SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ - ભારતીય સંસ્કૃતિનો આત્મા છે એ જ રીતે એમને વ્યક્તિગત રીતે મળનાર રેવન્ડ એરિસન પાર્કર કહે છે : “અત્યંત બુદ્ધિશાળી તથા પૂર્વના પ્રતિનિધિઓમાં આપણા માનસને હચમચાવી મૂકનાર તરીકેની છાપ પડી. તેઓ જે રીતે મહાપુરુષોના વિચાર અને જીવન રજૂ કરે છે તે સાંભળ્યા પછી એમના સિવાય બીજા કોઈની પાસે હું સાંભળવાનું પસંદ કરું નહીં.” બોસ્ટનમાં વીરચંદ રાઘવજી ગાંધીએ ‘કોન્સન્ટેશન' પર આપેલાં પ્રવચનોથી પ્રભાવિત થયેલી લેખિકા લિલિયન હિટિંગ નોંધે છે : “એમની પાસે ઊંડી અભ્યાસશીલતા, આધ્યાત્મિક સત્યોનો આશ્ચર્યકારક લાગે એવો સંચય તથા અલ્પપરિચિત વિચારોને સમજાવવાની ક્ષમતા જોવા મળે છે.” આ રીતે વિદેશમાં સર્વત્ર ભારતીય સંસ્કૃતિનું સામર્થ્ય અને જૈન ધર્મનું તત્ત્વજ્ઞાન દર્શાવનાર વીરચંદ રાઘવજી ગાંધીને સ્વદેશમાં સામાજિક બહિષ્કારનો સામનો કરવો પડ્યો હતો. એથીય વિશેષ વીરચંદ ગાંધી સાથે સંબંધ રાખનારનો પણ સામાજિક બહિષ્કારનો નારો પોકારવામાં આવ્યો હતો. ૧૮૯૩ની ૯મી જુલાઈએ ૧૩૭ સહીઓ સાથે વીરચંદ ગાંધીને શિકાગો ધર્મ પરિષદમાં મોકલવા અંગે તેમજ વિશ્વ સન્માનનીય આત્મારામજી મહારાજના જૈનશાસનને ઉપયોગી નિર્ણયનો વિરોધ તથા જૈન એસોસિએશનના નિર્ણયનો વિરોધ કરતી પત્રિકા બહાર પડી. મુંબઈનો સંઘ પણ વિરુદ્ધમાં પડ્યો હતો. આવે સમયે વીરચંદ ગાંધી સાથે શ્રી મગનલાલ દલપતરામ અડીખમ બનીને ઊભા રહ્યા, પોતાના ગુરુ પૂ. આત્માનંદજીની ભાવના સિદ્ધ કરવા માટે ઘણી મોટી આર્થિક સહાય આપી. મુંબઈના સંઘને સમજાવ્યો. વીરચંદ ગાંધી સાથે ભોજનવ્યવહારનો સંબંધ દર્શાવવા માટે ભાયખલામાં બસો વ્યક્તિઓનું ભોજન યોજ્યું, આમ છતાં વાતાવરણ વિશેષ તંગ બનતું હતું. એ સમયે જ્ઞાતિબહિષ્કાર એ વ્યક્તિ અને એના પરિવારને તબાહ કરી નાખતો હતો. આકાશ જોનારા માનવીને કૂપમંડૂકો ક્યાંથી ઓળખી શકે ? વીરચંદ ગાંધીએ વિદેશમાં જૈન આચારોનું શુદ્ધ રૂપે પાલન કર્યું હતું. સ્વામી વિવેકાનંદ અને વર્તમાનપત્રોએ એમની આચારશુદ્ધિની ખાસ નોંધ લીધી હતી. અમેરિકાના એડિટર્સ બ્યુરોએ લખ્યું, “આ મહાન અને ઉમદા વ્યક્તિ - ભારતીય સંસ્કૃતિનો આત્મા - પવિત્રતાનો જે ઉપદેશ આપે છે અને એ પ્રમાણે વર્તે છે એની પ્રશંસા માટે પૂરતા શબ્દો નથી.” જૈનોનાં પ્રાચીન શાસ્ત્રોમાં વિદેશયાત્રાનું વર્ણન હતું, પરંતુ આ બધું વાંચે-વિચારે કોણ ? સામાજિક રૂઢિઓના બંધનમાં રચ્યાપચ્યા રહેતા અને એ દ્વારા પોતાનો અહંકાર પોષતા લોકોએ આ વિદેશયાત્રાનો પ્રબળ વિરોધ કર્યો. આચાર્ય શ્રી આત્માનંદજી મહારાજ જાણતા હતા કે વીરચંદભાઈએ જિનાજ્ઞાનું કોઈ ઉલ્લંઘન કર્યું નથી. એમણે આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી પાસે મુંબઈના સંઘને સં. ૧૯૯૧ ભાદરવા સુદ ૧૩ના રોજ લખેલા પત્રના કેટલાક અંશો જોઈએ : શ્રી પરમાત્મજયતિ સ્વસ્તિથી મુંબઈ બંદરે સકલ શ્રીસંઘ જયવંતવત - અંબાલાથી લિ. મુનિ આત્મારામજી કે તરૂં સે ધર્મલાભ વાંચના - યહાં સુખસાતા હૈ ધર્મ ધ્યાનકરને મેં ઉદ્યમ રખના - આગે શ્રી સકળ શ્રીસંઘ કે તરફસે શ્રાવક પુણ્યપ્રભાવક દેવગુરુભક્તિકારક શt, મોતીચંદ હર્ષચંદજી તથા શા. ફકીરચંદ પ્રેમચંદજી કા લિખા હુઆ પત્ર ૧ ભાદરવા સુદિ ૧૧ કે રોજ મુજ કો મિલા હૈ સો વાંચકર સમાચાર સર્વ માલુમ કિયા હૈ - શ્રીસંઘક તરફસે શ્રાવક શ્રી વીરચંદ રાઘવજીને અમેરિકા દેશમેં જૈનધર્મ કે ઉપદેશ કરને વાસ્તે ગયા થા સો લગભગ દો વર્ષ તકે અમેરિકામે જૈન ધર્મ કા ઉપદેશ કરકે સેંકડો સ્ત્રીપુરુ ય કો શ્રી જૈન ધર્મના બોધ કર કે પાછા હિન્દુસ્તાન મેં આયા હૈ તિસ વીરચંદ રાઘવજી કે તાંઈ પૂર્વોક્ત કામ કરનેસે ઔર આગબોટ મેં બૈઠકે અનાર્ય દેશમે જાનેમેં ક્યા પ્રાયશ્ચિત (દંડ) લેના ચાહિયે ? મેં બહોત નમ્રતાપૂર્વક શ્રીસંઘ કો લિખતા હું કેિ શ્રી જૈન મત કે શાસ્ત્રોમે જો કોઈ જ્ઞાનદર્શન ચારિત્રમે તથા અપને કરે હુએ વ્રતનિયમોમે દૂષણ લગાવે તો તિસકો પ્રાયશ્ચિત કરક્ષા લિખા હૈ, સો તો મુંબઈ કે શ્રીસંધને કિસી ભી દૂષણ કા નામ નહીં લિખા હૈ તો મેં કિસ દૂષણ કા ઇન કો પ્રાયશ્ચિત દેવું ? તથા ઇહાં વીરચંદ રાઘવજી કો હમને પૂછા કિ તુમને અમેરિકાની મુસાફરીમેં અપને કિસી ભી વ્રત નિયમમે દૂષણ લગાયા હોવ તો તુમ તિસ કી આલોયણા કર કે પ્રાયશ્ચિત્ત લે લેવો. તબ શ્રી વીરચંદ રાઘવજી ને કહા કિ મેને અપને કિસી ભી તનિયમમેં અમેરિકાની મુસાફરીમેં દૂષણ નહીં લગાયા હૈ - અબ શ્રી સંઘકો વિચારના ચાહિયે કિ મેં શ્રીસંથકો કિસ દૂષણ કર પ્રાયશ્ચિત્ત લિખ ભેજું ? - 61 ) - 60 -
SR No.034271
Book TitleBharatiya Sanskritino Aatma
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherWorld Jain Confederation
Publication Year2009
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy