________________
• ભારતીય સંસ્કૃતિનો આત્મા છે વીરચંદ ગાંધીની પ્રતિભાનું ખરું તેજ ન્યૂયૉર્કની નાઇન્ટીન્થ સેમ્યુરી ક્લબના ખ્રિસ્તી શ્રોતાજનો સમક્ષ આપેલાં પ્રવચનમાં દેખાય છે. ‘Have Christian Missions to India been successful?” એ વિષય પરના વક્તવ્યમાં વીરચંદ ગાંધી ભારતીય સંસ્કૃતિના પ્રબળ અને તેજસ્વી પુરસ્કર્તા લાગે છે. અમેરિકામાં પ્રથમ પ્રવેશે જ અત્યંત નિર્ભયતાથી ભારત વિશેની અમેરિકાની પ્રવર્તમાન ભ્રાંતિઓ પર પ્રહાર કરવા એ વીરચંદ ગાંધીની સત્યનિષ્ઠા, સાહસ અને દેશભક્તિનું દર્શન થાય છે. એ સમયે લાખો રૂપિયા ખર્ચીને ખ્રિસ્તી ધર્મના પ્રસાર માટે ભારત મોકલવામાં આવતા મિશનરીઓની પ્રવૃત્તિઓ વિશે આટલી હિંમત, દઢતા અને તર્કબદ્ધતાથી બહુ વિરલ લોકોએ વાત કરી છે.
એમણે કહ્યું, “મારે અમેરિકાનાં ખ્રિસ્તી ભાઈ-બહેનો આગળ એક નિખાલસ નિવેદન કરવાનું છે. આ દેશમાં આવ્યા પછી હું એવાં સૂત્રો સાંભળી રહ્યો છું કે ‘સારુંયે જગત ઈશુનું છે.' આ બધું શું છે ? આનો અર્થ શો ? એ કય ઈશુ છે જેના નામે આપ વિશ્વ ઉપર વિજય મેળવવા ચાહો છો ? શું કોઈ અત્યાચારી ઈશુ આપના મનમાં વસ્યો છે ? શું અન્યાયનો કોઈ ઈશુ આપ સૌએ માની લીધો છે? શું માનવઅધિકારોનો નિષેધ કરનાર કોઈ ઈશુનું અસ્તિત્વ છે ખરું ? અન્યાય અને અત્યાચારી કરબોજ લાદનાર કોઈ ઈશુ હોઈ શકે ખરો, જે એવી સરકાર કે સલ્તનતોની તરફદારી કરે અને જેની મદદથી અગર તો નામે અમારાં જ્ઞાન, વિચાર, ધર્મ અને સંમતિની ઉપરવટ જઈ માત્ર અમારી સામે ખડો રહે અને વિદેશીનો ભેદભાવ ઊભો કરે ? જો એવા કોઈ ઈશુના નામ ઉપર આપ સૌ અમને જીતી લેવા માગતા હો તો ખાતરી રાખજો કે અમે કદી પરાજિત નહિ થઈએ. પરંતુ આપ અમારી પાસે જો સદુપદેશ, બંધુત્વ અને વિશ્વપ્રેમથી નીતરતા ઈશુના નામે ઉપસ્થિત થશો, તો અમે જરૂર આપનું બહુમાન કરીશું. અમે તો એવા ઈશને ઓળખીએ છીએ જેનો અમને ભય નથી કે બીક નથી.”
વીરચંદ ગાંધી ભારતીય તત્ત્વજ્ઞાનની ગરિમા દર્શાવીને સિદ્ધ કરવા માગે છે કે ભારત એ માત્ર વાઘ, કોબ્રા કે રાજાઓનો દેશ નથી, પરંતુ એની પાસે પોતીકું આગવું વિજ્ઞાન છે, એની ધર્મવિચારણા છે, સમૃદ્ધ ભાષા અને સાહિત્ય
+ ભારતીય સંસ્કૃતિનો આત્મા છે અને એવા ભારતની ખોટી વાતો ચગાવીને બદનામ કરવાની પ્રવૃત્તિનો ખ્રિસ્તી પ્રભાવથી ભરેલા ક્ષેત્રમાં વીરચંદ ગાંધીએ પ્રચંડ વિરોધ કર્યો. આમાં જરૂર પડે ત્યારે એમણે ભારતીય ઇતિહાસની, એના ગહન તત્ત્વજ્ઞાનની, એની ઉત્કૃષ્ટ શિક્ષણપ્રથાની ગરિમામય વિગતો શ્રોતાજનો સમક્ષ ૨જૂ કરી અને પોતાનો ફેંસલો આપતા હોય તેમ સહુને સંબોધીને કહ્યું,
"My brothers and sisters of America, there is not a shadow of hope of christianizing India."
વીરચંદ ગાંધી કહે છે કે ખ્રિસ્તી મિશનરીઓ પોતાના ધર્મપ્રચાર માટે અમેરિકન પ્રજામાં ભારતીય લોકો વિશે, એમની જીવનપદ્ધતિ વિશે અને એમની સામાજિક વ્યવસ્થા અંગે ખોટી માન્યતાઓ ફેલાવે છે. અમે ભારતીયો માત્ર એકાદ રવિવારે જ કરુણાની ભાવના પાળતા નથી, બલ્ક અમારી કરુણા તો માત્ર મનુષ્યો જ નહીં, બલકે પ્રાણી અને પ્રકૃતિ સુધી અવિરત વહે છે. અમારી ધર્મક્લિાઓ અને તહેવારો પર અંધશ્રદ્ધાનો આક્ષેપ કરાય છે, પણ ખરેખર તો અમારા આચાર અને ઉત્સવો વિજ્ઞાનના નિયમો પર આધારિત છે. પ્રત્યેક હિંદુ ભોજન સમયે હાથ અને પગ સ્વચ્છ કરે છે, તે વિજ્ઞાનનો એક નિયમ છે. જેને તમે વૈજ્ઞાનિક સિદ્ધાંત કહો છો, તે અમારી દૈનિક ક્લિામાં વણાયેલા છે.
વીરચંદ ગાંધી કહે છે કે મારા મિશનરી મિત્રો ભારતીય લોકોને કેળવણી આપવાનું કહે છે, ત્યારે વીરચંદ ગાંધી સવાલ કરે છે કે શા માટે ? શું એ માત્ર ખ્રિસ્તી જાળમાં હિંદુ માછલીઓને ફસાવવાનું પ્રલોભન તો નથી ને ?
હજી આગળ વધીને વીરચંદ ગાંધી કહે છે કે આ મિશનરી શાળાઓ કે સરકારી અંગ્રેજી સ્કૂલો યુવાનોની પ્રકૃતિઓને રૂંધે અને વિકૃત બનાવે એવું શિક્ષણ આપે છે. આને માટે અમેરિકા અને ઇંગ્લેન્ડથી લાખો ડૉલર ભારતમાં મોકલવામાં આવે છે. કેટલાક વિદ્વાન મિશનરીઓ પોતાના વાક્યાતુર્યથી ભારત પર આક્ષેપો અને દોષારોપણ કરે છે અને હિંદુ ધર્મની ટકા કરવામાં પોતાની શક્તિ વેડફી નાખે છે. કોઈ પણ માણસ સંસ્કૃત ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો ન હોય તો એ હિંદુ ધર્મને જાણી શકે નહીં. જો તેઓ સંસ્કૃતમાં મારી સાથે વાર્તાલાપ કરી શકે તો હું જરૂર એ પાદરીઓના શબ્દો પર ભરોસો મૂકું.
- 11