________________
રડવા કુટવાની હાનિકારક ચાલ વિષે નિબંધ
૨ ભારતીય સંસ્કૃતિનો આત્મા " જૈન ભાઈઓમાં સસ્તુ વાંચન ફેલાવવાનો પ્રયત્ન અદ્યાપિ પર્યત થયો નથી તેથી એવા પ્રયત્નને કંઈક ઉત્તેજન મળે એવી મારી ઇચ્છા હોવાને લીધે આ નિબંધ મેં એજ ધોરણ ઉપર બહાર પાડ્યો છે. એટલે કે નિબંધના કદ તરફ નજર ન રાખતાં તેની કીમત માત્ર બેજ આના રાખવામાં આવી છે. આથી રંક અને શ્રીમન્ત એને એકસરખી રીતે ખરીદી શકશે અને તેથી આશા છે કે આનો બહોળો ફેલાવો થશે. આવી એક નહીં પણ અનેક દુષ્ટ ચાલો દુર કરવા રૂપ સાંસારિક સુધારા સંબંધી, ધાર્મિક સુધારા સંબંધી અને રાજકીય સુધારા સંબંધી સસ્તી કીમતે નિબંધો બહાર પાડી લોકોની નજર સામે ધરવાની જરૂર છે. હું આશા રાખું છું કે મારા સ્વધર્મી ભાઈઓ મારી આ ઊલટમાં ભાગ લઈ મને સાહાપ્ય થશે. તથાસ્તુ !
વીરચંદ રાઘવજી
મંગળાચરણ नमः श्रीवीतरागाय बीतदोषाय चाहते ।
शोकसंतापसंतप्तजनसंप्रीणनेंदवे ।। જય આદિ જિનેશ્વર શોક હરા, જય શાંતિ જિનેશ્વર શાંતિ કરા; જય નેમિ જિનેંદ્ર કૃપાંબુનિધિ, જય પાર્શ્વ જિનેંદ્ર વિખ્યાત અતિ. ૧ જય વીર પ્રભુ ત્રિશલા સુતજી, જસ નામ થકી જય થાય હજી; ગુરુ ગૌતમ મંગલ કારિ સ્મરો; સહુ શોક નિવારિ અશોક ધરો. ૨ વળી જંબુ મુનીશ્વર શીલ શુચિ, ગુણ ગાન કરો તસ ધારિ રૂચિ; કરી મંગલ એ વિધિથી નિરતું, મૃતરોદનરોધન બોધ રચું. ૩
विवेकः सर्वसौख्यानां मूलं शास्त्रे निरूपितः ।
ततो विवेकमार्गेण वर्तनीयं विचक्षणैः ।। સર્વ શાસ્ત્રોમાં વિવેક એજ સમસ્ત સુખોનું મૂળ કહેલ છે; માટે વિચક્ષણ પુરૂષોએ વિવેક માર્ગથીજ પ્રવર્તવું (જેથી સર્વ સુખો પ્રાપ્ત થાય.)
अविवेकसमुत्पन्ना या याः संतीह रूढयः ।
हास्यास्पदं परेषां ताः परिहार्या विवेकिभिः ।। અવિવેક એટલે અજ્ઞાન, તેનાથી થયેલી જે જે ખરાબ ચાલો આપણામાં વર્તે છે અને જે ચાલોથી પરધર્મીઓ (અંગ્રેજો વિગેરે) આપણી હાંસી કરે છે તેવી ખરાબ ચાલોનો વિવેકી જનોએ દુરથી જ ત્યાગ કરવો.
शब्द व्याख्या શોક, રૂદન અને કુટ્ટન એ ત્રણે આર્તધ્યાનવાળા જનોની પ્રવૃત્તિઓ છે. શોક એ માનસિક પ્રવૃત્તિ છે એટલે કે ચિંતા કરવી તેનું નામ શોક, વળી શોકનો અરતિ પણ કહે છે. અર્થાત્, હરેક પ્રિય વસ્તુના વિયોગે અને અપ્રિય વસ્તુના સંયોગે દિલમાં જે સંતાપ કરવો તેનું નામ શોક.
+ 88
—
–
89
–