SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય સંસ્કૃતિનો આત્મા સ્મરણ ઘૂમતું હતું આથી તેઓ અંબાલામાં ચાતુર્માસ કરી રહેલા પૂ. આત્માનંદજી મહારાજના દર્શને ગયા. એમના શુભાશીર્વાદથી વિદેશમાં કરેલાં ધર્મ અને સંસ્કૃતિના કરેલાં પ્રચાર અને પ્રભાવનાની માહિતી આપી અને આ સર્વ જાણીને આચાર્યશ્રીને અત્યંત હર્ષ થયો. જીવનધ્યેયની પ્રાપ્તિ ૨૯ વર્ષના યુવાન ભારતની ધરતી પર પાછા તો આવ્યા પરંતુ એમના ચિત્તમાં સતત એક જ વિચાર ઘૂમતો હતો. એ વિચારતા હતા કે કઈ રીતે ધાર્મિક અને સામાજિક કાર્યો કરીને ભારતીય પ્રજા અને જૈન સમાજની ઉન્નતિ કરવી. પરિણામે એમણે બીજો કોઈ વ્યવસાય કે કાર્ય સ્વીકાર્યાં નહીં. એ સમયે મુખ્યત્વે જૈન સાહિત્યની ઉપાસના અને અન્ય ધર્મોના અભ્યાસમાં એમનું ચિત્ત ડૂબી ગયું. મુંબઈમાં ‘હેમચંદ્રાચાર્ય અભ્યાસ વર્ગ'ની સ્થાપના કરીને એના ઉપક્રમે જૈનદર્શનવિષયક વ્યાખ્યાનો આપ્યાં. આ સંસ્થાના ઉપક્રમે ‘કર્મનો સિદ્ધાંત' કે ‘સિદ્ધાંતસાર’ જેવા ગ્રંથ પર એમણે ગોષ્ઠિ રાખી અને વ્યાખ્યાનો આપ્યાં. આ અભ્યાસવર્ગમાં એમણે અમેરિકાની શિક્ષણવ્યવસ્થા, રીતરિવાજો અને એમના જીવનવ્યવહારની વાત કરી. થિયોસૉફિકલ સોસાયટી, આર્યસમાજ અને મુંબઈની બુદ્ધિવર્ધક સભામાં એમને જૈનદર્શન વિશે વક્તવ્ય આપવા માટે નિમંત્રણ મળ્યાં હતાં. ગાંધીજી સાથે ખોરાકના પ્રયોગો વીરચંદ ગાંધી અને મહાત્મા ગાંધીના સંબંધ અંગે સંશોધન કરતાં એક મહત્ત્વની વિગત સાંપડી છે. વીરચંદ રાઘવજી ગાંધી અને મહાત્મા ગાંધી મુંબઈમાં એકસાથે એક ઓરડીમાં રહ્યા હતા. મહાત્મા ગાંધીએ રવિશંકર નામના બ્રાહ્મણને રસોઈ માટે રાખીને મુંબઈમાં રહેવાની વ્યવસ્થા ગોઠવી હતી. આ સમયે મહાત્મા ગાંધી ભારતીય કાયદાશાસ્ત્રનું અધ્યયન કરતા હતા, પરંતુ એ અભ્યાસ એમને કંટાળાજનક લાગતો હતો. ઇંગ્લૅન્ડમાંથી બૅરિસ્ટર થઈને આવેલા ગાંધીજી પાસે કોઈ ‘બ્રીફ’ આવતી નહોતી. આવી બ્રીફ વચેટિયાઓને દલાલી આપવાથી મળતી હતી, પરંતુ ગાંધીજી એમાં સંમત નહોતા. આ વેળાએ 32 ભારતીય સંસ્કૃતિનો આત્મા બંને મિત્રોએ ખોરાક અંગેના પ્રયોગો શરૂ કર્યા. એમની સાથે સોલિસિટરની પરીક્ષા માટે તૈયારી કરતા વીરચંદ ગાંધી જોડાયા. વધુ સમય રાંધવાથી ખોરાકનાં પૌષ્ટિક તત્ત્વો ઓછાં થઈ જાય છે તેની તેઓએ ચર્ચા કરી અને પછી પૌષ્ટિક તત્ત્વો જળવાય એ રીતે રાંધવાની જુદી જુદી પદ્ધતિઓના અખતરા કર્યા. વેજિટેરિયન સોસાયટીના ચૅરમૅન એ. એફ. હિલ્સે ૧૮૮૯માં એક એવી પદ્ધતિ રજૂ કરી કે રાંધવાને કારણે સૂર્યનાં કિરણોમાંથી પ્રાપ્ય શક્તિ નષ્ટ થાય છે. એમણે રાંધેલો ખોરાક ખાવાને બદલે ફળ, સૂકો મેવો, કાચું અનાજ અને કઠોળ ભોજનમાં લેવાનું કહ્યું અને એને એમણે ‘વાઇટલ ફૂડ’ એવું નામ આપ્યું. શ્રી મોહનદાસ કરમચંદ ગાંધી (૧૮૮૮) ગાંધીજીના અંતેવાસી પ્યારેલાલે નોંધ્યું છે કે, “બૅરિસ્ટર થઈને આવેલા મહાત્મા ગાંધીને કોઈ કેસ મળતો નહતો. આ સમયે વીરચંદ ગાંધીએ એમને હિમ્મત રાખવા અને ધૈર્ય ધારણ કરવા સલાહ આપી. વીરચંદ ગાંધીએ ફીરોજશા મહેતા, બદરૂદ્દીન તૈયબજી અને એવા વકીલાતના ક્ષેત્રના અન્ય અગ્રણીઓએ સફળતા પ્રાપ્ત કરવા માટે કેટલો બધો લાંબો સમય રાહ જોવી પડી હતી તે દર્શાવ્યું. એમણે મહાત્મા ગાંધીજીને એમ પણ કહ્યું કે નવીસવી વ્યક્તિએ તો ત્રણ, પાંચ કે જરૂર પડે સાતેક વર્ષ પણ રાહ જોવી પડે અને એ પછીય એ બે છેડા ભેગા થાય એટલું મેળવી શકે. વીરચંદ ગાંધી રાષ્ટ્રીય મહાસભાના ચુસ્ત હિમાયતી હતા. ૧૮૯૫માં પૂનામાં ભરાયેલી ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસમાં એમણે મુંબઈના પ્રતિનિધિ તરીકે * Mahatma Gandhi, Vol. 1, The Early Phase by Pyarelal, 1965, Publisher: Navjeevan Publication House, Ahmedabad 33
SR No.034271
Book TitleBharatiya Sanskritino Aatma
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherWorld Jain Confederation
Publication Year2009
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy