SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ભારતીય સંસ્કૃતિનો આત્મા " આપ સૌ જાણો છો કે અમે કોઈ સ્વતંત્ર રાષ્ટ્રના નાગરિક નથી. અમે તો મહારાણી વિક્ટોરિયાના પ્રજાજન છીએ, પરંતુ જો અમે સાચી રાષ્ટ્રીયતા બતાવી એક રાષ્ટ્રના સભ્ય હોવાનો ગર્વ લઈ શક્યા હોત અને અમારી પોતાની રાષ્ટ્રીય સરકાર અમારી પાછળ હોત, અને અમારી સંસ્થાઓનું કે અમારા કાયદાકાનૂનનું સંચાલન અમે સ્વેચ્છાએ અમારી મરજી મુજબ કરી શકતા હોત, તો હું ખાતરીપૂર્વક કહું છું કે અમે વિશ્વનાં બધાં રાષ્ટ્રો સાથે શાંતિમય સંબંધની ગાંઠ બાંધી અને કાયમ રાખવાનો સતત પ્રયત્ન આદરતે. અમે તો સૌનું સન્માન કરવામાં માનીએ છીએ, નહિ કે કોઈના અધિકારો લઈ લેવા અગર કોઈની ભૂમિ પર છાપો મારવો. અમે તો રાષ્ટ્ર-રાષ્ટ્ર વચ્ચે કુટુંબભાવ અને ભ્રાતૃભાવે કેળવવામાં માનીએ છીએ અને સારીયે માનવજાતિની એકતા ઝંખીએ છીએ. સંસ્કૃતમાં એક કવિએ કહ્યું છે : આ મારો દેશ છે, એવો સંકુચિત વિચાર સ્વાર્થી લોકો જ કરે છે. ઉદાર મનવાળા લોકો તો માને છે કે સમગ્ર વિશ્વ એક કુટુંબમાત્ર છે.” ભારતીય સંસ્કૃતિનો આત્મા - દાખવતા હતા. એ જ રીતે એમને શિક્ષણમાં ઘણો ઊંડો રસ હતો. એ સમયે એમણે જોયું હતું કે કેળવણીથી જ નારી-સમાજની ઉન્નતિ થઈ શકે તેમ છે. ભારતીય નારી એ સમયે વહેમ, અજ્ઞાનતા, અંધશ્રદ્ધા અને સામાજિક કુરિવાજોથી શોષિત હતી. એમ કહેવાતું કે – ભાઈનું મન ભમે ભૂગોળમાં અને બાઈનું ચૂલા હાંય.” આવે સમયે કેળવણી દ્વારા ભારતમાં નારીજાગૃતિ કરવાની ભાવના તેઓ ભૂલ કઈ રીતે ? આજથી ૧૧૬ વર્ષ પહેલાં એમણે નિકોલસ નોટોવિચ BARSHI 'International Society for the Education of Women in India’ નામની સંસ્થાની સ્થાપના કરી. સ્ત્રીઓને સમાજમાં યોગ્ય દરજ્જો અને કેળવણી મળે એવો એમનો ઉદ્દેશ હતો. એ પ્રાચીન ભારતની મૈત્રેયી, ગાર્ગી જેવી વિદુષી નારી બને તેવો આશય હતો. આ સંસ્થાએ અમેરિકામાં ત્રણ ભારતીય વિદ્યાર્થિનીઓના અભ્યાસ અને નિવાસની સઘળી જવાબદારી સ્વીકારી હતી અને એ રીતે ત્રણ વિદ્યાર્થિનીઓને એ જમાનામાં અમેરિકામાં શિક્ષણપ્રાપ્તિની તક મળી. વિશિષ્ટ કૃતિનો અનુવાદ અમેરિકાના આ પ્રથમ પ્રવાસ દરમિયાન એક નવા વિષય પર વીરચંદ ગાંધીની દૃષ્ટિ કરે છે અને એ વિષય છે સંશોધનનો. નિકોલસ નોટોવિચ નામના એક સંશોધકે તિબેટના બૌદ્ધ મઠમાંથી મેળવેલી હસ્તપ્રતના આધારે ‘અનનોન લાઇફ ઑફ જિસસ ક્રાઇસ્ટ’ નામનું પુસ્તક લખ્યું. ૧૮૯૪માં શિકાગોના ૬૫૫૮, સ્ટવર્ક બુલેવર્ડમાંથી વીરચંદ ગાંધી આ ફ્રેંચ પુસ્તકનો પૅરિસ યુનિવર્સિટીના પ્રો. જી. એલ. ક્રિસ્ટીએ કરેલા નવસંસ્કરણનો અંગ્રેજી અનુવાદ કરે છે. માત્ર સીધેસીધું ભાષાંતર કરવાને બદલે ઈસુ ખ્રિસ્ત ભારતભ્રમણ પર આવ્યા એ અંગે પ્રાચીન સમયના વિદેશો અને ભારત વચ્ચેના વાણિજ્ય માર્ગનો સંશોધનાત્મક આલેખ આપે છે. આ પુસ્તકમાં વર્ણવાયેલાં કાશ્મીર, હિમીસ મઠ, પ્રવાસી નોટોવિચ, લદાખનો બૌદ્ધ મઠ, લેહની બજાર વગેરે સ્થળો વિશે વીરચંદ ગાંધીએ સરસ ચિત્રો દોર્યા છે, જે એમની ચિત્રકલાની નિપુણતા દર્શાવે છે. વીરચંદ ગાંધી માત્ર દર્શનશાસ્ત્રના પ્રસ્તુતકર્તા નહોતા, પણ ધાર્મિક અને સામાજિક સુધારણામાં જીવંત રસ કેળવણી એ જ તરણોંપાય વીરચંદ ગાંધીનો એક અપ્રસિદ્ધ પત્ર ૨00૪ની ૧૯મી ઑગસ્ટના ‘પ્રબુદ્ધ જીવનમાં પરમ પૂજ્ય આચાર્ય શ્રી શીલચંદ્રસૂરીશ્વરજીએ આપ્યો છે અને તેમાં વીરચંદ ગાંધીએ અમેરિકાના પ્રવાસ દરમિયાન જોયેલી બે મુખ્ય બાબતો તરીકે અમેરિકાના લોકોનું આતિથ્ય અને એની ઉચ્ચ કક્ષાની કેળવણી પદ્ધતિ અંગે નોંધ આપી છે. શ્રી વીરચંદ ગાંધી છેલ્લાં એકસો વર્ષમાં અમેરિકાની કેળવણી, - 29 -
SR No.034271
Book TitleBharatiya Sanskritino Aatma
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherWorld Jain Confederation
Publication Year2009
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy