ધ્યાન કરવાનું શરૂ કર્યું તો કેટલાક શ્રી નમસ્કાર મહામંત્રનો જપ કરવા લાગ્યા.
૧૮૯૫ના એપ્રિલમાં તેઓ અમેરિકાથી લંડન આવ્યા. અહીં સાઉથ પ્લેસ ચંપલ અને રૉયલ એશિયાટિક સોસાયટી સમક્ષ ભારતમાં મુંબઈના ગવર્નર તરીકે રહી ચૂકેલા લૉર્ડ રેના પ્રમુખપદે વીરચંદ ગાંધીનાં ભાષણો યોજાયાં. લંડનમાં અન્યત્ર પણ એમણે ચાર પ્રવચનો આપ્યાં. એમની રૉયલ એશિયાટિક સોસાયટીના સભ્ય તરીકે નિમણૂક થઈ એ પછી ફ્રાન્સ અને જર્મનીનો પ્રવાસ કરીને ‘ઓરિએન્ટલ’ સ્ટીમર મારફતે ૧૮૯૫ની આઠમી જુલાઈએ ભારત આવ્યા. ભારતમાં પ્રવેશ્યા ત્યારે મુંબઈ બંદર પરથી મોય સરઘસાકારે તેમને લાવવામાં આવ્યા. મુંબઈમાં એમણે પોતાના પ્રવાસ વિશે બે-ત્રણ પ્રવચનો આપ્યાં. એમના ચિત્તમાં સતત પોતાના માર્ગદર્શક ગુરુ શ્રી આત્માનંદજીનું
30
*અનનોન લાઇફ ઑફ જિસસ ક્રાઈસ્ટ "માં નોટોવિચના પ્રવાસનું
વીરચંદ રાઘવજી ગાંધીએ દોરેલું રેખાચિત્ર
Page #18
--------------------------------------------------------------------------
________________
ભારતીય સંસ્કૃતિનો આત્મા
સ્મરણ ઘૂમતું હતું આથી તેઓ અંબાલામાં ચાતુર્માસ કરી રહેલા પૂ. આત્માનંદજી મહારાજના દર્શને ગયા. એમના શુભાશીર્વાદથી વિદેશમાં કરેલાં ધર્મ અને સંસ્કૃતિના કરેલાં પ્રચાર અને પ્રભાવનાની માહિતી આપી અને આ સર્વ જાણીને
આચાર્યશ્રીને અત્યંત હર્ષ થયો.
જીવનધ્યેયની પ્રાપ્તિ
૨૯ વર્ષના યુવાન ભારતની ધરતી પર પાછા તો આવ્યા પરંતુ એમના ચિત્તમાં સતત એક જ વિચાર ઘૂમતો હતો. એ વિચારતા હતા કે કઈ રીતે ધાર્મિક અને સામાજિક કાર્યો કરીને ભારતીય પ્રજા અને જૈન સમાજની ઉન્નતિ કરવી. પરિણામે એમણે બીજો કોઈ વ્યવસાય કે કાર્ય સ્વીકાર્યાં નહીં. એ સમયે મુખ્યત્વે જૈન સાહિત્યની ઉપાસના અને અન્ય ધર્મોના અભ્યાસમાં એમનું ચિત્ત ડૂબી ગયું.
મુંબઈમાં ‘હેમચંદ્રાચાર્ય અભ્યાસ વર્ગ'ની સ્થાપના કરીને એના ઉપક્રમે જૈનદર્શનવિષયક વ્યાખ્યાનો આપ્યાં. આ સંસ્થાના ઉપક્રમે ‘કર્મનો સિદ્ધાંત' કે ‘સિદ્ધાંતસાર’ જેવા ગ્રંથ પર એમણે ગોષ્ઠિ રાખી અને વ્યાખ્યાનો આપ્યાં. આ અભ્યાસવર્ગમાં એમણે અમેરિકાની શિક્ષણવ્યવસ્થા, રીતરિવાજો અને એમના જીવનવ્યવહારની વાત કરી. થિયોસૉફિકલ સોસાયટી, આર્યસમાજ અને મુંબઈની બુદ્ધિવર્ધક સભામાં એમને જૈનદર્શન વિશે વક્તવ્ય આપવા માટે નિમંત્રણ મળ્યાં હતાં.
ગાંધીજી સાથે ખોરાકના પ્રયોગો
વીરચંદ ગાંધી અને મહાત્મા ગાંધીના સંબંધ અંગે સંશોધન કરતાં એક મહત્ત્વની વિગત સાંપડી છે. વીરચંદ રાઘવજી ગાંધી અને મહાત્મા ગાંધી મુંબઈમાં એકસાથે એક ઓરડીમાં રહ્યા હતા. મહાત્મા ગાંધીએ રવિશંકર નામના બ્રાહ્મણને રસોઈ માટે રાખીને મુંબઈમાં રહેવાની વ્યવસ્થા ગોઠવી હતી. આ સમયે મહાત્મા ગાંધી ભારતીય કાયદાશાસ્ત્રનું અધ્યયન કરતા હતા, પરંતુ એ અભ્યાસ એમને કંટાળાજનક લાગતો હતો. ઇંગ્લૅન્ડમાંથી બૅરિસ્ટર થઈને આવેલા ગાંધીજી પાસે કોઈ ‘બ્રીફ’ આવતી નહોતી. આવી બ્રીફ વચેટિયાઓને દલાલી આપવાથી મળતી હતી, પરંતુ ગાંધીજી એમાં સંમત નહોતા. આ વેળાએ
32
ભારતીય સંસ્કૃતિનો આત્મા
બંને મિત્રોએ ખોરાક અંગેના પ્રયોગો શરૂ કર્યા. એમની સાથે સોલિસિટરની પરીક્ષા માટે તૈયારી કરતા વીરચંદ ગાંધી જોડાયા. વધુ સમય રાંધવાથી ખોરાકનાં પૌષ્ટિક તત્ત્વો ઓછાં થઈ જાય છે તેની તેઓએ ચર્ચા કરી અને પછી પૌષ્ટિક તત્ત્વો જળવાય એ રીતે રાંધવાની જુદી જુદી પદ્ધતિઓના અખતરા કર્યા. વેજિટેરિયન સોસાયટીના ચૅરમૅન એ. એફ. હિલ્સે ૧૮૮૯માં એક એવી પદ્ધતિ રજૂ કરી કે રાંધવાને કારણે સૂર્યનાં કિરણોમાંથી પ્રાપ્ય શક્તિ નષ્ટ થાય છે. એમણે રાંધેલો ખોરાક ખાવાને બદલે ફળ, સૂકો મેવો, કાચું અનાજ અને કઠોળ ભોજનમાં લેવાનું કહ્યું અને એને એમણે ‘વાઇટલ ફૂડ’ એવું નામ આપ્યું.
શ્રી મોહનદાસ કરમચંદ ગાંધી (૧૮૮૮)
ગાંધીજીના અંતેવાસી પ્યારેલાલે નોંધ્યું છે કે, “બૅરિસ્ટર થઈને આવેલા મહાત્મા ગાંધીને કોઈ કેસ મળતો નહતો. આ સમયે વીરચંદ ગાંધીએ એમને હિમ્મત રાખવા અને ધૈર્ય ધારણ કરવા સલાહ આપી. વીરચંદ ગાંધીએ ફીરોજશા મહેતા, બદરૂદ્દીન તૈયબજી અને એવા વકીલાતના ક્ષેત્રના અન્ય અગ્રણીઓએ સફળતા પ્રાપ્ત કરવા માટે કેટલો બધો લાંબો સમય રાહ જોવી પડી હતી તે દર્શાવ્યું. એમણે મહાત્મા ગાંધીજીને એમ પણ કહ્યું કે નવીસવી વ્યક્તિએ તો ત્રણ, પાંચ કે જરૂર પડે સાતેક વર્ષ પણ રાહ જોવી પડે અને એ પછીય એ બે છેડા ભેગા થાય એટલું મેળવી શકે.
વીરચંદ ગાંધી રાષ્ટ્રીય મહાસભાના ચુસ્ત હિમાયતી હતા. ૧૮૯૫માં પૂનામાં ભરાયેલી ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસમાં એમણે મુંબઈના પ્રતિનિધિ તરીકે
* Mahatma Gandhi, Vol. 1, The Early Phase by Pyarelal, 1965, Publisher: Navjeevan Publication House, Ahmedabad
33
Page #19
--------------------------------------------------------------------------
________________
ભારતીય સંસ્કૃતિનો આત્મા
હાજરી આપી હતી. વળી બંનેની અટકના સામ્યને કારણે ક્યાંક ગેરસમજ પણ ઊભી થતી હતી. લંડનની બ્લેવેસ્કી લોજમાં સંસ્થાના સભ્ય શ્રી મોહનદાસ
કરમચંદ ગાંધીની મુલાકાત કર્નલ ઓલકોટ સાથે થઈ એવી નોંધ જોસેફાઇન રેન્ડસમે લખેલી A Short History of The Theosophical Societyમાં મળે છે. ૧૮૯૬માં આ મેળાપ થયાનું નોંધાયું છે. જ્યારે એ સમયે ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં હતા. કર્નલ ઓલકોર્ટ ગાંધીને એક અગ્રણી જૈન તરીકે ઓળખાવ્યા છે જેને પરિણામે જોસેફાઇન રેન્ડસમે આવી ભૂલ કરી છે. આમ બંને એકબીજાના સંપર્કમાં સારી રીતે આવ્યા હતા, પરંતુ એમની વચ્ચેના પત્રવ્યવહારની કે અન્ય વિગતો સાંપડતી નથી. ગાંધીજીએ વીરચંદભાઈના પુત્ર મોહનભાઈ ઉપર લખેલા એક પત્રમાં આશીર્વાદ સાથે પૂછ્યું છે કે, “પિતાજીના આદર્શોમાંથી કંઈ જાળવી રાખ્યા છે ખરા ?"
અહીં વીરચંદ ગાંધીએ વિદેશમાં આપેલાં ધ સાયન્સ ઑફ ઇટિંગ’નાં પ્રવચનોનું સ્મરણ થાય છે. એમણે ત્રણ પ્રકારના ખોરાકની વાત કરી અને કહ્યું કે પહેલા પ્રકારનો ખોરાક શાંતિ આપે છે. બીજો ક્રિયા-ગતિ કે ગરમી આપે છે અને ત્રીજા પ્રકારનો ખોરાક ગતિને અવરોધે છે. એક આહારશાસ્ત્રી જે રીતે ચર્ચા કરે એ રીતે એમણે અહીં ચર્ચા કરી છે અને દર્શાવ્યું છે કે અંગ્રેજ લોકો કરતાં તાકાત અને સહનશીલતામાં ભારતીય લોકો ચડિયાતા છે એનું કારણ એમનો આહાર છે. ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’ના તામસી આહારની વાત કરે છે અને જૈનો જમીનની નીચે ઊગેલી વનસ્પતિ કેમ ખાતા નથી એનો મર્મ સમજાવે છે. એ જ રીતે સૂર્યાસ્ત પહેલાં ભોજન કરવાના એના સિદ્ધાંતનો હેતુ દર્શાવતાં કહે છે કે અંધારામાં સૂર્યપ્રકાશનાં લાભદાયક તત્ત્વો મળતાં નથી. વળી એની સાથોસાથ આની પાછળ રહેલા ગૂઢ વિજ્ઞાનની વાત કરે છે.*
ઈ. સ. ૧૮૯૬માં વીરચંદ ગાંધી બીજી વાર અમેરિકાના પ્રવાસે ગયા. આ સમયે ૧૮૯૬ની વીસમી ઑગસ્ટે પ્રસિદ્ધ દાનવીર પ્રેમચંદ રાયચંદના અધ્યક્ષસ્થાને અને માંગરોળ જૈન સંગીત મંડળી સંસ્થાના પ્રમુખ મોતીચંદ * The Jain Philosophy, Chapter 15 : The Science of Eating, by Virchand Raghavji Gandhi, Edited : Dr. Kumarpal Desai, Publisher: World Jain Confederation, pp. 177
34
ભારતીય સંસ્કૃતિનો આત્મા
દેવીચંદની ઉપસ્થિતિમાં રૉયલ એશિયાટિક સોસાયટીના સભ્ય, જૈન એસોસિએશન ઑફ ઇન્ડિયાના મંત્રી અને હેમચંદ્રાચાર્ય સ્ટડી સર્કલના પ્રમુખ એવા શ્રી વીરચંદ ગાંધીને માનપત્ર અર્પણ કરવામાં આવ્યું. તેઓની સાથે એમનાં ધર્મપત્ની વિદેશ પ્રવાસે જઈ રહ્યાં છે તેનો આનંદ વ્યક્ત કરવામાં આવ્યો.
એમણે અમેરિકા અને ઇંગ્લૅન્ડમાં વ્યાખ્યાનો આપ્યાં. બૅરિસ્ટર તરીકે અભ્યાસ કર્યો અને બૅરિસ્ટર થયા. જોકે એમણે વકીલાતના વ્યવસાયનો દ્રવ્યોપાર્જનના બદલે ધર્મસેવા કાજે ઉપયોગ કર્યો.
ધર્મકાર્ય માટે સાદ
પાલિતાણાના રાજ તરફથી પેઢીના લોકોની જુદા જુદા પ્રકારે કનડગત કરવામાં આવતી હતી. આ તીર્થમાં કામ કરતા નોકરોને માર મારવામાં આવતો. તીર્થના હક્કો અને તીર્થની સલામતીની બાબતમાં ગંભીર સમસ્યા જાગી હતી. આ ત્રાસમાંથી મુક્ત થવા અમેરિકાનો પ્રવચનપ્રવાસ ખેડી રહેલા વીરચંદ ગાંધીને આણંદજી કલ્યાણજી પેઢીએ પત્ર લખ્યો. વીરચંદ ગાંધીને બ્રિટિશ સરકારે તીર્થ અંગેની કાઢી નાખેલી અપીલ અંગે લંડનમાં અમલદારોને મળવા માટે વિનંતી કરી. લંડનની કોર્ટ (પ્રીવી કાઉન્સિલ)માં અપીલ રજૂ કરવાનો નિર્ણય કર્યો. આના ઉત્તરમાં વીરચંદ ગાંધી ૧૮૯૮ની છવ્વીસમી એપ્રિલે બોસ્ટનના નં. ૬, ઑક્સફર્ડ ટેરેસના સ્થળેથી આ પ્રમાણે પ્રત્યુત્તર પાઠવે છે :
“આપણા પવિત્ર શત્રુંજય ડુંગર સંબંધી થતી રાજા તરફથી અડચણો દૂર કરવા આપ મને ફરમાવો છો અને એ કામમાં મારા ઉપર વિશ્વાસ રાખો છો તેને
માટે હું આપનો ઉપકાર માનું છું. દરેક શ્રાવક ભાઈની ફરજ છે કે તેણે આ કામમાં તન, મન અને ધન અર્પણ કરવું જોઈએ. ધનની બાબતમાં હું શક્તિમાન નથી, તો પણ તન-મન અર્પણ કરવા ખુશી છું.
“આપે મોકલેલાં કાગળિયાંઓ તથા અરજી વાંચી તમામ હકીકતોથી હું માહિત થયો છું. એ સરવે હકીકત પહેલેથી મારી માહિતીમાં છે, પરંતુ હાલની
35
Page #20
--------------------------------------------------------------------------
________________
ભારતીય સંસ્કૃતિનો આત્મા છે
- ભારતીય સંસ્કૃતિનો આત્મા નવી અરજીઓની ઇબારત તથા સરકારના ઠરાવથી માહિત થવાની જરૂર હતી તે માહિતગારી આપના મોકલાવેલા ઓચરિયાથી મળી છે. આપના વિચારને હું મળતો આવું છું કે સ્ટેટ સેક્રેટરીને અરજી કરવી. અને એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. પરંતુ આપ કહો છો તેમ સ્ટેટ સેક્રેટરીની હાફિસમાં, મુંબઈ સરકારની માફક આપણું કામ માર્યું જાય તો પછી દાદ મેળવવાની કોઈ પણ જગાએ આશા રહે નહીં. માટે બની શકે એટલી તજવીજ કરી મજબૂતાઈ મેળવી સ્ટેટ સેક્રેટરીને અપીલ કરવી જોઈએ. આ કામમાં મારાથી બની શકે તેટલો પ્રયાસ લેવા હું ખુશ છું. એટલું જ નહીં પરંતુ આપ મને તે કામ સોંપો છો તેથી મને આપ મોટું માન આપો છો તેમ સમજું છું. તા. ૭મી જૂનના રોજ હું લંડન પહોંચીશ.”
લંડન શહેરમાં કેટલાક ભલામણપત્રોની જરૂર પડશે. ચિકાગો શહેરના વડા ન્યાયાધીશના કેટલાક મિત્રો લંડનમાં હશે એમ હું ધારું છું. આ વડા ન્યાયાધીશ મારા મિત્ર છે. તેમની પાસેથી ભલામણપત્રો મેળવવા માટે ખાસ ચિકાગો જવું પડશે. શેઠ દાદાભાઈ નવરોજજી લંડનમાં હશે, તેમને પણ મળીશ. હું તેમને સારી રીતે ઓળખું છું. વળી આજ રોજ મેં મુંબઈ શેઠ વીરચંદ દીપચંદ ઉપર પત્ર લખ્યો છે. તેમાં તેમના તરફથી તથા તેમની હાફિસવાળા શેઠ દીનશા એદલજી વાળા (જેઓ દાદાભાઈના પરમ મિત્ર છે) તેમના તરફથી દાદાભાઈ ઉપર ભલામણપત્ર મેળવી મારા ઉપર લંડન મોકલવા લખ્યું છે. હાલમાં મુંબઈમાં ચાલતી મરકીને લીધે વીરચંદ શાહ મુંબઈથી અમદાવાદ આવ્યા હોય તો આપ તેમને એ પત્રો મને મારા લંડનના સરનામેથી મોકલવા વિનંતી કરશો. તથા એક પત્ર શેઠજી મયાભાઈ તરફથી પીલ સાહેબ ઉપર લખી મોકલશો....”
“મે. પીલ સાહેબને મળી બનતો પ્રયાસ કરીશ તેમ જ લૉર્ડ રે સાહેબ મારફત જેટલું બનશે તેટલું કરીશ. એ બધા પ્રયાસ કર્યા પછી અપીલ કરવાની જરૂર પડશે તો તેને માટે જે જરૂ૨ માલુમ પડશે તે ગોઠવણ કરવા સંબંધી આપના ઉપર લખીશ.”
“વિલાયતમાં હું અમલદારો વગેરેને મળીશ તે “Special Commissioner
શ્રી શત્રુંજય મહાતીર્થ of the Jain Community of India' એ હોદાથી મળીશ. માટે એ પ્રમાણે વર્તવાનું મારું પગલું આપ મંજૂર કરશો.”
આ પત્રમાં વીરચંદ ગાંધી નોંધે છે કે આ કાર્ય માટે પોતે તત્કાળ લંડન જઈ શકે તેમ નથી, કારણ કે એમણે અમેરિકામાં છ મહિના પૂર્વે જુદાં જુદાં સ્થળોએ ભાષણો આપવાની મંજૂરી આપી છે. આથી વહેલામાં વહેલાં ૨૫મી મેએ અમેરિકાના ઇન્ડિયાનાપૉલિસ શહેરમાં વક્તવ્ય આપીને લંડન જવાની શક્યતા દર્શાવે છે, પણ ત્વરિત કાર્યશક્તિ ધરાવતા વીરચંદ ગાંધી શત્રુંજયના આ કાર્ય માટે કેવી પૂર્વતૈયારી કરવી જોઈએ તેની વિગતો આપે છે. એ કહે છે કે “ઇન્ટરનૅશનલ સોસાયટી ફોર ધ એજ્યુકેશન વિમેન ઇન ઇન્ડિયાના કાર્ય અંગે એમને ભારતમાં રહી ચૂકેલા ‘ઇન્ડિયા ઑફિસ'ના અમલદારો સાથે સારો પરિચય છે અને તેઓ આ કાર્યમાં ઉપયોગી બની શકશે. વળી નોંધે છે કે ‘ઇન્ડિયા ઑફિસ'ના અમલદારોને શત્રુંજય તીર્થના કેટલાક ફોટાઓ ભેટ તરીકે મોકલવાથી સારો અભિપ્રાય ઊભો થશે, એટલું જ નહીં પણ જેમ્સ બર્જેસનું પાલિતાણા વિશેનું પુસ્તક પણ મોકલવાનું સૂચન કરે છે. લંડનમાં આ કાર્યને માટે પોતાને કઈ કઈ વસ્તુની જરૂર પડશે એની વ્યવસ્થિત સૂચિ
16
11
Page #21
--------------------------------------------------------------------------
________________
- ભારતીય સંસ્કૃતિનો આત્મા છે અગાઉથી આપે છે. આમાં વીરચંદ ગાંધીની ચીવટ અને ધગશ દેખાઈ આવે છે.
તેઓ કેટલીક સામગ્રી પેટીમાં પેક કરીને લંડન મોકલવાનું કહે છે, જેમાં (૧) બર્જેસ સાહેબ કૃત ટેમ્પલ્સ ઑફ શત્રુજય; (૨) ત્યાંના કોઈ ભંડારમાંથી નીચેની પ્રતો (અ) હીરસૌભાગ્ય કાવ્ય (બ) શત્રુંજય માહાભ્ય - ગુજરાતીમાં ટબા સાથે; (૩) શત્રુંજય ડુંગરનો નકશો. આપણી પેઢીમાં મારા ધારવા પ્રમાણે છે તે. કેડી સાહેબના રિપોર્ટની તથા બીજો કાગળિયાં છાપેલાં આપે જે અહીં મોકલ્યાં છે તે દરેકની દસ નકલો; (૪) કોઈ બેંક ઉપર સો પાઉંડની હુંડી તથા જોઈએ તો વધારે રકમ મળવાનો પત્ર; (૫) મારા પર વહીવટ કરનારા પ્રતિનિધિઓનો અંગ્રેજીમાં પત્ર.”
શત્રુંજયનો કેસ લડવા માટે આણંદજી કલ્યાણજી પેઢી વીરચંદ ગાંધીને ‘સ્પેશ્યલ કમિશનર ફૉર ધ જૈન કમ્યુનિટી'નું લખાણ આપે છે. એમનો આણંદજી કલ્યાણજી પેઢીમાં જળવાયેલો પત્રવ્યવહાર એમના અથાગ પ્રયત્નોનો ચિતાર આપે છે. જોકે લંડનની કોર્ટને અર્થાત્ પ્રીવી કાઉન્સિલને અપીલ કરવા માટે સેક્રેટરી ઑફ સ્ટેટને અપીલ કરવાનું નક્કી થયું.
યોજનાબદ્ધ અથાગ પ્રયત્નો શ્રી વીરચંદભાઈ ગાંધી તા. ૭મી જૂનના રોજ નહીં, પણ તા. ૯મી જૂનના રોજ લંડન પહોંચ્યા હતા. આ પછી એમણે લંડનમાં કેટલીક પ્રાથમિક કામગીરી બજાવી હતી, મિ. હોપ, સર મંચેરશા ભાવનગરી, શ્રી રમેશચંદ્ર દત્ત, ઑનરેબલ રોજર્સ, શ્રી દાદાભાઈ નવરોજજી તથા બીજા કેટલાક ગૃહસ્થોની મુલાકાત લઈને પેઢીના કેસ બાબતની ચર્ચા કરી હતી, એમ એમના પેઢી ઉપરના તા. ૨૩-૬-૧૮૯૮ના પત્ર ઉપરથી જાણવા મળે છે.
વીરચંદ ગાંધીને સેક્રેટરી ઑફ સ્ટેટને અપીલ કરવાનું કાર્ય સોંપવામાં આવ્યું. ૧૮૯૮ની બારમી ઓગસ્ટે તેઓ ભારત આવ્યા અને અમદાવાદમાં આ તીર્થ અંગેના મુકદ્દમાની પૂર્ણ જાણકારી મેળવીને ૨૪મી ડિસેમ્બર ૧૮૯૮ના રોજ ઇંગ્લેન્ડ પાછા ગયા.
પવિત્ર મહાતીર્થ શત્રુંજય પર્વત સમ્રાટ અકબર અને શેઠશ્રી શાંતિદાસના
• ભારતીય સંસ્કૃતિનો આત્મા છે સમયથી શ્વેતાંબર જૈનોના કબજામાં હતો, આમ છતાં તે બાદશાહ, તેના પછી તખ્તનશીન થયેલ બાદશાહ જહાંગીર અને શાહજહાંના તામ્રપત્ર ઉપર આપેલાં ફરમાનોનો સમયસર ઉપયોગ ન થવાના કારણે, તેના પરથી હકૂમત પાલિતાણાના દરબારના હાથમાં આવી. ઈ. સ. ૧૮૮૫માં તે સમયના પાલિતાણાના ઠાકોર સુરસિંહજીએ પર્વતનું રક્ષણ કરવાના બહાને પ્રત્યેક યાત્રાળુ દીઠ બે રૂપિયાનો મૂંડકાવેરો નાખ્યો. આ રીત ઘણી અગવડભરી તથા ત્રાસદાયક હતી. સાથોસાથ તા. ૭-૬-૧૮૮૫ના રોજ સુરજ કુંડ નજીક ભગવાન ઋષભદેવની પાદુકા હતી. તે કોઈ વિજ્ઞસંતોષીએ ખોદી કાઢી તથા તે તા. ૧૯-૬-૧૮૮૫ના રોજ ગુમ થઈ. કેટલાક સ્થાનિક બ્રાહ્મણોએ આ પાદુકા ગુરુ દત્તાત્રયની હતી અને જૈનોએ ખોદીને છુપાવી દીધી છે તેવી ખોટી ફરિયાદ કરી.
આ પરિસ્થિતિનો લાભ લઈ તીર્થના શ્રાવકોએ રાખેલા નોકરોને માર મારીને પકડવામાં આવ્યા. આ અંગે ગવર્નરને તથા બીજે તાર કરવામાં આવ્યા અને જૈનોનું એક પ્રતિનિધિ મંડળ તા. ૧૮-૭-૧૮૮૫ના દિવસે લો રેને પૂનામાં મળ્યું. એથી સોનગઢના આસિસ્ટન્ટ પોલિટિકલ એજન્ટ કપ્તાન ફોરડાઇસ દ્વારા આની તપાસ શરૂ થઈ. તેઓ પાલિતાણાના ઠાકોર પ્રત્યે પક્ષપાત ધરાવતા હતા. આવી એકપક્ષીય તપાસ સામે વાંધો ઉઠાવવામાં આવ્યો. પછી સરકારશ્રી તરફથી એમ નક્કી થયું કે પાલિતાણાના દરબારશ્રી તરફથી જૈન નોકરો ઉપરના જુલમ અંગે નિર્ણય કરવા સોનગઢમાં તપાસ થશે અને જૈન નોકરો સામે પાલિતાણા કોર્ટમાં થયેલ કેસ પણ આસિસ્ટન્ટ પોલિટિકલ એજન્ટની કોર્ટમાં લઈ જવો.
જાનનું જોખમ વહોરીને એ જમાનામાં મુસાફરીના સાધન તરીકે બળદગાડાં તથા ઘોડાનો ઉપયોગ કરવો પડતો હતો. અન્ય કોઈ વાહન-સુવિધાઓ ન હતી. આ બન્ને કેસો અંગે તથા મુંડકાવેરા અંગે - સાક્ષીઓ, પુરાવા, જુબાનીઓ એકત્ર કરવા માટે શ્રી વીરચંદભાઈને અવારનવાર પાલિતાણા જવું પડતું હતું તેમજ પાલિતાણાના ઠાકોરે શ્રી વીરચંદભાઈના માથા માટે પાંચ હજાર રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું.
- 39 -
-
38
Page #22
--------------------------------------------------------------------------
________________
ભારતીય સંસ્કૃતિનો આત્મા
જાનનું જોખમ હોવા છતાં મહુવાના વીર વીરચંદભાઈ ઘોડા ઉપર મુસાફરી કરતા. સહેજે ડર્યા વિના પાલિતાણાની અવારનવાર મુસાફરી કરી જરૂરી સાક્ષી-પુરાવા તથા જુબાનીઓ એકત્ર કર્યાં હતાં. આથી ગભરાઈને પાલિતાણાના નામદાર દરબાર ગવર્નરને અરજી કરવા માટે મહાબળેશ્વર ગયા. એટલે વીરચંદભાઈ પણ અન્ય જૈન આગેવાનો સાથે ગવર્નરને જઈને મળ્યા. એ અરસામાં પાલિતાણાના ઠાકોર શ્રી સૂરસિંહજીનું અવસાન થતાં આ જુલમ
કેસ બંધ થયો.
સુરસિંહજીની ગાદીએ ઈ. સ. ૧૮૮૬માં ઠાકોર માનસિંહજી આવ્યા. જૈન શ્રાવકોએ મૂંડકવેરો દૂર કરવા નવા રાજવીને અપીલ કરી. દરમિયાન વીરચંદ ગાંધીની આગેવાની હેઠળ ગવર્નર લૉર્ડ રેની મુલાકાત લેવામાં આવી. એ પછી કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ કર્નલ વૉટસન સમક્ષ પુરાવાઓ રજૂ કર્યા.
પ્રચલિત લોકવાયકા
આ કરારને માટે કાઠિયાવાડ(સૌરાષ્ટ્ર)ના પોલિટિકલ એજન્ટ કર્નલ વૉટસનને રૂબરૂ મળવા ગયેલા વીરચંદ ગાંધીનો એક પ્રસંગ મહુવાના વડીલો પાસેથી સાંભળવા મળ્યો. કર્નલ વૉટસનને મળવા માટે વીરચંદ ગાંધી મુંબઈ ગયા. કહે છે કે એ સમયે વીરચંદ ગાંધી અને શંકર શેઠ બે વ્યક્તિઓને જ બે ઘોડાવાળી બગી રાખવાનો અધિકાર હતો. વીરચંદ ગાંધી કર્નલ વૉટસનના નિવાસસ્થાને પહોંચ્યા, પરંતુ એમણે જાણ્યું કે કર્નલ વૉટસન તો પ્રવાસે ગયા છે, ત્યારે એમણે શ્રીમતી વૉટસનને મળીને પાલિતાણાના શ્રી શત્રુંજય તીર્થનો મહિમા સમજાવ્યો. અહિંસક એવી જૈન જીવનશૈલીનો ખ્યાલ આપ્યો અને એનાથી પ્રભાવિત થયેલાં શ્રીમતી વૉટસને કહ્યું કે તેઓ એમના પતિને આ અંગે વાત કરશે અને આ કાર્યમાં શક્ય તેટલાં મદદરૂપ બનશે. પછીના દિવસે જ્યારે તેઓ વૉટસનને મળવા ગયા, ત્યારે એમણે પાલિતાણાના યાત્રાળુ પર લાદવામાં આવેલો મૂંડકાવેરો અયોગ્ય ઠેરવ્યો અને તે દૂર કરવા તમામ પ્રયત્નો કરવાની ખાતરી આપી. વીરચંદ ગાંધીના અવિરત પ્રયાસોને પરિણામે ઠાકોર માનસિંહજી અને જૈન સંઘ વચ્ચે પાલિતાણા તીર્થ અંગે નીચે મુજબ કરાર થયો.
40
ભારતીય સંસ્કૃતિનો આત્મા
(૧) રૂપિયા બેનો યાત્રાળુ દીઠ વેરો કાઢી નાખવો અને તે માટે ઠાકોરને પ્રતિવર્ષ જૈનો રૂ. ૧૫,૦૦૦ અંકે રૂપિયા પંદર હજાર ઉંચક આપે.
(૨) આ ગોઠવણ સને ૧૮૮૬ના એપ્રિલથી ૪૦ વર્ષ સુધી કાયમ રાખવી.
(૩) ૪૦ વર્ષની આખરે ઉપરોક્ત ઉંચક ૨કમમાં ફેરફાર કરવાને બંને પક્ષને છૂટ આપવામાં આવી. બંને બાજુની દલીલો ધ્યાનમાં લીધા પછી એ ફેરફાર મંજૂર અથવા નામંજૂર કરવાનું કામ બ્રિટિશ સરકારના હાથમાં રહેશે. આ સમાધાનને કારણે સામાન્ય સ્થિતિ ધરાવતા યાત્રાળુને માટે શ્રી શત્રુંજય તીર્થનો યાત્રામાર્ગ ખુલ્લો થઈ ગયો. સહુએ આ સમાધાનને અંતરના ઉમળકાથી વધાવી લીધું.
વીરચંદ રાઘવજી ગાંધીની કાર્યશક્તિ એવી હતી કે એને પરિણામે અંગ્રેજ અમલદારો પણ એમની વાતને વજૂદ આપતા અને એનો સ્વીકાર પણ કરતા હતા. વીરચંદ ગાંધીએ ગવર્નર લૉર્ડ રેને તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની યાત્રા કરવાનું નિમંત્રણ આપ્યું. આ પ્રસંગે શ્રી શત્રુંજય તીર્થ પર લૉર્ડ રેને જૈન સમાજે માનપત્ર આપ્યું હતું. આ માનપત્ર શ્રી વીરચંદ રાઘવજી ગાંધીએ વાંચી સંભળાવ્યું હતું.
ત્રીજો વિદેશપ્રવાસ
એ પછી વીરચંદ ગાંધીના ત્રીજા પરદેશ પ્રવાસ વખતે એમને મુંબઈમાં ૨૩મી સપ્ટેમ્બર ૧૮૯૮ના રોજ ન્યાયમૂર્તિ મહાદેવ ગોવિંદ રાનડેના પ્રમુખપદે સન્માનપત્ર આપવામાં આવ્યું. એમને સમગ્ર હિંદુ સમાજના પ્રથમ હિંદુ તરીકે ઓળખાવ્યા, જેમાં વિશ્વધર્મ પરિષદની કામગીરી, નારીકેળવણી માટેના પ્રયત્નો, દુષ્કાળપીડિત દેશબાંધવોને સહાય વગેરેનો ઉલ્લેખ કરવામાં આવ્યો. એમણે કરેલો શાકાહારનો પ્રચાર, વટાળપ્રવૃત્તિનો વિરોધ તથા આર્થિક ક્ષેત્રમાં એમના ભારતના વિકાસના પ્રયત્નોને બિરદાવવામાં આવ્યા. ૧૮૯૯માં એમણે સમગ્ર એશિયાના પ્રતિનિધિ તરીકે લંડનમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય વાણિજ્ય પરિષદમાં હાજરી આપી.
41
Page #23
--------------------------------------------------------------------------
________________
જે ભારતીય સંસ્કૃતિનો આત્મા "
- ભારતીય સંસ્કૃતિનો આત્મા
જીવનનું પ્રભાત વીરચંદ ગાંધીની આવી વૈશ્વિક પ્રતિભા જોઈએ છીએ ત્યારે સ્વાભાવિક રીતે જ એમના પ્રારંભકાળના ઉછેર વિશે જાણવાની જિજ્ઞાસા જાગે. સૌરાષ્ટ્રની દક્ષિણે ગોહિલવાડના ભાવનગર શહેરથી આશરે 100 કિ.મી. દૂર આવેલા મહુવામાં વીશા શ્રીમાળી જ્ઞાતિમાં ઈ. સ. ૧૮૯૪ની ૨૫મી ઓગસ્ટે (વિ. સં. ૧૯૨૦ શ્રાવણ વદ ૯) એમનો જન્મ ગરીબ પણ કુલીન કુટુંબમાં થયો. એમના પિતા રાઘવજીભાઈ મહુવામાં સોનીનું કામ કરતા હતા, એથીય વિશેષ એક ઉત્તમ શ્રાવકને છાજે એવું જીવન જીવતા હતા. તેઓ હંમેશાં ઉકાળેલું પાણી પીતા અને સચિત્ત વસ્તુઓનો એમણે આજીવન ત્યાગ કર્યો હતો. એમની ઊંડી ધર્મદૃષ્ટિને કારણે જ મૃત્યુ સમયે પ્રચલિત રડવા-કૂટવાના રિવાજનો એમણે વિરોધ કર્યો હતો, એટલું જ નહીં પણ પોતે આ રૂઢિને તિલાંજલિ આપી હતી.
વીરચંદ ગાંધીનો જન્મ થયો તે સમયગાળામાં મહુવામાં ઈ. સ. ૧૮૯૭માં દેશવિદેશમાં જૈન ધર્મના પ્રસારનું કાર્ય કરનારા, શાસ્ત્રવિશારદ, સુપ્રસિદ્ધ જૈનાચાર્ય શ્રી ધર્મસૂરીશ્વરજી (કાશીવાળા)નો અને અનેક તીર્થોના ઉદ્ધારક તથા જિનાલયોના જીર્ણોદ્ધાર જેમનો જીવનમંત્ર હતો એવા શાસનસમ્રાટ વિજય નેમિસૂરીશ્વરજી મ.સા.નો ઈ. સ. ૧૮૭૨માં જન્મ થયો. આ રીતે જૈન ધર્મના ઇતિહાસમાં મહુવાની પાવન ભૂમિ સુવર્ણાક્ષરે અંકિત થઈ.
મહુવામાં વીરચંદ ગાંધીએ પ્રાથમિક શિક્ષણ મેળવ્યું. વીરચંદ ગાંધી વ્યાખ્યાનશ્રવણ નિમિત્તે નિયમિત ઉપાશ્રયે જતા હતા. આઠ વર્ષની વયે ઉપાશ્રયની ભીંત પર દોરાયેલું મધુબિંદુનું ચિત્ર એમની સ્મૃતિમાં એવું જડાઈ ગયું કે અમેરિકામાં પ્રવચન આપતી વખતે એનો ઉલ્લેખ કરતા હતા અને એ ચિત્રનો મર્મ સમજાવતા હતા.
એમનામાં જૈન ધર્મના કેવા દૃઢ સંસ્કારો હશે અને બાલ્યાવસ્થાથી જ મુનિમહારાજો પ્રત્યે કેવો ભાવ હશે એની ઝલક વીરચંદ ગાંધીએ જૈન મુનિ વિશે લખેલી કાવ્યપંક્તિઓમાં સરસ રીતે દૃષ્ટિગોચર થાય છે. તેઓ લખે છે
આવ્યા મુનિ વન મહીં મહુવા તણા એ, વાણી ઉચ્ચારી બહુ શ્રાવકના હિતાર્થે; જાણે સુધાની સરિતા વહતી જ દીઠી, લાગે અતિ શરકરા સમ તેહ મીઠી !
सुखे विषयमेवाधामन्याप सर्षपायपि। तुन्वन टेहिनः पान्य मध विहार पंगवत।।
લંડનમાં વીરચંદ ગાંધીએ પોતાના યજમાન એમ. ડી. કોન્વેને આપેલું ચિત્ર
આ દર્શાવે છે કે વીરચંદ ગાંધીમાં બાળપણથી જ જૈન ધર્મના સંસ્કારોનો કેવો દૃઢ પાયો નંખાયેલો હતો અને તેઓ મુનિની શ્રાવકના હિતાર્થે વહેતી સુધાની સરિતા જેવી અતિ શરકરા સમાન મીઠી વાણીની વાત કરે છે. ધર્મના આ દઢ સંસ્કારોએ જ દેશને એક સાચો ધર્મપુરુષ આપ્યો.
મહુવામાં આગળ અભ્યાસ કરવાની સગવડ નહોતી. મહુવાના એ વખતના ઇન્સ્પેક્ટર અને આચાર્યએ આ તેજસ્વી વિદ્યાર્થી અભ્યાસમાં પ્રગતિ સાધે તે માટે અભ્યાસાર્થે ભાવનગર જવાની સલાહ આપી. પોતાનો ધંધરોજગાર છોડીને આ કેળવણીપ્રેમી કુટુંબ સામાન્ય સ્થિતિ હોવા છતાં અસામાન્ય સાહસ કર્યું. વીરચંદ ગાંધીના પિતા રાઘવજીભાઈ પરિવર્તન પામતા સમયના પારખુ હતા. આધુનિક શિક્ષણની આવશ્યકતાનો તેઓને ખ્યાલ હતો. ભાવનગર શહેરમાં એ સમયે નિવાસ માટે છાત્રાલય ન હોવાને લીધે
R
Page #24
--------------------------------------------------------------------------
________________
- ભારતીય સંસ્કૃતિનો આત્મા " વીરચંદભાઈના વિદ્યાપ્રેમી પિતા રાઘવજીભાઈ અને માતા માનબાઈ એમને અંગ્રેજી શિક્ષણ આપવા માટે ભાવનગર રહેવા આવ્યાં. ૧૮૯૭માં વીરચંદભાઈનાં લગ્ન જીવીબહેન સાથે થયાં. ૧૮૮૦માં, ૧૬મા વર્ષે વીરચંદ ગાંધી મુંબઈ યુનિવર્સિટીની મેટ્રિક્યુલેશનની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. મેટ્રિકની પરીક્ષામાં રાજ્યમાં પ્રથમ આવીને એમણે સર જશવંતસિંહજી સ્કૉલરશિપ મેળવી હતી.
- ભારતીય સંસ્કૃતિનો આત્મા છે પ્રયત્નો) (૨) જૈનોમાં કેળવણી, સદાચરણ અને સગુણ વધારવા (૩) પ્રાણીઓ ઉપર ગુજરતું ઘાતકીપણું અટકાવવું (૪) વિદ્યાવૃદ્ધિ, જીર્ણોદ્ધાર, નિરાશ્રિતાશ્રય અને જ્ઞાનસંગ્રહ માટે ઉત્તમ ઉપાયો યોજવા (૫) જૈન ધર્મનાં ટ્રસ્ટ ફંડો અને ધર્મખાતાઓ ઉપર દેખરેખ રાખવી. ટૂંકમાં જૈન ભાઈઓ સાંસારિક, ધાર્મિક અને રાજકીય સુધારામાં અગ્રેસર થાય તેવા ઉપાય યોજવા.
કાવ્યશોખીન ત્રિપુટી વીરચંદ ગાંધી, ભગવાનદાસ દુર્લભદાસ પારેખ અને મૂલચંદ નાથુભાઈની ત્રિપુટી કાવ્યરસની શોખીન હતી. ભગવાનદાસભાઈ એમનાં કાવ્યો વીરચંદભાઈને મોકલતાં અને એમની પાસેથી સાહિત્યલક્ષી માર્ગદર્શન મેળવતા. એમણે ભગવાનદાસભાઈને વિપ્રલંભશૃંગાર વિશે સમજણ આપી હતી. વીરચંદભાઈએ પાદપૂર્તિ રૂપે લખેલી કેટલીક કવિતાઓ પણ પ્રાપ્ત થાય છે.
જૈન સમાજના પ્રથમ સ્નાતક વીરચંદ ગાંધી જેમ જેમ અભ્યાસ કરતા ગયા તેમ તેમ તેમની જ્ઞાનપિપાસા વધુ ને વધુ ઉદીત બનતી ગઈ. આને પરિણામે રાઘવજીભાઈ પુત્રના વિશેષ અભ્યાસ માટે પરિવાર સહિત મુંબઈ આવીને વસ્યા. અહીં વીરચંદ ગાંધીએ મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી સ્નાતકની પદવી પ્રાપ્ત કરી, એટલું જ નહીં, પણ તેઓ જૈન શ્વેતાંબર સમાજના સર્વપ્રથમ સ્નાતક (બી.એ. ઓનર્સ) થયા. માત્ર વીસ વર્ષની ઉંમરે ૧૮૮૪માં જૈન સમાજના સર્વપ્રથમ સ્નાતક (ગ્રેજ્યુએટ) થનાર વીરચંદ ગાંધીએ એમના સૌજન્ય અને વિદ્વત્તાથી ઘણા લોકોનાં મન જીતી લીધાં હતાં.
જૈન સમાજના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે ઈ. સ. ૧૮૮૨ના જૂનમાં (વિ. સં. ૧૯૩૮, અષાઢ) જૈન એસોસિએશન ઑફ ઇન્ડિયાની સ્થાપના થઈ. ઈ. સ. ૧૮૮૫માં વીરચંદ ગાંધીએ મંત્રી તરીકે એનું સુકાન સંભાળ્યું. આ સંસ્થાના હેતુઓ આ પ્રમાણે હતા.
(૧) જૈન ભાઈઓમાં મૈત્રીભાવનો વધારો કરવો. (એકતાના
૨૧ વર્ષના યુવાન કર્ણધાર
માત્ર એકવીસ વર્ષની યુવાન વીરચંદ ગાંધીનું ઘર (મહુવા) વયે તેઓ જૈન એસોસિએશન ઓફ ઇન્ડિયાના મંત્રી બન્યા અને પોતાનાં કાર્ય, દૃષ્ટિકોણ અને વિચારધારાથી એસોસિએશનને એક નવો ઘાટ આપીને જૈન સમાજમાં એની આગવી સ્વતંત્ર છબી ઉપસાવી. પરિણામે આ સંસ્થા સમગ્ર ભારતવર્ષના શ્વેતાંબરોની એક મહત્ત્વની સંસ્થા બની રહી. એનો હેતુ હતો દેશના વિભિન્ન પ્રદેશોમાં વસતા જૈનોના સંગઠન માટે કાર્ય કરવું, એમની સામાજિક, માનસિક અને નૈતિક ઉન્નતિના ઉપાયો યોજવા, જીવદયા, તીર્થસ્થાનોની જાળવણી, ટ્રસ્ટ ફંડ તથા ધાર્મિક ખાતાના આર્થિક વ્યવહારો અંગે માર્ગદર્શન આપવું. અહીં એમણે સામાજિક, ધાર્મિક અને રાજકીય સુધારા અંગેની વ્યાખ્યાનશ્રેણીમાં પ્રવચનો આપ્યાં. જીવનમાં સ્થાયી થવા માટે એમણે કાયદાનો અભ્યાસ શરૂ કર્યો. ૧૮૮૫માં સોલિસિટર થવા માટે મેસર્સ લિટલ ઍન્ડ કંપની નામની ગવર્મેન્ટ સોલિસિટરની કંપનીમાં જોડાયા. આ તેજસ્વી યુવાનની જૈન એસોસિએશન ઑફ ઇન્ડિયાના મંત્રી
જે 45
Page #25
--------------------------------------------------------------------------
________________
ભારતીય સંસ્કૃતિનો આત્મા "
- ભારતીય સંસ્કૃતિનો આત્મા છે તરીકેની કુશળ કામગીરીને કારણે એમના પર પ્રસન્ન થયેલા મુંબઈ અને અમદાવાદના જૈનો એમને કાયદાના અભ્યાસ માટે આર્થિક સહયોગ આપતા રહ્યા, વીરચંદ ગાંધી જૈન સમાજને મૂંઝવતા પ્રશ્નો પરત્વે સદેવ જાગ્રત હતા અને એ સમસ્યાનિવારણ માટે સતત પ્રયત્નશીલ રહેતા.
એક સમયે રાજસત્તા પર જૈનોનો પ્રભાવ હોવાથી જૈન તીર્થોની પવિત્રતા અને વ્યવસ્થા અકબંધ જળવાઈ રહેતી હતી, પરંતુ સમય જતાં જૈનોનું રાજ કીય પ્રભુત્વ ઓછું થયું અને પરિણામે રાજ રજવાડાંઓ દ્વારા જૈન તીર્થોમાં સમસ્યાઓ અને મુશ્કેલીઓ પેદા કરવામાં આવતી હતી અને તેને કારણે આવી સંસ્થાની વિશેષ જરૂર હતી.
ઈ. સ. ૧૮૯૦માં વીરચંદ ગાંધીના પિતા રાઘવજીભાઈનું અવસાન થયું. રાઘવજીભાઈ મૃત્યુ પછીના સામાજિક વ્યવહારોમાં માનતા નહોતા. એમણે પોતાના મૃત્યુ અગાઉ સહુને કહ્યું હતું કે “મારા મૃત્યુ પાછળ કોઈએ રડવું નહીં. ભોંયે ઉતારવો નહીં (છેલ્લે મૃતદેહને જમીન પર નીચે મૂકવો નહીં), અળગણ પાણીએ નહાવું નહીં (એ જમાનામાં સ્મશાનમાં સ્નાન કર્યા બાદ એ જ ભીનાં વસ્ત્રો સાથે ઘેર આવવાનો રિવાજ હતો) અને મરણ પાછળ કોઈ ખર્ચો કરવો નહીં.” વીરચંદ ગાંધીએ પિતાની ઇચ્છા પ્રમાણે જ કાર્ય કર્યું.
શ્રી સમસ્તેશિખર મહાતીર્થ પહાડ પર ડુક્કરોની પુષ્કળ વસ્તી હોવાથી ડુક્કરની ચરબી કાઢવાનું કારખાનું નાખીએ તો જંગી નફો થાય. યાત્રાસ્થળથી બે-ત્રણ માઈલ દૂર આવેલું આ કારખાનું શ્રી સમેતશિખર તીર્થની બાર ગાઉની પ્રદક્ષિણાના રસ્તામાં આવતું હતું, આથી ચંદ્રપ્રભુ ભગવાનની ટૂંક પર કે પછી ધર્મશાળામાં ઊતરેલા યાત્રાળુઓને ડુક્કરની દર્દભરી ચીસો સંભળાતી હતી. સહુ કોઈનું હૈયું કકળી
શ્રી સમેતશિખર તીર્થની સમસ્યા
ઊર્યું.
આણંદજી કલ્યાણજી પેઢીના સમાધાન જેવી જ ઘટના ૧૮૯૧માં સમેતશિખર પર ડુક્કરના ચરબીના કારખાના અંગેની બની. બેડમ નામના અંગ્રેજે ડુક્કરની ચરબી કાઢવાનું કારખાનું નાનું, તેની સામે બાબુ રાયબહાદુર બદ્રીદાસે શ્રાવક કોમ તરફથી ફરિયાદ કરી હતી પરંતુ તેમાં તેઓ હારી ગયા. આ ઘટનાથી સમગ્ર જૈન સમાજે ઊંડા આઘાતની લાગણી અનુભવી. આવા પવિત્ર સ્થાન પર આવું હિંસક કાર્ય ! અહિંસાપ્રેમી જૈન સમાજને માટે આનાથી વધુ વ્યથા પહોંચાડનારી બીજી કઈ ઘટના હોઈ શકે? પાલગંજના રાજાએ વિ. સં. ૧૯૪૨માં વર્તમાન ચોવીસીના વીસ તીર્થંકરો જ્યાં સિદ્ધિપદ પામ્યા છે એવા સમેતશિખર તીર્થના પહાડની થોડી જમીન ચાનો બગીચો કરવા માટે બેડમ નામના અંગ્રેજને પટ્ટથી આપી. પાંચેક વર્ષ પછી બેડમને લાગ્યું કે આ
શ્રીસંઘના આગેવાનોએ હજારીબાગ જિલ્લાના કમિશ્નર સમક્ષ ફરિયાદ કરી, તો એમણે વ્યાપારની બાબતમાં હસ્તક્ષેપ કરવાનો અમારો અધિકાર નથી એવી વાત કરીને ફરિયાદ કાઢી નાખી. પરિણામ પરગણાની કોર્ટમાં ફરિયાદ દાખલ કરીને કારખાના સામે મનાઈહુકમ મેળવવામાં આવ્યો, પરંતુ એ પછી એનો ચુકાદો જૈન સમાજની વિરુદ્ધમાં આવ્યો. આથી હાઇકોર્ટમાં અપીલ કરવાનું નક્કી થયું અને સહુની નજ૨ સ્વાભાવિક રીતે જ પાલીતાણાનો મૂંડકાવેરો નાબૂદ કરવામાં સફળ નીવડેલા યુવાન વીરચંદ ગાંધી પર પડી.
- 47
Page #26
--------------------------------------------------------------------------
________________
• ભારતીય સંસ્કૃતિનો આત્મા એસોસિએશન ઓફ ઇન્ડિયાના મંત્રી તરીકે દરેક પક્ષને મળીને વાટાઘાટ અને સમજાવટથી ૧૮૮૬-૮૭માં સુખદ સમાધાન કર્યું. એ પછી કાવી તીર્થમાં તીર્થમાં ઊભા થયેલા વિવાદનો વીરચંદ ગાંધી સુખદ ઉકેલ લાવ્યા.
ભારતીય સંસ્કૃતિનો આત્મા - આ સમસ્યા અંગે વીરચંદ ગાંધી સામે એક નહીં, પણ અનેકાનેક મુશ્કેલીઓ ઊભી હતી. પહેલું તો એ પરગણાની કોર્ટમાં કોઈ પ્રાથમિક પુરાવા દાખલ કરવામાં આવ્યા ન હતા. આથી કામ અત્યંત મુશ્કેલ હતું અને કુશળ બૅરિસ્ટરો પણ આ કામ હાથમાં લેવા તૈયાર નહોતા.
બીજી મુંઝવણ એ હતી કે આ અંગેના જરૂરી પત્રો, શિલાલેખો અને તામ્રપત્રોના પુરાવાઓ બંગાળી ભાષામાં હતા. આ પડકાર સ્વીકાર્યા પછી વીરચંદ ગાંધી કોઈ બાબતમાં પીછેહઠ કરનારા નહોતા. એમણે કલકત્તામાં રહીને બંગાળી ભાષા શીખવાનું શરૂ કર્યું. બંગાળીમાં લખાયેલા શિલાલેખો, તામ્રપત્રો અને પત્રો ઉકેલવાની સાથોસાથ એનો અંગ્રેજી ભાષામાં અનુવાદ પણ પોતે કરવા લાગ્યા. વીરચંદભાઈએ સષ્ટ અને માર્મિક રીતે રજૂઆત કરી. એને પરિણામે જૈન સંઘની તરફેણમાં અદાલતનો ચુકાદો આવતાં વીરચંદભાઈની કાર્યકુશળતા સિદ્ધ થઈ ગઈ. આ પડકારરૂપ કાર્યને માટે વીરચંદ ગાંધી છ મહિના સુધી કલકત્તામાં રહ્યા. આ ઘટના જ એમની અડગ ધર્મનિષ્ઠી, કાર્યસિદ્ધિ માટેની લગની અને અથાગ પરિશ્રમવૃત્તિ દર્શાવે છે. આ આખોય કેસ ‘પીગરી કેસ’ તરીકે જાણીતો બન્યો.
વીરચંદભાઈની પ્રભાવક દલીલોને પરિણામે ન્યાયાધીશે એના ચુકાદામાં નોંધ્યું, “જૈનોની ધાર્મિક દૃષ્ટિએ જોઈએ અને વિચારીએ તો સમેતશિખરની ટેકરીઓની રજેરજ અને કણેકણ કે કંકરે કંકર અત્યંત પવિત્ર ભૂમિ છે અને તેથી એ પૂજનીય છે.” આ મુકદમાનો તમામ ખર્ચ કલકત્તાના પ્રસિદ્ધ દાનવીર બાબુસાહેબ બદ્રીપ્રસાદજીએ આપ્યો હતો. વીરચંદ ગાંધીના છ મહિનાના કલકત્તાનિવાસ અંગે માહિતી મેળવવા કોશિશ કરી, પણ અન્ય કોઈ વિગત ઉપલબ્ધ થતી નથી.
આવી જ રીતે ૧૮૮૬-૮૭માં મક્ષીજી તીર્થ સંબંધી વિવાદનો ઉકેલ લાવવામાં એમણે સફળતા મેળવી હતી. ઉર્જનની પાસેના મક્ષીજીના પાર્શ્વનાથ મંદિરની બાબતમાં પંદર વર્ષથી દિગંબર અને શ્વેતાંબર વચ્ચે કેસ ચાલતો હતો અને એમાં એક વાર એક પક્ષ જીતે તો બીજી વાર બીજો પક્ષ જીતતો હતો. આ અંગે વીરચંદ ગાંધીએ ત્રણ-ચાર વખત મશીજીની મુલાકાત લીધી, જૈન
પૂજ્ય આત્મારામજી મહારાજના આશીર્વાદ જૈન સમાજનાં મહત્ત્વનાં તીર્થો અંગે વીરચંદ ગાંધીની કાર્યવાહીએ એમને કર્મવીર સિદ્ધ કરી આપ્યા. મુંબઈમાં કાયદાની દુનિયામાં પ્રવેશ્યા અને સોલિસિટર બન્યા તો ખરા, પણ એમના મનમાં સતત એવી દ્વિધા ચાલતી હતી કે કાયદાનો વધુ અભ્યાસ કરવો કે પછી ધર્મ, સમાજ અને રાષ્ટ્રની સેવા કરવી ? જોકે વીરચંદ ગાંધી માટે વિધિએ કોઈ જુદા જ પ્રકારનું કાર્ય નિર્યું હતું.
આ સમયે શિકાગોમાં યોજાનારી વિશ્વધર્મ પરિષદ માટે મુનિશ્રી આત્મારાજી મહારાજ (પૂ. આ. શ્રી વિજયાનંદસૂરિજી)ને જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે આ પરિષદમાં ભાગ લેવા માટે વિલિયમ પાઇપ પરિષદના ચૅરમૅન જ્હોન હેન્રી બરોની સૂચનાથી ૧૮૯૨ની ૧૬મી નવેમ્બરે નિમંત્રણ મોકલ્યું. મુનિશ્રી આત્મારાજી મહારાજે (પૂ. આ. શ્રી વિજયાનંદસૂરિજી) શાસ્ત્રીય કારણોસર, વૃદ્ધાવસ્થાને લીધે તેમજ લૌકિક કારણોને લઈને વિશ્વધર્મ પરિષદમાં હાજરી આપી શકે તેમ નથી, તેની દિલગીરી વ્યક્ત કરી, પરંતુ પરિષદના આયોજ કોએ જૈન ધર્મનાં મહત્ત્વપૂર્ણ પાસાંઓ દર્શાવતો નિબંધ મોકલવા આગ્રહ સેવ્યો. પરિણામે ચિકાગોના નિમિત્તે એમણે પ્રશ્નોત્તરી રૂપે જૈન ધર્મના સિદ્ધાંતોનો પરિચય આપતું ‘ચિકાગો પ્રશ્નોત્તર' પુસ્તક તૈયાર કર્યું.
એનાથી પ્રભાવિત થયેલા આયોજકોએ આ સમર્થ આચાર્યશ્રીને વિનંતી કરી કે આપના ધર્મની રજૂઆત કરી શકે તેવા કોઈ પ્રતિનિધિને આપ મોકલો. આ પત્ર મુંબઈની ધ જૈન એસોસિએશન ઑફ ઇન્ડિયાને મહારાજ શ્રીએ મોકલ્યો અને સાથે પોતાની સંમતિ પણ મોકલી કે આમાં વીરચંદ ગાંધીને જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે મોકલવામાં આવે તો યોગ્ય ગણાશે. આમ કરવાથી પાર્લામેન્ટમાં જૈન ધર્મનું નામ હંમેશને માટે જાણીતું થશે. જૈન ધર્મની ઉન્નતિનો ધ્વજ ફરકશે.
Page #27
--------------------------------------------------------------------------
________________
૨ ભારતીય સંસ્કૃતિનો આત્મા " આચાર્યશ્રીની વાત સ્વીકારવામાં આવી. વિશ્વધર્મ પરિષદના અહેવાલમાં આચાર્યશ્રી આત્મારામજી મહારાજની છબી નીચે આ મુજબની નોંધ પ્રગટ થઈ.
જે ટલી વિશેષતાથી મુનિ આત્મારામજીએ પોતાની જાતનું જૈનસમાજ સાથે તાદાભ્ય સાધ્યું તેવી રીતે કોઈએ કરેલ નથી. દીક્ષાગ્રહણના દિવસથી તે જીવનપર્યત જે ઉદારચિત્ત મહાશયોએ સ્વીકૃત ઉચ્ચ મિશન માટે અહોરાત્ર કાર્ય કરવાની પ્રતિજ્ઞા લીધી છે તે પૈકીના તેઓ એક છે. તેઓ જૈન કોમના આચાર્યવર્ય છે અને પૌર્વાત્ય પંડિતો-સ્કોલરોએ તેમને જૈન ધર્મ અને સાહિત્ય પર વિદ્યમાન ઊંચામાં ઊંચા પ્રમાણભૂત તરીકે સ્વીકારેલ છે.”
કેટલાક જૈનોએ વીરચંદ ગાંધીની વિદેશયાત્રાનો વિરોધ કર્યો ત્યારે આચાર્ય શ્રી આત્મારામજી મહારાજે પૈર્યપુર્વક સમજાવ્યું કે તમે લોકો જૈન ધર્મના વાસ્તવિક રૂપને સમજાવવાનો પ્રયત્ન કરતા નથી અને જોતા નથી કે આ બાબતમાં ધર્મ કેટલો ઉદાર છે. એમણે કહ્યું કે યાદ રાખો કે આજે તમે ધર્મની પ્રભાવના માટે સમુદ્રયાત્રા કરતી વ્યક્તિનો વિરોધ કરો છો, પણ એ સમય નજીકમાં જ આવી રહ્યો છે કે જ્યારે તમારા સંતાનો મોજશોખ માટે સમુદ્રયાત્રા કરશે અને તમે એમાં સહમત થશો. આચાર્યશ્રીની કેવી સચોટ ભવિષ્યવાણી !
આખરે બધાને આચાર્યશ્રીની આજ્ઞા સામે નમવું પડ્યું. એ પછી આચાર્યશ્રીએ વીરચંદ ગાંધીને અમૃતસર બોલાવીને પોતાની પાસે એક મહિનો રાખ્યા અને જૈનદર્શન ઉપરાંત અન્ય દર્શનોનું અધ્યયન કરાવ્યું. એ આચાર્યશ્રી કેવા સમર્થ હશે, જેમણે માત્ર વકીલાતનો અભ્યાસ કરનાર યુવાનને ધર્મ, દર્શન, સમાજ અને સંસ્કૃતિમાં પારંગત બનાવ્યો. પોતે ખાસ તૈયાર કરેલા ‘ચિકાગો પ્રશ્નોત્તર' નિબંધ આપીને આશીર્વાદ સાથે યુવાન વીરચંદ ગાંધીને વિદાય કર્યા.
એ સમયે એમ પણ સૂચવ્યું કે વિદેશમાં વિદેશી પોશાકને બદલે સ્વદેશી પોશાક પહેરવી. આજે આપણે એ સ્વદેશી પોશાકવાળી વીરચંદ ગાંધીની તસવીર જોઈએ ત્યારે કેટલો બધો રોમાંચ થાય છે ! વળી આચાર્યશ્રીએ તાકીદ કરી કે રોજિંદા જીવનમાં ધાર્મિક આચારવિચારની બાબતમાં સહેજે શિથિલતા ન આવે તેની ખૂબ કાળજી રાખવી.
- 50 —
- ભારતીય સંસ્કૃતિનો આત્મા વીરચંદ ગાંધીએ પોતાના ભોજનની અલાયદી રસોઈ બનાવવા માટે પોતાના મિત્ર અને મહુવાના વિખ્યાત જાદુગર પ્ર. નથુ મંછાચંદને પોતાની સાથે લીધા. તેઓએ અમેરિકામાં જાદુના પ્રયોગો પણ કર્યા.
આચારપાલનનો આગ્રહ વીરચંદ ગાંધીની જૈન આચારપાલનની ચુસ્તતા પહેલે પગથિયે જ પ્રગટ થાય છે. તેઓ મુંબઈથી એડન સુધી ‘આસામ” નામની સ્ટીમરમાં અને એડનથી લંડન ‘હિમાલયા' નામની સ્ટીમરમાં તેમજ લંડનથી અમેરિકા ‘પારિસ' નામની સ્ટીમરમાં ગયા. પોતાની સાથે નથુ મંછાચંદને રસોઇયા તરીકે લીધા હતા. તે માત્ર વિદેશની ભૂમિ માટે જ નહીં, બબ્બે સ્ટીમરમાં અલાયદી રસોઈ કરવા માટે પણ હતા. આને માટે એમણે ૧૮૯૩ની ૪થી ઓગસ્ટે આ સ્ટીમરના કપ્તાનોને ભારતની મેસર્સ થૉમસ કૂક એન્ડ સન્સ, મુંબઈની પેઢી તરફથી એક પત્ર લખાવ્યો હતો. એમાં પ્રવાસનું આયોજન કરતી આ કંપનીએ જહાજના કપ્તાનને વિનંતી કરી હતી કે તેઓ વીરચંદ ગાંધીને એવું પ્રમાણપત્ર આપે કે એમણે જહાજમાં રસોઇયાએ તૈયાર કરેલી ભારતીય રસોઈના બદલે પોતાનું અલાયદું ભોજન બનાવ્યું હતું. વીરચંદ ગાંધી મુંબઈથી એડન અને એડનથી લંડન પહોંચ્યા.
આવો ધર્મ ! અમે સાવ અજાણ ! લંડનમાં છ દિવસ રોકાયા બાદ ‘પારિસ’ નામની સ્ટીમરમાં તેમણે અમેરિકાનો પ્રવાસ કર્યો. આ પ્રવાસમાં એમની સાથે વિશ્વધર્મ પરિષદમાં જઈ રહેલાં લંડનની થિયોસૉફિકલ સોસાયટીના પ્રમુખ એની બેસન્ટ અને એમનાં સેક્રેટરી મિસ યૂલર હતાં. બૌદ્ધ ધર્મસભાના મંત્રી ધર્મપાલ હતા. આ બધાંની સાથે વીરચંદ ગાંધીનો મેળાપ સ્મરણીય બની રહ્યો. આમાંથી કોઈનેય જૈન ધર્મ વિશે લેશમાત્ર માહિતી નહોતી. જ્યારે એમણે જાણ્યું કે આ યુવાન આ ધર્મના પ્રતિનિધિ તરીકે વિશ્વધર્મ પરિષદમાં ભાગ લેવા જઈ રહ્યાં છે, ત્યારે એ સહુને આશ્ચર્ય થયું. વીરચંદ ગાંધીએ એમને જૈન ધર્મનાં તત્ત્વો સંબંધી સંક્ષેપમાં માહિતી આપી, ત્યારે એમને લાગ્યું કે કેવું સુંદર તત્ત્વજ્ઞાન ધરાવતો આ ધર્મ છે અને એનાથી અમે સાવ અનભિન્ન છીએ !
- 51 -
Page #28
--------------------------------------------------------------------------
________________
ભારતીય સંસ્કૃતિનો આત્મા
એની બેસન્ટે તો એ સમયે દુઃખ અને દિલગીરી સહિત કહ્યું કે ‘જૈનો તેમના ઉત્તમ તત્ત્વજ્ઞાનનાં પુસ્તકોને અંગ્રેજી ભાષામાં પ્રગટ કરતાં નથી, એ અફસોસની બાબત છે.’
વીરચંદ ગાંધી ઇંગ્લૅન્ડના સાઉધમ્પટનથી ન્યૂયૉર્ક પહોંચ્યા ત્યારે એમને અનુભવ થયો કે મુંબઈના ગ્રાંટ રોડના સ્ટેશન પર કસ્ટમના અધિકારીઓ વિદેશ જતા પ્રવાસીઓ સાથે જેવો દુર્વ્યવહાર કરતા હતા, એવું કશું અમેરિકાના પ્રવેશે જોવા મળ્યું નહીં. વીરચંદ ગાંધીને આવકારવા માટે ૩૦ વર્ષના ઉત્સાહી યુવાન અને વિશ્વધર્મ પરિષદના સહમંત્રી વિલિયમ પાઇપ આવ્યા હતા. વિશ્વધર્મ પરિષદ વતી વિલિયમ પાઇપે જ સહુને નિમંત્રણ મોકલ્યાં હતાં. વીરચંદ ગાંધીના સ્વાગત માટે આવેલા આ જ વિલિયમ પાઇપ સમય જતાં એમના પ્રશંસક બની ગયા હતા અને અમેરિકામાં વીરચંદ ગાંધીએ સ્થાપેલી School of Oriental Philosophy અને Esoteric Studiesના વર્ગો વિલિયમ પાઇપની દેખરેખ હેઠળ તેઓ ચલાવતા હતા.
સહમંત્રી વિલિયમ પાઇપે લાંબી મુસાફરી બાદ બે દિવસ આરામ કરીને વીરચંદ ગાંધીને શિકાગોનો પ્રવાસ ખેડવાનું કહ્યું. આ બે દિવસના ભોજન માટે વિલિયમ પાઇપે ફળફળાદિની વ્યવસ્થા કરી આપવાનું માથે લીધું. વીરચંદભાઈ એમના પ્રત્યેક આચાર અંગે જાગ્રત હતા. વિશેષ તો પોતે એક મહાન ધર્મના પ્રતિનિધિ તરીકે આવ્યા છે એનાથી સભાન હતા. એમને થયું કે ન્યૂયૉર્કનો ખર્ચ યજમાન શા માટે ભોગવે ? એમણે વિચાર્યું કે હું જૈન ધર્મના પ્રસાર માટે આવ્યો છું, તેવે સમયે અમેરિકાના લોકોને મારે માટે ખર્ચ કરવો પડે તે બરાબર નથી. શક્તિવાન જૈન કોમને માટે પણ એ નાલેશીભર્યું કહેવાય. આથી વિલિયમ પાઇપનો આભાર માનીને વીરચંદ ગાંધીએ કહ્યું કે અહીંનો મારો તમામ ખર્ચ હું ભોગવીશ.
પરદેશમાં પહેલી છબી
પરિણામે વિલિયમ પાઇપ ન્યૂયૉર્કની પ્રખ્યાત હોટલમાં રહેવા ગયા, જ્યારે વીરચંદ ગાંધીએ બ્રોડવે સેન્ટ્રલ હોટેલમાં એક રૂમ ભાડે રાખ્યો. એ પછી વીરચંદ ગાંધી અને નથુ મંછાચંદ બજારમાં જઈને સફરજન, કેળાં, નારંગી વગેરે ખરીદી લાવ્યા. સાંજે પાંચેક વાગે વીરચંદ ગાંધી વિલિયમ પાઇપને 52
ભારતીય સંસ્કૃતિનો આત્મા
શ્રીમતી હાવર્ડ સાથે
મળવા બ્રુન્સવિક હોટલ પર ગયા, ત્યારે અખબારના પાંચ-સાત પ્રતિનિધિઓ હાજર હતા. એમની સાથે જૈન ધર્મ અને જૈન સમાજ અંગે ઘણા પ્રશ્નોની ચર્ચા થઈ. એ વખતે ન્યૂયૉર્કના પ્રખ્યાત અખબાર ‘ધ વર્લ્ડ’ નોંધ્યું કે છેલ્લાં બે હજાર વર્ષમાં ભારત બહાર પગ મૂકનારી જૈન સમાજની આ સર્વપ્રથમ વ્યક્તિ છે. આ ધર્મની એક માન્યતા છે કે જે વિદેશગમન કરે છે તેને જ્ઞાતિ બહાર મૂકવામાં આવે છે. વીરચંદ ગાંધી પાસેથી પત્રકારોએ જાણ્યું કે ઉચ્ચ કક્ષાના ધર્મગુરુએ એમને શિકાગોની વિશ્વધર્મ પરિષદમાં સભ્ય તરીકે મોકલ્યા છે. અખબારે નોંધ્યું કે એમના પરદેશગમનની વિરુદ્ધમાં કેટલીક સભાઓ પણ થઈ હતી. વળી આ અખબાર નોંધે છે કે તેઓ માંસાહાર કરતા નથી અને તેમણે ક્યારેય માંસ ખાધું નથી. વીરચંદ ગાંધી અત્યંત કુશાગ્ર બુદ્ધિવાળા અને ઉચ્ચ પ્રતિભાશાળી વ્યક્તિ હોવાનું અખબારે નોંધ્યું છે.
એ પછીના દિવસે વીરચંદ ગાંધી અમેરિકન શહેરની સફર કરી અને સાંજે ટ્રેન મારફતે શિકાગો ગયા અને રસ્તામાં બારેક કલાક સુધી નાયગ્રાનો ધોધ જોવા રોકાયા હતા. એ પછીની વીરચંદ ગાંધીની કામયાબી વિશે આપણે જોઈ ગયા.
વિવેકાનંદ અને વીરચંદ ગાંધીના વિદેશી શિષ્યાઓની નોંધ મળે છે. વિવેકાનંદજીનાં શિષ્યા ભગિની નિવેદિતા હતાં, તો વીરચંદ ગાંધીનાં શિષ્યા
53
Page #29
--------------------------------------------------------------------------
________________
ભારતીય સંસ્કૃતિનો આત્મા
શ્રીમતી હાવર્ડ હતાં. જેઓ પૂર્ણપણે શાકાહારી અને જૈન સિદ્ધાંતોનું સંકલ્પપૂર્ણ પાલન કરનારાં હતાં.
આ વિદેશ પ્રવાસોમાં વીરચંદ ગાંધીની પ્રતિભાથી અનેક લોકો અભિભૂત થયા. એમની સાથે ધર્મપરિષદમાં આવનાર સ્વામી વિવેકાનંદના પત્રોમાં વીરચંદ ગાંધીનો ઉલ્લેખ ‘Oh, My Dear Gandhi' કહીને કરતા હતા.
‘ન્યૂયૉર્ક ક્રિટિક’ નામનું જર્નલ જણાવે છે કે વીરચંદભાઈ જેટલું છટાદાર પ્રવચન કોઈએ આપ્યું નહોતું. એમનું જ્ઞાન એક હિંદુ સાધુ જેટલું જ છે.”
વિવેકાનંદ અને વીરચંદ ગાંધી બંને ‘વથી શરૂ થતાં નામો. વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસ અને વીરચંદ ગાંધીના આત્મારામજી મહારાજ. બંનેનાં નામમાં રામ. વળી બંનેએ શિકાગોની ધર્મપરિષદમાં આગવો પ્રભાવ પાડ્યો. બંનેએ પ્રભાવક રીતે ભારતની આધ્યાત્મિક સંસ્કૃતિ દર્શાવી. બંનેએ આકરી ભાષામાં ખ્રિસ્તી મિશનરીઓની વટાળ પ્રવૃત્તિને વખોડી કાઢી. બંનેએ ભારતને ધર્મોની જનની કહી અને બંનેએ ધર્મોના પરસ્પર સંવાદની રણભેરી બજાવી. બંનેનાં મનનીય વ્યાખ્યાનોએ સમગ્ર અમેરિકાને મુગ્ધ કર્યું. એમનાં ભાષણ સાંભળનારા સહુ કોઈ એમના સિદ્ધાંતોને સ્વીકારતા હતા અને કેટલાક એનું અનુસરણ કરવા લાગ્યા.
બંનેનું આયુષ્ય અલ્પ રહ્યું અને બંનેનું અવસાન પણ સ્વદેશમાં થયું. ૧૯૦૧માં ૩૭ વર્ષની ઉંમરે મુંબઈમાં વીરચંદ ગાંધીનું અને ૧૯૦૨માં બેલૂર મઠમાં ૪૦ વર્ષની ઉંમરે સ્વામી વિવેકાનંદનું અવસાન થયું. આ બંનેનું આયુષ્ય વિશેષ હોત તો રાષ્ટ્ર, ધર્મ અને સંસ્કૃતિને ઘણો લાભ પ્રાપ્ત થયો હોત. વિવેકાનંદનો પ્રભાવ એ પછી ભારતવર્ષ પર ચિરસ્થાયી રૂપે પડ્યો. એમણે વિશ્વધર્મ પરિષદમાં આપેલા વક્તવ્યની ઑડિયો કૅસેટ આજે પ્રાપ્ય છે. એમણે એ સમયે કરેલી કામગીરીની વિગતો દર્શાવતા વિસ્તૃત ગ્રંથો પણ પ્રગટ થયા છે. વીરચંદ ગાંધીનાં એ છટાદાર ભાષણોની ઑડિયો કૅસેટ તો નથી, પણ એ પછી એમના કાર્યનું સમાજ સાતત્ય પણ સાચવી શક્યો નથી અને આ વિરલ પ્રતિભા સાવ વીસરાઈ ગઈ. આ અંગે ત્યારબાદ ‘બેનર ઑફ લાઇટ' નામના સામયિકે લખ્યું,
54
Girl. I is the only friend einen felles is en beyond the rave
Add: 927_t
ભારતીય સંસ્કૃતિનો આત્મા
Every thing else ends with death. Vivekanande
શિકાગોમાં સ્વામી વિવેકાનંદ (૧૮૯૩) “વિવેકાનંદના વિચારોની પ્રબળ અસર તેના શિષ્યમંડળ (અભેદાનંદ આદિ)એ રામકૃષ્ણ મિશન જેવી અનેક સંસ્થાઓ સ્થાપી અવિરત અને ચિરસ્થાયી રૂપે રાખી. જ્યારે અતિ શોકનો વિષય એ છે કે સ્વ. વીરચંદ ગાંધીના વિચારોની પ્રબળ અસર કોઈ પણ જૈન તરફથી જારી રહી નથી.”
અગરબત્તીની સુવાસ
એક અર્થમાં કહીએ તો વીરચંદ ગાંધી સુવાસિત અગરબત્તી જેવા અને
55
Page #30
--------------------------------------------------------------------------
________________
ભારતીય સંસ્કૃતિનો આત્મા
સ્વામી વિવેકાનંદ પ્રજ્વલિત મશાલ જેવા કહેવાય. અગરબત્તી ધીમે ધીમે જલતી હોય, ચોપાસ વાતાવરણમાં મીઠી સુવાસ ફેલાવતી હોય અને અંતે બળીને ખાખ થઈ વિલય પામતી હોય છે. વીરચંદ ગાંધીનું આવું થયું. એમની વિદાય સાથે એમની પ્રવૃત્તિઓનું પૂર્ણવિરામ આવી ગયું.
જ્યારે વિવેકાનંદે એક મશાલ જલાવી અને રામકૃષ્ણ મિશન (સ્વામી અભેદાનંદ આદિ) અને અન્ય સંસ્થાઓએ આજ સુધી પ્રજ્વલિત
રાખીને એમનાં વિચારો, સિદ્ધાંતો યોગમુદ્રામાં
અને કાર્યોનો રાષ્ટ્ર અને વિશ્વને
અવતરિતપણે પ્રકાશ આપ્યો. આ લેખકને એની કમનસીબીનો અનુભવ થયો કે મહુવાના ગ્રંથાલયમાં વીરચંદ ગાંધીએ લખેલું એક પુસ્તક પણ ન મળ્યું.
વીરચંદ ગાંધી પાસેથી જૈન ધર્મ પામનાર શ્રીમતી હાવર્ડ અંગે વીરચંદ ગાંધીએ એક એવી નોંધ કરી છે કે વિજયાનંદસૂરિજીની વિશેષ સૂચનાઓ પ્રમાણે એક મહિના સુધી નવકાર મંત્રનો જાપ કર્યા બાદ શ્રીમતી હાવર્ડને જાતિસ્મરણજ્ઞાન પ્રાપ્ત થયું હતું અને એમણે ભારતમાં પોતાના પૂર્વજન્મની ઘણી વાતો જણાવી હતી. ભારતીય વસ્ત્રોમાં કટાસણા પર બેસી મુહપત્તિ હાથમાં રાખી સામાયિક કરતી શ્રીમતી હાવર્ડની છબી મળે છે. આજે તો ન્યૂયૉર્કમાં શ્રીમતી હાવર્ડનું નિવાસસ્થાન ઉજ્જડ અને વેરાન છે.
વીરચંદ ગાંધીના એક બીજા સમર્થ અનુયાયી તે હર્બર્ટ વૉરેન. વિદેશમાં વીરચંદ રાઘવજી ગાંધીનાં પ્રવચનોએ એક એવી નવી હવા ફેલાવી કે અનેક શ્રોતાજનો એ પ્રવચનોની નોંધ લેતા હતા. વીરચંદ રાઘવજી ગાંધી શિકાગોની
- ભારતીય સંસ્કૃતિનો આત્મા " વિશ્વધર્મ પરિષદમાં ગયા, ત્યારે હર્બર્ટ વૉરેનને એમનો પરિચય થયો અને હર્બર્ટ વૉરને વીરચંદ રાઘવજી ગાંધી પાસેથી જૈન ધર્મનું પદ્ધતિસરનું જ્ઞાન મેળવવા પ્રયત્ન કર્યો હતો. જૈન ધર્મમાં અનન્ય શ્રદ્ધા ધરાવનાર, દેવગુરુનું પૂજન કરનાર અને નિત્ય સામાયિક વગેરે આચાર પાળનાર હર્બર્ટ વૉરને વીરચંદ ગાંધીનાં ભાષણો, ચર્ચાઓ વગેરેના આધારે જૈન ધર્મ પર પુસ્તક લખ્યું અને વીરચંદ ગાંધીએ આપેલું અમૂલ્ય જ્ઞાન
હર્બર્ટ વૉરન દુનિયાને ભેટ આપવાનો એમણે સંકલ્પ સેવ્યો હતો.
વીરચંદ ગાંધીનાં ભાષણ એમણે શૉર્ટહેન્ડથી સંપૂર્ણ રીતે લખી લીધાં હતાં. વીરચંદ ગાંધી પાસેથી શ્રાવકનાં વ્રતોનું યથાર્થ જ્ઞાન મેળવ્યું અને બાર વ્રતો પૈકી પ્રથમ સાત વ્રતો ઇંગ્લેન્ડના દેશકાળ અનુસાર લીધાં હતાં, એટલું જ નહીં પણ વીરચંદ ગાંધીના ઉપદેશથી હર્બર્ટ વોરને માંસાહારનો ત્યાગ કર્યો હતો.
જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ' (પૃ. ૬૯૪)માં મોહનલાલ દલીચંદ દેસાઈ નોંધે છે, “આ અંગ્રેજ માંસાહારનો સર્વથા ત્યાગ, જૈન વ્રતોનું મર્યાદાથી ગ્રહણ કરીને જૈન તત્ત્વજ્ઞાનમાં શ્રદ્ધા સંપૂર્ણ ને વિચારપૂર્વક રાખી જૈન ધર્મન પાળે છે. વીરચંદભાઈના તે હસ્તદીક્ષિત શિષ્ય છે. તેમણે તેમનાં ભાષણોની નોંધ લઈ રાખી હતી તે હજુ પોતાની પાસે છે. જૈન ધર્મ પર Jainism નામનું અંગ્રેજી માં તેમણે પુસ્તક રચ્યું છે. તે પરથી તે સારા વિચારક છે એ સ્પષ્ટ જણાય છે. આ પુસ્તકનો ગુજરાતી ભાષામાં ‘જૈન ધર્મ યાને જીવનના મહાન પ્રશનોનું જૈનદર્શનથી સમાધાન' એ નામે શ્રી વલ્લભદાસ ગાંધીએ કરેલો અનુવાદ ભાવનગરની શ્રી જૈન આત્માનંદ સભાએ વિ. સં. ૧૯૯૦માં પ્રકાશિત કર્યો. તે પરથી તે સારા વિચારક છે એ સ્પષ્ટ જણાય છે.
%
Page #31
--------------------------------------------------------------------------
________________
- ભારતીય સંસ્કૃતિનો આત્મા -
શ્રી અને શ્રીમતી ગોર્ડન : મહાવીર બ્રધરહૂડનાં ઓનરરી સેક્રેટરી વીરચંદ ગાંધીએ રજૂ કરેલા આદર્શોની સુવાસ ઇંગ્લેન્ડમાં પ્રસરે અને પોતાના દેશબાંધવો એનાથી લાભાન્વિત થાય તે માટે હર્બર્ટ વૉરને લંડનમાં ‘જૈન લિટરેચર સોસાયટીની સ્થાપના કરી. સંસ્થા દ્વારા અંગ્રેજ વિદ્વાનોના જૈન ધર્મવિષયક સંશોધનપૂર્ણ ગ્રંથો પ્રકાશિત થયા, વીરચંદ ગાંધીના અવસાન પછી પણ હર્બર્ટ વૉરન પંડિત ફતેચંદ લાલન, શ્રી હીરાલાલ ઝવેરી, શ્રી ગોવિંદજી મૂળજી મહેવાણી, શ્રી મકનજી જેઠાભાઈ મહેતા તથા અન્ય વિદ્વાનોને જૈન તત્ત્વજ્ઞાન અંગેની પોતાની જિજ્ઞાસા પુછાવતા હતા. એ સમયે ‘મહાવીર બ્રધરહૂડ’ નામની સંસ્થા પણ ઇંગ્લેન્ડમાં સ્થપાઈ, જેના માનદ્ મંત્રી તરીકે શ્રી અને શ્રીમતી એ. ગોર્ડન કાર્યરત હતાં.
આમ ઇંગ્લેન્ડમાં વીરચંદ ગાંધીએ અમેરિકાની માફક એવી અમીટ છાપ પાડી કે ત્યાં પણ જૈન તત્ત્વજ્ઞાનવિષયક સંસ્થાઓ સ્થપાઈ અને જૈન ધર્મના પાલનની રુચિ પ્રગટી. વીરચંદ ગાંધીએ વિશ્વધર્મ પરિષદમાં પણ પોતાની આગવી છાપ દાખવી હતી. પરિષદના દસ ધર્મોમાં જૈન ધર્મનું સ્થાન નહોતું. તેમ છતાં એના પ્રતિનિધિ તરીકે પોતાની વાચન, વર્નાતકલા, વિદ્વત્તા વગેરેથી સહુનાં મન જીતી લીધાં.
• ભારતીય સંસ્કૃતિનો આત્મા આથી વિશ્વધર્મ પરિષદની કલ્પના કરનાર ચાર્લ્સ સી, બોનીએ સ્વયં ભારતમાં દુષ્કાળ રાહત માટે અમેરિકામાં વીરચંદભાઈએ ૧૮૯૬૯૭માં સ્થાપેલી દુષ્કાળ રાહત સમિતિનું પ્રમુખપદ સ્વીકાર્યું હતું અને શ્રી ચાર્લ્સ બોનીના સહયોગ અને ભારત પ્રત્યેના સદૂભાવને લીધે વીરચંદભાઈએ તાત્કાલિક સાનફ્રાન્સિસ્કો શહેરથી મકાઈ ભરેલી સ્ટીમર કલકત્તા મોકલી હતી અને આશરે ૪૦ હજાર રૂપિયા ચાર્જ સી. બોની વિશ્વધર્મ પરિષદના મંત્રી ભારતના જુદા જુદા ભાગોમાં મોકલાવી શક્યા હતા.
પ્રતિભાનાં તેજકિરણો આવી જ રીતે વિશ્વધર્મ પરિષદના મંત્રી ડૉ. જૉન હેની બરોઝને વીરચંદ ગાંધીના વ્યક્તિત્વની સ્વસ્થતા અને સમભાવ સ્પર્શી ગયાં હતાં. પાદરી જ્યૉર્જ પેન્ટાકોસ્ટ હીન ભાષામાં કરેલી હિંદુ ધર્મની ટીકાનો વીરચંદભાઈએ જે સ્વસ્થતા અને સચોટતાથી ઉત્તર આપ્યો તેનાથી તે પ્રસન્ન થઈ ગયા હતા. આથી વિશ્વધર્મ પરિષદની પૂર્ણાહુતિ પછી એમણે વીરચંદભાઈને રહેવા માટે શિકાગોનું પોતાનું નિવાસસ્થાન ખાલી કરીને આપ્યું હતું. એ જ રીતે ખ્રિસ્તી ધર્મના પાદરીઓએ પણ એમની પ્રતિભાનો સ્વીકાર કર્યો. શિકાગો શહેરના પાદરી રેવન્ડ આરએ. વ્હાઇટે પોતાનો અનુભવ વર્ણવતાં લખ્યું, “મારા ચર્ચમાં એમણે આપેલ પ્રવચન મારા મત પ્રમાણે, એમની રજૂઆત કરવાની ઢબ અને વિગત એમ બંને દૃષ્ટિથી એમને છાજે એવું હતું. એમણે દર્શાવ્યું કે પૌર્વાત્ય તત્ત્વજ્ઞાન સંપૂર્ણ રીતે ગ્રહણ કરેલું છે. શ્રી ગાંધીનું અંગ્રેજી ભાષા પર સારું પ્રભુત્વ છે અને સર્વત્ર રસજિજ્ઞાસા જાગે તેવું એમનું વ્યક્તિત્વ છે.”
Page #32
--------------------------------------------------------------------------
________________
- ભારતીય સંસ્કૃતિનો આત્મા છે એ જ રીતે એમને વ્યક્તિગત રીતે મળનાર રેવન્ડ એરિસન પાર્કર કહે છે : “અત્યંત બુદ્ધિશાળી તથા પૂર્વના પ્રતિનિધિઓમાં આપણા માનસને હચમચાવી મૂકનાર તરીકેની છાપ પડી. તેઓ જે રીતે મહાપુરુષોના વિચાર અને જીવન રજૂ કરે છે તે સાંભળ્યા પછી એમના સિવાય બીજા કોઈની પાસે હું સાંભળવાનું પસંદ કરું નહીં.”
બોસ્ટનમાં વીરચંદ રાઘવજી ગાંધીએ ‘કોન્સન્ટેશન' પર આપેલાં પ્રવચનોથી પ્રભાવિત થયેલી લેખિકા લિલિયન હિટિંગ નોંધે છે : “એમની પાસે ઊંડી અભ્યાસશીલતા, આધ્યાત્મિક સત્યોનો આશ્ચર્યકારક લાગે એવો સંચય તથા અલ્પપરિચિત વિચારોને સમજાવવાની ક્ષમતા જોવા મળે છે.”
આ રીતે વિદેશમાં સર્વત્ર ભારતીય સંસ્કૃતિનું સામર્થ્ય અને જૈન ધર્મનું તત્ત્વજ્ઞાન દર્શાવનાર વીરચંદ રાઘવજી ગાંધીને સ્વદેશમાં સામાજિક બહિષ્કારનો સામનો કરવો પડ્યો હતો. એથીય વિશેષ વીરચંદ ગાંધી સાથે સંબંધ રાખનારનો પણ સામાજિક બહિષ્કારનો નારો પોકારવામાં આવ્યો હતો. ૧૮૯૩ની ૯મી જુલાઈએ ૧૩૭ સહીઓ સાથે વીરચંદ ગાંધીને શિકાગો ધર્મ પરિષદમાં મોકલવા અંગે તેમજ વિશ્વ સન્માનનીય આત્મારામજી મહારાજના જૈનશાસનને ઉપયોગી નિર્ણયનો વિરોધ તથા જૈન એસોસિએશનના નિર્ણયનો વિરોધ કરતી પત્રિકા બહાર પડી. મુંબઈનો સંઘ પણ વિરુદ્ધમાં પડ્યો હતો. આવે સમયે વીરચંદ ગાંધી સાથે શ્રી મગનલાલ દલપતરામ અડીખમ બનીને ઊભા રહ્યા, પોતાના ગુરુ પૂ. આત્માનંદજીની ભાવના સિદ્ધ કરવા માટે ઘણી મોટી આર્થિક સહાય આપી. મુંબઈના સંઘને સમજાવ્યો. વીરચંદ ગાંધી સાથે ભોજનવ્યવહારનો સંબંધ દર્શાવવા માટે ભાયખલામાં બસો વ્યક્તિઓનું ભોજન યોજ્યું, આમ છતાં વાતાવરણ વિશેષ તંગ બનતું હતું. એ સમયે જ્ઞાતિબહિષ્કાર એ વ્યક્તિ અને એના પરિવારને તબાહ કરી નાખતો હતો.
આકાશ જોનારા માનવીને કૂપમંડૂકો ક્યાંથી ઓળખી શકે ? વીરચંદ ગાંધીએ વિદેશમાં જૈન આચારોનું શુદ્ધ રૂપે પાલન કર્યું હતું. સ્વામી વિવેકાનંદ અને વર્તમાનપત્રોએ એમની આચારશુદ્ધિની ખાસ નોંધ લીધી હતી. અમેરિકાના એડિટર્સ બ્યુરોએ લખ્યું, “આ મહાન અને ઉમદા વ્યક્તિ
- ભારતીય સંસ્કૃતિનો આત્મા - પવિત્રતાનો જે ઉપદેશ આપે છે અને એ પ્રમાણે વર્તે છે એની પ્રશંસા માટે પૂરતા શબ્દો નથી.”
જૈનોનાં પ્રાચીન શાસ્ત્રોમાં વિદેશયાત્રાનું વર્ણન હતું, પરંતુ આ બધું વાંચે-વિચારે કોણ ? સામાજિક રૂઢિઓના બંધનમાં રચ્યાપચ્યા રહેતા અને એ દ્વારા પોતાનો અહંકાર પોષતા લોકોએ આ વિદેશયાત્રાનો પ્રબળ વિરોધ કર્યો. આચાર્ય શ્રી આત્માનંદજી મહારાજ જાણતા હતા કે વીરચંદભાઈએ જિનાજ્ઞાનું કોઈ ઉલ્લંઘન કર્યું નથી. એમણે આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી પાસે મુંબઈના સંઘને સં. ૧૯૯૧ ભાદરવા સુદ ૧૩ના રોજ લખેલા પત્રના કેટલાક અંશો જોઈએ :
શ્રી પરમાત્મજયતિ સ્વસ્તિથી મુંબઈ બંદરે સકલ શ્રીસંઘ જયવંતવત - અંબાલાથી લિ. મુનિ આત્મારામજી કે તરૂં સે ધર્મલાભ વાંચના - યહાં સુખસાતા હૈ ધર્મ ધ્યાનકરને મેં ઉદ્યમ રખના - આગે શ્રી સકળ શ્રીસંઘ કે તરફસે શ્રાવક પુણ્યપ્રભાવક દેવગુરુભક્તિકારક શt, મોતીચંદ હર્ષચંદજી તથા શા. ફકીરચંદ પ્રેમચંદજી કા લિખા હુઆ પત્ર ૧ ભાદરવા સુદિ ૧૧ કે રોજ મુજ કો મિલા હૈ સો વાંચકર સમાચાર સર્વ માલુમ કિયા હૈ - શ્રીસંઘક તરફસે શ્રાવક શ્રી વીરચંદ રાઘવજીને અમેરિકા દેશમેં જૈનધર્મ કે ઉપદેશ કરને વાસ્તે ગયા થા સો લગભગ દો વર્ષ તકે અમેરિકામે જૈન ધર્મ કા ઉપદેશ કરકે સેંકડો સ્ત્રીપુરુ ય કો શ્રી જૈન ધર્મના બોધ કર કે પાછા હિન્દુસ્તાન મેં આયા હૈ તિસ વીરચંદ રાઘવજી કે તાંઈ પૂર્વોક્ત કામ કરનેસે ઔર આગબોટ મેં બૈઠકે અનાર્ય દેશમે જાનેમેં ક્યા પ્રાયશ્ચિત (દંડ) લેના ચાહિયે ?
મેં બહોત નમ્રતાપૂર્વક શ્રીસંઘ કો લિખતા હું કેિ શ્રી જૈન મત કે શાસ્ત્રોમે જો કોઈ જ્ઞાનદર્શન ચારિત્રમે તથા અપને કરે હુએ વ્રતનિયમોમે દૂષણ લગાવે તો તિસકો પ્રાયશ્ચિત કરક્ષા લિખા હૈ, સો તો મુંબઈ કે શ્રીસંધને કિસી ભી દૂષણ કા નામ નહીં લિખા હૈ તો મેં કિસ દૂષણ કા ઇન કો પ્રાયશ્ચિત દેવું ?
તથા ઇહાં વીરચંદ રાઘવજી કો હમને પૂછા કિ તુમને અમેરિકાની મુસાફરીમેં અપને કિસી ભી વ્રત નિયમમે દૂષણ લગાયા હોવ તો તુમ તિસ કી આલોયણા કર કે પ્રાયશ્ચિત્ત લે લેવો. તબ શ્રી વીરચંદ રાઘવજી ને કહા કિ મેને અપને કિસી ભી
તનિયમમેં અમેરિકાની મુસાફરીમેં દૂષણ નહીં લગાયા હૈ - અબ શ્રી સંઘકો વિચારના ચાહિયે કિ મેં શ્રીસંથકો કિસ દૂષણ કર પ્રાયશ્ચિત્ત લિખ ભેજું ?
- 61 )
-
60
-
Page #33
--------------------------------------------------------------------------
________________
ભારતીય સંસ્કૃતિનો આત્મા
જેકર શ્રીસંધકા ઐસા વિચાર હોકિ શ્રી વીરચંદજીને કદાપિ દૂષણ નહીં સેવનકરા હોવે ગા તો ભી ઇસકોં કોઈ પ્રાયશ્ચિત દેના ચાહિયે –
ઇસકા ઉત્તર - શ્રીનિશીથસૂત્રમેં લિખા હૈ કિ જો વિનાદૂષણકે પ્રાયશ્ચિત્ત દેવે તો પ્રાયશ્ચિત્ત દેનેવાલે કો પ્રાયશ્ચિત્ત લેના પડતા હૈ ઔર સો પ્રાયશ્ચિત્ત કા દેને
વાલા જિનરાજકી આજ્ઞાકા ભંગ કરનેવાલા હોતા હૈ તથા જબ તક દૂ સેવને વાલા અપના દૂષણ કબૂલ ન કરે તબ તક કેવલ જ્ઞાનીભી તિસ દૂષણવાલોં કો પ્રાયશ્ચિત્ત નહીં દેતે હૈં – યહ અધિકાર લક્ષ્મણા સાધવી કે વિષયમેં શ્રીમહાનિશીય સુત્રમેં હૈં - જબ દૂષણ કબૂલ કરે વિના પ્રત્યક્ષ દૂષણકે જાણને વાલે કેવલજ્ઞાની ભી પ્રાયશ્ચિત્ત નહીં દેતે હૈં તો મેં છદ્મસ્થ અલ્પમતિ કિસ રીતિરૂં પ્રાયશ્ચિત્ત દે શકું ?
જે કર શ્રીસંધકા ઐસા વિચાર હોવે કિ આગબોટમેં બૈઠકે અનાર્ય દેશમેં જાનેસે અવશ્ય પ્રાયશ્ચિત્ત લેના ચાહિયે -
ઇસકા ઉત્તર – ઐસા કથન તો હમનેં કિસી ભી જૈન શાસ્ત્ર મેં નહીં દેખા હૈ તો ફેર શ્રી જીનાજ્ઞા કોં ઉલ્લંઘન કરકે મેં કિસ તરે પ્રાયશ્ચિત્ત દેવું ?
કર શ્રીસંઘકી ઐસી ઇચ્છા હોવે કિ શ્રી વીરચંદજીને દૂષણ સેવ્યા હોવે અથવા
ન સેવ્યા હોવે તો ભી તિસકોં કછુક પ્રાયશ્ચિત્ત લેના ચાહિયે –
ઇસકા ઉત્તર - જો જીનરાજ કી આજ્ઞા સંયુક્ત સૌ હી સંઘ હૈ ઔર શેષ જીનાજ્ઞા બાહિર જો સંઘ કહાવે હૈં સો હાડકાં કા સંધ હૈં નતુ શ્રી જીનરાજ જીકા સંધ - યહ કથન શ્રી આવશ્યકસૂત્રમેં હૈં –
જેકર શ્રી સંધ ઐસ કહે કિ હમ પ્રાયશ્ચિત્ત તો નહીં દેતે હૈં પરંતુ શ્રીસંઘકી આજ્ઞાસે વીરચંદ રાઘવજી શ્રીશત્રુંજય તીર્થંકી યાત્રા કરે તો શ્રી સંઘ બહુત આનંદિત હોવે – ઐસી આજ્ઞા શ્રી સંઘકી માનનેસે શ્રી વીરચંદ રાઘવજીકી કુછ હાનિ નહીં હૈ –
વિશેષ તહાં (મુંબાઈમેં) મુનિરાજ મહારાજ શ્રી મોહનલાલજી મહારાજજી બિરાજમાન હૈં વે ભી ભવભીરુ ઓર શ્રી જિનાજ્ઞા કે ભંગસે ડરને વાલે હૈં ઇસ વાસ્તે તિનહીભી સમ્મતિ લેની ચાહિયે તથા અન્ય કોઈ મહાવ્રતધારી ગીતાર્થસે પૂછ લેના -
અબ મેં બહુત નમ્રતાસં શ્રીસંઘસે વિનતી કરતા હું કિ જો કુછ જીનાજ્ઞા વિરુદ્ધ અયોગ્ય લિખાણ કરા હોવે સો સર્વ શ્રીસંઘ મુજકો માફ કર - ઇતિ - કલ્યાણ હોવે શ્રી સકળ શ્રીસંઘ કોં - સંવત - ૧૯૫૧ - ભાદરવા સુદિ ૧૩ સોમવાર -
દા. વલ્લભવિજયના
સહિ - આત્મારામ કી સ્વહસ્તાક્ષર
62
ભારતીય સંસ્કૃતિનો આત્મા સંઘના આગેવાનો પણ મુંઝવણ અનુભવતા હતા. શેઠ વીરચંદ દીપચંદ અને શેઠ પ્રેમચંદ રાયચંદ જેવા સંઘના અગ્રણીઓએ જનતાને શાંત કરવા પ્રયત્ન કરતા હતા. પંજાબથી આત્મારામજી મહારાજે મુંબઈના સંઘને કહેવડાવ્યું કે શ્રી મોહનલાલજી મહારાજ આ બાબતમાં
જે નિર્ણય આપશે તે મને અને વીરચંદ ગાંધીને સ્વીકાર્ય રહેશે. મુંબઈમાં પહેલી વાર જૈન સાધુ તરીકે પ્રવેશનાર, મુંબઈના આગણે પ્રથમ
શ્રી મોહનલાલજી મહારાજ
વાર દીક્ષા આપનાર અને અઢારે આલમના લોકો ૫૨ ધર્મપ્રભાવ પાડનાર મોહનલાલજી મહારાજ દીર્ઘદ્રષ્ટા હતા.
વીરચંદભાઈ ઉપાશ્રયમાં પગ મૂકે તો એમની સામે કેસ કરીને કોર્ટના દરવાજા ખખડાવવા સંઘના કેટલાક ભાઈઓ બાંયો ચડાવીને તૈયાર હતા.
એમનાં ભાષણોની સભામાં જઈને ધાંધલ મચાવતા હતા અને ખુરશીઓ ઉછાળતા હતા. એમના સામાજિક રૂઢિ-ઘેલછાના અંધત્વને એમના શ્રી શત્રુંજય તીર્થ અને શ્રી સમેતશિખર તીર્થનાં કાર્ય દેખાતાં નહોતાં. પરિસ્થિતિ પારખીને મોહનલાલજી મહારાજે ‘સમયને ઓળખો' એ વિશે અત્યંત પ્રભાવક પ્રવચન આપ્યું. તેમણે ઉત્સર્પિણી અને અવસર્પિણી તેમજ અપવાદની તર્કબદ્ધ છણાવટ કરી. રાગદ્વેષ પર એવો જિનનો ઉપાસક હોવો જોઈએ એ વિશે છટાદાર શૈલીમાં વક્તવ્ય આપ્યું.
વીરચંદ ગાંધી એમના વ્યક્તિત્વથી પ્રભાવિત હતા અને અવારનવાર જ્ઞાનગોષ્ઠિ માટે એમનો સત્સંગ કરતા હતા, પરંતુ આ સમયે એમણે ખાનગીમાં વીરચંદ ગાંધીને મુંબઈ નહીં આવવા જણાવ્યું. સમય વીત્યો તેમ સમાજની સ્મૃતિ પરથી વાત ભૂંસાતી ગઈ. સંઘને શાંત પાડવા માટે શ્રી મોહનલાલજી મહારાજે જાહેર કર્યું કે, “સમુદ્રનું ઉલ્લંઘન કરવા બદલ પ્રાયશ્ચિત્ત રૂપે વીરચંદ
63
Page #34
--------------------------------------------------------------------------
________________
ભારતીય સંસ્કૃતિનો આત્મા
AWARDED B
AUDHEIBHASKA JAIN COMMUNITY BOMBAY AUSISTI
[]
RAGHAVI
64
&TA
શ્રી વીરચંદ ગાંધીને મળેલા ચંદ્રકો
BANDH
ગાંધીએ એક સ્નાત્રપૂજા ભણાવવી જોઈએ.”
એમણે આપેલો આ નિર્ણય સહુએ સ્વીકાર્યો અને વિરોધ કરતો સંઘ શાંત થઈ ગયો અને વીરચંદ રાઘવજી ગાંધીને જિનેન્દ્ર ભગવાનની સ્નાત્રપૂજા બાદ સમાજમાં સ્થાન મળ્યું.
ભારતીય સંસ્કૃતિનો આત્મા
બે વિભૂતિની વેદના
વીરચંદ ગાંધીના જ્ઞાતિ બહિષ્કાર અંગે સ્વામી વિવેકાનંદ અને શ્રીમદ્ રાજચંદ્રજીના અભિપ્રાયો એમને જ્ઞાતિબહાર મૂકનારો રૂઢિગ્રસ્તોની ટીકા કરનારા છે. એક મહાન કાર્યને યોગ્ય સંદર્ભમાં વિચારવાને બદલે પોતાની અંધશ્રદ્ધા કે અહમ્થી સમાજને હાનિ પહોંચાડનારા લોકો એ વખતે પણ હતા અને આજે પણ વિદ્યમાન છે.
આજે વીરચંદ ગાંધીને અંજલિ આપતો સમાજ અને રાષ્ટ્ર આવી શ્રીમદ્ રાજચંદ્ર આગ્રહ, વિગ્રહ, કદાગ્રહ અને પૂર્વગ્રહયુક્ત વિચારસરણીમાંથી બહાર આવવાનો સંકલ્પ કરશે ખરો ?
૧૮૯૪ના નવેમ્બરમાં શિકાગોથી સ્વામી વિવેકાનંદે શ્રી દીવાનને લખેલા પત્રમાં લખ્યું : “આપના પરિચિત એવા મુંબઈના જૈન વીરચંદ ગાંધી હાલ અહીં છે. અહીંના કાતિલ ઠંડા વાતાવરણમાં પણ તેઓ શાકભાજી (શાકાહાર) સિવાય કાંઈ લેતા નથી. એમના દેશવાસીઓ અને ધર્મનો પ્રબળ તાકાતથી બચાવ કરે છે. આ દેશના લોકો એમને ખૂબ પસંદ કરે છે. પણ જેઓએ એમને અહીં મોકલ્યા છે તેઓ શું કરી રહ્યા છે ? તેઓ તેમને નાતબહાર મૂકી રહ્યા છે. દ્વેષ એ ગુલામીથી સર્જાતું અનિવાર્ય અનિષ્ટ છે અને એ દ્વેષભાવ જ એમના પતનનું કારણ છે.”
એક નોંધપાત્ર બાબત એ છે કે વીરચંદ ગાંધીના જ્ઞાતિ બહિષ્કાર અંગે શ્રીમદ્ રાજચંદ્રજીએ કરેલી નોંધ મળે છે. શ્રીમદ્ રાજચંદ્ર અને વીરચંદ ગાંધી બંને સમકાલીન હોવા છતાં તેઓના પ્રત્યક્ષ મેળાપની વિગત મળતી નથી. માત્ર વીરચંદ ગાંધીએ Wonderful Feats of Memory વિશે આપેલા વ્યાખ્યાનમાં મુંબઈમાં શ્રીમદ્ રાજચંદ્રજીના શતાવધાનની વાત કરી છે. શ્રીમદ્ રાજચંદ્રના ઉપદેશની મોરબીના મુમુક્ષુ શ્રી મનસુખભાઈ કીરચંદે નોંધ કરી છે. તેમાં તેઓ કહે છે,
65
Page #35
--------------------------------------------------------------------------
________________
• ભારતીય સંસ્કૃતિનો આત્મા છે “ધર્મના બહાને અનાર્ય દેશમાં જવાનો કે સૂત્રાદિ મોકલવાનો નિષેધ કરનાર, નગારું વગાડીને નિષેધ કરનાર પોતાના માન, મહત્તા, મોટાઈનો સવાલ આવે ત્યાં એ જ ધર્મને ઠોકર મારી, એ જ ધર્મ પર પગ મૂકી એ જ નિષેધનો નિષેધ કરે છે એ ધર્મદ્રોહ જ છે. ધર્મનું મહત્ત્વ તો બહાનારૂપ અને
સ્થાપિક માનાદિનો સવાલ મુખ્ય, એ ધર્મદ્રોહ જ છે. શ્રી વીરચંદ ગાંધીને વિલાયતાદિ મોકલવા આદિમાં આમ થયું છે.”
સર્વતોમુખી જ્ઞાનોપાસના વીરચંદ ગાંધીના ગ્રંથસર્જનને જોઈએ તો એમના જીવનકાળ દરમ્યાન માત્ર બે જ પુસ્તકો મળે છે. એમનું એક પુસ્તક ઈ. સ. ૧૮૮૯માં મૂળ સંસ્કૃતમાંથી ગુજરાતી ભાષામાં લખાયેલું ‘સવીર્ય ધ્યાન' અને બીજું પુસ્તક તે ઈ. સ. ૧૮૯૪માં અમેરિકાના શિકાગો શહેરમાંથી પ્રસિદ્ધ કરેલો ‘અનનોન લાઇફ ઑફ જિસસ ક્રાઇસ્ટ 'નો અનુવાદ, આમ વીરચંદ ગાંધીની હયાતીમાં એમનાં આ બે પુસ્તકો પ્રગટ થયાં.
આ બંને પુસ્તકો પૂર્વે ઈ. સ. ૧૮૮૯માં એમણે બાવીસમા વર્ષે એક નિબંધ પ્રગટ કર્યો. એ નિબંધનો વિષય છે ‘૨ડવા કૂટવાની હાનિકારક ચાલ વિષે નિબંધ'. આ નિબંધ કચ્છ-કોડા નિવાસી રવજી દેવરાજે લખ્યો હતો અને તેમાં બીજી ઘણી અગત્યની બાબતો ઉમેરીને વીરચંદ રાઘવજી ગાંધીએ એને પ્રકાશિત કર્યો હતો.
બાવીસ વર્ષની ઉંમરે આ યુવાનને ધર્મવિરોધી રડવા-કૂટવાની પ્રથા સામે આક્રોશ જાગે, એ વિશે નિબંધ-સ્પર્ધાનું આયોજન કરે, એમાં વિજેતા થનાર કચ્છના રવજી-દેવરાજને પોતે જાહેર કરેલું રૂ. ૩૨પનું ઇનામ આપે તે ઘટના કેટલું બધું સૂચવી જાય છે. વળી બાવીસ વર્ષની વયે વિવેકી જૈન બંધુઓને લક્ષ્યમાં રાખીને ‘જૈન ભાઈઓમાં સસ્તુ-વાચન’ ફેલાવવાનો પ્રયત્ન અદ્યાપિ પર્યત થયો નથી તેથી આવા પ્રયત્નોને કંઈક ઉત્તેજન મળે તેવી ઇચ્છાથી ‘રેક અને શ્રીમંત' ખરીદી શકે તે માટે માત્ર બે આનાની કિંમત રાખીને તેઓ આ નિબંધ પ્રકાશિત કરે છે. આ પુસ્તક સાથે પ્રગટ કરવામાં આવ્યો છે. જ્યારે એમણે લખેલું ‘સવીર્યધ્યાન’ એ દસમા સૈકાના થયેલા આચાર્ય શુભચંદ્ર વિરચિત
66
• ભારતીય સંસ્કૃતિનો આત્મા ‘જ્ઞાનાર્ણવ' ગ્રંથનાં ધ્યાન વિશેનાં પ્રકરણોનો શ્રી વીરચંદ ગાંધીએ કરેલો અનુવાદ છે. જૈન ધર્મની વિસ્મૃત થયેલી ધ્યાનપ્રણાલીને પુનઃ જાગ્રત કરનાર અને એને પરદેશીઓ સમક્ષ પ્રભાવશાળી રીતે રજૂ કરનાર વીરચંદ ગાંધીની ધ્યાનલગની આમાંથી જોઈ શકાય છે.
વિધિની એ કેવી વિડંબના કહેવાય કે વીરચંદ ગાંધીનાં પ્રવચનોનું એક પણ પુસ્તક તેઓ જીવંત હતા તે સમયે પ્રગટ થયું નથી. એમની વૈચારિક પ્રતિભાની ઓળખ આપવાનું શ્રેય ‘ધ જૈન’ અને ‘પેટ્રિયટ'ના તંત્રી શ્રી ભગુભાઈ કારભારીને જાય છે. ઈ. સ. ૧૯૧૧માં મુંબઈની પ્રસિદ્ધ પ્રકાશક સંસ્થા એન. એમ. ત્રિપાઠી દ્વારા ‘ધ જૈન ફિલૉસોફી' પુસ્તક પ્રગટ થયું. આમાં વીરચંદ ગાંધીએ અમેરિકા અને ઇંગ્લેન્ડમાં આપેલાં વ્યાખ્યાનો અને લેખોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પુસ્તકમાં ગ્રંથસ્થ થયેલાં પ્રવચનોમાં વીરચંદ ગાંધીની જૈન ધર્મ વિશેની સિદ્ધાંતલક્ષી મર્મગામી છણાવટ તો મળે છે, પણ એની સાથોસાથ ભારતીય સંસ્કૃતિની ગહનતા, ભવ્યતા અને એના ગૌરવનો ખ્યાલ આવે છે. વીરચંદ ગાંધીએ આ ગ્રંથમાં જૈન, બૌદ્ધ, સાંખ્ય, વેદાંત અને ન્યાય જેવાં દર્શનોની તત્ત્વવિચારણાનો વિદેશી શ્રોતાઓ સમક્ષ પ્રકાશ પાડ્યો છે. આજથી એકસોને સોળ વર્ષ પૂર્વે પરાધીન, ‘પછાત' ગણાતા ભારત પાસે આટલી સમૃદ્ધ તત્ત્વપ્રણાલીઓ છે એ વિશે સાંભળીને વિદેશી શ્રોતાઓને નવીન સમજ અને શાને પામ્યાનો અનુભવ થયો હતો.
દર્શન અને દુનિયાની વાત વીરચંદ ગાંધીનો સંબંધ માત્ર તત્ત્વજ્ઞાન સાથે જ નહોતો, બાળપણમાં પણ એમણે દેશની સ્થિતિ વિશે કાવ્યો રચ્યાં હતાં. યુવાનીમાં ધાર્મિક, સામાજિક અને રાજકીય વિષયો પર ભારતમાં મનનીય પ્રવચનો આપ્યાં હતાં, આથી અમેરિકામાં પણ તત્ત્વજ્ઞાન ઉપરાંત તેઓ આહાર-વિજ્ઞાન, યોગ-વિજ્ઞાન અને જીવન-વિજ્ઞાન વિશે વક્તવ્યો આપે છે. ગૂઢવિઘાથી માંડીને ધાર્મિક પ્રતીકોનાં રહસ્યો સુધીની વાતો એમના પ્રવચનમાં મળે છે. પ્રાચીન ભારતની સ્થિતિથી માંડીને વર્તમાન સમયમાં ભારતમાં ચાલતી મિશનરી પ્રવૃત્તિઓ અંગે એ વાત કરી શકે છે.
Page #36
--------------------------------------------------------------------------
________________
– ભારતીય સંસ્કૃતિનો આત્મા
વિશ્વ સાથેના મનુષ્ય સંબંધનાં એક પછી એક પાસાંને તેઓ ઉજાગર કરે છે. એ તત્ત્વજ્ઞાન સાથે મનોવિજ્ઞાનનો સંબંધ જોડી આપે છે, તો બીજી બાજુ સ્મૃતિના ચમત્કારની ઘટનાઓથી માંડીને આભામંડળની વાત કરે છે. વીરચંદ ગાંધીએ ભારતીય દર્શનોનો ઊંડો અભ્યાસ કર્યો હતો, પરંતુ એની સાથોસાથ એ સમયે જર્મની આદિ દેશોમાં પ્રાચ્યવિદ્યાના અભ્યાસીઓએ લખેલા અને સંશોધિત કરેલા ભારતના પ્રાચીન શાસ્ત્રગ્રંથો અને લેખોનો એટલો જ ઊંડો અભ્યાસ કર્યો હતો. એમના વક્તવ્યમાં એનો ઉપયોગ કરીને એને વધુ વિશદ બનાવતા હતા. પરિણામે તેઓ જૈન તત્ત્વજ્ઞાનને અંગ્રેજી ભાષામાં એનાથી પૂર્ણપણે અપરિચિત શ્રોતાઓને સરળતાથી સમજાવી શક્યા.
જીવન અને સમર્પણ
‘ધ જૈન ફિલસોફીમાં ‘The Occult Law of Sacrifice' જેવા લેખમાં એમની મૌલિક વિચારધારા જોવા મળે છે. તેઓ મનુષ્યજાતિના ત્રણ પ્રકાર દર્શાવે છે. એક અધમ પ્રકાર, જેમાં અનૈતિક અને અજ્ઞાની માણસોનો સમાવેશ થાય છે. બીજો મધ્યમ પ્રકાર (મિડલ ક્લાસ), જે માત્ર પોતાની ઇન્દ્રિયોને ખુશ કરતો, દુન્યવી આનંદમાં ડૂબેલો રહે છે જ્યારે ત્રીજા ઉચ્ચ વર્ગ (હાયર ક્લાસ)માં એવા લોકો છે કે જેઓ આધ્યાત્મિક કલ્યાણ કાજે પોતાનો સમય અને શક્તિ ખર્ચતા હોય છે.
આમ, માણસે પહેલું સમર્પણ ઇન્દ્રિય ભોગોનું આપવું જોઈએ. બીજું સમર્પણ વડીલો અને માતા-પિતા પ્રત્યે કરવું જોઈએ. ત્રીજું સમર્પણ ગરીબ અને જરૂરિયાતમંદ માટે કરવું જોઈએ. ચોથું સમર્પણ પ્રાણીઓનાં કલ્યાણ કાજે કરવું જોઈએ. પાંચમું સમર્પણ પોતાની આધ્યાત્મિક ઊર્ધ્વતા માટે ધન, સમય અને શક્તિ વાપરવાનું કરવું જોઈએ.
વીરચંદ ગાંધી કહે છે કે આવાં પાંચ સમર્પણથી વ્યક્તિ ‘ઍનિમલ મૅન’માંથી ‘હ્યુમન’ બનશે. આ સમર્પણના દૈવી કાયદાને ખોટી રીતે સમજવામાં આવ્યો અને પરિણામે માણસો મૂક-લાચાર પ્રાણીઓની હત્યા કરે છે. માંસાહારને ઉત્તેજન આપે છે. માણસ પ્રાણીઓથી ચડિયાતો છે, તો પછી તે પ્રાણીઓને નિર્દયતાથી હશે, એ કઈ રીતે સમર્પણ ગણાય?
68
ભારતીય સંસ્કૃતિનો આત્મા
LECTURE ON INDIA
Ancient Literature of India.
Position
of Women in India.
Early
Life
of the
Hindus.
Marriage
Status
in
India.
Social Customs of the 288 Millions of the Indian People.
BY
VIRCHAND R. GANDHI, B.A.,of Bombay
Honorary Secretary to the Jain Association of India.
એક પોસ્ટર
આ લેખમાં વીરચંદ ગાંધી ભૌતિક ઉપભોગમાં જીવતા માનવીને આધ્યાત્મિક ઊર્ધ્વતાનું દર્શન કરાવે છે. અહીં એમની મૌલિક વિચારસૃષ્ટિનો પરિચય આપે છે. ‘જૈનિઝમ' નામના લેખમાં એમણે કહ્યું છે કે બાઇબલમાં કહ્યું છે કે “Thou Shalt not kill”, પરંતુ જૈનદર્શનમાં તો કોઈનીય હત્યા કરવી નહીં તેવું કહ્યું છે. જોકે તેઓ દર્શાવે છે કે ધર્મ-ધર્મ વચ્ચેના મર્મને જાણીએ, તો કોઈ સંઘર્ષ કે વિવાદ રહેતો નથી. પ્રત્યેક ધર્મ એ મંઝિલ છે શિખર પર પહોંચવાની.
Page #37
--------------------------------------------------------------------------
________________
• ભારતીય સંસ્કૃતિનો આત્મા છે વીરચંદ ગાંધીની પ્રતિભાનું ખરું તેજ ન્યૂયૉર્કની નાઇન્ટીન્થ સેમ્યુરી ક્લબના ખ્રિસ્તી શ્રોતાજનો સમક્ષ આપેલાં પ્રવચનમાં દેખાય છે. ‘Have Christian Missions to India been successful?” એ વિષય પરના વક્તવ્યમાં વીરચંદ ગાંધી ભારતીય સંસ્કૃતિના પ્રબળ અને તેજસ્વી પુરસ્કર્તા લાગે છે. અમેરિકામાં પ્રથમ પ્રવેશે જ અત્યંત નિર્ભયતાથી ભારત વિશેની અમેરિકાની પ્રવર્તમાન ભ્રાંતિઓ પર પ્રહાર કરવા એ વીરચંદ ગાંધીની સત્યનિષ્ઠા, સાહસ અને દેશભક્તિનું દર્શન થાય છે. એ સમયે લાખો રૂપિયા ખર્ચીને ખ્રિસ્તી ધર્મના પ્રસાર માટે ભારત મોકલવામાં આવતા મિશનરીઓની પ્રવૃત્તિઓ વિશે આટલી હિંમત, દઢતા અને તર્કબદ્ધતાથી બહુ વિરલ લોકોએ વાત કરી છે.
એમણે કહ્યું, “મારે અમેરિકાનાં ખ્રિસ્તી ભાઈ-બહેનો આગળ એક નિખાલસ નિવેદન કરવાનું છે. આ દેશમાં આવ્યા પછી હું એવાં સૂત્રો સાંભળી રહ્યો છું કે ‘સારુંયે જગત ઈશુનું છે.' આ બધું શું છે ? આનો અર્થ શો ? એ કય ઈશુ છે જેના નામે આપ વિશ્વ ઉપર વિજય મેળવવા ચાહો છો ? શું કોઈ અત્યાચારી ઈશુ આપના મનમાં વસ્યો છે ? શું અન્યાયનો કોઈ ઈશુ આપ સૌએ માની લીધો છે? શું માનવઅધિકારોનો નિષેધ કરનાર કોઈ ઈશુનું અસ્તિત્વ છે ખરું ? અન્યાય અને અત્યાચારી કરબોજ લાદનાર કોઈ ઈશુ હોઈ શકે ખરો, જે એવી સરકાર કે સલ્તનતોની તરફદારી કરે અને જેની મદદથી અગર તો નામે અમારાં જ્ઞાન, વિચાર, ધર્મ અને સંમતિની ઉપરવટ જઈ માત્ર અમારી સામે ખડો રહે અને વિદેશીનો ભેદભાવ ઊભો કરે ? જો એવા કોઈ ઈશુના નામ ઉપર આપ સૌ અમને જીતી લેવા માગતા હો તો ખાતરી રાખજો કે અમે કદી પરાજિત નહિ થઈએ. પરંતુ આપ અમારી પાસે જો સદુપદેશ, બંધુત્વ અને વિશ્વપ્રેમથી નીતરતા ઈશુના નામે ઉપસ્થિત થશો, તો અમે જરૂર આપનું બહુમાન કરીશું. અમે તો એવા ઈશને ઓળખીએ છીએ જેનો અમને ભય નથી કે બીક નથી.”
વીરચંદ ગાંધી ભારતીય તત્ત્વજ્ઞાનની ગરિમા દર્શાવીને સિદ્ધ કરવા માગે છે કે ભારત એ માત્ર વાઘ, કોબ્રા કે રાજાઓનો દેશ નથી, પરંતુ એની પાસે પોતીકું આગવું વિજ્ઞાન છે, એની ધર્મવિચારણા છે, સમૃદ્ધ ભાષા અને સાહિત્ય
+ ભારતીય સંસ્કૃતિનો આત્મા છે અને એવા ભારતની ખોટી વાતો ચગાવીને બદનામ કરવાની પ્રવૃત્તિનો ખ્રિસ્તી પ્રભાવથી ભરેલા ક્ષેત્રમાં વીરચંદ ગાંધીએ પ્રચંડ વિરોધ કર્યો. આમાં જરૂર પડે ત્યારે એમણે ભારતીય ઇતિહાસની, એના ગહન તત્ત્વજ્ઞાનની, એની ઉત્કૃષ્ટ શિક્ષણપ્રથાની ગરિમામય વિગતો શ્રોતાજનો સમક્ષ ૨જૂ કરી અને પોતાનો ફેંસલો આપતા હોય તેમ સહુને સંબોધીને કહ્યું,
"My brothers and sisters of America, there is not a shadow of hope of christianizing India."
વીરચંદ ગાંધી કહે છે કે ખ્રિસ્તી મિશનરીઓ પોતાના ધર્મપ્રચાર માટે અમેરિકન પ્રજામાં ભારતીય લોકો વિશે, એમની જીવનપદ્ધતિ વિશે અને એમની સામાજિક વ્યવસ્થા અંગે ખોટી માન્યતાઓ ફેલાવે છે. અમે ભારતીયો માત્ર એકાદ રવિવારે જ કરુણાની ભાવના પાળતા નથી, બલ્ક અમારી કરુણા તો માત્ર મનુષ્યો જ નહીં, બલકે પ્રાણી અને પ્રકૃતિ સુધી અવિરત વહે છે. અમારી ધર્મક્લિાઓ અને તહેવારો પર અંધશ્રદ્ધાનો આક્ષેપ કરાય છે, પણ ખરેખર તો અમારા આચાર અને ઉત્સવો વિજ્ઞાનના નિયમો પર આધારિત છે. પ્રત્યેક હિંદુ ભોજન સમયે હાથ અને પગ સ્વચ્છ કરે છે, તે વિજ્ઞાનનો એક નિયમ છે. જેને તમે વૈજ્ઞાનિક સિદ્ધાંત કહો છો, તે અમારી દૈનિક ક્લિામાં વણાયેલા છે.
વીરચંદ ગાંધી કહે છે કે મારા મિશનરી મિત્રો ભારતીય લોકોને કેળવણી આપવાનું કહે છે, ત્યારે વીરચંદ ગાંધી સવાલ કરે છે કે શા માટે ? શું એ માત્ર ખ્રિસ્તી જાળમાં હિંદુ માછલીઓને ફસાવવાનું પ્રલોભન તો નથી ને ?
હજી આગળ વધીને વીરચંદ ગાંધી કહે છે કે આ મિશનરી શાળાઓ કે સરકારી અંગ્રેજી સ્કૂલો યુવાનોની પ્રકૃતિઓને રૂંધે અને વિકૃત બનાવે એવું શિક્ષણ આપે છે. આને માટે અમેરિકા અને ઇંગ્લેન્ડથી લાખો ડૉલર ભારતમાં મોકલવામાં આવે છે. કેટલાક વિદ્વાન મિશનરીઓ પોતાના વાક્યાતુર્યથી ભારત પર આક્ષેપો અને દોષારોપણ કરે છે અને હિંદુ ધર્મની ટકા કરવામાં પોતાની શક્તિ વેડફી નાખે છે. કોઈ પણ માણસ સંસ્કૃત ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો ન હોય તો એ હિંદુ ધર્મને જાણી શકે નહીં. જો તેઓ સંસ્કૃતમાં મારી સાથે વાર્તાલાપ કરી શકે તો હું જરૂર એ પાદરીઓના શબ્દો પર ભરોસો મૂકું.
- 11
Page #38
--------------------------------------------------------------------------
________________
ભILITITL |||TI III IT S
૨ ભારતીય સંસ્કૃતિનો આત્મા છે પણ જો તેમ કરી શકે નહીં તો હું એમ પૂછીશ કે તેઓ અત્યાર સુધી ભારતમાં શું કરી રહ્યા હતા ?
આ મિશનરીઓ ગરીબોના બેલી હોવાનો દેખાવ કરે છે. મારે પૂછવું છે કે સરેરાશ પચાસ સેન્ટની માસિક આવક ધરાવતી હિંદુઓની અર્ધી વસ્તી માત્ર એક ટંકનું ભોજન પામે છે, તેમ છતાં તેમના પર સરકાર દ્વારા રોજે રોજ વધારાનો કર નાખવામાં આવે છે, આની સામે તેઓ કેમ સવાલ ઉઠાવતા નથી? રાણી વિક્ટોરિયાને ભારતના શાસક તરીકે જાહેર કરતાં જાહેરનામાની પાછળ લાખો ડૉલર એ સમયે ખર્ચાયા, જે સમયે ભારતમાં ભૂખમરાથી પાંચ હજાર માણસો મરી ગયા હતા. શા માટે કોઈ મિશનરીએ આની સામે અવાજ ઉઠાવ્યો નહીં ? શા માટે મિશનરીઓએ આને માટે કોઈ કમિશન નીમવાની વાત કરી નહીં ?
DYALA.
N |||III III
I
II
ભારતીય સંસ્કૃતિનો આત્મા હતો. બીજે દિવસે આ સંસ્થાના પ્રમુખે વીરચંદ
Till
T hri Chili TIIIIIIIIII ગાંધીને આભારપત્ર લખ્યો, જેમાં એમના વિચારોને આદર આપવાની સાથે સભામાં પધાર્યા તે બદલ પ્રસન્નતા વ્યક્ત કરી હતી.
વીરચંદ ગાંધીની વિરલ પ્રતિભાનો સ્પર્શ વૉશિંગ્ટન ડી.સી.માં એમણે આપેલા અને ‘ધ જૈન ફિલૉસોફી'માં સંગ્રહિત થયેલા
( OL Symbolism નામના પ્રવચનમાં જોઈ શકાય છે.
કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ધાર્મિક પ્રતીકોનું અર્થઘટન કરતા આ વિષયનો એમનો ઊંડો અને વ્યાપક અભ્યાસ પ્રગટ થાય છે. પર્શિયન, ગ્રીક, રોમન, ઇજિપ્શિયન અને પારસી ધર્મનાં પ્રતીકોની એ વાત કરે છે, પરંતુ વિશેષે તો એમણે હિંદુ અને જૈન ધર્મનાં પ્રતીકો વિશે વિસ્તૃત આલેખન કર્યું છે. એક જ પ્રતીક બંને ધર્મોમાં કેવા ભિન્ન ભિન્ન અર્થો ધરાવે છે તેની છણાવટ કરે છે. એમાં પણ ખાસ કરીને એ પ્રતીકો સાથે એ ધાર્મિક પરંપરાનું અનુસંધાન સાધી આપે છે. આકૃતિ દ્વારા જૈન સ્વસ્તિકનો અર્થ સમજાવીને કહે છે કે પશ્ચિમના લોકો માને છે તેમ સ્વસ્તિક એ ભારતીય પરંપરામાં માત્ર સદ્ભાવ (ગુડલક) આણનારું નથી, પરંતુ મુક્ત આત્માની ઓળખ આપનારું છે. સાત આંધળા અને હાથીનું અનેકાંતવાદ દર્શાવતું દૃષ્ટાંત કે પછી માનવીની તૃષ્ણાને દર્શાવતું મધુબિંદુનું દૃષ્ટાંત અથવા તો આખું વૃક્ષ કાપવાને બદલે જમીન પર પડેલાં જાંબુ લેવાનું વેશ્યાઓનું દૃષ્ટાંત સમજાવે છે.
છે 73
સર્વ આત્માની સુખાકારી વીરચંદ ગાંધી પોતાના પ્રવચનને અંતે મિશનરીઓએ કેવી પદ્ધતિ અપનાવવી જોઈએ એની વાત કરે છે. એમણે પ્રત્યેક માનવીય આત્માની સુખાકારીની ભાવના સેવવી જોઈએ. તેઓ કહે છે,
"In one sentence, the method I advocate is that of Selfrecognition the education of all the faculties of body and of soul, devoutly recognising responsibility to the Infinite or universal good. Such propagandism, whatever it may be supposed to lack, would never want success, would never fail to meet with responsive cooperation in all lands among all people and would from the start and for ever make the world better and better."
ઈ. સ. ૧૮૯૪ની ૩૦મી નવેમ્બરે આ નાઇન્ટીન્થ સેમ્યુરી નામની પ્રભાવશાળી સભ્યો ધરાવતી પ્રસિદ્ધ કલબ આગળ વીરચંદ ગાંધીએ આ પ્રવચન આપ્યું ત્યારે ૩૩ વર્ષ સુધી ભારતમાં રહેલા કલકત્તાના બિશપ થોર્નને વીરચંદ ગાંધી સાથે ચર્ચામાં ઊતર્યા. એ સમયે આવું બનતું હતું. સ્વામી વિવેકાનંદ સામે પણ ખ્રિસ્તી મિશનરીઓએ એક યા બીજું કારણ શોધીને ચર્ચાના વંટોળ જગાવ્યા હતા. વીરચંદ ગાંધીએ બિશપ થોબંનેના પ્રશ્નોનો સબળ ઉત્તર આપ્યો
- 72
લ
Page #39
--------------------------------------------------------------------------
________________
- ભારતીય સંસ્કૃતિનો આત્મા છે આઠ પાંદડીવાળા કમળનું પ્રતીક સમજાવે છે. વળી જરૂર પડે ત્યાં તેઓ ચિત્રો દોરીને વિચાર સ્પષ્ટ કરે છે.
આ છે ભારતની સ્મૃતિશક્તિ જૈન તત્ત્વજ્ઞાન એ એક પૂર્ણ પદ્ધતિ છે અને કઈ રીતે સ્મૃતિશક્તિને ખીલવવી એ પણ શીખવે છે. અહીં વીરચંદ રાઘવજી ગાંધી કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, શ્રીમદ્ રાજચંદ્ર અને પં. ગટુલાલજીનાં ઉદાહરણો આપીને ભારતમાં કેવા અદ્ભુત સ્મૃતિશક્તિ ધરાવતા મહાન પુરુષો પેદા થયા છે તેની વાત કરે છે. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય વિશે તેઓ એમ કહે છે કે પ્રાતઃકાળે ચાલીસ જેટલા હસ્તપ્રતલેખન કરતા લહિયાઓને લખવા બેસાડતા. એક લિહિયાને વ્યાકરણશાસ્ત્રની પહેલી લીટી લખાવે, લહિયો એ લખે ત્યારે તેઓ બીજા લહિયા પાસે જાય અને પોતાના બીજા ગ્રંથ અલંકારશાસ્ત્રની પહેલી પંક્તિ લખાવે. આમ પોતાના ૪૦ ગ્રંથોની પ્રથમ પંક્તિ લખાવ્યા બાદ તેઓ ફરી પ્રથમ ક્રમના લહિયા પાસે જાય અને તેને વ્યાકરણશાસ્ત્રનું બીજું વાક્ય લખાવતા. આ રીતે તેઓ થોડા જ દિવસમાં એકસાથે ચાલીસ કૃતિની રચના કરી શકતા હતા.
એ સમયે શ્રીમદ્ રાજચંદ્ર જીવિત હતા અને વીરચંદ ગાંધી એમના અદભુત શતાવધાનના પ્રયોગો અંગે વાત કરે છે. મુંબઈમાં વૈષ્ણવ સંપ્રદાયના પં. ગટુલાલજી અંધત્વને કારણે અભ્યાસ કરી શક્યા નહીં, પરંતુ બીજા પાસેથી સાંભળીને પોતાની સ્મૃતિ-શક્તિના બળે સાંભળેલા ફકરાઓ કોઈ પણ સમયે પુનઃ બોલી શકતા હતા.
પશ્ચિમના દેશોમાં ભારતીય લોકો વિશે તુચ્છ, જંગલી અને કૂર સામાજિક રૂઢિ ધરાવનારાનો ખ્યાલ હતો, ત્યારે વીરચંદ ગાંધીના આ વિચારોએ અમેરિકનોના મનમાં ભારતની કેવી ભવ્ય છબી સર્જી હશે તે વિચાર આજે પણ રોમાંચિત કરે છે !
એ પછીના પ્રકરણમાં તેઓ હિંદુ ધર્મ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મના મહત્ત્વના સિદ્ધાંતોની ચર્ચા કરે છે અને આ ત્રણે વિચારધારા આત્મા, કર્મ અને પુનર્જન્મ જેવા સિદ્ધાંતો કેવી રીતે દર્શાવે છે તેની ચર્ચા કરે છે. આમાં દેવ, દેવીઓ, અસુર, પ્રજાપતિ વગેરેના અર્થો પણ સમજાવે છે.
The True Laws of Life'માં પૂર્વ અને પશ્ચિમના જીવન વિશેની
ભારતીય સંસ્કૃતિનો આત્મા છે ભિન્નતાની વાત કરે છે. મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષાના ચાર સિદ્ધાંતો દર્શાવે છે. આમાં આત્મા અને દેહ વચ્ચેના સંબંધને પ્રગટ કરે છે. પૂર્વ અને પશ્ચિમની જીવનપદ્ધતિનાં મૂળ તત્ત્વોને દર્શાવે છે. બંને સુખની શોધ ચલાવે છે, પરંતુ પૂર્વનો સુખનો અર્થ આત્મા સાથે જોડાયેલો આધ્યાત્મિક અર્થ છે. પશ્ચિમનો સુખનો વિચાર શરીર સાથે જોડાયેલો છે અને શરીરસુખમાં જ એ સુખની સમાપ્તિ માને છે.
‘Jain Doctrine of Karma' વિશે વીરચંદ ગાંધીએ વિશ્વનું સૌપ્રથમ ધ્યાન ખેંચ્યું. પશ્ચિમના જૈન ધર્મના વિદ્વાન ગ્લાસનેપ જૈન કર્મસિદ્ધાંતના ઊંડા અભ્યાસી હતા અને પોતાનો ડોક્ટરેટનો નિબંધ આ વિષય પર લખ્યો હતો. એમના કહેવા પ્રમાણે વીરચંદ ગાંધીનાં આ પ્રવચનો આજે પણ આ વિષયમાં નવો પ્રકાશ પાડનારાં છે. સ્વતંત્ર રીતે વિચારનારી બુદ્ધિપ્રતિભાની જીવંતતા જોવા મળે છે.
માત્ર એ દુર્ભાગ્ય ગણાય કે વીરચંદ ગાંધીએ આપેલા જૈન ધર્મના સિદ્ધાંત બહુ ઓછા લોકોના ધ્યાનમાં આવ્યા અને એને પરિણામે ભારતીય શાસ્ત્રોમાં ઊંડો રસ લેનારાઓએ પણ વીરચંદ ગાંધીએ આપેલા આ સિદ્ધાંતો વિશે બહુ ઊંડાણથી વિચાર કર્યો નહીં. વીરચંદ ગાંધી કર્મ વિશે વૈદિક, બૌદ્ધિક અને જૈન ધર્મની વિચારધારાઓને જાણતા હતા. કર્મ શબ્દના જુદા જુદા સમયે થયેલા અર્થોના પરિવર્તનને સમજતા હતા અને એથી તેમનો કર્મ વિશેનો ઊંડો અભ્યાસ ‘કર્મ ફિલૉસોફી' નામના ગ્રંથમાં જોવા મળે છે.
ભૂખે મરવું બહેતર The Science of Eating” પ્રકરણ એક અર્થમાં ઐતિહાસિક કહી શકાય તેવું છે. આજના સમયમાં શાકાહારની તરફેણમાં માંસાહાર વિરુદ્ધ જે વિગતો રજૂ થાય છે, તે આમાં નજરે પડે છે. વીરચંદ ગાંધીની વ્યાપક, સૂક્ષ્મ અને સર્વગ્રાહી દૃષ્ટિનો ખ્યાલ આપે છે. વીરચંદ રાઘવજી ગાંધી શાકાહારી હતા અને કદાચ અમેરિકાની ધરતી પર પગ મૂકનાર પહેલા શાકાહારી હતા.
તેઓ કહે છે કે માણસ એ મૂળભૂત રીતે માંસાહારી પ્રાણી નથી. ઍનિમલ ફૂડ થી માણસમાં ‘એનિમલ નેચર' જાગે છે અને એનાથી અનેક પ્રકારના રોગો થાય છે. કેન્સર જેવા રોગોમાં પણ આ ખોરાક કારણભૂત છે. અને વળી માંસાહારી ખોરાક એ ખોરાક સાથે ઉત્તેજનાત્મક પીણું માગે છે. કોઈ
75.
Page #40
--------------------------------------------------------------------------
________________
* ભારતીય સંસ્કૃતિનો આત્મા છે કહે છે કે મારે ભૂખ્યા રહીને મરી જવું કે પછી માંસ આરોગવું ? વીરચંદ ગાંધી કહે છે કે તો ભૂખ્યા રહીને મરવું બહેતર છે.
તેઓ એવો ઉપાય પણ બતાવે છે કે અમેરિકામાં પણ માંસાહાર કરવાની જરૂર નથી. કૅલિફૉર્નિયામાંથી પૂરતું અનાજ મળી શકે તેમ છે. બીજી બાજુ અમેરિકનોની ખોરાક રાંધવાની પદ્ધતિ વિશે પણ વીરચંદ ગાંધી કહે છે કે -
When rice is cooked in the ordinary American fashion, it is cooked till it is paste, which might be very good to paste paper on a wall but is not good to eat.' (p. 195)
તેઓ નોંધે છે કે ભારતમાં બ્રિટિશ રાજ્ય આવ્યું, તે પહેલાં ચાનો પણ પ્રચાર નહોતો. ભારતમાં સૌથી મોટું પીણું તે પાણી છે, જ્યારે વીરચંદ ગાંધી આશ્ચર્ય પ્રગટ કરે છે કે જર્મન લોકો પીવા માટે પાણી પૂરતું નહીં હોવાથી બીયર પીવાનું કહે છે - એવું ભારતમાં નથી. ભારતમાં તો કોઈ બીયરને અડે તો સ્નાન કરે છે. ભારતની સૂર્યાસ્ત પહેલાં ભોજન કરવાની પદ્ધતિની વૈજ્ઞાનિકતાની વાત કરે છે.
આશ્ચર્યજનક હકીકત એ છે કે જે સમયે માત્ર માંસાહારની બોલબાલા હતી, એ સમયે અને એ પ્રદેશમાં જઈને વીરચંદ ગાંધીએ શાકાહારનો મહિમા કર્યો હશે. એક બાજુથી માનવીને માટે યોગ્ય ખોરાકની ચર્ચા કરે છે, તો બીજી તરફ આભામંડળ જેવી ગહન બાબતની સમજણ આપે છે, જ્યારે Ancient Indiaમાં આર્ય પ્રજા, વૈદિક સાહિત્ય અને એ સમયની સમાજ રચનાનો આલેખ BALU 9. Contribution of Jainism to Philosophy, History and Progress' નામના *Asiatic quarterly review'ના જુલાઈ ૧૯00ના અંકમાં પ્રગટ થયેલા આ લેખમાં જૈન ફિલોસોફીનાં મુખ્ય તત્ત્વોનો એમણે પરિચય આપ્યો છે. એના જુદા જુદા સિદ્ધાંતો દર્શાવ્યા છે. એની સાહિત્યિક ગતિવિધિઓ તેમજ જૈન સમાજનો શિક્ષણ માટેનો પ્રેમ દર્શાવ્યાં છે.
- લોર્ડ કર્ઝન અને જૈન સ્થાપત્ય વીરચંદ ગાંધીના પ્રયત્નોથી જૈન સમાજ અને પાલિતાણાના ઠાકોર વચ્ચે પાલિતાણાની યાત્રા પર નખાયેલા વ્યક્તિદીઠ બે રૂપિયાના મૂંડકાવેરા અંગે સમાધાન થયું હતું અને લૉર્ડ રે અને શ્રીમતી રે પાલિતાણા આવ્યાં હતાં અને
• ભારતીય સંસ્કૃતિનો આત્મા બ્રિટિશ સરકારી પ્રતિનિધિનો આ સર્વપ્રથમ સત્તાવાર અને જાહેર કાર્યક્રમ હતો. એથીય વિશેષ ભારતીય વાઇસરૉય લૉર્ડ કર્ઝનને પણ મળવા ગયેલા. જૈન પ્રતિનિધિમંડળ વિશે કરેલી નોંધ આ પ્રમાણે છે :
"Among the various communities which have addressed me since my arrival in India there is none whose words of welcome awaken a more responsive echo in my breast than the Jains. I am aware of the high ideas embodied in your religion, of the scrupulous conception of humanity which you entertain, of your great mercantile influence and activity, and of the ample charities that have characterized your public and private dispensations. Previous travels in India have also familiarized me with many of your temples, in whose architectural features I have observed a refinement that reminds me of the great days of Asiatic art."
વીરચંદ ગાંધીએ વૉશિંગ્ટનમાં ‘Man's relation to the Universe નામનું પ્રવચન આપ્યું હતું અને એમાં આત્માના જુદા જુદા પ્રકારો દર્શાવ્યા હતા. ‘Indias message to America' એ વીરચંદ ગાંધીનો એક મહત્ત્વનો લેખ છે. આ લેખમાં એમની ભારતની પરાધીનતાની પીડા જોઈ શકાય છે. એ કહે છે કે તમે અમેરિકનો જેમ જ્યૉર્જ વૉશિંગ્ટનની દેશભક્તિની વાત કરો છો, એ જ રીતે અમારે ત્યાં રાજા અશોક થઈ ગયો હતો. તમે અબ્રાહમ લિંકનની વાત કરો છો, તો અમારે ત્યાં રાજા વિક્રમ થઈ ગયો હતો. આ રીતે જુદી જુદી સરખામણી કરીને વીરચંદ ગાંધીએ ભારત વિશે મિશનરીઓએ ફેલાવેલા ખોટા ખ્યાલને દૂર કરવા પ્રયાસ કર્યો હતો અને ભારતની ભૂમિ પર થયેલી મહાન વ્યક્તિઓની ઓળખ આપીને ભારતીય ગૌરવ પ્રગટ કર્યું.
ભ્રમજાળનું ભેદન ‘ધ જૈન ફિલોસોફીના ‘Impressions of America' લેખમાં અમેરિકા વિશેના પોતાના અનુભવો દર્શાવ્યા છે. જ્યારે ‘Some mistake corrected'માં એમણે હિંદુઓ વિશેની ભ્રાંત ધારણાઓ દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે. ભારત પાસે કોઈ ઇતિહાસ નથી એમ પશ્ચિમમાં માનવામાં આવે છે. તેનો વિરોધ કરીને તેમણે વેદોની વાત કરી. બીજી વાત ભારતની જ્ઞાતિપ્રથાનાં મૂળ અને
16
Page #41
--------------------------------------------------------------------------
________________
૨ ભારતીય સંસ્કૃતિનો આત્મા " હૈતુને બતાવીને એમણે કહ્યું છે કે તેઓ જ્ઞાતિપ્રથાનો બચાવ કરતા નથી, પરંતુ એ શા માટે ઉભવી તે સમજવું જોઈએ. પ્રાચીન વેદોમાં જ્ઞાતિપ્રથાનો ક્યાંય ઉલ્લેખો નથી અને તેથી એ અમારા પ્રાચીન ધર્મ કે તત્ત્વજ્ઞાનનો ભાગ નથી. જ્ઞાતિપ્રથા એ એક ધાર્મિક સત્તાને બદલે સામાજિક પ્રથા છે.
એ જ રીતે ભારતીય સ્ત્રીઓ ગુલામ જેવું જીવન ગાળે છે તેવા પશ્ચિમના ખ્યાલો પર તેઓ પ્રહાર કરે છે. એટલું જ નહીં પણ ભારતીય લગ્નપ્રથા દર્શાવીને સ્ત્રીઓનો મહિમા દર્શાવે છે. ભારતીય લોકોના નૈતિક જીવન અંગે ઘણી ગેરસમજ પ્રવર્તે છે. એ કહે છે કે ઉચ્ચ નૈતિક જીવન, ન્યાય, સત્ય, પવિત્રતા એ દરેક હિંદુને માટે મહત્ત્વનાં છે. માત્ર વાણીથી જ નહીં, પણ રોજના આચારમાં એ પ્રગટ થતાં હોય છે. તેઓ નોંધે છે.
"Thou shalt not kill, thou shalt not covet, thou shalt not commit adultery, thou shalt not lie", are commandments with us as with you, and thou shalt practice virtue, good will, right conduct, not toward men only, but toward all living beings, are also parts of our moral code, which no Hindu can forget or deny without bringing down upon him corresponding evils and retribution." (p. 312)
મૂળ સંસ્કૃતિ ભારતીય આ રીતે અપપ્રચાર અને અજ્ઞાનને કારણે અમેરિકન લોકોમાં ભારતીય પ્રજા વિશે જે માન્યતા ફેલાઈ છે, એનો વીરચંદ રાઘવજી ગાંધી સુંદર દલીલો દ્વારા ઉત્તર આપે છે. વીરચંદ ગાંધી ક્યાંક જૈન લાગે છે, ક્યાંક હિંદુ લાગે છે પણ બધે જ ભારતીય છે. એટલું જ નહીં પણ એ કહે છે કે આ મહાન ભારતમાં તમને પ્રાચીન ઉત્તમ જીવન, ઉષ્માભર્યું આતિથ્ય અને જેનો પ્રેમ સતત વહે છે તેવી પ્રિય વૃદ્ધ માતા મળશે. ભારત અને અમેરિકા બંનેના સંબંધોથી એકબીજાને શું લાભ થાય એની પણ વીરચંદ ગાંધી વાત કરે છે અને તે અંગેનાં સૂચનો પણ આપે છે.
આ રીતે ‘જૈન ફિલોસોફી' ગ્રંથમાં વીરચંદ ગાંધીએ જૈનદર્શનની સાથોસાથ ભારતના પ્રાચીન ગૌરવ અને એની સાચી વર્તમાન પરિસ્થિતિનો ખ્યાલ આપ્યો છે. આથી જ એમનાં પ્રવચનો ઘણાં વિચારપ્રેરક અને માહિતીપ્રદ ગણાતાં હતાં. ભારતીય સંસ્કૃતિની વાત કરવાની સાથોસાથ જરૂર પડે બ્રાહ્મણ,
- ભારતીય સંસ્કૃતિનો આત્મા જૈન અને બૌદ્ધ ધર્મના ગ્રંથોનાં તારણો આપતાં હતાં.
એમના મતે ભારતની મૂળ સંસ્કૃતિ વૈદિક નથી, જૈન નથી, બૌદ્ધ પણ નથી, પરંતુ ભારતીય છે. એનો ખ્યાલ તો ત્યારે આવે કે કેટલીક વાર ‘હિંદુ’ શબ્દનો પ્રયોગ તેઓએ ‘ઇન્ડિયન'ના અર્થમાં કર્યો છે. પ્રાચીન ભારત અને વર્તમાન ભારતના સામાજિક અને નૈતિક દરજ્જાની વાત કરે છે. જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતોની સાથે સાથે ઈશ્વર વિશેની એમની વિભાવના, મોક્ષ વિશેનો ખ્યાલ, આત્મા, દયા જેવા અનેક વિષયો પર વીરચંદ ગાંધી વાત કરે છે.
વીરચંદ ગાંધીને માટે બે પ્રશ્નો હતા. એક, એમના શ્રોતાજનો એમના વિષયવસ્તુથી સાવ અપરિચિત હતા અને બીજું, વિષય એવો કઠિન હતો કે જેમાં પરિભાષાનું જ્ઞાન જરૂરી હતું. આ બંને મુશ્કેલીઓ પાર કરવામાં વીરચંદ ગાંધી સફળ રહ્યા છે. એમણે સંસ્કૃતના અભ્યાસનો ઘણો મહિમા કર્યો અને પ્રાચીન ભારતના ગૌરવને જાણવા માટે એને અનિવાર્ય ગણાવ્યું. ક્રિશ્ચિયનોની ભારતમાં ધર્માતરની પ્રવૃત્તિની વીરચંદ ગાંધીએ ટીકા કરી છે, તો બીજી બાજુ અમેરિકા અને ઇંગ્લેન્ડની અપનાવવા યોગ્ય બાબત તેમજ ઉમદા સ્વભાવ ધરાવનારા અંગ્રેજ અને અમેરિકન મહાનુભાવોનો એમણે આદર પણ કર્યો છે. અને એમાંના કેટલાક સાથે એમને મંત્રી પણ હતી.
વીરચંદ ગાંધી અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ ધરાવતા હતા, તે ઉપરાંત એમણે સંસ્કૃત, પ્રાકૃત અને પાલિ ગ્રંથોના પશ્ચિમના વિદ્વાનોએ અંગ્રેજીમાં કરેલા અનુવાદોનો પૂરો લાભ ઉઠાવ્યો હતો અને એમાં પણ જરૂર પડે એમણે પોતાની વિચારસરણીને આગવી રીતે દર્શાવી છે. ભારતીય પ્રાચીન ગ્રંથોના હાર્દને દર્શાવવામાં એ પૂરેપૂરા સફળ થયા છે.
સૌથી મહત્ત્વની બાબત તો એ છે કે ભારતીય તત્ત્વજ્ઞાનનાં એવાં તત્ત્વોને એમણે અમેરિકન પ્રજા સમક્ષ રજૂ કર્યો છે કે જેમાંથી એમનામાં આ તત્ત્વજ્ઞાન પ્રત્યે માત્ર આદર જ નહીં, પણ ઊંડો રસ અને જિજ્ઞાસા જાગે. એ હકીકત છે કે તેઓ એ સમયની અનેક વિચારક અને તત્ત્વપ્રિય વ્યક્તિઓમાં આવો ઊંડો રસ જગાડી શક્યા હતા. આ જ બાબત વીરચંદ ગાંધીના કાર્યનો પ્રભાવ અને મહત્ત્વ પુરવાર કરે છે.
‘જૈન ફિલૉસોફી'ના લેખોના વિષયવસ્તુ વિશે વિગતે જોયું, એ પછી બીજું પુસ્તક ૧૯૧૩માં ‘કર્મ ફિલોસોફી'ના નામે મળે છે. આ પુસ્તકમાં એમણે
Page #42
--------------------------------------------------------------------------
________________
- ભારતીય સંસ્કૃતિનો આત્મા જૈન ધર્મના કર્મના તત્ત્વજ્ઞાનનો વિસ્તૃત પરિચય આપ્યો. એની પ્રથમ આવૃત્તિના સંપાદક ભગુભાઈ કારભારીને આ વિયની સઘળી સામગ્રી લંડનના હર્બર્ટ વોરન પાસેથી મળી હતી. વીરચંદ ગાંધી હિંદુ ધર્મ અને જૈન ધર્મ બંનેના કર્મના સિદ્ધાંતો જાણતા હતા અને એના પરિણામે એમણે પ્રગટ કરેલા જૈન ધર્મના કર્મના તત્ત્વજ્ઞાન વિશેનો ગ્રંથ એક વૈજ્ઞાનિક અને પૃથક્કરણાત્મક રીતે પ્રવાહી અંગ્રેજી ભાષામાં લખાયેલો ગ્રંથ ગણ્યો.
હિપ્નોટિઝમની ઘટના આ પછી એમનો ‘યોગ ફિલોસોફી' નામનો ગ્રંથ પ્રગટ થયો, જેમાં યોગના ક્ષેત્રમાં એક નવો જ પ્રકાશ પડે છે. ભારતના રહસ્યવાદને દર્શાવીને શ્વાસનું વિજ્ઞાન, હિપ્નોટિઝમ, ગૂઢ વિદ્યા, આત્મ-સંસ્કૃતિના વ્યાવહારિક નિયમો અને મૅગ્નેટિઝમ જેવા વિષયો પર તર્કબદ્ધ રજૂઆત કરે છે. અહીં હિપ્નોટિઝમ વિશે એક વિગત જોઈએ.
“મેરે સાથી' નામના પુસ્તકમાં મહાત્મા ભગવાનદીને આ પ્રમાણે નોંધ્યું છે : “શ્રી વીરચંદભાઈએ અમેરિકામાં જાહેર કર્યું કે હિપ્નોટિઝમ નામે ઓળખાતી વિદ્યાને જન્મ આપનાર ભારત છે. આહાહા ! તે વખતે શ્રી વીરચંદ ગાંધીથી લોકો કેટલા બધા પ્રભાવિત થયા હશે ! મેસોનિક ટૅમ્પલમાં હિપ્નોટિઝમ પર પ્રવચન આપતાં તેમણે કહ્યું, “બત્તીઓ બંધ કરી દો અને માત્ર આછું જ અજવાળું રહેવા દો.” એમ થતાં જ સફેદ વસ્ત્રમાં પરિધાન થયેલા એ ભારતીયના શરીરમાંથી એક તેજરાશિ ચમકવા લાગી, અને એમની સફેદ પાઘડી તો એવી ઝબકારા મારતી હતી કે જાણે ગાંધીના ચહેરા પાછળ કોઈ સૂરજ ચમકી રહ્યો ન હોય !”
આવી જ રીતે ઈ. સ. ૧૯૭૦માં અપ્રગટ હસ્તપ્રત પરથી શ્રી મહાવીર જૈન વિદ્યાલય વીરચંદ ગાંધીનું ‘ધ સિસ્ટમ્સ ઓફ ઇન્ડિયન ફિલોસોફી'નું ડાં. કે, કે, દીક્ષિતે સંપાદન કરેલા પુસ્તકનું પ્રકાશન કર્યું. આમાં એમણે સાંખ્ય,
ન્યાય, મીમાંસા, વેદાંત તેમજ બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મના કેટલાક સિદ્ધાંતો વિશે કરેલું આલેખન મળે છે.
વીરચંદ ગાંધી ૧૮૯૮માં શત્રુંજય તીર્થ વિશેના દાવાની અપીલ સેક્રેટરી ઑફ સ્ટેટ સમક્ષ રજૂ કરવાની હોવાથી ઇંગ્લેન્ડ ગયા હતા અને તેમાં એમને
- 80
• ભારતીય સંસ્કૃતિનો આત્મા છે સફળતા મળી હતી. તેઓ ઇંગ્લેન્ડ હતા ત્યારે તેમની તબિયત લથડી. યુવાનીમાં કામના પુષ્કળ બોજ હેઠળ તેઓ જીવ્યા. એમનું સ્વાચ્ય આટલી બધી પ્રવૃત્તિઓનો ભાર ખમી શકે તેમ નહોતું. તેઓ ભારત આવ્યા ત્યારે શરીરે સાવ નંખાઈ ગયા હતા. સ્વદેશ પાછા ફર્યા અને બે અઠવાડિયાં પછી ૭મી ઑગસ્ટ ૧૯૦૧ના રોજ એમનો દેહાંત થયો. આ સમયે પાંચ દિવસ સુધી મહુવાનાં બજારો બંધ રહ્યાં હતાં.
જ્યોત પુનઃ પ્રજ્વલિત કરીએ વીરચંદ રાઘવજી ગાંધીની કામગીરીનું મૂલ્યાંકન કરતી વખતે આજથી ૧૧૬ વર્ષ પૂર્વેના વિશ્વની સ્થિતિનો વિચાર કરવો જોઈએ. એ સમયે મહુવાથી પાલિતાણા જવા માટે એમને વારંવાર બળદગાડા કે ઘોડા પર જવું પડતું હતું. એ જ રીતે વિદેશ-પ્રવાસ વિમાનમાર્ગે તો હતો નહીં. તેથી માત્ર દરિયાઈ માર્ગે શક્ય હોવાથી મહિનાઓ સુધી એમને સ્ટીમરમાં રહેવું પડતું હતું. એ જમાનામાં સંદેશાવ્યવહારના સાધન તરીકે માત્ર ટપાલવ્યવહાર હતો. ટેલિફોન પણ નહોતો, ત્યારે આ ટપાલવ્યવહારને કારણે, કોઈ પણ કાર્યમાં ઘણો લાંબો સમય વીતી જતો.
પોતે બૅરિસ્ટર થયા હોવા છતાં વીરચંદ રાઘવજી ગાંધીએ વકીલાતનો વ્યવસાય કરવાને બદલે પોતાની નિપુણતાનો ધર્મ, સમાજ અને રાષ્ટ્ર માટે ઉપયોગ કર્યો અને એ માટે જીવન સમર્પી દીધું. અત્યંત કૂટ ધાર્મિક પ્રશ્નમાં ઉત્તમ સફળતા હાંસલ કરનારને સમાજે બિરદાવ્યા ખરા, પરંતુ એમની આર્થિક સધ્ધરતાનો કોઈ વિચાર કર્યો નહિ. જોકે વીરચંદ રાઘવજી ગાંધીને આની પરવા પણ ક્યાંથી હોય ? એમના હૃદયમાં તો પોતાના રાષ્ટ્રની આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને માનવતાલક્ષી સમૃદ્ધિ જગતને દર્શાવવાનો અવિરત ધબકાર ચાલતો હતો.
એકવીસમી સદી જૈન ધર્મની સદી બને એવી આજે ભાવના સેવવામાં આવે છે, પરંતુ જો વીરચંદ રાઘવજી ગાંધીના અવસાન બાદ એમનું કાર્ય જૈન સમાજે આગળ ધપાવ્યું હોત, તો વીસમી સદી એ જૈન સિદ્ધાંતોની સદી બની હોત, પણ આ માન પ્રતિભાનું તદ્દન વિસ્મરણ થઈ ગયું.
જે સમાજ પોતાના ભૂતકાળનું વિસ્મરણ કરે છે, એનો ભવિષ્યકાળ હોતો નથી. વીરચંદ રાઘવજી ગાંધીના વિસ્મરણની ઘણી મોટી કિંમત સમાજને ચૂકવવી પડી છે.
– 81 —
Page #43
--------------------------------------------------------------------------
________________
- ભારતીય સંસ્કૃતિનો આત્મા છે ૧૯૬૯ની ૨૪મી ડિસેમ્બરે જૈનદર્શનના મહાન વિદ્વાન, પ્રકાંડ પંડિત સુખલાલજીએ લખ્યું, ‘હું પ્રથમ તો એ સૂચવું છું કે શ્રીયુત ગાંધીનાં એ ત્રણે પુસ્તકોનો પ્રામાણિક અનુવાદ કે સાર હિંદી, ગુજરાતી આદિ ભાષામાં જલદી પ્રકાશિત થવો જોઈએ, અને ધર્મતત્ત્વજ્ઞાનના જૈન પરંપરામાં ચલાવાતા વર્ગોમાં એનું સ્થાન અવશ્ય રહેવું જોઈએ. એમ થશે તો જ નવી પેઢીનું મન સંકુચિત બનવાને બદલે વિકસિત થશે અને ઉપેક્ષા પામતી ધાર્મિક પાઠશાળાઓના અભ્યાસીઓમાં કાંઈક તેજ આવશે. તેઓ પુનઃ કહે છે,
મારી દૃષ્ટિએ આ ભારતીય દર્શનોનાં બધાં જ વ્યાખ્યાનોને પહેલી તકે હિંદીમાં ઉતારવાં જોઈએ, જેથી તે વિદ્યાના મધ્યમ કક્ષાના કે ઉચ્ચ કક્ષાના અભ્યાસીઓને સુગમ બને અને ટૂંકમાં એને જોઈતું વસ્તુ પ્રામાણિક રૂપે લભ્ય બને, જે ત્યાર પછીના વિશાળકાય ગ્રંથોના પરિશીલનમાં બહુ ઉપયોગી સિદ્ધ થાય.”
આજે ૪૦ વર્ષે પણ આપણે આમાંનું કશું કરી શક્યા નથી તેનો અફસોસ અનુભવાય છે. આજે તીર્થોની રક્ષાના પ્રશ્નો સમાજને કોરી રહ્યા છે. અંગ્રેજી ભાષામાં આબાલવૃદ્ધને ઉપયોગી થાય તેવું જૈન તત્ત્વજ્ઞાન સર્જી શક્યા નથી. ધર્મદષ્ટિની વ્યાપકતા હજી કેળવાઈ નથી અને વૈશ્વિક સમસ્યાના નિરાકરણમાં જૈન ધર્મ કોઈ અસરકારક ભૂમિકા ભજવી શક્યો નથી, એમની નિર્ભીકતા, સત્યપ્રિયતા અને વિશાળ દૃષ્ટિ આજે ક્યાં છે? એમની વૈશ્વિક ભાઈચારાની, દેશોદેશો વચ્ચે શાંતિમય સહઅસ્તિત્વની અને વિશ્વબંધુત્વની ભાવના જૈન ધર્મના સિદ્ધાંતોથી ખીલવી શક્યા છીએ ખરા ? હા, એ સાચું કે આ દિશામાં ધીરે ધીરે થોડી પ્રગતિ થઈ છે. પણ હવે એકસોથી વધુ વર્ષો પૂર્વે એમણે કરેલાં કાર્યની જ્યોતને પુનઃ પ્રજ્વલિત કરવાની ઘડી આવી ચૂકી છે.
વીરચંદ રાઘવજી ગાંધીના આદર્શને લક્ષમાં રાખીને જૈન સમાજે આ પ્રગતિની હરણફાળ ભરવાની જરૂર છે અને એ જ સમાજે વીરચંદ રાઘવજી ગાંધીને ભારતીય સંસ્કૃતિના આત્મા તરીકે ઓળખવાની અને રાષ્ટ્રમાં સ્થાપન કરવાની જરૂર છે. આ જ બનશે એ મહા માનવને અપાયેલી સાચી અંજલિ.
રડવા કુટવાની હાનિકારક
ચાલ વિષે નિબંધ
-
82
—
83
Page #44
--------------------------------------------------------------------------
________________
૨ડવા કુટવાની હાનિકારક ચાલ વિષે નિબંધ
અર્થાત્ જૈન મતના પ્રમાણો સહિત અતિશય શોક રૂદન અને કુટન કરવાનો નિષેધકારક નિબંધ
अर्पणपत्रिका નેક નામદાર ગુણજ્ઞ શેઠ તલકચંદ માણેકચંદ
જસ્ટીસ ઓફ ધી પીસ. આપ જૈનભાઈઓની સુધરેલી સ્થિતિ જોવાને ઘણા આતુર છો. યુવાન જૈનગ્રંથકારોના ગુણની ગણના કરી યોગ્ય આશ્રય આપવાને અહર્નિશ અગ્રેસર છો, જૈનભાઈઓની સાંસારિક તથા ધાર્મિક સ્થિતિ સુધારવાને ઘણી કાળજી રાખો છો, આપણી કેટલીએક ખરાબ રૂઢિઓનો નાશ કરવાને તથા જૈનશાસનની ઉન્નતિ કરવાને તન મન અને ધન વડે યોગ્ય મદદ આપો છો, અને સેવક ઉપર પિતા તુલ્ય પૂર્ણ પ્રીતિ અને માયાળુ મમતા રાખી આગળ વધેલો જોવા આતુર છો ઇત્યાદિ ઇત્યાદિ કારણોને લીધે ભક્તિપૂર્વક આ લઘુ પુસ્તક સાથે આપનું મુબારક નામ જોડી રાખીને
મગરૂર થાઉં
છપાવી પ્રસિદ્ધ કરનાર ગાંધી વીરચંદ રાઘવજી બી.એ. ધી જૈન એસોશીએશન ઓફ ઇંડીયાના મંત્રી, મુંબઈ
દોહરો શોક રૂદન કુટન તજો , શાંતભાવ દિલધારિ, ધર્મ કૃત્ય સ્નેહે સજો, આ પરભવ હિતકારિ.
श्लोक ओमिति पंडिताः कुर्युरश्रुपातं च मध्यमाः । अधमाश्च शिरोघातं शोके धर्म विवेकिनः ।।
લી. સેવક
વીરચંદ.
વર્ધમાન સંવત ૨૪૧૨. વિક્રમ સંવત ૧૯૪૨
કીંમત - 0-ર-૦
-
84
85
Page #45
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના વિવેકી જૈન બંધુઓ ! કૃપાળુ બ્રિટિશ રાજ્યના ઇનસાફી અમલ તળે આ આર્યાવૃત્તમાં આપણા લોકોએ વિઘાદેવીનું ચરણ સેવન કરવા માંડ્યું છે. વિદ્યા વડે સત્યાસત્ય, હેયોપાદેય અને સારાસારની સમજણ પડે છે. વિધાના અભાવે હાલમાં આપણી સ્થિતિ આગળ કરતાં ઘણી નબળી દેખાય છે. જેવા વિદ્વાનો, આચાર્યો અને સાધુઓ આપણામાં પુર્વકાળે હતા તેવા આજે નથી. આથી એમ થયું કે દિવસે દિવસે લોકોમાંથી સમજ શક્તિ ઘટવા લાગી અને તેને લીધે અનેક પ્રકારની ખરાબ રૂઢીઓ આપણામાં પેઠી. જે રીતીઓ વિષે શાસ્ત્રમાં સ્પષ્ટ મના છે, તેવી રીતીઓને દાખલ કરી વિરૂદ્ધાચરણ કરવા માંડ્યું. વિદ્યાના અભાવે એમ બનતુંજ આવ્યું છે, અને એ પ્રમાણે આપણામાં બને એમાં શું આશ્ચર્ય ? કારણ વિઘા એ મનુષ્યને સારાસારનો વિવેક શીખવે છે, પણ અવિઘા એતો અવળે રસ્તેજ ચડાવે છે. આથી મારા જૈનભાઈ ભુલા પડી અવળે રસ્તે ચડ્યા અને અન્ય ધર્મીઓને કરતા જોઈ દેખાદેખીથી તેવાં કાર્યો પોતે પણ કરવા માંડ્યાં. એક વખત એવો પણ હતો કે આપણું વર્તન નીહાળી અન્યધર્મીઓ તેનું અનુકરણ કરતા, અને આજે એક વખત એવો પણ આવ્યો છે કે અન્યધર્મીઓનું વર્તન નીહાળી આપણે તેનું અનુકરણ કરીએ છીએ. કેટલો બધો અફસોસ ! કેટલી બધી દીલગીરી !! લોકોની આટલી બધી ગેરસમજણ થઈ એનું કારણ શું ? બીજાને પગલે આપણે ચાલવા લાગ્યા એનું પ્રયોજન શું ? એજ , એજ , માત્ર વિદ્યાનો અભાવ એજ .
સુશીલ બંધુઓ ! પણ હવે તે સમયને નાસવાનો વખત આવ્યો છે, અવિદ્યાએ પલાયન કરી જવા તક સાધી છે અને વેહેમાદિ અંધકાર નાશ પામવાની તૈયારીમાં છે. પ્રથમની વિદ્યા, શક્તિ અને કીર્તિ મેળવવાનો સમય લગભગ નજદીક આવ્યો છે. માટે, સુજ્ઞ બંધુઓ ! આવા સુસમયનો લાભ લેવા એ કસંપથી ઉઠો, એક તરફ પ્રતાપી બ્રિટિશ સરકારના સુરાજ્યથી વિદ્યારૂપ સૂર્યનો ઉદય થયો છે, બીજી તરફથી મુંબઈની ધી જૈન એસોશીએશન ઓફ ઇંડીઆ (ભારતવર્ષીય જૈનસમાજ ) સાંસારિક, ધાર્મિક અને રાજ કીય સુધારા માટે મથન કરે છે અને ત્રીજી તરફથી ન્યાયાભાનિધિ મહામુનિ રાજ શ્રીમદ્ આત્મારામજી મહારાજ દેશ પ્રદેશ શિષ્યો સહિત વિહાર કરી ધર્મબોધ આપે છે. હવે કોણ કહેશે કે પ્રથમની સ્થિતિ સંપાદન કરવાનો સમય નજદીક નથી આવ્યો ? કોઈ જ નહીં. માટે સર્વે ભાઈઓ આવી સરસ તકનો લાભ લેવા તત્પર થાઓ એ જ મારી નમ્ર વિજ્ઞાપના છે.
- ૨ડવા કુટવાની હાનિકારક ચાલ વિષે નિબંધ મુંબઈની ધી જૈન એસોશીએશન ઓફ ઇડીઆ ધાર્મિક, સાંસારિક અને રાજ કીય વિષયો ઉપર ઘણું સારું લક્ષ આપે છે. દર માસે જાહેર સભા એકઠી કરી સર્વોપયોગી વિષયો ઉપર યુવાન શ્રાવક વીર પાસે ભાષણો કરાવે છે. લોકોને સાથી ઘણી વાર અસર પણ થાય છે. એસોશીએશનનો આ ઉદેશ પ્રશંસનીય છે. અને તેથી સર્વે વાંચનાર ભાઈઓ ખુલ્લા દીલથી એમજ ઇચ્છશે કે એસોશીએશનના મનોરથ ફળીભૂત થાઓ. થોડો વખત ઉપર ‘૨ડવા કુટવાની હાનિકારક ચાલ’ના નિષેધ વિષે વડોદરા નિવાસી ઝવેરી માણેકલાલ ઘેલાભાઈએ એક સરસ ભાષણ આપ્યું હતું. એ ભાષણથી લોકોને તેજ સમયે ખાત્રી થઈ હતી કે દુષ્ટ ચાલનું જડમુળથી અવશ્ય નિકંદન થવું જોઈએ. પરંતુ આપણા જેનભાઈઓમાં એ જ્ઞાન સ્મશના વૈરાગ્ય સમાન છે. કારણ કે આપણામાં ભાષણ સાંભળી રહ્યા પછી ઘેર જઈને અગર બીજે ઠેકાણે એ વિષય ઉપર મનન યા વિવેચન કરવાની રીતી નથી, અને તેથી સાંભળતી વખતે જે અસર થાય છે તે છેવટ સુધી કાયમ રહી શકતી નથી. જ્યારે આમ છે ત્યારે એનો ઉપાય શું ? આવી ધર્મવિરુદ્ધ દુષ્ટ ચાલનું નિકંદન કરવું એ તો અવશ્યનું છે. વધારે વિચાર કરતાં મને એમ માલમ પડ્યું કે આ વિષય ઉપર શાસ્ત્રના પ્રમાણ સહિત એક નિબંધ રચાય અને તે છપાવી પ્રસિદ્ધ કરવામાં આવે તો ઉત્તમ, આ વિચારને અમલમાં આણવાને મેં પ્રયત્ન કર્યો પરંતુ એસોશીએશનના કામના દબાણથી એને મારા ચાલતા અભ્યાસના વખતમાંથી ફુરસદ નહીં મળવાને લીધે મારી મુરાદ બર આવી નહીં. પણ ત્યારે શું આવા એક સરસ વિચારને તદ્દન ઉડાવી દેવો એ યોગ્ય છે? કદી નહીં. ત્યારે હવે શું કરવું ? એવા પ્રશ્ન ઉપરથી સમાધાન ઉપર આવતાં અંતે એવો નિશ્ચય થયો કે એ નિબંધ રચાવવા એક ઇનામ કાઢવું. અને તેમાંથી જેનો સરસ નિબંધ લખાય તેને એ ઇનામ આપવું. અને તેથી ભાવનગરની શ્રીજૈનધર્મ હિતેચ્છુ સભા તરફથી નિકળતાં ‘શ્રી જૈન હિતેચ્છ' નામના માસિક ચોપાનીયામાં એ વિષય ઉપર સરસ નિબંધ લખનારને રૂ. ૨૫-૦-૦નું ઇનામ આપવાનું જાહેર કરાવ્યું. લખાઈ આવેલા નિબંધમાંથી કરછ-કોડા નિવાસી ભાઈ રવજી દેવરાજનો લખેલો નિબંધ પસંદ કરવામાં આવ્યો. અને તેને મારા તરફથી જાહેર કરેલું રૂ. ૨૫-૦-૦નું ઇનામ આપવામાં આવ્યું છે. નિબંધમાં બીજી ઘણી અગત્યની બાબતોનો સમાવેશ કરવાની મને જરૂર જણાયાથી મેં તે પ્રમાણે કીધેલું છે. એ પ્રમાણે ર્યા પછી એ નિબંધ આ પુસ્તકરૂપે આપના હાથમાં મૂકું છું. તે આપ અથથી ઇતિ સુધી વાંચી, વંચાવી તેમાંથી કિંચિત્ માત્ર પણ સાર ગ્રહણ કરવા ઉત્સુક થશો તો મારો કરેલો શ્રમ હું ફળીભૂત થએલો માનીશ.
86
Page #46
--------------------------------------------------------------------------
________________
રડવા કુટવાની હાનિકારક ચાલ વિષે નિબંધ
૨ ભારતીય સંસ્કૃતિનો આત્મા " જૈન ભાઈઓમાં સસ્તુ વાંચન ફેલાવવાનો પ્રયત્ન અદ્યાપિ પર્યત થયો નથી તેથી એવા પ્રયત્નને કંઈક ઉત્તેજન મળે એવી મારી ઇચ્છા હોવાને લીધે આ નિબંધ મેં એજ ધોરણ ઉપર બહાર પાડ્યો છે. એટલે કે નિબંધના કદ તરફ નજર ન રાખતાં તેની કીમત માત્ર બેજ આના રાખવામાં આવી છે. આથી રંક અને શ્રીમન્ત એને એકસરખી રીતે ખરીદી શકશે અને તેથી આશા છે કે આનો બહોળો ફેલાવો થશે. આવી એક નહીં પણ અનેક દુષ્ટ ચાલો દુર કરવા રૂપ સાંસારિક સુધારા સંબંધી, ધાર્મિક સુધારા સંબંધી અને રાજકીય સુધારા સંબંધી સસ્તી કીમતે નિબંધો બહાર પાડી લોકોની નજર સામે ધરવાની જરૂર છે. હું આશા રાખું છું કે મારા સ્વધર્મી ભાઈઓ મારી આ ઊલટમાં ભાગ લઈ મને સાહાપ્ય થશે. તથાસ્તુ !
વીરચંદ રાઘવજી
મંગળાચરણ नमः श्रीवीतरागाय बीतदोषाय चाहते ।
शोकसंतापसंतप्तजनसंप्रीणनेंदवे ।। જય આદિ જિનેશ્વર શોક હરા, જય શાંતિ જિનેશ્વર શાંતિ કરા; જય નેમિ જિનેંદ્ર કૃપાંબુનિધિ, જય પાર્શ્વ જિનેંદ્ર વિખ્યાત અતિ. ૧ જય વીર પ્રભુ ત્રિશલા સુતજી, જસ નામ થકી જય થાય હજી; ગુરુ ગૌતમ મંગલ કારિ સ્મરો; સહુ શોક નિવારિ અશોક ધરો. ૨ વળી જંબુ મુનીશ્વર શીલ શુચિ, ગુણ ગાન કરો તસ ધારિ રૂચિ; કરી મંગલ એ વિધિથી નિરતું, મૃતરોદનરોધન બોધ રચું. ૩
विवेकः सर्वसौख्यानां मूलं शास्त्रे निरूपितः ।
ततो विवेकमार्गेण वर्तनीयं विचक्षणैः ।। સર્વ શાસ્ત્રોમાં વિવેક એજ સમસ્ત સુખોનું મૂળ કહેલ છે; માટે વિચક્ષણ પુરૂષોએ વિવેક માર્ગથીજ પ્રવર્તવું (જેથી સર્વ સુખો પ્રાપ્ત થાય.)
अविवेकसमुत्पन्ना या याः संतीह रूढयः ।
हास्यास्पदं परेषां ताः परिहार्या विवेकिभिः ।। અવિવેક એટલે અજ્ઞાન, તેનાથી થયેલી જે જે ખરાબ ચાલો આપણામાં વર્તે છે અને જે ચાલોથી પરધર્મીઓ (અંગ્રેજો વિગેરે) આપણી હાંસી કરે છે તેવી ખરાબ ચાલોનો વિવેકી જનોએ દુરથી જ ત્યાગ કરવો.
शब्द व्याख्या શોક, રૂદન અને કુટ્ટન એ ત્રણે આર્તધ્યાનવાળા જનોની પ્રવૃત્તિઓ છે. શોક એ માનસિક પ્રવૃત્તિ છે એટલે કે ચિંતા કરવી તેનું નામ શોક, વળી શોકનો અરતિ પણ કહે છે. અર્થાત્, હરેક પ્રિય વસ્તુના વિયોગે અને અપ્રિય વસ્તુના સંયોગે દિલમાં જે સંતાપ કરવો તેનું નામ શોક.
+ 88
—
–
89
–
Page #47
--------------------------------------------------------------------------
________________
૨ ભારતીય સંસ્કૃતિનો આત્મા " રૂદન (૨ડવું) એ શોક બતાવનારી બાહરની વાચિક પ્રવૃત્તિ છે. એટલે કે ચિત્તની અંદર થયેલા શકને વાદ્ધારા બતાવવાની જે પ્રવૃત્તિ તે રૂદન અથવા આક્રંદ કહેવાય છે.
કુરૈન (કુટવું) એ શોકની અત્યંત અધિકતા બતાવવા માટે પોતાના શરીર ઉપર કરાતી કાયિક પ્રવૃત્તિ છે. એટલેકે મનમાં રહેલા શોકને વચનથી જાહેર કરી તે શોકની અધિકતા બતાવવા માટે મસ્તક, છાતી, પેટ વિગેરે કુટેવો તેનું નામ કુક્રેન.
એ રીતે ત્રણે શબ્દોની વ્યાખ્યા કરી હવે તેઓનું સ્વરૂપ કહેવામાં આવેછે.
• રડવા કુટવાની હાનિકારક ચાલ વિષે નિબંધ અર્થ : તે ધ્યાનના આક્રંદન, શોક, રૂદન અને કુફ્રેન એ લિંગો છે; અને તે લિંગો ઇષ્ટ વસ્તુના વિયોગ, અનિષ્ટ વસ્તુના સંયોગ અને વેદના એ ત્રણ હેતુઓથી થાય છે. અને આધ્યાન એ તિર્યગ્નતિનો મુળ હેતુ છે. કહ્યું છે કે
अदम्भाणं संसारवडणं तिरियगइमूलं १० એટલે કે આધ્યાનથી જીવને કાંઈ પણ લાભ નહીં મળતાં ફોગટ કર્મબંધન થાય છે અને તેથી ભવાંતરે તિર્યગાદિ ગતિ પ્રાપ્ત થાય છે. માટેજ એ આર્તધ્યાનનો ત્યાગ કરવાનીજ તજવીજમાં સપુરૂષોએ પ્રવર્તવું એમ શાસ્ત્રકાર કહે છે.
सवप्पमायमूलं बज्जेयव्वं पयत्तेणं १८ એટલેકે આર્તધ્યાન સર્વપ્રમાદનું મૂળ છે તેથી પ્રયત્નથી તેનો ત્યાગજ
કરવો.
स्वरूपाख्यान શોક, રૂદન (૨ડવું) અને કુટ્ટન (કુટવું) કોઈ વખત અંતઃકરણના ભાવથી કરાય છે અને કોઈ વખત માત્ર બીજા લોકોના મનને રંજન કરવા અથવા પોતાના અતિસ્નેહિપણાનું ડોળ બતાવવા ફક્ત રૂઢિ તરીકેજ કરાય છે. જેમકે પુત્રના મરણથી માબાપ અને ભરતારના મરવાથી તેની સ્ત્રી આદિ અતિસ્નેહિઓ ઘણું કરીને અંતઃકરણથી શોક, રૂદન આદિ કરે છે. પરંતુ થોડો સ્નેહ ધરાવનારા અથવા અંદરથી અભાવ રાખનારા સગાવહાલા તથા સાધારણ મિત્ર મંડળ ઘણું કરીને જે શોક રૂદન આદિ કરે છે તે માત્ર બીજાને ખુશી કરવા યાતો અતિસ્નેહિપણાનું ડોળ બતાવવા માટેજ ફક્ત રૂઢિ તરીકે કરવામાં આવેછે.
‘શોક કરવો, રડવું અને કુટવું' એના શબ્દાર્થ અને સ્વરૂપ જણાવ્યા પછી એ પ્રવૃત્તિઓથી શું શું માઠાં ફળ ઉત્પન્ન થાય તેનો હવે વિચાર કરીએ.
ઘણો ઉડો વિચાર કરી જોતાં માલમ પડે છે કે ગઈ વસ્તુનો શોક કરવો એતો મૂર્ખતાનું લક્ષણ છે. એકવાર ભોજરાજાને કાળીદાસ કવિએ કહ્યું હતું કે
गतं न शोचामि कृतं न मन्ये, खादन्न गच्छामि हसन्न जल्पे । दाभ्यां तृतीयो न भवामि राजन्, किं कारणं भोज भवामि मूर्ख ।।
અર્થ : હું ગઈ વસ્તુનો શોક કરતો નથી, કરેલી વાતનો વિચાર કરતો નથી, ખાતા ખાતા ચાલતો નથી, હસતાં હસતા બોલતો નથી, બે જણ એકાંતમાં વાત કરતો હોય ત્યાં ત્રીજો થતો નથી તો હે ભોજરાજ, તમે મને મૂર્ખ કહી શો માટે બોલાવ્યો ?
તેજ પ્રમાણે માણસના મુવા પછી અતિશય રડવું કુટવું એ પણ મૂર્ખતાજ છે. આપણા રડવા કુટવાથી મરી ગયેલો પાછો આવતો નથી. પ્રાણી માત્ર પોતાના આયુઃક્ષયે મરણ પામે છે તેમ આપણે પણ આપણા આયુ:ક્ષયે મરણ પામીશું ! એવા દૈવાધાન કાર્યમાં આતિશય શોક રૂદન આદિ કરવા એ શું ? વળી મુવા પાછળ અતિશય રડવું કુટવું એ ધીરજની ખામી બતાવી આપે છે. અને ધીરજ વિનાના માણસોથી કોઈ પણ મોટા કામ પાર પડતા નથી એતો સર્વ કોઈ જાણેજ છે.
છે 95
दोषविवेचन
આર્તધ્યાન, રૌદ્રધ્યાન, શુક્લધ્યાન અને ધર્મધ્યાન એ ચાર ધ્યાન માહેલા આધ્યાનમાંજ શોક રૂદન વિગેરેની પ્રવૃત્તિઓ રહેલી છે. એમ શ્રી ચતુર્દશ પૂર્વધર ભગવાન શ્રીભદ્રબાહુ સ્વામિજીએ આવશ્યકનિર્યુક્તિના ધ્યાનશતકમાં કહેલું છે –
तस्सयकंदणसोयण परिदेवणताडणाइंलिंगाई इट्ठाणिविओगाविओग वेअणनिमित्ताई १५
Page #48
--------------------------------------------------------------------------
________________
• ભારતીય સંસ્કૃતિનો આત્મા અતિશય ૨ડવા કુટવાના રીવાજથી શું શું ગેરફાયદા છે, તેનું વર્ણન કરતા પહેલાં માણસના મરણ પહેલા તેના સગા સંબંધીઓ અને મિત્રોની શી ફરજ છે તે જાણવાની આવશ્યકતા છે.
अंतकाल समये सगा स्नेहिओनो धर्म અકસ્માત્ મરણની પાસે માણસમાત્ર નિરૂપાય છે. (અને તેથીજ શાસ્ત્રકારો કહે છે કે હાલતા ચાલતા અને દરેક કામ કરતા માણસે પોતાનું ચિત્ત ઘણુંજ નિર્મળ રાખવું) તેથી જ્યારે કોઈ માણસ થોડા વખત સુધી પણ માંદગી ભોગવી મરણ પામે છે તેના પ્રત્યે તેના સગાવહાલાઓનો ધર્મ એ છે કે તેની ઔષધ ઉપચારથી બને તેટલી ચાકરી કરવી. તેનું મન દુષ્ટ ધ્યાનમાં પેસવા દેવું નહીં, ધર્મકથાઓ વિગેરે ચાલુ રાખી તેનું મન નિર્મળ રાખવું. આડી અવળી વાતો કરવી નહીં. કેટલાએક મૂર્ણો તેના દુ:ખનો કાંઈ પણ ઉપાય નહીં લેતા ઉલટા રડવા કુટવા મંડી જાય છે, બીલકુલ ધીરજ રાખતા નથી. આથી કરી મરનારનું ચિત્ત તદ્દન ડોળાઈ જાય છે, તેની મનોવૃત્તિ સાંસારિક ભાવમાં બંધાતી જાય છે, તેના દુ:ખમાં વધારો થતો જાય છે. કેટલાએક તો મરનારના મરણ પહેલાં તેને હવરાવે છે. આથી પેલાનો જીવ ઘણો ગભરાય છે. હવરાવે છે એટલું જ નહીં પરંતુ મરનાર માણસના પ્રાણ કંઠમાંજ છે એવે વખતે એક ભીંજવેલી જગામાં સુવરાવે છે. અને તેથી તેના પ્રાણ લેનાર સૌથી પહેલાં એનાં સગાઓજ થઈ પડે છે. ખરેખર આ તેના સગા નહીં પણ શત્રુજ સમજવા. જો તે માણસના શરીરમાં જરા પણ શક્તિ હોય તો તરતજ તેના સગાઓને આવા ઘાતકી કામને માટે લાકડી લઈને મારવા ઉઠત. એવા સગાઓ તેના મિત્ર નથી પણ કટ્ટા દુશ્મન જ છે. ખરા સ્નેહીઓનો ધર્મ એથી જુદોજ છે. તેઓતો પહેલેથી છેવટ સુધી તેની સદ્ગતિ થાય એવાજ ઉપાયો લે છે. ઔષધ ઉપચાર વિગેરેથી તેની સારી સેવા બજાવે છે, ૨ડવા કુટવાનો શબ્દ પણ તેના કાનમાં જવા દેતા નથી. જ્યાં સુધી તેના કંઠમાં પ્રાણ છે ત્યાં સુધી તેની શૈધ્યા બદલાવતા નથી. રાગરાગડા તાણી તેનું મન ડોળી નાખતા નથી. ઉલટા ધર્મવાણીથી તેના ચિત્તને નિર્મળ કરે છે. એવા જે હોય તેજ તેના સગાઓ, તેજ તેના વહાલાઓ અને તેજ તેના ખરા મિત્રો, બાકી બીજા તો ડોળઘાલુ માત્ર નામનાજ સગાઓ.
• ૨ડવા કુટવાની હાનિકારક ચાલ વિષે નિબંધ
मरण पष्ठी श्मशाने जती बनतनो देखाव હાલના વખતમાં મુવેલા માણસને રમશાને લઈ જતી વખતનો દેખાવ સુધરેલી પ્રજાને ઘણોજ હાસિપાત્ર થઈ પડે છે. ઘરમાંથી મુડદાને બહાર કાઢવું કે તરતજ સ્ત્રીઓ ધબડ ધબડ કુટતી અને લાંબા અવાજે રડતી શરીરનું કાંઈ પણ ભાન નહીં રાખતાં સસરા ભર્તારની લાજને પરદેશ મુકી તેની પાછળ થોડે દૂર જાય છે. પુરુષ પણ રડવામાં કાંઈ બાકી રાખતા નથી. પોકે પોક મુકી એટલા તો મોટા અવાજથી તેઓ રડે છે કે સારા વિચારના સદગૃહસ્થો તેમનું તે રડવું જોઈ હસે છે. કોઈતો કેડે હાથ દઈ એવાતો મોટા ઘાંટા કાઢે છે કે તે વખતે તેની આકૃતિ ઘણી બીહામણી થઈ જાય છે. મોટા મોટા ઘાંટા કાઢી (અને તે વળી) જાહેર રસ્તામાં રડવું એથી મરનારના માનનો ભંગ થાય છે. ઊંડો વિચાર કરી જોતા માલુમ પડે છે કે મરનારની પાછળ જતા લોકોનો સમુદાય એ એક શોકરાજાનો વરઘોડો જ છે. વરઘોડામાં માણસોએ રીતસર ચાલવું જોઈએ, ગંભીરતા બતાવવી જોઈએ, એને બદલે ઉલટા બીજા લોકોને મશ્કરીના પાત્ર થઈ પડે એવો દેખાવ ખડો થાય છે. દુનીયાનો સ્વાભાવિક નિયમ છે કે મુડદુ જોવાથી માણસના મનમાં વૈરાગ્યરસ પ્રગટે તો આ પ્રસંગે લોકોએ એવી રીતે વર્તવું જોઈએ કે તેમના વર્તનથી બીજા લોકોના મનમાં વૈરાગ્ય વધતો જાય. તેમ નહીં ફરતા હાલના વખતમાં જુદીજ રીતે વર્તન થાય છે. કેટલાએક તો ફક્ત બીજાને બતાવવા માટે ઢોંગ કરીને ૨ડે છે. વળી કેટલાએક જ્યાં સુધી ગામની અંદર શબ હોય ત્યાં સુધીજ કાંઈકે રડે છે પણ દરવાજા બહાર ગયા કે બધા ચુપ થઈ જાય છે અને મરજીમાં આવે તેવી આડી અવળી વાતો કરતા સ્મશાને પહોંચે છે. તેઓને શરમ પણ નથી આવતી કે મરણ જેવા ગંભીર અવસરે આડાઅવળા ગપ્પાં કેમ મારીએ..
સ્મશાનમાં પહોંચ્યા એટલે શોક તો બધો દૂર થઈ ગયેલો જ જણાઈ આવે છે. કોઈ કંઈ વાત કરે છે, કોઈ કંઈ વાત કરે છે. કોઈ હસીને ગપ્પા માર્યા કરે છે. આ પ્રમાણે સ્મશાનમાં જુદી જુદી ટોળીઓ થઈને જુદે જુદે ઠેકાણે બેસે છે. કોઈ અજાણ્યો અને આ દેશની રૂઢિથી બીનમાહતગાર શખસ ત્યાં આવ્યો હોય
- 93
Page #49
--------------------------------------------------------------------------
________________
૨ ૨ડવા કુટવાની હાનિકારક ચાલ વિષે નિબંધ રડવા કુટવાના રીવાજને અનુસરનારા લોકોમાંથી પ્રત્યેક જુદી જુદી અપેક્ષાએ અનુસરે છે, મા બાપ પોતાનો નિર્વશ જવાથી ૨ડે છે, સેવક પોતાનો પાળનાર જવાથી રડે છે, સ્ત્રી પોતાનો ભર્તાર જવાથી રડે છે, પુત્ર તેનો પિતા જવાથી રડે છે, બીજા સંબંધીઓ તેની ખોટ પડવાથી ૨ડે છે, કેટલાએક તેમના ઉત્તમ ગુણોને માટે રડે છે, કેટલાએક પોતાના સ્વાર્થભ્રંશને માટે રડે છે. આ પ્રમાણે જુદા જુદા કારણોથી જુદા જુદા શખશો દીલગીર થાય છે એમાં નવાઈ
નથી.
- ભારતીય સંસ્કૃતિનો આત્મા " તો એમજ ધારે કે આ લોકો જરા ગમ્મત કરવા અંહી આવ્યા છે. અફસોસ ! અફસોસ ! કેવી ધિક્કારવા યોગ્ય રીતિ ! મરણ પ્રસંગે ગુપ્પો શા મારવા ! જે પ્રસંગે ગંભીરતાનો તે વખતે ઠઠા મશ્કરી શી ! આવા પ્રસંગે ઘણીજ ગંભીરતા રાખવી જોઈએ. મરજી મુજબ વરતી મરનારનું તેમજ પોતાની જ્ઞાતિનું માનભંગ કરવું નહીં જોઈએ.
મુડદાને બાળ્યા પછી પાછા આવતી વખતે કોઈ અગાઉથી પોબારા ગણી જાય છે, કોઈ મરનારના ઘરની પાસે અમુક જગાએ જઈને બેસે છે એવા ઇશારાથી કે બધા સ્મશાનમાંથી આવે ત્યારે તેમની સાથે જોડાઈ મરનારને ઘેર જવું. આ પ્રમાણે પહેલાતો બધા જુદા પડી જાય છે અને છેવટે એકઠા થઈ જાય છે. આમ કરવાથી બીજા લોકોને તેઓ સ્પષ્ટ બતાવી આપે છે કે આ બધું પરાણે પણ લોકલજ્જાને લીધે અમારે કરવું પડે છે. આથી અવિદ્યાથી ઉત્પન્ન થતાં પરિણામો લોકોની દૃષ્ટિએ પડે છે. છતાં પણ લોકો સુધરવા માગતો નથી એ કેટલી દીલગીરી ! મરણ એ હર્ષનો અથવા હસી કાઢવાનો સમય નથી, એમ બધા લોકો જાણે છે. ત્યારે શા માટે તેઓ પોતાની જ્ઞાતિનું માન સાચવતા નથી? હવે આપણે પ્રસ્તુત વિષય પર આવીએ.
रडवू, कुट, સાહજિક શોક રૂદન : જે શોક, રૂદન રૂઢિથી નહીં પણ હૃદયમાં રહેલા ફરૂણારસ સંકલિત સ્નેહથી થાય છે અને જેને અટકાવવો ઘણો મુશ્કેલ છે તેનું નામ સાહજિક શોક રૂદન, જેમ કે સતી સ્ત્રી પોતાના પ્રાણનાથના મરણથી તથા માતા પોતાના પાલક પોષક વિનીત પુત્રના વિયોગથી જે શોક રૂદન કરે છે તે ખરેખર નિમિત્તના યોગે ઉત્પન્ન થયેલ હોવાથી સાહજિક શોક રૂદન ગણાય. કેમકે પોતાના શૃંગાર દીપક શીરછત્ર પ્રિયપતિના મરણથી શીલવતી સ્ત્રીના પર પડતો દુઃખનો વરસાદ બેહદ છે તેમજ માતાને પુત્રના વિયોગથી પડતી આપદા પણ તેના જેવી જ છે. તેથી આવી સબળ હેતુથી પૈર્યવૃત્તિ ખંડિત થાય અને સ્નેહને લીધે અશુપાત થાય એ સહજ છે. તે શોક તેની આફતના પ્રમાણમાં સાધારણ છે. પણ યાદ રાખવું જોઈએ કે જો આ શોક રૂદન પણ રૂઢિરૂપે ઘણા કાળ સુધી ટકી રહ્યું તો તેની સાહજિકતા ટળી જાય છે.
કર્તીવિભાગ : હવે આ શોક રૂદનાદિ કરનારા પુરુષોના વિભાગ કરી બતાવું છું.
૧ઉત્તમોત્તમ, ૨. ઉત્તમ, ૩, મધ્યમ, ૪. અધમ.
૧. જે સમ્યકત્વ રત્નથી વિરાજિત ગાત્ર, વિવેક રૂપી દીપકથી ઉદ્યોત પામેલા માર્ગમાંજ પ્રવર્તનારા, ભવસ્વરૂપચિંતક, ધીરસ્વભાવી અને શાંતમુદ્રાવાલા સજ્જનો તે ઉત્તમોત્તમ.
૨. જેઓ સમ્યકત્વરહિત છે પણ નીતિમાર્ગમાં મહાકુશળ, જગતમાં પંડિત રૂપે વખણાયેલા, પ્રકૃતિથી ધીર અને સુધારાની પદ્ધતિ ઉપર ચાલનારા તે આ શોક રૂદનના પ્રસ્તાવમાં ઉત્તમ.
૩. જેઓ સત્વહીન અને સ્વભાવથીજ કાંઈક અધીર પણ બીજી કેટલીએક સામાન્ય રીતીથી સુધરેલા તે મધ્યમ.
૪. અને જેઓ એકદમ સત્વહીન અને ખરેખરા કાતર તેમજ મોહિત તે અધમ પુરૂષ જાણવા.
તેમાંથી ઉત્તમોત્તમ પુરૂષો શોકકારક બનાવ બનતાં ધર્મમાં જ વિશેષ પ્રવર્તે છે. ઉત્તમ પુરૂષો ભાવિ ભાવ વિચારી વિકાર પામતા નથી; મધ્યમ પુરૂષો એક્યુપાત કરી શોક દૂર કરે છે; પણ અધમ જનોજ કુટે છે. કહ્યું છે કે,
ओमिति पंडिता कुर्युरश्रुपातं च मध्यमाः ।
अधमाश्च शिरोघातं शोके धर्म विवेकिनः ।। અર્થ : પંડિત પુરૂષો શોકમાં એમ સમજે છે કે જે થવાનું છે તે થાય છે
- 95 -
-
94 -
Page #50
--------------------------------------------------------------------------
________________
ભારતીય સંસ્કૃતિનો આત્મા માટે ચિંતા કરવાની શી જરૂર છે ? મધ્યમ પુરૂષો અથુપાત કરે છે અને અધમ પુરૂષો માથું કુટે છે, પણ વિવેક પુરૂષો તો શોકમાં ધર્મ જ કરે છે.
हालनी रुदि વાંચનાર એટલું તો કબુલ કરશે કે આખા હિંદુસ્તાનમાં તેમજ બીજા કોઈ પણ દેશમાં ગુજરાતની સ્ત્રીઓ જેમ અમર્યાદ રીતે કુટે છે અને રડે છે તેમ કુટવાનો અને ૨ડવાનો ચાલ આજ પર્યત સાંભળવામાં આવ્યો નથી. જો કોઈ પણ ચાલને માટે આપણા ગુજરાત વાસી બંધુઓને શરમાવાનું હોય અને બીજી સુધરેલી કોમની આંખમાં આબરૂને કલંક લાગતું હોય તો તે મરણ પાછળ રડવા કુટવાનો નફટ રીવાજ છે અને કદાચ કોઈ એમ પ્રશ્ન કરે કે લાંબા વખતથી જડ મૂળ ઘાલીને પાયમાલ કરનાર કોઈ પણ રીવાજ હજી સુધી ગુર્જર પ્રજાને રીબાવી રીબાવી દુ:ખ દે છે ? તો અમે કહીશું કે હા, તે રીવાજ મરણ પાછળ ૨ડવા કુટવાનો હજી અમારામાં વિદ્યમાન છે.
મરણ પ્રસંગે આપણાં બૈરાંઓની રડવા કુટવાની વર્તણુક કંઈક જુદીજ તરેહની હોયછે. મુડદુ ઘરમાંથી બહાર નીકળ્યું કે જાણે ધુંધવાતો ધુંધવાતો પ્રજવલિત થઈને જ્વાલામુખી ફાટ્યો હોય ની ! તેમ તેઓ છાતીને માથું કુટવા મંડી જાય છે અને પુરૂષોની બીલકુલ શરમ નહીં રાખતાં માથાના વાળો છુટા મેલી માર પછાડ કરે છે. ચકલા સુધી મુડદાંને વળાવી ઘેર આવી ધબધબડ છાજીયા લેવા મંડી જાય છે. છાજીયાની ખુબી તો કાઠિવાડમાં ગોધા, ભાવનગરની જ જોઈ લ્યો ! કાઠીયાવાડી આપણી કોમને કોઈ પણ જુની રૂઢિને માટે મગરૂર થવાનું હોય તો તે આ પ્રાણઘાતક ૨ડવા કુટવાની રૂઢિ છે ! કોઈ પુછે કે કાઠીયાવાડની સ્ત્રીઓની પ્રખ્યાતિ શામાં રહેલી છે તો અમે બેધડક જવાબ આપીશું કે ૨ડવા કુટવા અને રાજવણ ગાતા તથા છાજીયા લેતા શીખવું હોય તો ઉત્તમ શિક્ષકો તમને કાઠીયાવાડી સ્ત્રીઓમાં મળી શકશે ! અને જો કોઈ પુછે કે કાઠીયાવાડી સ્ત્રીઓનું શુરાતન શામાં રહેલું છે તોપણ અમે એનો એજ જવાબ આપીશું કે ‘૨ડવા કુટવામાં જ'.
ઘણે ઠેકાણે રાજની ગાવાની રશમ હોય છે. એ રાજવીમાં પરાક્રમી અને સુખવાસી પુરૂષોના અને તેમના ઉપભોગની વસ્તુઓનાં દૃષ્ટાંત આપી તેમને સ્મૃતિમાં લાવે છે. એ રાજવી ગાતાં ગાતાં અને કુટતા કુટતાં બૈરાંઓ ઉપરા
- ૨ડવા કુટવાની હાનિકારક ચાલ વિષે નિબંધ ઊપરી પછાડી ખાય છે. છાયલનો ઉપલો છેડો કાઢી નાખી કમ્મરે લપેટી હાથમાં વિચિત્ર ચાળા કરે છે અને માથાના વાળનું બીલકુલ ભાન નહીં રાખતાં તેઓ ડાકણ અને ભીખારણો જેવી દેખાય છે.
ઘરના આંગણામાં અને ઘણીવાર જાહેર રસ્તા ઉપર તેઓ ગોળ આકૃતિમાં ઉભાં રહે છે અને તેમની વચમાં ચાર સ્ત્રીઓમાંથી બે સામસામી થઈ હાથ ઉંચા કરી રાજવણ ગીતના તાલ સાથે છાતીમાં પછાડે છે. ગોળ આકૃતિમાં ઉભી રહેલી સ્ત્રીઓ પણ છાતી ઉપર હાથ પછાડી ગીતમાં ટેકો પુરે છે. આ પ્રમાણે થોડો વખત ચાલ્યા પછી વચમાં ઉભી રહેલી ચાર સ્ત્રીઓ જાય છે અને બીજી ચાર સ્ત્રીઓ આવે છે, અને પાછું તેમનું ગીત, અને કુટવું શરૂ થાય છે, એવામાં ઘણો શોક થયો છે એવું બતાવવા કોઈ સ્ત્રી એ કાએ ક પછાડી ખાય છે અને તેને ઉંચકી લેવા બીજી સ્ત્રીઓ દોડી આવે છે. સરીયામ રસ્તામાં નાગા ઉભા રહેવું અને હાથ તથા શરીરના વિચિત્ર ચાળા કરવા એ મર્યાદાથી ઘણું બહાર છે. વેશ્યાઓ નાચે છે તે પણ ઘરમાં અને મર્યાદા તથા માન સહીત, પણ આપણી સ્ત્રીઓ તો તેના કરતાં પણ વધારે કરે છે. હજારો લોકો દેખે ત્યાં ઉધાડે શરીરે, જંગલી અને બેમર્યાદ ચાળા કરવા એ કેટલું હલકું અને શરમ ઉપજાવનારું છે તેનો સદ્ગૃહસ્થો તમેજ વિચાર કરી લો ! બૈરાંના ટોળાંની આસપાસ પારકા લોકોની ઠઠ મળે છે તેઓ તેમનાં ઉઘાડાં શરીર અને ચાળાઓ જોયા કરે છે. ખરેખર આશ્ચર્ય તો એ છે કે જે સ્ત્રીઓ લુગડાને માથાથી સવા હાથ બહાર કાઢી લાજ કાઢે છે તેઓ આ પ્રસંગે ઘણીજ નિર્લજ અને બેમર્યાદ વર્તણુક ચલાવે છે ! આને પ્રસંગે જે સગાંઓ પોતાનાં અંદરખાનેથી દુશ્મન હોય છે તેઓ બધાં છીદ્ર નિહાળે છે અને પ્રસંગ આવે બહાર પાડે છે. ઝેરી જનાવર સારાં પણ વેરી સગાં ભૂંડાં !
રડવું કુટવું એટલેથીજ અટકતું નથી. જે ઘરમાં મરણ થયું હોય કે જેને ઘેર કાણ માંડી હોય તે ઘરની સ્ત્રીઓના તો ભોગજ સમજવા. અને તેમાં ઘર મોટું અથવા કુલીન કહેવાતું હોય તે ઘરની સ્ત્રીઓના તો સંપૂર્ણ ભોગ. તેમને ઘેર બીજી સ્ત્રીઓ કુટવા આવે છે, તે કુટવા આવનારી સ્ત્રીઓનો એક વખત કુટવાથીજ છુટકો થાય છે પરંતુ ઘરની સ્ત્રીઓનો તેમ થતો નથી. તેમને તો દરેક કુટવા આવનાર સ્ત્રીની સાથે કૂટવું પડે છે. વળી તે કુટવામાં જો કાંઈ
- 97
Page #51
--------------------------------------------------------------------------
________________
- ભારતીય સંસ્કૃતિનો આત્મા ખામી આવી તો જ્ઞાતિમાં તેની નિંદા થાયછે અને રડતાં કુટતાં પણ આવડતું નથી એવી છાપ લોકોમાં પડી જાય છે.
આહા ! રૂઢિ કેવી બલવાન છે ! એ રૂઢી એટલી તો ઉડી પેઠેલી હોય છે કે તેના સેવકો પોતાના મન તથા શરીરની દરકાર પણ રાખતા નથી, પરજ્ઞાતિમાં થતી નિંદાથી પણ ડરતા નથી. અને પરલોકમાં થતી અવગતિનું તો ભાનજ ક્યાંથી હોય ! ધિક્કાર છે એવી રૂઢીને !
રડવું કુટવું વિગેરે ફક્ત થોડા દીવસન ચાલતું નથી. ઘણી જગાએ મહીનાના મહીના સુધી દિવસમાં બેચાર વખત ૨ડવાનું શરૂ રહ્યા કરે છે. મરનારના વિયોગે રહેલાં સગાંઓ કાણ માંડે છે અને કાણે જાય છે. વરસમાં આ પ્રમાણે મરનારને ઘેર ઘણી કાણ આવે છે અને તેથી મરનારના વાલીઓ શરીરે અને પૈસે દુઃખી થાય છે. તેની બીજાઓને તો દરકાજ હોતી નથી. સામો ધણી મરે કે જીવતો રહે તેની કશી ચીંતા હોતી નથી પણ તેને અને તેના ઘરના માણસોને રડાવી કુટાવી હેરાન હેરાન કરી નાખવા એજ શુરાપણું !
હાલના વખતમાં ૨ડવા કુટવાની ચાલ તો ઘણીજ જ રૂરની થઈ પડે છે. પરાણે પણ રોવું ને કુટવું તો ખરૂં કુટતી વેળાએ હૃદયના ખરા શોકનાં કરતાં વધારે વિચાર તો સ્ત્રીઓને હાલના વખતમાં એજ આવે છે કે આપણાથી બરાબર કુટાતું હશે કે નહીં? આપણને કોઈ મુર્ખ તો નહીં કહે ? એ ઉપરથી ખુલ્લું છે કે હાલનું ૨ડવું અને કુટવું ફક્ત લોકોને બતાવવા માટેજ છે.
પુરૂષો પણ રડવા કૂટવામાં ભાગ લે છે. કાઠિઆવાડ વિગેરેમાં મરણ સમયે પુરૂષો મોટું પોકરાણ કરી મૂકે છે. મુડદાની પાછળ તેનો મોટેથી પોકાર કરતા ચાલે છે. કેટલાએક એવી તો જંગલી રીતે રડે છે કે તેથી બીજા લોકો તેમની હાંસી કરે છે તો પણ તેમને ભાન રહેતું નથી. સ્ત્રી જાતિ કરતાં પુરૂષો વધારે સમજુ ને દૃઢ છતાં આવી રૂઢી ચલાવ્યા કરે છે એ તેમને વધારે શરમ ભરેલું છે.
હે પરમેશ્વર ! ક્યારે એવો દીવસ આવશે કે રડવા કુટવાથી થતા ગેરફાયદા આપણા લોકો સમજે !
98
૨૩વા કુટવાની હાનિકારક ચાલ વિષે નિબંધ
रडवा कुटवाथी गेर फायदा શોક એટલે ચિંતા અને ચિંતાને શાસ્ત્રમાં રાક્ષસીની ઉપમાથી બોલાવે છે. નીતિ શાસ્ત્રમાં કહ્યું છે કે,
चिंतया नश्यते रूपं चिंतया नश्यते बलं ।
चिंतया लभते ज्ञानं व्याधिर्भवति चिंतया ।। ચિંતા કરવાથી રૂપ નાશ પામે છે, ચિંતાથી બલ નષ્ટ થાય છે, ચિંતાથી જ્ઞાન મંદ થાય છે, વલી ચિતાથી અનેક પ્રકારની વ્યાધિઓ ઉત્પન્ન થાય છે.
ચિતા બડી અભાગણી, પડી કાલજા ખાય. રતી રતીભર સંચરે, તોલા ભર ભર જાય. ૧ ચિતાસે ચતુરાઈ ઘટે, ચિંતા બુરી અથાગ,
સો નર જીવિત મતહિ હૈ, જ્યાં ઘટ ચિંતા આગ. ૨ શરીરને નુકશાન, – શરીરનું બંધારણ એવું છે કે આહાર તથા નિહાર નિયમ પ્રમાણે રહે ત્યાં સુધી તંદુરસ્તી સારી રહે, એમાં જરા પણ ફેરફાર થયો કે તરતજ શરીરમાં રોગ પેસવાનો. જે ટલો વિકાર પોતાની મેળે શરીરમાંથી નીકળે છે તેના કરતા વધારે આપણે ખેંચી કાઢીયે તો શરીર ક્ષીણ અને દુર્બળ થઈ જાય છે. વૈદક શાસ્ત્ર કહે છે કે કાન અને આંખની વચમાંના ભાગની અંદર (લમણામાં) બે ફુક્કા હોય છે તેમાં લોહીમાંનો પાણીનો ભાગ તથા કેટલાક ખાર જુદા પડે છે. એ ખારૂ પાણી આંખને રસ્તે બહાર નીકળે છે તેને આપણે આંસુ કહીયે છીયે. ભય, શોક, ક્રોધ, પ્રીતિ, શૂર વિગેરે મનોવૃત્તિઓથી લોહીની ફરવાની ગતિમાં ઘણો ફેરફાર થાય છે. લોહી જ્યારે એકાએક ઊકળે છે અને ગતિ ઘણી ઊતાવળી થાય છે ત્યારે પેલા કુક્કાઓમાં ઘણું પાણી જુદું થઈ જાય છે અને પરિણામ એવું આવે છે કે આંસુ ઘણા બહાર આવે છે. જે લોહીનું વીર્ય થાત તે લોહી ફોકટ પાણી થઈને અનુરૂપે બહાર નીકળી જાય છે તેથી આંખને ઘણું નુકસાન થવાની સાથે તેજ ઘટી જાય છે.
કુટવાથી પણ ઘણા ગેરફાયદા છે. છાતી તથા આંખ લાલચોળ થઈ જાય છે, છાતીમાં ચામઠા પડી જાય છે, અને ઘણીવાર લોહી નીકળે છે. વળી પછાડીઓ ખાવાથી પેટમાં અનેક તરેહના રોગ ઉત્પન્ન થાય છે, સ્ત્રીઓનું
- 990
Page #52
--------------------------------------------------------------------------
________________
- ભારતીય સંસ્કૃતિનો આત્મા છે કોમળ શરીર ઘણીવાર ઉંધું થઈ જાય છે, મુત્રાશયમાં બીગાડ થવાથી પીશાબ બંધ થઈ જાય છે અને તેથી ઘણીવાર મરણ પણ નીપજે છે . છાતીમાં કુટેવાથી તે ઠેકાણે તથા આસપાસની નસો ચગદાઈ જાય છે. તેથી સોજો ચડે છે અને ગુમડાઓ વિગેરે થાય છે. સ્તનની અંદર પણ રોગ પેદા થાય છે, અંદરનું દુધ બગડે છે તેથી ધાવણાં છોકરાં રોગી થાય છે અને તેને લીધે તેમનો કાયાનો બાંધો તુટી જાય છે, શરીર પીળા પચ થઈ જાય છે, અંગબળ તદન ઓછું થઈ જાય છે, વીર્ય નબળું થઈ જાય છે એટલુંજ નહીં પણ છોકરાં નાની ઉંમરમાં મરી જાય છે. આપણી સંતતિ તદન નિર્બળ છે તેનું આ રડવા કુટવાની હાનિકારક ચાલ એક મુખ્ય કારણ છે.
રડવા કુટવાથી ગર્ભવંતી સ્ત્રીઓને ઘણું નુકશાન થાય છે. ઘણો શોક કરવાથી છોકરું રોગીષ્ટ જન્મે છે, અધુરે ગર્ભ પડી જાય છે. શ્રીકલ્પસૂત્રની કલ્પલતા નામની ટીકામાં કહ્યું છે કે
कामसेवा...प्रस्खलनपतनप्रपीडनप्रधावनामिघातविषमशयनविषमासन... अति
रागातिशषोक... आदिभिर्गर्भपातोभवेत् અર્થ : કામ સેવવાથી, ઠેસ વાગવાથી, પડવાથી, પીડા થવાથી, દોડવાથી, ધક્કો વાગવાથી, બરાબર નહીં સુવાથી, બરાબર નહીં બેસવાથી, અતિ પ્રીતિ બતાવવાથી, અતિ શોક કર્યાથી, વિગેરેથી ગર્ભ પડી જાય છે.
પછાડીયો ખાધાથી પેટમાં ગાંઠ ઉત્પન્ન થાય છે. આને લીધે જુવાન સ્ત્રીઓનો બાંધો તુટી જાય છે અને ભર જુવાનીમાં છતાં મુડદા જેવી દેખાય છે. છોકરીઓને જાણી જોઈને રડતા કુટતા શીખવવામાં આવે છે તેથી તેમ કરનારા લોકો જાણી જોઈને છોકરીઓના શરીરમાં રોગ પેસારે છે.
शोकथी मन उपर थती असर શરીર અને મનને એટલો તો નિકટનો સંબંધ છે કે શરીરના રોગથી મન બગડે છે અને મનના રોગથી શરીર બગડે છે. શરીર સારૂ હોય તો જ મન સારૂ હોય છે અને મન સારું હોય છે તો જ શરીર સારૂ હોય છે. ચિંતા કરનારા, પારકાના સુખે અદેખાઈ કરનારા, ફોકટની ફીકર વહોરી લેનારા સખસોના
• રડવા કુટવાની હાનિકારક ચાલ વિષે નિબંધ - શરીર કેવા નિર્બળ હોય છે તે તો વાંચનાર જાણેજ છે, આકરા મીજાજવાળા, ઘડી ઘડીમાં તપી જનારા, ઉકળતા લોહીવાળા મનુષ્યોની કાયા કેવી કૌવત વીનાની હોય છે તે કાંઈ વાંચનારને સમજાવવાની જરૂર નથી. વૈદકશાસ્ત્ર કહે છે કે મનને હદ કરતા વધારે શ્રમ આપવાથી તનની શક્તિ ઘટે છે, પાચન શક્તિ ઓછી થાય છે, કામ કરવાનો ઉત્સાહ રહેતો નથી, જ્ઞાનતંતુઓ નબળા પડી જાય છે, ક્ષયરોગ ઉત્પન્ન થાય છે અને છેવટે અકાળ મૃત્યુ થાય છે. ભુખ્યા હોઈએ છીએ ત્યારે કાંઈ કામ થતું નથી, શરીર ક્ષીણ થઈ જાય છે ત્યારે બુદ્ધિ પણ ઘટે છે ને સ્મરણ શક્તિ મંદ થાય છે.
શરીરના રોગના ઉપાયો સહેલાઈથી મળી આવે છે પણ મનના રોગના ઉપાયો મળી શકવા કઠિણ છે. વિયોગને લીધે ઘણા સ્ત્રીપુરૂષો, માબાપ અને છોકરાં દુઃખી થાય છે. લગાર પણ શોક કર્યાથી શરીરમાં વિકાર ઉત્પન્ન થાય છે તો લાંબા વખત સુધી શોક કરવાથી, ૨ડવાથી અને કુટવાથી ભયંકર પરિણામો નીપજે એમાં શું આશ્ચર્ય ! રોજને રોજ શોક કરવાથી મન બગડી જાય છે, બીલકુલ ઘરનું કામ સુઝતું નથી, બુદ્ધિ ક્ષીણ થઈ જાય છે, કોઈનું મહો પણ જોવું ગમતું નથી, છોકરા છંયાની ખબર લેવી ગમતી નથી. અંતે શરીર અને મન બંને ક્ષીણ થઈ જવાથી મરણ નીપજે છે.
चित्तायत्तं धातुबद्धं शरीरं नष्टे चित्ते धातवो यान्ति नाशम् । तस्माच्चितं सर्वदा रक्षणीयं
स्वस्थे चित्ते बुद्धयः संभवन्ति ।। અર્થ : ધાતુથી બંધાયેલું આ શરીર ચિત્ત યા મનને આધીન છે. ચિત્ત નાશ પામવાથી ધાતુઓ નાશ પામે છે, તેથી ચિત્તનું સદા રક્ષણ કરવું. ચિત્ત સ્વસ્થ હોય તોજ બુદ્ધિ ઉત્પન્ન થાય છે.
बीजा लोकोना विचार સુધરેલા લોકો જ્યારે આપણા બૈરાઓને ૨ડતા કુટતા જુએ છે ત્યારે તેઓ આપણી આ દુષ્ટ ચાલની હાંસી કરે છે. તેઓના મનમાં એમજ વિચાર આવે છે કે આમના બૈરા તદન મુર્ખ અને વિવેક શુન્ય છે, તેઓ નિર્લજ , દયા
– 101
100
Page #53
--------------------------------------------------------------------------
________________
૨ ભારતીય સંસ્કૃતિનો આત્મા " વિનાના, ઢોંગી અને અક્કલશુન્ય છે. સંસારનો સ્વભાવિક નિયમ એવો છે કે ઘરને શોભાવવું એ સ્ત્રીનું કામ છે અને આપણા ઘરની શોભા કેટલી છે એવું જાણવા માટે જો કોઈ આપણને આપણી સ્ત્રીઓની આ રીતી માટે પ્રશ્ન કરે તો ભાઈઓ ! તમે શું જવાબ દેશ ? એ વખતે તમે ફીક્કા પડી જ શો. તેથી દરેક રીતે બૈરાઓની આ નિરલાજરી ચાલનો સમૂળ નાશ થાય એવા ઉપાયો લેવા તત્પર થાઓ.
उपदेश માતા, પિતા, ભાઈ, બેન, જમાઈ, દીકરી, બાંધવ, પુત્ર, પ્રિય મિત્ર, પ્યારી ભાર્યા કે બીજું કોઈ મરણ પામે ત્યારે દીલગીરી પેદા થાય અને રડવું આવે ખરું. પણ તે બધું હદમાંજ રહેવું જોઈએ. તેવે સમે શું કરવું તે સમજવું જોઈએ. ઘણા લોકો દુ:ખથી બાવરા બની જઈ, આંખોમાંથી ચોધાર આંસુ વરસાવી છાતી અને માથું કુટે છે તથા ભોંય ઉપર પછાડી ખાય છે. શું આથી તમારો શોક દૂર થાય છે ? એમ કરવાથી તો તમારું શરીરબળ ઓછું થાય છે, મન નબળું થઈ જાય છે અને બુદ્ધિ ઘટી જાય છે. અલબત એતો ખરૂં છે કે મરણ સમાન બીજી કોઈ આપત્તિ નથી. ધન ગુમાવ્યું હોય તે મહેનતથી પણ પાછું મેળવી શકાય છે. ગયેલી વિદ્યા પણ ફરીથી પ્રયાસ કર્યો પ્રાપ્ત થાય છે. રોગ વિગેરેની આપત્તિ ઓસડથી દૂર થઈ શકે છે. પરંતુ મનુષ્ય રૂપી રત્નની હાનિથી થતી વિપત્તિ મોટામાં મોટી છે. એક માણસની સાધારણ ચીજ જાય અથવા તેનો નાશ થાય તો તેના મનમાં ખેદ થયા વિના રહેતો નથી તો પોતાના ઘરના લાંબા સમયના અને ઘાડા સ્નેહવાળા વહાલામાં વહાલાં સગાના મરણથી ખેદ થયા વિના રહેજ કેમ ! પોતાના સ્નેહીનું મરણ, વખતે હૃદય ઉપર એવી તો શોકની છાપ બેસારી દે છે કે તેનું હૃદય ભેગી નાખે છે પણ એની અસર જ્ઞાની પુરૂષ ઉપર થતી નથી.
मंदाक्रांता घृष्टं घृष्टं पुनरपि पुनश्चंदनं चारुगंधं छिन्नं छिन्नं पुनरपि पुनः स्वादु चैवेक्षुकांडं । दग्धं दग्धं पुनरपि पुनः कांचनं कांतवर्ण न प्राणान्ते प्रकृतिविकृतिर्जायते चोत्तमानाम् ।।
102
- ૨ડવા કુટવાની હાનિકારક ચાલ વિષે નિબંધ - અર્થ : વારંવાર ઘસ્યા કરો તો પણ ચંદન સુગંધીજ રહે છે, ફરી ફરીને શેરડીને કાપો તો પણ તે સ્વાદિષ્ટજ રહે છે, વારંવાર સોનાને તપાવો તો પણ તેનો રંગ શોભાયમાનજ રહે છે તેમ ઉત્તમ પુરુષોની પ્રકૃતિમાં પ્રાણાંતે પણ ફેરફાર થતો નથી.
હરેક પ્રકારના દુઃખને તેઓ સહન કરે છે. એવે સમયે ધીરજ રાખવી એજ એનું મુખ્ય ઓસડ છે.- જન્મ તેનો નાશ છે એ તો તમે જાણો છો તો મરણ સમયે તમે ઘેલા બની જાઓ છો એ મૂર્ખતાનું ચિન્હ છે.
नष्टं मृतमतिक्रांतं नानुशोचंति पंडिताः ।
पंडितानां च मूर्खाणां विशेषोऽयं यतःस्मृतः ।। અર્થ : જે વસ્તુનો નાશ થયો, જે મનુષ્ય મરણ પામ્યું અને જે વાત થઈ ગઈ તેનો શોક પંડીત જન કરતા નથી. પંડીતમાં ને મુરખમાં એટલોજ ભેદ,
नाप्राप्यमक्षिवांछंति नष्टं नेच्छंति शोचितुं ।
आपत्स्वपि न मुह्यति नरा: पंडितबुद्धयः ।। અર્થ : પંડીત પુરૂષો નહીં મેળવી શકાય એવી વસ્તુની ઇચ્છા કરતા નથી. નાશ પામેલી વસ્તુ માટે શોક કરતા નથી અને આપત્તિમાં મોહને આધીન થતા નથી કારણકે તેઓ સારી રીતે સમજે છે કે જેનો જન્મ તેને મરણ છેજ , નામ તેનો નાશ છેજ, જેનો જેટલો સંબંધ. મોટા રાજાઓ મહર્ષિઓ અને રૂદ્ધિવંતો ચાલ્યા ગયા તો આપણે તે કઈ બિસાતમાં. તેઓ સારી રીતે જાણે છે કે The virtue of Adversity is fortitude - વિપત્તિનો સગુણ ધીરજ છે અર્થાત્ ધીરજ એજ , વિપત્તિનું મુખ્ય ઓસડ છે. શોકને લીધે દીન થવાથી અને ધીરજ છોડી દેવાથી પોતાની બુદ્ધિની, પોતાની ધીરજની અને પોતાના જ્ઞાનની નિંદા થાય છે. પંડિત પુરૂષો એવે વખતે ધૈર્ય, ઉત્સાહ અને શૌર્યનો ત્યાગ કરતાં જ નથી. તેઓ શોક રૂપી વિકાળ સૈન્યની સામે ધીરજરૂપી તોપના મારાથી ફતેહ મેળવે છે, તેમાંજ ધીર પુરૂષોનું ધૈર્ય જણાઈ આવેછે, તેજ વખતે તેમની કસોટી નીકળે છે. કહ્યું છે કે
आपत्सेव हि महतां शक्तिरभिव्यज्यते न संपत्स् । अगुरोस्तथा न गंधः प्रागस्ति यथाग्नि पतितस्य ।।
103
–
Page #54
--------------------------------------------------------------------------
________________
૨ ભારતીય સંસ્કૃતિનો આત્મા " અર્થ : મહાન પુરૂષોની સંપત્તિમાં નહીં પણ વિપત્તિમાંજ શક્તિની પરીક્ષા થાય છે. જેમ કે, અગરબતીની સુગંધી, અગ્નિમાં નાખ્યા પહેલાં જણાતી નથી.
અને ખરૂં કહીયે તો આવી ઘાતકી ચાલ સજ્જનો કોઈ દીવસ અંગીકાર કરેજ નહીં, પ્રાણાંતે પણ વિરૂદ્ધાચરણ તેમનાથી થાયજ નહીં, કારણ કે
विपदि धैर्यमथाभ्युदये क्षमा सदसि वाक्पटुता युधि विक्रमः । यशसि चाभिरुचिर्व्यसनं श्रुतौ
प्रकृतिसिद्धमिदं हि महात्मनाम् ।। અર્થ : વિપત્તિમાં વૈર્ય, ચડતીમાં ક્ષમા, સભામાં વાણીની પ્રવીણતા, યુદ્ધમાં પરાક્રમ, કીર્તિની ઈચ્છા, અભ્યાસનું વ્યસન એ મહાન પુરૂષોની સ્વભાવિક વસ્તુઓ છે.
પણ આપણામાં તેથી ઉલટું છે. “રડતાં હતાં અને પીયરીયાં મળ્યાં” એક તો અજ્ઞાનપણું અને તેમાં આવો કઢંગો રીવાજ આવી મળ્યો. વધારે મંદવાડ થયો કે ઘરમાં ૨ડાકુટ શરૂ થઈ. ચાકરી કરવી તો દૂર રહી પણ પોકે પોક મુકી માંદા માણસને ગભરાવી મુકી તેનો જલદીથી અંત આણવો એજ આપણી ખુબી ! મનુષ્ય મરણ પામ્યું કે ધાંધલ મચાવી દેતા પુરૂષો શરમાતા પણ નથી તેમજ સ્ત્રીઓને ઘરના આંગણામાં, શેરીમાં કે જાહેર રસ્તામાં ગોળ કુંડાળું કરી ધબડ ધબડ છાજીયા લેતાં કે અમર્યાદિત રીતે કુટતાં જરા પણ લાજ આવતી નથી. વાતમાં કોઈ મરી ગયું કે કેટલાક બૈરાને તો કુટવાની હોંશ પુરી પાડવાની તક મળી. ધિક્કાર છે એવી નીચ સ્ત્રીઓને ! આ દુષ્ટ રીવાજે લોકોની લાગણીઓ કેવી બદલી નાખી છે. મુવું તે તો છુટયું તેને કંઈ જોવું કે રોવું નથી. પણ પાછળ રહેલાં સગાઓ મિથ્યા શોક કરી પોતાને દુ:ખી કરે છે. પોતાના શરીરને રીબાવે એ કેટલી મુર્ખાઈ ? પોતાનું વહાલું મરી જાય તો શોક થાય તે ખરી વાત છે પણ શું તે શોક બીજાઓને બતાવવાનો ? તમારી અંતરની લાગણી બાહ્યવૃત્તિથી બીજાને બતાવો તો ખરી કહેવાય ?
શાસ્ત્રો પણ કહે છે કે શોક રૂદનથી કર્મ બંધનજ થાય છે. શ્રીમદ્ યશોવિજયજી ઉપાધ્યાય તેમના અધ્યાત્મસાર ગ્રંથમાં કહે છે કે
રડવા કુટવાની હાનિકારક ચાલ વિષે નિબંધ - क्रंदनं रुदनं प्रोच्चैः शोचनं परिदेवनं ।
ताडनं लुंचनं चेति लिंगान्यस्य विदुर्बुधाः ।। અર્થ : આકંદન ઉંચે સ્વરે રડવું, શોક કરવો, નામ દઈને રડવું, મારવું, માથાના વાળ તોડવા વિગેરેને પંડિતો આર્તધ્યાનના લક્ષણ કહે છે. શ્રી નેમિચંદ્ર રચિત પષ્ટિ શતકમાં કહ્યું છે કે
तिहुअणजणं मरंतं दद्रूणनिअंतिजेनअप्पाणं ।
विरमंति न पावाओ धिद्धि द्धिट्टत्तणं ताणं ।। અર્થ : ત્રિભુવનના જનોને મરણ વશ થતા જોઈને પ્રમાદથી અભિનિવેશથી પોતાના થનાર મરણને નથી જોતા અને પાપથી નથી વિરમતા તેવાઓની ધૃષ્ટતાને ધિક્કાર હો. કારણ કે
नरेंद्रचंद्रेदुदिवाकरेषु तिर्यग्मनुष्यामरनायकेषु ।
मुनींद्रविद्याधरकिन्नरेपु स्वच्छंदलीलाचरितोहि मृत्युः ।। અર્થ : નરેંદ્ર, ચંદ્ર, સૂર્ય, તિર્યંચ, મનુષ્ય, દેવતા, ઇંદ્ર, મુનીન્દ્ર, વિધાધર અને કિન્નરોમાં મરણ એ તો પોતાની મરજી મુજબ લીલાથી વર્તે છે. વળી એ જ ષષ્ટિ શતકમાં કહ્યું છે કે
सोएण कदिऊणं कुटुंऊणे सिरं च उअरं च
अप्पं खिवंति नरए तं पिहु धिद्धि कुनहतं । અર્થ : પોતાના પ્રિયના વિયોગથી ઉત્પન્ન થયેલા શોકને લીધે વિલાપ કરી અને માથું, છાતી તથા પેટ કુટી પોતાના આત્માને નરક આદિ કુગતિમાં નાખે છે માટે એવા દુગતિમાં લઈ જનાર કુસ્નેહને ધિક્કાર ધિક્કાર ! કારણ કે
शोचंति स्वजनानंतं नीयमानान् स्वकर्मभिः ।
नेष्यमाणं तु शोचंति नात्मानं मूढबुद्धयः ।। અર્થ : મૂઢ બુદ્ધિવાળા મનુષ્યો પોતાના સગા વહાલાઓ જેઓ સ્વકર્મે મૃત્યુ પામે છે તેનો શોક કરે છે. પણ પોતેજ એક દીવસે ખેંચાઈ જશે તેનો શોક કરતી નથી. વળી આગળ ષષ્ટિ શતકમાં કહ્યું છે કે
- 105
14
Page #55
--------------------------------------------------------------------------
________________
- ભારતીય સંસ્કૃતિનો આત્મા છે एगंपिअ मरणदुहं अन्नं अप्पावि ख्रिष्पए नरए ।
एगं च मालपडणं अन्नं लगुडेण सिरिघाओ ।। અર્થ : એક તો પ્રિય સ્વજનના મરણનું દુઃખ અને બીજું વળી તેના માટે રડી કુટી આત્માને નરકાદિ દુર્ગતિમાં નાખવો. એ તે કેવો ન્યાય કે એક તો માળ ઉપરથી પડવું અને વળી તેના ઉપર લાકડીનો માર ! અર્થાત જેમ કોઈ માળ ઉપરથી પડી જાય અને હાથ પગ ભાંગે અને વળી તેની સાથે તેના ઉપર લાકડીનો માર પડે તે કેવું દુ:ખ ભોગવે ! તેમજ મૂર્ખ લોકો પણ પોતાના સગા વહાલાના મરણથી દુ:ખ પામવાની સાથે રડવા કુટવાથી પોતાના આત્માને નરકાદિ દુર્ગતિમાં નાખે છે.
આવા ખુલ્લા શબ્દોથી શાસ્ત્રોમાં પણ ૨ડવા કુટવાનો નિષેધ કર્યો છે તે છતાં એવી ચાલ શા માટે તમે જારી રાખો છો ! આવો ઘાતકી રીવાજ ચાલુ રાખવાથી તમે તમારું માન ગુમાવ્યું છે, બીજા લોકોમાં હાથે કરી હાંસી કરાવી છે, સમજુ અને અણસમજુ , ડાહ્યા અને મુર્ખ, ભણેલા અને અભણ સર્વ જનોએ આ ઘાતકી, જુલમી નિર્લજ અને દુઃખદ રૂઢીને તાબે થઈ પોતાના સર્વ પ્રકારના સુખમાં મોટો ભડકો સળગાવી મુક્યો છે. સુશીલ જૈન સાધુઓ ! તમે સારી વિદ્યા સંપાદન કરી ખરૂં શું છે અને ખોટું શું છે એ સમજવા લાગ્યા છો. રડવા કુટવાની નિર્લજ ચાલ રૂપી બેડી તમારા ઉપર ઠોકાયાથી તમારું દીલ બળતું હશે, તમારામાં સ્વજાતિનું ભલું કરવાની ઇચ્છા હોવી જ જોઈએ. તમારી તમારા પવિત્ર શાસ્ત્ર ઊપર તો પુરેપુરી શ્રદ્ધા છે જ . ટોટો મુકી દઈ નફોજ મેળવવો એ તો તમારો ખાસ ગુણ છે તો વહેમી અને અજ્ઞાની લોકોની હાંસીને પાત્ર થઈને પણ આવી હલકી, અજ્ઞાનસૂચક, નફ્ફટ અને નિરાલાજરી ચાલનો નાશ કરી તમારા જાતિભાઈઓને સુખી નહીં કરો ? કરશો જ .
રડવા કુટવાનો રીવાજ હાનિ કરતા શરમાવે એવો અને ધિક્કારને પાત્ર છે. દરેક ડાહ્યા માણસની ફરજ છે કે પોતાના ઘરમાંથી, પોતાની જ્ઞાતિમાંથી અને છેવટે પોતાના દેશમાંથી આ નફટ ચાલનું જડમૂળથી નિકંદન કરવું જોઈએ.
તમે વિચાર કરો કે એ ચાલ મુકી દીધાથી તમને કોઈ પણ જાતનો
- ૨ડવા કુટવાની હાનિકારક ચાલ વિષે નિબંધગેરફાયદો થાય એમ છે ? બીલકુલ નહીં. ઉલટા અનેક જાતના લાભ થશે. બીજા લોકોમાં તમારી આબરૂ વધશે, તમારે માટે સારો મત બંધાશે, તમારા ધર્મનું મૂળ દયાજ છે એવું અન્ય દર્શનીયો બરાબર જાણશે, સાંસારિક સુધારો કરવામાં અગ્રેસર થયાથી તમે નામાંકિત થશો.
કદાચ તમે પુછશો કે સગા વહાલાના મરણ વખતે રડવું કુટવું નહીં તો બીજું શું કરવું ? તેના જવાબમાં – મરણ સમયે એવું ઘેલાપણું નહીં બતાવતાં પ્રભુનું સ્મરણ કરવું. મરણ પછી પણ સગા વહાલાઓ તમારે ઘેર આવી કુટવા લાગે તો તેમને તેમ કરતા અટકાવી નોકરવાળી (માળા) આપી કહેવું કે પ્રભુનું નામ લઈ અવતાર સફળ કરો. વડોદરામાં એક સારા ઘરમાં મરણ થયું હતું ત્યારે તેને ઘેર ૨ડવા ફૂટવા આવનારી સ્ત્રીઓને તેજ પ્રમાણે નોકરવાળી આપવામાં આવી હતી. ખરેખર ! એજ પ્રમાણે દરેક ઠેકાણે રિવાજ દાખલ કરવો જોઈએ, તેથી દરેક જ્ઞાતિના મુખ્ય શેઠીયાઓને મારી નમ્રતાપૂર્વક એવી અરજ છે કે તેમણે પોતાની નાત એકઠી કરી સર્વાનુમતે આ ચાલમાં ઘણો સુધારો કરી તેમની જ્ઞાતિ ઉપરનું ભુંડું કલંક ભૂંસી નાખવું જોઈએ. અને તે પ્રમાણે કરવાની દરેક નાતના શેઠીયાની ફરજ છે.
કદાચ કોઈ કહેશે કે ઘણા કાલ થયા પેઠેલી આ ચાલનું નિકંદન કરવાની ખટપટમાં કોણ પડે અને લોકોનો અપજ શ કોણ માથે લે ? ભાઈઓ ! ૨ડવા કુટવાની ચાલથી આટલા બધા નુકશાન ખમીએ છીએ એ જાણ્યાં છતાં અને સારો માર્ગ મહો આગળ છતાં તે રસ્તે ચાલવાની હોશ ન કરવી અને કુમાર્ગે ચાલવા હઠ રાખવો એ એક પાપ છે, એ સ્વાભાવિક નિયમથી ઊલટું છે. મનુષ્યનું લક્ષણ એ છે કે કોઈપણ કારણથી ખરાબ રૂઢી પેસી ગઈ હોય તો સારા વખતમાં માલમ પડ્યાથી તેને દૂર કરવી જોઈએ. એમાં કાંઈ તમને પૈસા બેસવાના નથી. ફક્ત જીભ હલાવવાની છે.
આવી નુકશાનકારક અને ચીતરી ચઢાવે એવી ઘાતકી ચાલ તમારી મેળેજ બંધ કરવી એ વધારે સારું છે. દયાલુ બ્રીટીશ સરકારે રજપુતસ્થાનમાં બાળહત્યાનો અટકાવ કર્યો, સતી થવાની ચાલ બંધ કરી વિગેરે હીંદુઓના રીવાજ માં ઘણો સુધારો કર્યો છે તેમ જાહેર રસ્તામાં કમકમાટ ઊપજે તેવી રીતે
107
106
Page #56
--------------------------------------------------------------------------
________________
૨ ભારતીય સંસ્કૃતિનો આત્મા " શરીર ઉપર ઘાતકીપણું ગુજારવાની સરકાર મના કરી શકે છે. પરંતુ દરેક સાંસારિક સુધારા પોતાની મેળે જ દાખલ થાય એમાંજ વધારે માન અને શોભા છે.
એથી તમારી ઠેકાણે ઠેકાણે પ્રશંસા થશે, તમારી વંશ પરંપરા તમને આશિર્વાદ દેશે અને તમારો આત્મા આવા પુણ્યના કામો કરી સદ્ગતિ ભોગવશે ! તથાસ્તુ !
मरण पाछल जमणवार મરણ પાછળ ૨ડવા કુટવાની સાથે નાતવરાનો ઘણો નિકટનો સંબંધ છે તેથી મરણ પાછળ નાતવરા કરવાના રીવાજ વિશે બે બોલ બોલાય તો અનુચિત નથી.
જગતનો સ્વાભાવિક નિયમ છે કે દરેક માણસ આનંદ, યશ અને સમાગમની આકાંક્ષા રાખે છે. તેના દરેક કામમાં, તેના દરેક સંબંધમાં અને તેના દરેક તરંગમાં દરેક મનુષ્યની એવી જ ઇચ્છા રહેશે કે મને ફલાણું કામ કર્યાથી આનંદ મળે છે તો તે કામ કરવું, ફલાણું કામ કરવાથી યશ મળે છે તો બીજા કામની દરકાર નહીં રાખતા તે કામ કરવું અને છેવટે પ્રતિષ્ઠિત માણસો સાથે સમાગમ થવાથી એ મને શોભા આપનારૂં છે તો તેમની સાથે સમાગમ કરવો.
આટલા હેતુઓથી જ જમવા જમાડવાનો સંપ્રદાય ચાલુ થયો હોય એમ જણાય છે, અને એ સંપ્રદાય સંસાર વ્યવહારમાં આનંદ આપનારો છે એમ તો સર્વે કબુલ કરશે, પરંતુ આટલું પણ ધ્યાનમાં આવશે કે જમવું જ માડવું એ હર્ષની નિશાની છે, શોકની નહીં. નાતો જમાડવી એ લગ્ન અથવા એના જેવા બીજા પ્રસંગે આનંદ આપનારો થઈ પડે છે પરંતુ મરણ પ્રસંગે જે વખતે વહાલા સગાનાં અકાળ મૃત્યુથી તમારા હૃદયમાં, કારી ઘા પડેલો હોય અને જે ઘાથી તમે રીબાતા હો તે વખતે સગા વહાલાઓને અને નાતના લોકોને મિષ્ટાન્ન જમાડવા એ કયા પ્રકારના આનંદનું કારણ છે એ સમજી શકાતું નથી.
મરણ એ કાંઈ નાની સુની વાત નથી. માણસ મરી ગયું અને લાકડાનો કડકો ભાંગી ગયો એ કાંઈ સરખું નથી. છતાંપિ મરણ પાછળ જમણવાર એટલા તો જરૂરના થઈ પડ્યા છે કે બીજા શુભ પ્રસંગો ન સચવાય તેની હરકત
જે રડવા કુટવાની હાનિકારક ચાલ વિષે નિબંધ નહીં પણ દાડો (મરણ પાછળ જમણવાર) કરવો જ જોઈએ. મરનારના કુટુંબને મનુષ્ય રત્નની હાનિ થઈ છે એ તો જાણે બસ નથી, તેના જાનનો પણ તેણે ભોગ આપવો જ જોઈએ. ખરચવાની શક્તિ ન હોય. ભવિષ્યમાં ભરણ પોષણના પણ સાંસા હોય તો પણ મરનારને દાડો તો કરવો જ જોઈએ એ ક્યાંનું શાણપણું ! “સ્ત્રીની અઘરણી અને મા બાપનો દહાડો એ કાંઈ ફરી ફરીને આવતા નથી ” એવી કહેવત છે. તેથી એવો પ્રસંગ આવે ઘર બાર અને ઘરેણા ગાંઠાં વેચીને પણ નાતો જમાડવા લોકો તૈયાર થાય છેજ.
દાડા માટે નાતવરા કરવા એ એક નાતનો ધારોજ થઈ પડ્યો હોયની ! સરકારના કરમાંથી સરકારને અરજ કરીને પણ છુટી શકાય પરંતુ આ રીવાજે તો એટલું ઉંડું મુળ નાખ્યું છે કે તેમાંથી છૂટી શકાતું નથી. ધિક્કાર છે એવા રીવાજને ! અને સહસ વાર ધિક્કાર છે એવા રીવાજને વળગી રહેનારને ! શક્તિ હોય કે ન હોય તો પણ નાતીલાઓને જમાડવાજ પડે એ શું ઓછું દુ:ખદાયક છે ? ધણીના મરણ પછી રાંડી રાંડ પાસે તેના ઘરેણા પણ વેચીને દહાડો કરાવવો એ શું જુલમ નથી ? મરનારના કુટુંબીની આંખોમાંથી ચોધાર આંસુ ચાલ્યા જતા હોય અને મોટું પણ ઉંચું કરી શકતા ન હોય તે વખતે નાતીલાઓ મિષ્ટાન્ન ઉડાવે એ તેમને ઓછું શરમાવનારૂં છે ? અને જે ઠેકાણે લોકો શોકમાં નિમગ્ન થયા હોય તે ઠેકાણે નાતીલાઓ હર્ષના ચિન્હ ધારણ કરે એ શું તેમને ઓછું નામોશી ભરેલું છે ? પણ કેટલાક લોકો કહેશે કે ‘અમે ક્યાં કહેવા જઈયે છીયે કે તમે દાડો કરો, દાડો નથી કરતા તેને કાંઈ નાત સજા કરતી નથી તેમજ દાડો કરવાની કોઈને ફરજ પણ પાડતા નથી.' ખરૂં છે કે નાતવરા કરતા નથી તેને માટે નાત શિક્ષા કરતી નથી પરંતુ નાતનો સમુદાય નાતના સદ્ગહસ્થોનો બનેલો છે, અને જ્યારે ન્યાતના જુદા જુદા લોકો દાડો નહીં કરનારને મેણા મારી જમીનદોસ્ત કરી નાખે છે ત્યારે એના કરતા બીજો વધારે કર્યો જુલમ ? નાતના મેણાને અટકાવવા માટે, શક્તિ નહીં છતાં તણાઈને પણ ગરીબ માણસોને વશ કરવા પડે છે.
તેથી નાતના દરેક માણસની ફરજ છે કે આવા નુકશાન ભરેલા રીવાજને બીલકુલ ઊત્તેજન આપવું નહીં. એટલુંજ નહીં પણ હરેક રીતે એ દુષ્ટ રૂઢિનો પગ સુધાં પોતાના લાગતા વળગતાઓના કુટુંબમાં પેસવા દેવો
108
109
Page #57
--------------------------------------------------------------------------
________________
- ભારતીય સંસ્કૃતિનો આત્મા છે નહીં, પેઠેલો હોય ત્યાંથી દૂર કરવો અને એ રીતે ગરીબ માણસો ઉપર પડતા બોજાથી તેમને મુક્ત કરવા.
મરણ પાછળ નાતવાનો રીવાજ દૂર કરવો એ ખરેખરું જોતા ગરીબ લોકોનું કામ નથી. નાતના આગેવાનું શેઠીયાઓએ ભેગા થઈને ઠરાવ કરવો જોઈએ. કે કોઈને ઘેર મરણ થાય તો તેની પાછળ જમણવાર બીલકુલ કરવો નહીં. અને તેની પહેલ પૈસાદારને ત્યાંથી નીકળવી જોઈએ. ઘણી વાર એવું બને છે કે નાતના બાંધેલા ધારાનું કોઈ ઉલ્લંઘન કરે તો તેને સજા પણ થતી નથી પરંતુ આવી બાબતમાં શેઠીઆઓએ ધ્યાન રાખવું જોઈએ કે જેથી ધારો તોડનાર તવંગર હોય કે ગરીબ હોય પણ તેને ઘટતે શાસને પહોંચાડી આ દુષ્ટ રીવાજનો પ્રસાર થતો અટકાવવો.
નાતવરામાં જમીને લહાવો (!) લેનારા લોકો કદાચ આ રીવાજ બંધ પડવાથી બેચેન થશે. પરંતુ તે કરવાનું કાંઈ કારણ નથી. જ્યારે તેઓ ઘણી વાર નાતોમાં જમીને કલેજા ઠંડા કરશે તો એક યા વધારે વાર તેમને પોતાને ઘેર પણ મરણનો પ્રસંગ આવે. નાત જમાડવી પડશે ત્યારે માલમ પડશે કે નાતો જમાડતાં તો આંખો ઓડે આવે છે. તેવા લોકોએ સમજવું જોઈએ કે ગરીબ લોકો ઘેર ઘીનો છાંટો પણ ન દેખે, ખાવા પીવાના સાધન આજે હોય તો કાલે વલખા મારવા પડે અને રાત દીવસ મહેનત કરી બે પૈસા કમાઈ જેમ તેમ કુટુંબનું ગુજરાન ચલાવતા હોય તેઓના ઘરમાં મરણ થવાથી નાતો જમાડવાની રૂઢિરૂપ બેડી પગમાં જડવાથી જે દુઃખ સહન કરવું પડે છે તે તો એક પરમેશ્વરજ જાણે !
તેથી નાતના આગેવાન શેઠીયાઓને નમ્રતા પૂર્વક મારી અરજ છે કે જો તેઓ પોતાની નાતને નકામા પૈસા ઊડાવવામાંથી બચાવવા માગતા હોય, જો તેમને તેમનામાંનાં ગરીબ વર્ગને માટે જરા પણ દયાની લાગણી હોય, જો તેમનામાં સાધારણ મનુષ્ય તરીકે સમાન્ય પણ લાગણી હોય તો મરણ પાછળ નાતવરા - શોકના સમયમાં હર્ષનું પ્રદર્શન – તરતજ અટકાવવા ઉપાય લેવા જોઈએ. એથી કરી, તેમને હજારો ગરીબ સંસાર નિભાવી લેનાર નાતીલાઓની આશિષ મળશે ! તથાસ્તુ !
સયા એકત્રીશા રૂદન નિષેધક નિબંધ આ જે, વાંચો મારા આર્યજનો, અતિશય શોક રૂદનને કુટન, બંધ કરીને શાંત બનો; અમૂલ્ય ચિતામણી સમ નરભવ, પામીને નહીં વ્યર્થ ગામ. જ્ઞાનાભ્યાસ વધારો યાર શાંત વૃત્તિમાં ખુબ રમો : ૧ અગાઉ ચડતી હતી હીંદમાં જૈનધર્મની કેવી વાહ ! હાલ પઠતિ કેવી દેખાય કેળવણી વીના ખળ્યો પ્રવાહ; બાલ બાલિકા કેળવણી પર ધરો તમે સહુ અતિશય યાર, પુનરૂદ્ધાર કરો મળી સંપે તેથી થાશે લાભ અપાર. સુધરેલા આ બ્રિટિશ રાજ્યમાં વિદ્યા દેવી સહુને સાહ્ય, અકુળવંતને પણ વિદ્યાથી મોટી પદવી મળે સદાય; એ માટે ચડતી સૌ ઇચ્છો ઉરમાં ધરી વિદ્યા પર પ્રેમ, ઉન્નતિનો સૂર્યોદય થાશે કરી નિકંદન સઘળા વે’મ. ૩ મિત્રો ! નીતિની રીતીમાં ધરજો પ્રીતિ પ્રેમ થકી, ફોકટ ફેંદી ફેલ ફિતુર કરી ધનમદથી નહીં જાઓ છકી; સત્ય પ્રીતી ધરજો નીચે વિવેકથી વરતીજ તમામ, ફીશીઆરી સહુ દૂર કરીને વાપરજો વિઘામાં દામ. ૪ છોડો સઘળો હઠ દુઃખદાયક બનો એક સંપ સહુ બેશ, મચો મમતથી સદા સુકામે પહોંચાડો પડતીને પેશ; સદા ચાલવું સમય તપાસી, એ રીતી સુખકારક સાર, અનુકુળ આપણને ખાસી, શામાટે નહીં લેવો પાર ? " નહિ નહિ આવો સમય આવશે ખરે કહું છું ફરી ફરી, ઊઠો ઉમંગે છે મમ મિત્રો ! આળસ છાંડો વૈર્ય ધરી; જે રીતી દુ:ખદાયક દીસે દૂર કરો ધરીને જુસ્સો, યત્ન તણું છે રે શુભ છેવટ બહાદુર બની સૌ ધસો ધસો. ૬
lio
iii
Page #58
--------------------------------------------------------------------------
________________
ભારતીય સંસ્કૃતિનો આત્મા
પરિશિષ્ટ : ૧ વીરચંદ રાઘવજી ગાંધી
જીવનરેખા
જન્મ
निबंधसमाप्तिः जीयादीरजिनेश्वरोऽसुखहरः कल्याणकंदांबुदः मिथ्यात्वप्रतिघातनैकतरणि सम्यक्त्वरत्नप्रदः । यद्दाचो विलसं तिभारतमहीमध्येऽस्खलत्योनघा: सर्वत्र प्रवरप्रभावकलिता: पीयूषतोप्युत्तमाः ।।
પિતા માતા ઈ. સ. ૧૮૭૨-૭૩
૧૮૩૯ ૧૮૮૦
अनुष्टुप् वृत्तम् श्रीयशोविजयं नौमि वाचकेन्द्रशिरोमणिं । पुराजातमिदानीं च मया गुरुतया श्रितं ।।
૧૮૮૦
૧૮૮૪
श्रीमद्यशोविजयस्तुतिः जयंतु बाचकेंद्रस्य गिरः पीयूषदूषका: यथा जयंति वीरस्य जिनेशस्य गिरौनघाः । को जैनमर्मवित्पूर्णः कोऽध्यात्मज्ञानिवृत्तम् प्रश्नद्वये श्रुते विज़ा वदतां वरवाचकं ।।
: તા. ૨૫મી ઑગસ્ટ, ૧૮૬૪ શ્રાવણ વદ ૮, વિ. સં.
૧૯૨૦ : શ્રી રાઘવજી તેજપાળ ગાંધી : શ્રી માનબાઈ રાઘવજી ગાંધી : મહુવાના હેડમાસ્તર અને ઇન્સ્પેક્ટરની ભલામણથી
હાઇસ્કૂલના અભ્યાસ માટે સહકુટુંબ ભાવનગર. : લગ્નગ્રંથિથી જોડાયા. : મૅટ્રિક્યુલેશનની પરીક્ષા ભાવનગરની આફ્લેડ
હાઇસ્કૂલમાંથી પસાર. ગોહિલવાડ જિલ્લામાં પ્રથમ - સર જશવંતસિંહજી સ્કોલરશિપ મેળવી. ઉચ્ચ અભ્યાસ માટે સહકુટુંબ મુંબઈ આવ્યા. એલ્ફિન્સ્ટન કોલેજમાં પ્રવેશ. મુંબઈ યુનિવર્સિટીની બી.એ. (ઓનર્સ)ની પદવી. જૈન સમાજ માંથી પ્રથમ સ્નાતક. શ્રી જૈન એસોસિએશન ઓફ ઇન્ડિયાના મંત્રી તરીકે સર્વાનુમતે વરણી. જાહેર જીવનના શ્રીગણેશ. શત્રુંજય કેસ સંબંધમાં જુબાનીઓ લઈ એમણે મુંબઈ, અમદાવાદ, પૂના વગેરે સ્થળોએ અરજી કરી ગવર્નર સાહેબને મળી ઇન્કવાયરીનો હુકમ મેળવ્યો. મેસર્સ લિટલ, સ્મિથ, ફ્રેઅર ઍન્ડ નિકોલસન, સરકારી
સોલિસિટર્સની પેઢીમાં આર્ટિકલ્ડ ક્લાર્ક તરીકે જોડાયા. : શત્રુંજય પર યાત્રાએ જનારને આપવો પડતો મૂંડકાવેરો
બંધ થયો. એ કેસમાં કર્નલ વોટ્સન અને મુંબઈના ગવર્નર લૉર્ડ રને મળી, સમજાવી ચુકાદો તરફેણમાં
આણ્યો. : ‘રડવા કુટવાની હાનિકારક ચાલ વિષે નિબંધ'નું પ્રકાશન
- li3
૧૮૮૪
૧૮૮૫
૧૮૮૫-૮૬
૧૮૮૬, એપ્રિલ
૧૮૮૬
ii2
Page #59
--------------------------------------------------------------------------
________________
૧૮૯૪, જૂન
૧૮૯૫
૧૮૯૫, સપ્ટેમ્બર
૧૮૯૫
૧૮૯૬, ઑગસ્ટ
૨ ભારતીય સંસ્કૃતિનો આત્મા " ૧૮૮૬, ડિસેમ્બર : શત્રુંજય તીર્થ પર લૉર્ડ રેને માનપત્ર આપવામાં આવ્યું.
માનપત્રનું વાચન વીરચંદ ગાંધીએ કર્યું. ૧૮૮૬-૮૭ : મક્ષીજી તીર્થ સંબંધી ઝઘડાનો નિકાલ તથા કાવી તીર્થના
વિવાદનો સુખદ ઉકેલ લાવ્યા. ૧૮૮૯
: દસમા સૈકામાં થયેલા શ્રી શુભચંદ્રાચાર્ય વિરચિત
‘જ્ઞાનાર્ણવ’ ગ્રંથનાં ધ્યાન વિશેનાં પ્રકરણોનો અનુવાદ ૧૮૯૦
પિતાશ્રી રાઘવજીભાઈના સ્વર્ગવાસ. પિતાની આજ્ઞા મારી પાછળ રડવું નહીં, ભોંયે ઉતારવો નહીં. સ્મશાનમાં અળગણ પાણીએ નાહવું નહીં. મરણ ખર્ચ
કરવો નહીં.’ વગેરેનો અમલ કર્યો. ૧૮૯૧
બેડમ સાહેબે સમેતશિખર પર ચરબીના કારખાના સંબંધમાં આપેલા જવાબ પછી હાઇકોર્ટમાં અપીલ થઈ ત્યારે કલકત્તા ગયા. બંગાળી ભાષા શીખ્યા અને એતિહાસિક દસ્તાવેજો રજૂ કરી ‘આ તીર્થ જૈનોનું છે?
એવો ચુકાદો મેળવ્યો. ૧૮૯૩, જૂન
: પૂ. આત્મારામજી મહારાજ ચિકા વિશ્વધર્મ પરિષદમાં
જઈ શકે એમ ન હોવાથી મુંબઈના જૈન સંઘે શ્રી વીરચંદ ગાંધીને મોકલવા સર્વાનુમતે ઠરાવ કર્યો, સાથે
એક માણસ મદદ માટે આપવાનું પણ ઠરાવ્યું. ૧૮૯૩, ઑગસ્ટ : સ્ટીમર ‘આસામ’ મારફત અમેરિકા તરફ પ્રયાણ. ૧૮૯૩, સપ્ટેમ્બર : ચિકાગો વિશ્વધર્મ પરિષદમાં જૈન ધર્મની રજૂઆત
અને ૧૮૯૪, ૨૫ સપ્ટેમ્બર : રોજ હિંદુ ધર્મ પરના પ્રહારનો સૌજન્યપૂર્ણ પ્રત્યુત્તર. ૧૮૯૩-૯૫
: (૧) અમેરિકાનાં જુદાં જુદાં શહેરોમાં જૈન ધર્મ વિશે
પ્રવચનો, ‘સ્કૂલ ઑફ ઓરિએન્ટલ ફિલૉસોફી”ની સ્થાપના દ્વારા હિંદુ, બૌદ્ધ, જૈન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ વિશે વ્યાખ્યાનો. (૨) ચિકાગોમાં “An Unknown Life of Jesus Christ'નું પ્રકાશન.
114
પરિશિષ્ટ : ૧ - (૩) લંડન આવ્યા. લૉર્ડ રેના પ્રમુખસ્થાને યોજેલ સભામાં ભારતીય તત્ત્વજ્ઞાન વિશે વ્યાખ્યાન.
અનનોન લાઇફ ઓફ જિસસ ક્રાઇસ્ટ' નામના નિકોલસ નોટોવિચના પુસ્તકનો ફ્રેન્ચમાંથી અંગ્રેજીમાં
અનુવાદ. : સ્વદેશાગમન. આર્યસમાજ, બુદ્ધિવર્ધક સભા વગેરે
સંસ્થાઓના ઉપક્રમે પ્રવચનો આપ્યાં. ‘હેમચંદ્રાચાર્ય
વર્ગ ની સ્થાપના. : અજમેરમાં ભરાયેલા ‘ધર્મ મહોત્સવમાં જૈન ધર્મના
પ્રતિનિધિ. : પૂનામાં ભરાયેલી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાં મુંબઈના
પ્રતિનિધિ તરીકે હાજરી આપી. : તા. ૨૮ના રોજ શેઠ પ્રેમચંદ રાયચંદના પ્રમુખસ્થાને
માનપત્ર. અમેરિકાથી નિમંત્રણ મળતાં ધર્મપત્ની સાથે તા. ૨૧ના રોજ ફરી અમેરિકી તરફ પ્રયાણ. ભારતમાં દુકાળ પડ્યાના સમાચાર મળતાં અમેરિકામાં ‘દુષ્કાળ રાહત સમિતિ'ની સ્થાપના. રૂ. ૪૦,000 રોકડા અને અનાજ ભરેલા વહાણની ભારત તરફ રવાનગી. : શત્રુંજય કેસ સંબંધમાં ઇંગ્લેન્ડ ગયા. : અમેરિકામાંથી ભારતમાં પુનરાગમન. : પુત્ર સાથે બ્રિટનના પ્રવાસે. : આંતરરાષ્ટ્રીય વાણિજ્ય પરિષદમાં સમગ્ર એશિયાનું
પ્રતિનિધિત્વ, જસ્ટિસ ગોવિંદ રાનડેના પ્રમુખસ્થાને
શ્રી માંગરોળ જૈન સંગીત મંડળી તરફથી માનપત્ર. : સ્વદેશાગમન. : ૩૭ વર્ષની ઉંમરે દેહવિલય.
૧૮૯૬
૧૮૯૭ ૧૮૯૮, ૧૨ ઑગસ્ટ ૧૮૯૮, ૨૪ ડિસેમ્બર ૧૮૯૯, ૨૩ સપ્ટે.
૧૯૦૧, જુલાઈ ૧૯૦૧, ૭ ઑગસ્ટ
-
lis
—
Page #60
--------------------------------------------------------------------------
________________
- ભારતીય સંસ્કૃતિનો આત્મા -
પરિશિષ્ટ : ૨ શ્રી વીરચંદ રાઘવજી ગાંધીનું
વંશવૃક્ષ
સ્વ. રાઘવજી તેજપાળ (સ્વ. માનબાઈ રાઘવજી)
સ્વ. વીરચંદ રાઘવજી (સ્વ. જીવીબહેન વીરચંદ)
સ્વ. મોહનભાઈ વીરચંદ (સ્વ. સંતોકબહેન મોહનભાઈ)
સ્વ. ધીરજલાલ મોહનભાઈ ગાંધી
(બચુભાઈ) (ગ. સ્વ. ચંપાબહેન ધીરજલાલ)
સ્વ. રસિકલાલ મોહનભાઈ ગાંધી (રસીલાબહેન રસિકભાઈ)
૧. કુંદનબહેન ધીરજલાલ ૨. દિલીપભાઈ ધીરજલાલ ૩. કીર્તિભાઈ ધીરજલાલ ૪. હર્ષાબહેન ધીરજલાલ ૫. ચંદ્રેશભાઈ ધીરજલાલ ૬. રૂપાબહેન ધીરજલાલ
૧. શરદભાઈ રસિકલાલ ૨. નવીનભાઈ રસિકલાલ ૩. જ્યનાબહેન રસિકલાલ ૪. કિરણબહેન રસિકલાલ
વીરચંદ ગાંધી, બાર-એટ-લાં
ii6
—
Page #61
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ : ૩
—
વીરચંદ રાઘવજી ગાંધી
પરિશિષ્ટ : ૩
વીરચંદ ગાંધીની કાવ્યરચનાઓ વીરચંદ ગાંધીને કાવ્યશાસ્ત્રની ઊંડી સૂઝ હતી. એમના જીવનના પ્રારંભકાળમાં શ્રી ભગવાનદાસભાઈ પારેખે વસંતતિલકા છંદમાં ‘લાગે અતિ શર કરા સમ તેહ મીઠી' એવી પંક્તિ પાદપૂર્તિ કરવા માટે વીરચંદભાઈને આપી હતી અને એમણે રચેલી પાદપૂર્તિની આ છ કડીઓ છે. એમના પત્રમાં વિશેષ કડી છે પરંતુ અન્ય ઉકેલી શકાય તેવી નથી.
(૧) જેન સાધુ (મુનિ) આવ્યા મુનિ વન મહીં મહુવા તણા એ, વાણી ઉચ્ચારી બહુ શ્રાવકના હિતાર્થે; જાણે સુધાની સરિતા વહતી જ દીઠી, લાગે અતિ શર કરા સમ તેહ મીઠી !
(૨) ચંદ્રજ્યોત્સના શી શોભતી સુખદ ચંદ્ર તણી જ જ્યોના, જેણે વધારી પ્રિયને મળવાની તૃષ્ણા; જેવી જય પ્રિય સમાગમમાં જ દીઠી, લાગે અતિ શર કરા સમ તેહ મીઠી !
(૩) કોરટમાં હાજર થયેલા ગુનેગાર ઊભો રહ્યો કુપર સાહેબની સમક્ષ, ઉદ્વેગ પામી મુખમાંથી વદાયું રક્ષ; નિર્દોષ છે ઉચ્ચારાતી દીઠી, લાગે અતિ શરકરા સમ તેહ મીઠી !
(૪) તમારા પત્રની પ્રાપ્તિ ૨ મિત્ર પત્રની અહોનિશ વાટ દેખું, વિહગ્નિ શાંતિ અરથે તવ ચિત્ર પ્રેખું;
જ્યારે પ્રભાત સમયે તવ આવી મીઠી, લાગે અતિ શરકરા સમ તેહ મીઠી !
(૫) પ્રભુભક્તિ સંસારમાં દુ:ખદ વસ્તુ ન કો ગણાય, આનંદકંદ પ્રભુભક્તિ કરો સદાયે; શાંતિ થઈ પ્રભુ તણી જવ મૂર્તિ દીઠી, લાગે અતિ શર કરા સમ તેહ મીઠી !
(૬) કવિતા જૂના વિચાર સહ મૌન ન અર્થમુક્તિ, રંજાડતી પ્રિયતમા તવ પ્રેમ ઉક્તિ; માધુર્યયુક્ત કવિતા જવ તારી દીઠી લાગે અતિ શર કરા સમ તેહી મીઠી !
Page #62
--------------------------------------------------------------------------
________________
4.
પરિશિષ્ટ : ૪
વીરચંદ ગાંધીએ રચેલા ગ્રંથો 1. નિબંધ : રડવા કુટવાની હાનિકારક ચાલ વિષે નિબંધ (ગુજરાતી), પૃ. ૩૭,
૧૮૮૬ લેખક અને પ્રકાશક : વીરચંદ રાઘવજી ગાંધી નિબંધ : રડવા કુટવાની હાનિકારક ચાલ વિષે નિબંધ (ગુજરાતી), પૃ. ૩૭, ૨૦૦૯ લેખક : વીરચંદ રાઘવજી ગાંધી, સંપાદક : ડૉ. કુમારપાળ દેસાઈ, પ્રકાશક : વર્લ્ડ જૈન કન્ફડરેશન સવીર્ય ધ્યાન (ગુજરાતી), પૃ. ૧૩૪, ૧૯૦૨, બીજી આવૃત્તિ (ગુજરાતી, ૧૯૮૯). લેખક : આચાર્યશ્રી શુભચંદ્ર દેવ, અનુવાદક : વીરચંદ રાઘવજી ગાંધી, કૉમેન્ટ્રી, આનંદનંદન લાલન, સંકલન : પન્નાલાલ આર. શાહ, પબ્લિશર : ધ જૈન એસોસિએશન ઑફ ઇન્ડિયા, મુંબઈ
પરિશિષ્ટ : ૪ - Karma Philosophy (English); pp. 192; 1913 Speeches and Writings of VRG Collected by Bhagu F. Karbhari Publisher : Shree Agamodaya Samiti, Bombay Karma Philosophy (English); 2nd Edition, pp. 191; 1924 Speeches and Writings of VRG Collected by Bhagu F. Karbhari Publisher : Shree Agamodaya Samiti, Bombay Yoga Philosophy (English); pp. 280; 1993 Speeches and Writings of VRG Collected by Bhagu F. Karbhari Publisher : Shri Mahuva Tapagachhiya Jain Sangh Yoga Philosophy (English); 3rd Edition, pp. 180; 1993 Speeches and Writings of VRG Edited by Dr. Kumarpal Desai Publisher : Shri Mahuva Tapagachhiya Jain Sangh Yoga Philosophy (English); 4th Edition, pp. 206, 2009 Speeches and Writings of VRG Edited by Dr. Kumarpal Desai Publisher : World Jain Confederation The Unknown Life of Jesus Christ (English); pp. 128; 1894 Translated and published by VRG while he was in Chicago, from ancient manuscripts found in Tibet. Author: Nicholas Notovitch Revised by Prof. G. L. Christile of the University of Paris Publisher : Virchand R. Gandhi, 6558, Steward Boulevard, Chicago. The Unknown Life of Jesus Christ (English); pp. 176; 2009 Translated and published by VRG while he was in Chicago,
121
The Jaina Philosophy (English); pp. 274; 1911 Speeches and Writings of VRG Collected by Bhagu F. Karbhari Publisher : N. M. Tripathi & Co., Mumbai The Jaina Philosophy (English); 2nd Edition, pp. 274; 1924 Speeches and Writings of Virchand Raghavji Gandhi Collected by Bhagu F. Karbhari Publisher : Shree Agamodaya Samiti, Bombay The Jaina Philosophy (English): 3rd Edition, pp. 288; 2009 Speeches and Writings of Virchand Raghavji Gandhi Edited by Dr. Kumarpal Desai Publisher: World Jain Confederation
Page #63
--------------------------------------------------------------------------
________________
ભારતીય સંસ્કૃતિનો આત્મા from ancient manuscripts found in Tibet. Author: Nicholas Notovitch Translator: Virchand Raghavji Gandhi Revised by Prof. G. L. Christile of the University of Paris Edited by Dr. Kumarpal Desai Publisher: World Jain Confederation The Systems of Indian Philosophy (English); pp. 148; 1970; Second Edition (English); 1993 Speeches & Writings of VRG, Edited by: Dr. K. K. Dixit Publisher : Shri Mahavira Jaina Vidyalaya, Bombay Selected Speeches of VRG (English); 1964 Speeches taken from books 1, 2 and 3 above Publisher: Vallabh Smarak Nidhi, Bombay Religion and Philosophy of the Jainas (English); pp. 232; 1993 Speeches & Writings of VRG Edited by : Dr. Nagin J. Shah
Publisher: Jain International Ahmedabad 10. Glimpses of Jainism and Biography of Forgotten Hero
Shri Virchand Raghavji Gandhi: Ist Edition, pp. 108; July 2003 Biography of Virchand Raghavji Gandhi Author Panalal R. Shah Edited by Gunvant Barvalia Translated by Mrs. Kurangi Desai Published by JAINA (Jain Association in North America) & SKPG Jain Philosophical & Literary Research Centre
પરિશિષ્ટ : ૫
સંદર્ભસામગ્રી ગુજરાતી (પુસ્તકો) : ૧. આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ, ઇન્દ્રિયવિજય ગણિવર્ય, શ્રી
મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ, ૧૯૫૬ ૨. કરુણાનો સોત, ચિત્રભાનું પ્રમોદા, શાહ પ્રવીણ, ડિવાઇન નોલેજ સોસાયટી,
મુંબઈ, ૨૦૦૧ ૩. જૈનદર્શન, ટુકોલ ટી. કે., સરદાર પટેલ યુનિવર્સિટી, ૧૯૭૮ ૪. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, દેસાઈ મોહનલાલ દલીચંદ, સંપાદક :
આ. વિજય મુનિચન્દ્રસૂરિ, પ્રકાશક : આ. ઓમકારસૂરિ જ્ઞાનમંદિર, સૂરત,
૨૦૦૬ ૫. જૈનાચાર્ય આત્મારામ જન્મશતાબ્દી ગ્રંથ, દેસાઈ મોહનલાલ દલીચંદ, જૈનાચાર્ય
શ્રી આત્મારામ જન્મશતાબ્દી સ્મારક સમિતિ, ૧૯૩૬ પરદેશમાં જૈન ધર્મ, વિનોદ કપાસી, જૈનદર્શન પરિચય શ્રેણી ૪/૪, જયભિખ્ખ
સાહિત્ય ટ્રસ્ટ , ૧૯૮૮ ૭. વિરલ પ્રતિભા, કુમારપાળ દેસાઈ, જૈન સાહિત્ય સમારોહ, ગુછ-૨, પ્રકાશક :
મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ, ૧૯૮૭. | વિશ્વની અસ્મિતા, દેવલૂક નંદલાલ, ૧૯૮૧ ૯. શ્રી વીરચંદ રાઘવજી ગાંધી, પન્નાલાલ ૨, શાહ, જૈનદર્શન પરિચય શ્રેણી
૩૩, જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ, ૧૯૮૮ ૧૦. સ્વ. વીરચંદભાઈ ગાંધીનું ટૂં કે જીવનચરિત્ર, ઉપાધ્યાય કાંતિલાલ, દિવ્ય જ્ઞાન
સંધ, મુંબઈ, ૧૯૬૪ ૧૧. આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ ૧૨. જૈનાચાર્ય આત્માનંદ જન્મશતાબ્દી ગ્રંથ (ગુજરાતી) ૧૩. જ્યોતિર્ધરની જીવનગાથા (ગુજરાતી), પ્રથમ આવૃત્તિ, ડિસેમ્બર ૧૯૮૭
વીરચંદ રાઘવજી ગાંધીનું ચરિત્ર લેખક - પન્નાલાલ આર. શાહ, ૧૯૮૭ જ્યોતિર્ધરની જીવનગાથા (ગુજરાતી), બીજી આવૃત્તિ, પૃ. ૮૦, ૨૦૦૧
123
122
Page #64
--------------------------------------------------------------------------
________________
• ભારતીય સંસ્કૃતિનો આત્મા વીરચંદ રાઘવજી ગાંધીનું ચરિત્ર લેખક - પન્નાલાલ આર. શાહ
પબ્લિશર : જૈના (જૈન એસોસિએશન ઑફ નોર્થ અમેરિકા) ૧૪. મહુવાની અસ્મિતા, પન્નાલાલ ૨. શાહ ૧૫. માલણના કિનારે, પન્નાલાલ ૨. શાહ ૧૬. શ્રી વીરચંદ રાઘવજી ગાંધી (ગુજરાતી), પૃ. ૬૪, ૧૯૮૮
લેખક : પન્નાલાલ ૨. શાહ
શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ ૧૭. ભારતીય સંસ્કૃતિનો આત્મા (વીરચંદ ગાંધીનું ચરિત્ર) અને રડવા કુટવાની
હાનિકારક ચાલ વિષે નિબંધ, લે. કુમારપાળ દેસાઈ, પ્રકાશક : વર્લ્ડ જૈન
કન્ફડરેશન, મુંબઈ, પૃ. ૧૩૯, નવેમ્બર ૨૦૦૯ ગુજરાતી (સામયિકો): ૧. ધ જૈન એસોસિએશન ઑફ ઇન્ડિયાની જીવનગાથા, લે. હિંમતલાલ શાંતિલાલ
ગાંધી, ‘ધ જૈન એસોસિએશન ઓફ ઇન્ડિયા' માસિક, એપ્રિલ ૨૦૦૯, પૃ.૨ ધર્મવીર શ્રી વીરચંદ ગાંધી : તેમનું જીવનકાર્ય, લે. પન્નાલાલ રસિકલાલ શાહ, ‘બુદ્ધિપ્રકાશ' સામયિક, પુસ્તક ૧૧૧, અંક ૮, ઑગસ્ટ ૧૯૬૪, પૃ. ૨૧૭
૨૭૨ ૩. મિ. વીરચંદ રાધવજી ગાંધી (બી.એ.એમ.આર.એ.એસ.), લે. તંત્રી “જૈનયુગ',
પુસ્તક ૨, અંક ૫, વર્ષ ૧૯૩૭, પૃ. ૨૩૪થી ૨૩૭ મોડે મોડે પણ આ મહાન જૈન કોલંબસની સિદ્ધિઓને બિરદાવશો, લે. કેતન મિસ્ત્રી, ‘ચિત્રલેખા’ સામયિક, ૨૪ ઑગસ્ટ, ૨૦૦૯, પૃ. ૫૦-૫૧ વિશ્વધર્મ પરિષદમાં જૈન ધર્મનું પ્રદાન, લે. ડૉ. કુમારપાળ દેસાઈ, પ્રકાશક : ધર્મધારા’ સામયિક, જાન્યુઆરી ૧૯૯૪, પૃ. ૪ વીસરાઈ ગયેલી વિભૂતિ શ્રી વીરચંદ રાઘવજી ગાંધી, લે. આનંદ રાવ, ‘ગુંજન’ સામયિક, જૂન-જુલાઈ, ૨૦૦૯, વર્ષ ૧૧, સળંગ અંક ૬૧, પૃ. ૩ સ્વનામ ધન્ય, વિરલ વિભૂતિ જ્યોતિર્ધર, શાસન સમર્પિત શ્રી વીરચંદ રાઘવજી ગાંધીની જીવનગાથાની ઝલક, લે. હિંમતલાલ શાંતિલાલ ગાંધી, “ધ જૈન એસોસિએશન ઓફ ઇન્ડિયા', શ્રી વીરચંદ રાઘવજી વિશેષાંક, મે ૨૦૦૭
પરિશિષ્ટ : ૫ ૮. સ્વ. વીરચંદ રાઘવજીના અપ્રગટ પત્રો, લે. પરમ પૂજ્ય આ. શ્રી શીલચંદ્રસૂરિજી
મહારાજ, ‘પ્રબુદ્ધ જીવન’ સામયિક, ૧૬ ઑગસ્ટ, ૨૦૦૪, પૃ. ૫-૬
‘બુદ્ધિપ્રકાશ', ઑગસ્ટ, ૧૯૬૪ ૧૦. ‘બુદ્ધિપ્રભા', ઑગસ્ટ, ૧૯૬૪ (જન્મશતાબ્દી વિશેષાંક) ૧૧. જૈન (વિકલી), જન્મ શતાબ્દી વિશેષાંક, ઑગસ્ટ, ૧૯૬૪ ૧૨. જૈન ધર્મ પ્રકાશ, વૉલ્યુમ ૧૨, નં. ૧૭, આસો, વિ. સં. ૧૯૫૨ ૧૩. કુમાર, ઑગસ્ટ, ૧૯૩૯ ૧૪. નવચેતન, જુલાઈ અને સપ્ટેમ્બર, ૧૯૬૪ ૧૫ વિજયાનંદ, મે અને ઑગસ્ટ, ૧૯૬૪ (જન્મશતાબ્દી વિશેષાંક) ૧૬. જૈન યુગ, વર્ષ ૧૯૩૩ ગુજરાતી (દૈનિક): ૧. મહુવાના વીરચંદ ગાંધી, લે. ડૉ. કુમારપાળ દેસાઈ, ‘ગુજરાત સમાચાર”
દૈનિક, ઈંટ-ઇમારત કૉલમ, ૨૩-૪-૨૦૦૯ ૨. ભારતીય સંસ્કૃતિ અને નિજધર્મનો સંદેશ આપનારા જ્યોતિર્ધર, લે. ડૉ. કુમારપાળ
દેસાઈ, ‘ગુજરાત સમાચાર' દૈનિક, ઈટ-ઇમારત કૉલમ, ૩૦-૪-૨૦૦૯ દિંરી : છે, જીવવાનો પ્રશનોત્તર, આત્મારામન મારીને, પ્રવીરા : સગવંતનાન નન,
નાદાર, ઈં. સ. eos जैन समाज के विवेकानन्द : वीरचंद गांधी, ले. डॉ. अभयप्रकाश जैन, जिनेन्दु साप्ताहिक, दिसम्बर २, २००२ जैनाचार्य श्री आत्मानंद जन्मशताब्दी स्मारक ग्रंथ, सं. मोहनलाल दलीचंद देसाई, आत्मानंद जन्मशताब्दी स्मारक समिति, मुंबई, १९३६ मध्य एशिया एवं पंजाब में जैन धर्म, दुग्गड हिरालाल पंडित, जैन प्राचीन साहित्य प्रकाशन मंदिर, दिल्ही, १९७९ (परिचय : श्री वीरचंद राघवजी गांधी) मि. धीरचंद गांधी का जीवनचरित्र, मुरार श्यामलाल वैश्य, श्री आत्मानंद जैन સમા, સંવીના, ફee
125
124
Page #65
--------------------------------------------------------------------------
________________
6.
6.
९.
१०.
2.
3.
English : 1.
4.
5
ભારતીય સંસ્કૃતિનો આત્મા
विजयानन्द ( वीरचंद राघवजी गांधी विशेषांक), लुधियाना महावीर भवन, वर्ष २९, अंक ८, अगस्त, १९८५
6.
7.
8.
9.
विश्वधर्म परिषद और जैन धर्म, जैन पृथ्वीराज, श्री वल्लभसूरि स्मारकनिधि, मुंबई, १९२६
विश्वधर्म संमेलन १८९३, झुनझुनवाला लक्ष्मीनिवास, प्रभात प्रकाशन,
२००४
सन १८९३ की चिकागो विश्वधर्म परिषद और जैन धर्म विजयानन्दसूरि और वीरचंद राघवजी गांधी, बम्बई, श्री वल्लभसूरि स्मारक निधि, १९६३
नवयुग निर्माता, शास्त्री हंसराज पंडित, आत्माराम जैन सभा, अंबाला, वि. सं. २०१३
Jain Shwetamber Conference Herald, Vol. 11-12, Oct.-Nov. 1914
fact,
Jainism in America by Kumar Bhuvnendra, Jain Huminity Press, 1939
Jainism, Herber Warren, Creast Publishing House, New Delhi Jainism, Herber Warren, Shri Vallabhsuri Smarak Nidhi Prakashan, 1993 (Dr. Nagin J. Shah)
Magazines
Ahimsa - Vol. 3
Institute of Jainology, Publisher: Shri Jaybhikhkhu Sahitya Trust, 1993
Ahimsa World Vol. 1
World Jain Confederation, July-Sept. 2007
Mahajan Mandal Pratham Darshan
Mahatma Gandhi Vol. 1, The Early Phase by Pyarelal
Mohanlalji Ardha Shatabdi Grantha (Chapter 16)
My Experiments with Truth by M. K. Gandhi
126
10.
11.
12.
13.
Selected Speeches of Shri Virchand R. Gandhi, by Baldota Abheraj H., Shri Vallabh Smarak Nidhi, Mumbai, 1964 Virchand Raghavji Gandhi: Jaina Emissary to the west, Ramnik V. Shah & S. A. Bhuvanendra Kumar - Mississauga, Ontaria, Canada, Published in 'Jinamanjari', Vol. 7, No. 2, July 1993, Special Edition, pp. 57-76
15. World Parliament of Religions, Vol. II, by John Henry H. Borrows, Review of Reviews Office, 1893
પરિશિષ્ટ : પ
My Pilgrimage to the Wise men of East, M. D. Conway (1906),
London
Neely's History of the World Parliament of Religion
San 1893 ki Vishvadharma Parishad aur Jain Dharma by Prof. Prithvi Raj Jain.
14.
127
Page #66
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ : ૬
કેટલાંક અખબારોના પ્રતિભાવો
શિકાગો સબર્વન સ્ટાર (૩૦/૧૧/૧૮૯૩)
મુંબઈના જૈન એસોસિએશન ઑફ ઇન્ડિયાના વીરચંદ આર. ગાંધી દ્વારા યુનિયન સ્ટડી ક્લબ કોર્સના ઉપક્રમે યોજાયેલ ત્રીજું પ્રવચન જે રવિવાર સાંજે યુનિવર્સલીટર ચર્ચ, ૬૫મી ગલી, સ્ટેવર્ટ એવન્યૂમાં અપાયું ત્યારે આખો ખંડ ભરાયેલો હતો. પ્રવચનનો વિષય ‘ભારતનો ભૌગોલિક અને ઐતિહાસિક પરિચય’ હતો. જેમાં સાહિત્ય, ધાર્મિક તત્ત્વજ્ઞાન અને થિયૉસોફીનું વર્ણન પણ હતું. તેમણે હિંદુઓના રીતરિવાજો ઉપર પણ પ્રકાશ પાડ્યો અને ભારપૂર્વક જગન્નાથપુરીના રથની વાત પણ કરી. જેમાં ધાર્મિક શ્રદ્ધાળુ ભક્ત બલિદાન આપે છે.
ધ યુનિવર્સલિસ્ટ મેસેન્જ૨, ચિકાો (૧૦૨ ૧૮૯૪)
૬૫૫૮, સ્ટેવર્ટ બુલેવર્ડમાં આવેલા શ્રી હોવર્ડના નિવાસસ્થાને વીરચંદ ગાંધીના ભારતીય તત્ત્વજ્ઞાનનાં પ્રવચનોની શ્રેણી યોજવામાં આવી. પ્રત્યેક સોમવારે યોજાતાં આ વ્યાખ્યાનો વધુ ને વધુ રસપ્રદ બની રહ્યાં. ગયા સોમવારે સાંજે એમણે યોગતત્ત્વજ્ઞાનની નૈતિક બાબતોનો ખ્યાલ આપ્યો. કોઈ અગ્રણી સંશોધકની માફક આ વિષયને એવી રીતે રજૂ કર્યો જે માત્ર હિંદુઓના આધિભૌતિક ચિત્તમાંથી જ સર્જાઈ શકે. આ પ્રવચનો સંસ્કૃત સભ્ય લોકોના સમૂહે સાંભળ્યાં અને એમણે જાણ્યું અને અનુભવ્યું કે સત્યના જાદુઈ પટારાની ચાવી આપવા હંમેશાં તૈયાર હિંદુઓનું જ્ઞાન પવિત્ર અને સાદગીભર્યું હોય છે.
શિકાગો ડેઇલી સન (૩૪ ૧૮૯૪)
મુંબઈના વીરચંદ આર. ગાંધી (બી.એ.)એ સોમવારે સાંજે 6558, Stewart Baulevard ખાતે પ્રવચન આપ્યું. જેનો વિષય ‘જૈન ધર્મ’ હતો. મિ. ગાંધી ધર્મપરિષદમાં એના પ્રતિનિધિ તરીકે આવ્યા છે તેમને વિશાળ ઉત્સાહી શ્રોતાગણ દ્વારા ધર્મપરિષદમાં રજૂ થયેલા બીજા એશિયાઈ ધર્મ કરતાં વધારે રસથી સાંભળવામાં
આવ્યા.
સેન્ટ જોસેફ ગેઝેટ (૮/૫ ૧૮૯૪)
વિશ્વમેળાના એક ભાગ રૂપે યોજાયેલી વિશ્વધર્મ પરિષદે અગ્રગણ્ય ખ્રિસ્તીઓના
128
પરિશિષ્ટ ઃ ૬
ધર્મ અને તત્ત્વજ્ઞાનની બાબતમાં મૂર્તિપૂજક (બિનખ્રિસ્તી) વિચારોએ આંખો ખોલી દીધી છે. ધર્મસભાના પ્રતિનિધિ મુંબઈના વીરચંદ ગાંધીએ એપ્રિલના ફોરમમાં ‘ખ્રિસ્તી મિશનરીઓ ભારતમાં સફળ શા માટે નથી ?’ તે પર પેપર રજૂ કર્યું હતું. શિકાગો હેરાલ્ડ (૪ ૮ ૧૮૯૪)
ધર્મપરિષદના સભ્ય પ્રતિનિધિ વીરચંદ આર. ગાંધીએ તાજેતરમાં Unknown
Life of Jesus Christનું યોગ્ય ભાષાંતર કર્યું છે. ભારતના વતની હોવાને કારણે અને દેશમાં ભ્રમણ કર્યું હોવાથી હિમીસ મઠનું સારું ચિત્રણ કરી શક્યા છે. જ્યાંથી નોોવિચને પ્રાચીન હસ્તપ્રતો મળી હતી. આ ઉપરાંત તેઓએ જે વિદ્વત્તાથી ઉદાહરણ ટાંક્યાં છે તે બીજા કોઈ ભાષાંતરમાં નથી. દરેક પાસે આ ભાષાંતરની એક કૉપી હોવી જોઈએ.
બફેલો ટાઇમ્સ એન. વાય. (૮ ૮ ૧૮૯૪)
વીરચંદ ગાંધી કાસાડાગાના માનનીય મહેમાન છે. લોકો એમની સ્થિર નિષ્ઠા અને સાદગીથી મોહિત થયા અને તેવા લોકોના હૃદય સુધી પહોંચ્યા છે. તેઓનો મધુર સંગીતમય અવાજ અને રૂઢિગત પરંપરાગત પહેરવેશ તેમને હંમેશાં અલગ પાડે છે.
લાઇટ ઑફ ટ્રુથ (૧૧|૮|૧૮૯૪)
શ્રી ગાંધી ભારતની વૈદિક શાખા, બ્રાહ્મણ અને બૌદ્ધ ધર્મના ઊંડા અભ્યાસી છે. તેઓ તત્ત્વજ્ઞાનને આધ્યાત્મિક પ્રતિભાથી અને ગુરુના વ્યવહારુ જ્ઞાનને પોતાની પ્રતિભા સાથે પ્રગટ કરે છે, પ્રકાશે છે.
ધ ઇલસ્ટ્રેટેડ બફેલો એક્સપ્રેસ (૧૨ ૮ ૧૮૯૪)
શનિવારે કાસાડાગાના ઉત્સાહી શ્રોતાગણે જાણીતા સભાગૃહમાં શ્રી વીરચંદ આર. ગાંધીનું પ્રવચન ‘ધ મેસેજ ઑફ ઇન્ડિયા ટુ ધ પીપલ ઑફ અમેરિકા’ સાંભળ્યું. શ્રી વીરચંદ ગાંધીએ ભારતનાં ૫૦ લાખ જૈનોનું વિશ્વધર્મ પરિષદમાં પ્રતિનિધિત્વ કર્યું. મિ. ગાંધીનું જોરદાર અભિવાદન થયું અને તેઓ તેમના પરંપરાગત પોશાક ઘેરા જાંબલી રંગની પાઘડી અને પીળી શાલમાં હતા.
તેઓએ કહ્યું, “મારાં અમેરિકન ભાઈઓ અને બહેનો, હું આપનું ભારત અને ભારતનાં ૩૦ કરોડ પુત્રો અને પુત્રીઓ વતી અભિવાદન કરું છું. હું આપને બંધુ અને 129
Page #67
--------------------------------------------------------------------------
________________
- ભારતીય સંસ્કૃતિનો આત્મા - ભગિનીના રૂપમાં સન્માનું છું અને શાંતિ, વૈશ્વિક ભાઈચારાનો સંદેશ દૂર ભારતથી થઈ લઈને આવ્યો છું.” ધ જેમ્સ ટાઉન ઓલ. એન. વાય. (૧૩૮/૧૮૯૪)
મોટા ભાગના લોકો વિદ્વાન હિંદુ વીરચંદ ગાંધીને સાંભળવા એકત્ર થયા હતા. તેઓનો વિષય હતો “આપણા દેશ અને તેની વિવિધ સંસ્થાઓ વિશે અભિપ્રાય'. તેઓએ રાષ્ટ્ર તરીકે આપણી યજમાન ભાવના, આપણી શિક્ષણ સંસ્થાનો, આપણી કુદરતી સંપત્તિઓ અને ઉદ્યોગોની પ્રશંસા કરી. આપણા લોકો અને પોતાના જૈન લોકો વચ્ચે સરખામણી પણ કરી. શનિવારના તેઓના પ્રવચનનો તેમનો વિષય હતો ‘ભારતનો અમેરિકાને સંદેશ' આ ભાષણ બધા પર છવાઈ ગયું. (વંટોળની જેમ). તેઓ ખૂબ દયાળુ છે અને અમેરિકન જનતા પ્રત્યે બંધુત્વની લાગણી ધરાવે છે. દરેકને એમના વ્યક્તિત્વની સ્પષ્ટતા ગમી ગઈ. તેઓને સાંભળ્યા પછી એમ લાગે છે કે જૈન લોકોએ તેમના પ્રતિનિધિ તરીકે મિ. ગાંધીને પસંદ કર્યા તે ખરેખર યોગ્ય છે. બફેલો ઇવનિંગ ટાઇમ્સ (૧૩/૮/૧૮૯૪)
ધર્મસભામાં પોતાના પચાસ લાખ સહધર્મીઓનું પ્રતિનિધિત્વ કરનાર મિ. વીરચંદ ગાંધીને વૈશ્વિક બંધુત્વ (Universal Brotherhood)ની વાત કરી. તે સાચે જ પશ્ચિમી ધર્મસેનાનો કરતાં તત્ત્વજ્ઞાનમાં મોખરે છે અને પૌર્વાત્ય અભ્યાસનાં વિવરણ વધારે સારી રીતે આપે છે. આ હિંદુ ખરે જ બધાનો સિહ છે. બફેલો એક્સપ્રેસ (૧૪/૮/૧૮૯૪)
ભારતના શ્રી વીરચંદ ગાંધી રસ ધરાવતા અસંખ્ય લોકોના મુખ્ય અને માનનીય વક્તા હતા. પ્રેક્ષકવર્ગ તરફ દૃષ્ટિ ફેરવતાં જણાયું કે દરેકે દરેક લોકો આ હિંદુના શબ્દને ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળતા અને સમજતા હતા. બફેલો ઇવનિંગ ટાઇમ્સ, એન. વાય. (૧૪/૮/૧૮૯૪)
ગઈ કાલે સવારે મુંબઈમાં વીરચંદ ગાંધી (બી.એ.)એ તેમનું પ્રવચન મહિલાઓ માટે ખાસ આપ્યું. મહિલાનો નાનો-મોટો વર્ગ ઉપસ્થિત હતો. તેમનાં દિશાસૂચક કારણોએ ઉત્તેજના પેદા કરી. મોર્નિંગ સ્ટાર, મીડવીલે, પેન (૧૪/૮/૧૮૯૪) મુંબઈના વીરચંદ ગાંધીએ તેમના પરંપરાગત પોશાકમાં અહીં રહે છે. જેઓએ
130
પરિશિષ્ટ : ૬ જૈન ધર્મનું પ્રતિનિધિત્વ શિકાગોની ધર્મસભામાં ગયા વર્ષે કર્યું હતું. તેઓ ખૂબ બુદ્ધિશાળી છે. (‘અમેરિકાને ભારતનો સંદેશો’ પ્રવચન સાંભળીને.) લાઇટ ઑફ ટૂથ (૧૮/૮/૧૮૯૪)
જૈન તત્ત્વવેત્તા શ્રી વીરચંદ ગાંધીએ પ્રાચીન ધર્મોની સમજણ આપવા માટે વર્ગો શરૂ કર્યા છે. પોતાના ધર્મોનું તત્ત્વજ્ઞાન સમજાવવા આ હિંદુ સ્કૉલરને સાંભળવા બુદ્ધિશાળી - તેજસ્વી પ્રેક્ષકો ખૂબ જ આતુર હોય છે અને સભાગૃહ હંમેશાં એવા પ્રેક્ષકોથી ભરપૂર રહે છે. બફેલો કોરિયર (ઑગસ્ટ ૧૯, ૧૮૯૪)
શ્રી વીરચંદ ગાંધી જાંબુડી રંગનો ઝભ્ભો, સોનેરી પાઘડી અને રેશમી કમરપટ્ટો એ રીતે સંપૂર્ણ ભારતીય સ્વાંગમાં વિશ્વધર્મ પરિષદમાં આવ્યા ત્યારે પ્રેક્ષકોએ એમને હર્ષનાદથી વધાવી લીધા અને કાસાડાગામાં અત્યાર સુધી કોઈનું પણ સન્માન ન થયું હોય એવું સન્માન અને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. એમનું પ્રવચન ‘Some Mistakes corrected' પૂરું થયું ત્યારે ફરી ફરીને પ્રવચન આપવા કહેવામાં આવ્યું હતું. ધ ઇવાન્જલિસ્ટ, ન્યૂયૉર્ક (૨૩/૮/૧૮૯૪)
કાસાડાગામાં તાજેતરમાં જુદા જુદા પંથના લોકો માટે એક નવું આકર્ષણ નજરે પડે છે, જે માત્ર આંખો પર જ નહીં, કિંતુ હૃદય પર પણ કબજો કરે છે. આ નવું આકર્ષણ મુંબઈના સગૃહસ્થ, વકીલ અને વિદ્વાન શ્રી વીરચંદભાઈ છે. જે ઓ સંસ્કૃત અને અંગ્રેજી સાહિત્ય પર કાબૂ ધરાવે છે તેઓ અહીં ડૉ. બેરોઝ (Dr. Borrows)ના આમંત્રણથી જૈન પ્રતિનિધિ તરીકે આ દેશમાં આવ્યા છે અને મિ. ગાંધી ભારતના વિવિધ ધર્મોના જાણકાર છે. ઇવનિંગ પોસ્ટ, ક્લીવલેન્ડ (૧૯/૯/૧૮૯૪)
પ્રાચીનતમ ભારતના જૈન ધર્મના પ્રતિનિધિ વીરચંદ આર. ગાંધીએ ગૂઢવિદ્યા અને પૂર્વમાં તત્ત્વજ્ઞાન વિશે ગઈ સાંજે એસોસિએશન હૉલમાં પ્રવચન આપ્યું. તેમનું પ્રવચન સૂક્ષ્મતાથી ભરેલાં દૃષ્ટાંતો તેમજ સૂક્ષ્મ બાબતોથી ભરપૂર હતું. અસંખ્ય માણસોએ હાજરી આપી વશીભૂત થઈ સાંભળ્યું અને ઉમાથી વખાણ્યું.
31
Page #68
--------------------------------------------------------------------------
________________
૨ ભારતીય સંસ્કૃતિનો આત્મા રોચેસ્ટર ડેમોક્રેટ ઍન્ડ ક્રોનીક્લેર (૨૪૯/૧૮૯૪)
મુંબઈના હિંદુ તત્ત્વજ્ઞાની અને વિદ્વાન શ્રી વીરચંદ ગાંધીએ ગઈ કાલે ફર્સ્ટ યુનિવર્સલ ચર્ચના મોટા સમૂહને સંબોધ્યો. તેઓ રેવ. ડૉ. સેક દ્વારા અભિવાદિત થયા જેમણે ભારતના ઉમદા ધર્મને રજૂ કર્યો. મિ. ગાંધી ભારતના પ્રખર વિદ્વાન છે જેમણે પાર્લામેન્ટ પૂરી થયા પછી દેશમાં ભ્રમણ કરી પ્રવચનો આપ્યાં છે અને આ દેશની ઔદ્યોગિક પ્રગતિનો અભ્યાસ કર્યો છે. ખાસ કરીને પબ્લિક સ્કૂલ સિસ્ટમનો પણ અભ્યાસ કર્યો છે. તેઓ એ વાતથી ખાસ પ્રભાવિત થયા છે કે ગરીબમાં ગરીબ બાળકને પણ પૈસાદાર બાળક જેવી જ શિક્ષણ સુવિધા મળે છે. ભારતમાં ઘણી સારી શિક્ષણસંસ્થાઓ છે પણ ફી એટલી ઊંચી છે કે ગરીબ બાળક તેનો ફાયદો લઈ શકતા નથી. ધ રોચેસ્ટર હેરાલ્ડ (૩/૧૦/૧૮૯૪).
ફ્રી ઍકેડેમિક હૉલમાં ગઈ કાલે સાંજે શ્રી વીરચંદ ગાંધીએ સૂચક પ્રવચન આપ્યું. ભારતના લોકોના રીતરિવાજો અને પરંપરા વિશે સ્પષ્ટ વર્ણન આપ્યું. તેઓએ મુનિઓના રહેઠાણ માટે ગુફાઓ, એલિફન્ટા ગુફા અને મુખ્ય શહેરનું વિપુલ પ્રમાણમાં વર્ણન કર્યું. એમણે પ્રાચીન સમયનું સુંદર ચિત્રણ કર્યું. યુવાન અને પ્રોઢ બંને જૂથને રસ પડે તેવું સૂચક પ્રવચન લગભગ સમગ્ર અમેરિકાએ સાંભળ્યું.
પરિશિષ્ટ : ૭
કાવ્યપ્રશસ્તિ શ્રી વીરચંદ રાઘવજી ગાંધીનાં યશસ્વી કાર્યો કાવ્યરચનાનું પ્રેરકબળ બન્યાં. એ જમાનાના પ્રસિદ્ધ નાટ્યકાર શ્રી ડાહ્યાભાઈ ધોળશાજી ઝવેરીએ એમની પ્રતિભાથી પ્રભાવિત થઈને ત્રણ કાવ્યો રચ્યાં આ ઉપરાંત સર્વશ્રી પંડિત દામોદર કાનજી, મૂળચંદ નથુચંદ, ટોકરશી નેણશીએ પણ વીરચંદ ગાંધીના કાર્યને કાવ્યરચનાથી બિરદાવ્યું છે.
(૧) ત્રાટક છંદ પરમાર્થિક તારક મધ્યમમણી, વળી દુર્જન ધુઅડ દીનમણી, વીરચંદ સુધાર્મિક ચંદ્રમણી, જય રાઘવજી સુત રત્નમણી – વિચરી ધીરવીર વિદેશભણી, પરણી કિરતી કમળા રમણી, રમણીક પ્રભાવિક પૂજ્ય ઘણી, જય રાઘવજી સુત રત્નમણીકરિયાણક તર્ક વિતર્ક તણાં, મતિમાંદ્યથી ભેળસેળ ઘણાં, કરી શુદ્ધ ધર્યા ખૂબ ગાંધી તણી, જય રાઘવજી સુત રત્નમણી
- ડાહ્યાભાઈ ધોળશાજી (૨) થયા છો રે પતિ તેજ પ્યારી - એ રાહ રહ્યા છો રે જિન તત્ત્વપ્રકાશ વીરચંદ ઝળકી વીરચંદ ઝળકી, ગગનમાં વીરચંદ ઝળકી. જળસ્થળમાં, પળપળમાં (બે વખત બોલવું). સરલ સુજને મનપંકજ ખીલતાં વચન પ્રભ નિરખી – રહ્યા છો રે તત્તસાગરે ભરતી કરતી, ચંદ્રપ્રભા ખીલતી કંઈ ડુબતા, નર તરતા (૨) જિનવચન સુધારસ પાન કરતાં મુખમુદ્રા મલકી – રહ્યા છો રે અંતરમાં આનંદ ઉભરાતાં વિસરી જાય વિવેક એક વીરે, બહુ ધીરે (૨) જિનશાસન જય જય વર્તાવ્યો પાત્ર પુરુષ પરખી – રહ્યા છો રે. ચઢતી ચાલે ચંદ્ર કળાએ દિન-પ્રતિદિન વધતી મન ચકવા, કરે બકવા (૨) રે વીરચંદ કરી પ્રસન્ન પદ્મિની કરજો નજર હરખી – રહ્યા છો રે.
- ડાહ્યાભાઈ ધોળશાજી - 133
વીરચંદ ગાંધીની અર્ધપ્રતિમા : શિકાગો દેરાસરના પરિસરમાં
132
Page #69
--------------------------------------------------------------------------
________________
- ભારતીય સંસ્કૃતિનો આત્મા -
(૩) ત્રિભંગીની ચાલ લાજ વધારી કાજ કરી શુભ, લાજ વધારી કર્મ તણી, સમાજ મહિ રહિ સજ મેળવી મુક્તિ કરી સૌ કર્મ તણી. ૧ દેશ વિદેશ ફરી બહુ રીતે, લેશ નહીં હિંમત હારી, બેશ ધર્મનાં કાર્ય કર્યો સૌ, વેશ દેશનો સૌ ધારી, ૨ ધર્મ તણાં મર્મો સમજાવી, કર્મ તજાવ્યાં અન્ન તણાં, વિદેશના લોકો ના થોકે, પણ જેને બહુ શ્રેષ્ઠ ગયા. ૩ માન મેળવ્યું જ્ઞાન દઈને, સર્વ સ્થળે જેણે ભારી, ચિત્ત હર્યા બહુ પ્રતિ કરીને, નીતિ બજાવી બહુ સારી. ૪ સત્કૃત્યો આ સઘળાં નિરખી હરખી અતીશું અંતરમાંય. કુસુમ સુગંધી ગાંધી તમને, સૌ સર્વે લૈને કરમાય. ૫
- ડાહ્યાભાઈ ધોળશાજી (૪) શિaff વૃત્તમ્ वरं वीर दृष्टव दिनमणिसकाशं गुणनिधिम् मसीदति प्रीत्या हृदयमनिशं चामलद्दषां सदा त्वां पश्यन्ती निरुपमगुणं सर्वहृदम् अभीवंदत्युष्मच्चरणयुगलं मंडली सख्ने ।
તિ दामोदराभिवोहं गुणगणरहितोपि सद्गुणं प्रीत्या मिथ्या पंडितनाम्नः प्रार्थीते वर्णयामि वीरमणे ।
- पंडित दामोदर कानजी
(૫) ક્ષત્રી કલંક કેમ લેશે રે - એ રાહ પ્રેમી ધર્મબંધુ આપ નિરખો, બહાદુર જૈન વીરચંદ રે; નિરખી એ ગુણગાનને હરખો, બહાદુર જૈન વીરચંદને. કેવું બચપણનું એનું જ્ઞાન, બ, બેચલર ઓફ આર્ટ્સનું માન. બાદ કીધો કાયદાનો અભ્યાસ. બ. તેથી તીર્થોના દુશ્મન પામ્યા ત્રાસ. પગલાનો કેસ લોર્ડ રેની પાસ. બ. જીતી શુરસિંહને કર્યો નિરાશ. મુંડકામાં કર્યું એજન્ટનું કામ, બ. સમજાવ્યો વોટસન ધરી હામ. મક્ષીજીમાં ફત્તે પામ્યા ભલી ભાત, બ. દીગમ્બરીની એ પાસ શી તાકાત. મોટો શિખરજીનો જીજ્યો તું કેશ, બ, મહાશાતના ટળાવી તે હંમેશે.
134
- પરિશિષ્ટ : ૭. એમાં કષ્ટ તે ભોગવ્યા છે અપાર, બ. નહિ હિંમતમાં કચાશ લગાર. બ.૮ ઇત્યાદિ અનેક કરી ધર્મ કામ, બ. જૈન મંત્રી તરીકે દીપાવ્યું નામ. તલકચંદ ને વીર પ્રેમચંદ, બ. તને દેખી માને જાણે ઊગ્યો ચંદ્ર. | બ .10 હતી ઐત્પાતિકી બુદ્ધિ તારી ખાસ, બ. તેમાં પામી વૈનયિકી ગુરુ પાસ. 'બ.૧ ૧ કાર્મણીકી પારિણામીથી બુદ્ધિ, બ. તેથી મન વચ કાયની છે શુદ્ધિ . બ.૧૨ આત્મારામજી ગુરુજીનું જે કામ, બ. પ્રતિનિધિ તરીકે કર્યું તમામ.
બ ૧૩ ચીકાગોમાં જૈન ધર્મને દીપાવી, બ, રિલિજીયન પાર્લામેન્ટને શોભાવી. બ.૧૪ અમેરિકા દેશ છે કદરદાન બ. એમ ખાતરી કરાવી તેં નિદાન.
બ ૧૫ જૈન ધર્મનો બોધ લીધો પ્રીતે, બ. ગાંધી સોસાયટી સ્થાપી તેવી રીતે. બ.૧૬ કોલમ્બસની જેવી ભીડી તે હામ, બ. જૈન ધર્મને દીપાવ્યો ઠામ ઠામ. બ.૧૭ ઇન્દ્રિયોના ભોગ તજી ગામોગામ, બ. ઉપદેશ આપી કીધાં રૂડાં કામ, બ.૧૮ જૈન કોમમાં ન દીસે તારી જોડ, બ. કોણ કરી શકે તુજ સંગ હોડ. બા.૧૯ વિલાયતમાં મેમ્બર થયો છો તું, બ, રોયલ એશ્યાટિક સોસાયટીનો તું. - બ.૨૦ હેમચંદ્ર શાળા સ્થાપિ અહિં આવી, બ. જૈન મંડળને પ્રીતિ ઉપજાવી. બ.૨૧ ક્ષેધ માન માયા લોભની ઓછાશ, બ. તેથી માન મળ્યા ઠામ ઠામ ખાસ. બ.૨૨ ધર્મ જ્યોત પ્રગટાવો જૈન વાણિ, સુણી કરો મોટા પુન્યની કમાણિ. બ.૨૩ એનો જય જય થાઓ એમ ગાવો, મુળચંદના વચનનો એ લ્હાવો. બ.૨૪ તા. ૨૦-૮-૧૮૯૭
- મૂળચંદ નથુભાઈ
(૩)
બ.૧ બ. બ.૩ બ.૪ બ ૫
વીરચંદ વડવીર, હમારા વીરચંદ વડવીરા રાઘવજી શા સુત ધીર – હમારા વીરચંદ વડવીર ધર્માનુરાગી બાળપણથી (બે વાર) - બી.એ. તણી ડીગ્રી લઈ આહી ધર્મની બારે તું ધાયો જ ભાઈ ! સમેતશિખર પાલીતાણાદિ માંહી, પૂર્ણ પ્રયાસ કર્યો જ શદાયી. (જૈન એસોસિએશન ઑફ ઇન્ડિયાનો) - ગ્રહી મંત્રીપદ વડવીર – હમારા વીરચંદ વડવીર. ૨ અહીંથી અમેરિકા દૂર દેશે (બે વાર) સર્વ ધર્મ પરિષદમાં પધારી; વક્નત્વ શક્તિ વડે તેં સખારી !
135
Page #70
--------------------------------------------------------------------------
________________ - ભારતીય સંસ્કૃતિનો આત્મા છે જિનવર શાસન શોભા વધારી, કીધાં અનેકને જિન તત્ત્વ ધારી (દ્રવ્ય પર્યાય, લક્ષણો સમજાવી) ગાંધી ગુણવંત ગંભીર - હમારા વીરચંદ વડવીર. 3 મુંબઈ શહેર વિધવિધ પહેરે (બે વાર) ભાષણ મહીં ભૂષણોને દીપાવ્યા, વર્ગ અભ્યાસ આદિ બીજ વાવ્યાં, પત્નીપતિ સહ કુટુંબ જ આજે, પુનઃ પ્રવાસ કરણ શુભ કાજે , (સુખરૂપ નિદિનપણે) યશ પામો સાહસધીર - હમારા વીરચંદ વડવીર. 4 ચંદ્ર ચળ કતા મળતા જ તેમથી (બે વાર) આનંદ અશ્રુથી આમ વધાવી, પ્રીત પ્રકાશે વિયોગતો ભાવી; પણ અમને મળશો વહેલા આવી, ટોકરશી કહે શિશ નમાવી, (શાસન દેવતા સહાય રહો) મંગળમય શ્રી મહાવીર - હમારા વીરચંદ વડવીર. 5 - ટોકરશી નેણશી સબુર સબુર સબુર (એ રાગ) વિજય વિજય વિજય વિજય, વિજયવંત વીરચંદ્ર - ધર્મને ગજાવનારો, પ્રિય ભ્રાત છો અમારો, જૈન ધર્મનો તું તારો - વિજય. સરસ્વતિની પૂર્ણ સહાય, યશ ગુણ તારા ગવાય, દેશ અમેરિકાની માંહે - વિજય. જૈન સંઘમાં ઉમંગ-પત્ની પતિ સંગ રંગ જઈ જમાવો ધર્મ જંગ - વિજય. કુશળ કાર્ય દીર્ઘ આય, કહે ટોકરશી કુટુંબમાંય મંગળ વર્તે સદાય - વિજય. તા. 21-8-1897 - ટોકરશી નેણશી 136