SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય સંસ્કૃતિનો આત્મા જેકર શ્રીસંધકા ઐસા વિચાર હોકિ શ્રી વીરચંદજીને કદાપિ દૂષણ નહીં સેવનકરા હોવે ગા તો ભી ઇસકોં કોઈ પ્રાયશ્ચિત દેના ચાહિયે – ઇસકા ઉત્તર - શ્રીનિશીથસૂત્રમેં લિખા હૈ કિ જો વિનાદૂષણકે પ્રાયશ્ચિત્ત દેવે તો પ્રાયશ્ચિત્ત દેનેવાલે કો પ્રાયશ્ચિત્ત લેના પડતા હૈ ઔર સો પ્રાયશ્ચિત્ત કા દેને વાલા જિનરાજકી આજ્ઞાકા ભંગ કરનેવાલા હોતા હૈ તથા જબ તક દૂ સેવને વાલા અપના દૂષણ કબૂલ ન કરે તબ તક કેવલ જ્ઞાનીભી તિસ દૂષણવાલોં કો પ્રાયશ્ચિત્ત નહીં દેતે હૈં – યહ અધિકાર લક્ષ્મણા સાધવી કે વિષયમેં શ્રીમહાનિશીય સુત્રમેં હૈં - જબ દૂષણ કબૂલ કરે વિના પ્રત્યક્ષ દૂષણકે જાણને વાલે કેવલજ્ઞાની ભી પ્રાયશ્ચિત્ત નહીં દેતે હૈં તો મેં છદ્મસ્થ અલ્પમતિ કિસ રીતિરૂં પ્રાયશ્ચિત્ત દે શકું ? જે કર શ્રીસંધકા ઐસા વિચાર હોવે કિ આગબોટમેં બૈઠકે અનાર્ય દેશમેં જાનેસે અવશ્ય પ્રાયશ્ચિત્ત લેના ચાહિયે - ઇસકા ઉત્તર – ઐસા કથન તો હમનેં કિસી ભી જૈન શાસ્ત્ર મેં નહીં દેખા હૈ તો ફેર શ્રી જીનાજ્ઞા કોં ઉલ્લંઘન કરકે મેં કિસ તરે પ્રાયશ્ચિત્ત દેવું ? કર શ્રીસંઘકી ઐસી ઇચ્છા હોવે કિ શ્રી વીરચંદજીને દૂષણ સેવ્યા હોવે અથવા ન સેવ્યા હોવે તો ભી તિસકોં કછુક પ્રાયશ્ચિત્ત લેના ચાહિયે – ઇસકા ઉત્તર - જો જીનરાજ કી આજ્ઞા સંયુક્ત સૌ હી સંઘ હૈ ઔર શેષ જીનાજ્ઞા બાહિર જો સંઘ કહાવે હૈં સો હાડકાં કા સંધ હૈં નતુ શ્રી જીનરાજ જીકા સંધ - યહ કથન શ્રી આવશ્યકસૂત્રમેં હૈં – જેકર શ્રી સંધ ઐસ કહે કિ હમ પ્રાયશ્ચિત્ત તો નહીં દેતે હૈં પરંતુ શ્રીસંઘકી આજ્ઞાસે વીરચંદ રાઘવજી શ્રીશત્રુંજય તીર્થંકી યાત્રા કરે તો શ્રી સંઘ બહુત આનંદિત હોવે – ઐસી આજ્ઞા શ્રી સંઘકી માનનેસે શ્રી વીરચંદ રાઘવજીકી કુછ હાનિ નહીં હૈ – વિશેષ તહાં (મુંબાઈમેં) મુનિરાજ મહારાજ શ્રી મોહનલાલજી મહારાજજી બિરાજમાન હૈં વે ભી ભવભીરુ ઓર શ્રી જિનાજ્ઞા કે ભંગસે ડરને વાલે હૈં ઇસ વાસ્તે તિનહીભી સમ્મતિ લેની ચાહિયે તથા અન્ય કોઈ મહાવ્રતધારી ગીતાર્થસે પૂછ લેના - અબ મેં બહુત નમ્રતાસં શ્રીસંઘસે વિનતી કરતા હું કિ જો કુછ જીનાજ્ઞા વિરુદ્ધ અયોગ્ય લિખાણ કરા હોવે સો સર્વ શ્રીસંઘ મુજકો માફ કર - ઇતિ - કલ્યાણ હોવે શ્રી સકળ શ્રીસંઘ કોં - સંવત - ૧૯૫૧ - ભાદરવા સુદિ ૧૩ સોમવાર - દા. વલ્લભવિજયના સહિ - આત્મારામ કી સ્વહસ્તાક્ષર 62 ભારતીય સંસ્કૃતિનો આત્મા સંઘના આગેવાનો પણ મુંઝવણ અનુભવતા હતા. શેઠ વીરચંદ દીપચંદ અને શેઠ પ્રેમચંદ રાયચંદ જેવા સંઘના અગ્રણીઓએ જનતાને શાંત કરવા પ્રયત્ન કરતા હતા. પંજાબથી આત્મારામજી મહારાજે મુંબઈના સંઘને કહેવડાવ્યું કે શ્રી મોહનલાલજી મહારાજ આ બાબતમાં જે નિર્ણય આપશે તે મને અને વીરચંદ ગાંધીને સ્વીકાર્ય રહેશે. મુંબઈમાં પહેલી વાર જૈન સાધુ તરીકે પ્રવેશનાર, મુંબઈના આગણે પ્રથમ શ્રી મોહનલાલજી મહારાજ વાર દીક્ષા આપનાર અને અઢારે આલમના લોકો ૫૨ ધર્મપ્રભાવ પાડનાર મોહનલાલજી મહારાજ દીર્ઘદ્રષ્ટા હતા. વીરચંદભાઈ ઉપાશ્રયમાં પગ મૂકે તો એમની સામે કેસ કરીને કોર્ટના દરવાજા ખખડાવવા સંઘના કેટલાક ભાઈઓ બાંયો ચડાવીને તૈયાર હતા. એમનાં ભાષણોની સભામાં જઈને ધાંધલ મચાવતા હતા અને ખુરશીઓ ઉછાળતા હતા. એમના સામાજિક રૂઢિ-ઘેલછાના અંધત્વને એમના શ્રી શત્રુંજય તીર્થ અને શ્રી સમેતશિખર તીર્થનાં કાર્ય દેખાતાં નહોતાં. પરિસ્થિતિ પારખીને મોહનલાલજી મહારાજે ‘સમયને ઓળખો' એ વિશે અત્યંત પ્રભાવક પ્રવચન આપ્યું. તેમણે ઉત્સર્પિણી અને અવસર્પિણી તેમજ અપવાદની તર્કબદ્ધ છણાવટ કરી. રાગદ્વેષ પર એવો જિનનો ઉપાસક હોવો જોઈએ એ વિશે છટાદાર શૈલીમાં વક્તવ્ય આપ્યું. વીરચંદ ગાંધી એમના વ્યક્તિત્વથી પ્રભાવિત હતા અને અવારનવાર જ્ઞાનગોષ્ઠિ માટે એમનો સત્સંગ કરતા હતા, પરંતુ આ સમયે એમણે ખાનગીમાં વીરચંદ ગાંધીને મુંબઈ નહીં આવવા જણાવ્યું. સમય વીત્યો તેમ સમાજની સ્મૃતિ પરથી વાત ભૂંસાતી ગઈ. સંઘને શાંત પાડવા માટે શ્રી મોહનલાલજી મહારાજે જાહેર કર્યું કે, “સમુદ્રનું ઉલ્લંઘન કરવા બદલ પ્રાયશ્ચિત્ત રૂપે વીરચંદ 63
SR No.034271
Book TitleBharatiya Sanskritino Aatma
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherWorld Jain Confederation
Publication Year2009
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy