SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ • ભારતીય સંસ્કૃતિનો આત્મા છે 2 - - ભારતીય સંસ્કૃતિનો આત્મા - સાધનો અને વિભાગોમાં થયેલા પરિવર્તનની આશ્ચર્યપૂર્વક નોંધ લે છે. એની કોમન સ્કૂલ વ્યવસ્થામાં ગરીબ તેમ જ તવંગર બાળકો વિના મૂલ્ય શિક્ષણ પામે છે તે નોંધીને બે વર્ષમાં જુદાં જુદાં શહેરોમાં લીધેલી જુદી જુદી કેળવણીસંસ્થાઓ વિશે નોંધ લખી છે તેમાં પણ બાળકેવળણીની એમની નોંધ આજેય માર્ગદર્શક છે. અમેરિકામાં વીરચંદ ગાંધીનાં વ્યાખ્યાનોની સતત વર્ષા ચાલતી રહી અને એમને વ્યાપક લોકચાહના પ્રાપ્ત થઈ. એમણે યોગ અને ગૂઢવિઘા, ભારતીય સંસ્કૃતિ અને ભારતીય પ્રજાની નૈતિકતા, જૈન ધર્મ અને હિંદુ ધર્મનો ઇતિહાસ જેવા વિષયો પર વ્યાખ્યાનો આપ્યાં. એમનો હેતુ માત્ર પ્રવચનો આપવાનો નહોતો, પરંતુ લોકોના આચરણમાં એ પ્રગટાવવાનો હતો. એ માત્ર ભારતીય સંસ્કૃતિના બ્રહ્મચર્યની વાત કરીને અટકી ગયા નહીં, બલકે પોતાના શ્રોતાઓના જીવનમાં એનું આચરણ થાય એવી અપેક્ષા રાખી. આથી એ આવશ્યક હતું કે આ માટે કોઈ સ્થાયી સંસ્થા ઊભી થાય અને એના દ્વારા સતત આ સંદેશો વહેતો રહે. પરિણામે વૉશિંગ્ટનમાં એમણે ગાંધી ફિલોસૉફિકલ સોસાયટીની સ્થાપના કરી. એમાં બસોથી અઢીસો સભ્યો હતા અને એના પ્રમુખપદે અમેરિકાના પોસ્ટમાસ્ટર જનરલ જૉસેફ ટુઅર્ટ હતા. વીરચંદ ગાંધીના ઉપદેશથી હજારો લોકો શાકાહારી બન્યા. કેટલાકે ચોથા વ્રત(બ્રહ્મચર્ય)ને અંગીકાર કર્યું અને કેટલાકે સમાધિ ધ્યાન કરવાનું શરૂ કર્યું તો કેટલાક શ્રી નમસ્કાર મહામંત્રનો જપ કરવા લાગ્યા. ૧૮૯૫ના એપ્રિલમાં તેઓ અમેરિકાથી લંડન આવ્યા. અહીં સાઉથ પ્લેસ ચંપલ અને રૉયલ એશિયાટિક સોસાયટી સમક્ષ ભારતમાં મુંબઈના ગવર્નર તરીકે રહી ચૂકેલા લૉર્ડ રેના પ્રમુખપદે વીરચંદ ગાંધીનાં ભાષણો યોજાયાં. લંડનમાં અન્યત્ર પણ એમણે ચાર પ્રવચનો આપ્યાં. એમની રૉયલ એશિયાટિક સોસાયટીના સભ્ય તરીકે નિમણૂક થઈ એ પછી ફ્રાન્સ અને જર્મનીનો પ્રવાસ કરીને ‘ઓરિએન્ટલ’ સ્ટીમર મારફતે ૧૮૯૫ની આઠમી જુલાઈએ ભારત આવ્યા. ભારતમાં પ્રવેશ્યા ત્યારે મુંબઈ બંદર પરથી મોય સરઘસાકારે તેમને લાવવામાં આવ્યા. મુંબઈમાં એમણે પોતાના પ્રવાસ વિશે બે-ત્રણ પ્રવચનો આપ્યાં. એમના ચિત્તમાં સતત પોતાના માર્ગદર્શક ગુરુ શ્રી આત્માનંદજીનું 30 *અનનોન લાઇફ ઑફ જિસસ ક્રાઈસ્ટ "માં નોટોવિચના પ્રવાસનું વીરચંદ રાઘવજી ગાંધીએ દોરેલું રેખાચિત્ર
SR No.034271
Book TitleBharatiya Sanskritino Aatma
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherWorld Jain Confederation
Publication Year2009
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy