SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ - ભારતીય સંસ્કૃતિનો આત્મા - શ્રી અને શ્રીમતી ગોર્ડન : મહાવીર બ્રધરહૂડનાં ઓનરરી સેક્રેટરી વીરચંદ ગાંધીએ રજૂ કરેલા આદર્શોની સુવાસ ઇંગ્લેન્ડમાં પ્રસરે અને પોતાના દેશબાંધવો એનાથી લાભાન્વિત થાય તે માટે હર્બર્ટ વૉરને લંડનમાં ‘જૈન લિટરેચર સોસાયટીની સ્થાપના કરી. સંસ્થા દ્વારા અંગ્રેજ વિદ્વાનોના જૈન ધર્મવિષયક સંશોધનપૂર્ણ ગ્રંથો પ્રકાશિત થયા, વીરચંદ ગાંધીના અવસાન પછી પણ હર્બર્ટ વૉરન પંડિત ફતેચંદ લાલન, શ્રી હીરાલાલ ઝવેરી, શ્રી ગોવિંદજી મૂળજી મહેવાણી, શ્રી મકનજી જેઠાભાઈ મહેતા તથા અન્ય વિદ્વાનોને જૈન તત્ત્વજ્ઞાન અંગેની પોતાની જિજ્ઞાસા પુછાવતા હતા. એ સમયે ‘મહાવીર બ્રધરહૂડ’ નામની સંસ્થા પણ ઇંગ્લેન્ડમાં સ્થપાઈ, જેના માનદ્ મંત્રી તરીકે શ્રી અને શ્રીમતી એ. ગોર્ડન કાર્યરત હતાં. આમ ઇંગ્લેન્ડમાં વીરચંદ ગાંધીએ અમેરિકાની માફક એવી અમીટ છાપ પાડી કે ત્યાં પણ જૈન તત્ત્વજ્ઞાનવિષયક સંસ્થાઓ સ્થપાઈ અને જૈન ધર્મના પાલનની રુચિ પ્રગટી. વીરચંદ ગાંધીએ વિશ્વધર્મ પરિષદમાં પણ પોતાની આગવી છાપ દાખવી હતી. પરિષદના દસ ધર્મોમાં જૈન ધર્મનું સ્થાન નહોતું. તેમ છતાં એના પ્રતિનિધિ તરીકે પોતાની વાચન, વર્નાતકલા, વિદ્વત્તા વગેરેથી સહુનાં મન જીતી લીધાં. • ભારતીય સંસ્કૃતિનો આત્મા આથી વિશ્વધર્મ પરિષદની કલ્પના કરનાર ચાર્લ્સ સી, બોનીએ સ્વયં ભારતમાં દુષ્કાળ રાહત માટે અમેરિકામાં વીરચંદભાઈએ ૧૮૯૬૯૭માં સ્થાપેલી દુષ્કાળ રાહત સમિતિનું પ્રમુખપદ સ્વીકાર્યું હતું અને શ્રી ચાર્લ્સ બોનીના સહયોગ અને ભારત પ્રત્યેના સદૂભાવને લીધે વીરચંદભાઈએ તાત્કાલિક સાનફ્રાન્સિસ્કો શહેરથી મકાઈ ભરેલી સ્ટીમર કલકત્તા મોકલી હતી અને આશરે ૪૦ હજાર રૂપિયા ચાર્જ સી. બોની વિશ્વધર્મ પરિષદના મંત્રી ભારતના જુદા જુદા ભાગોમાં મોકલાવી શક્યા હતા. પ્રતિભાનાં તેજકિરણો આવી જ રીતે વિશ્વધર્મ પરિષદના મંત્રી ડૉ. જૉન હેની બરોઝને વીરચંદ ગાંધીના વ્યક્તિત્વની સ્વસ્થતા અને સમભાવ સ્પર્શી ગયાં હતાં. પાદરી જ્યૉર્જ પેન્ટાકોસ્ટ હીન ભાષામાં કરેલી હિંદુ ધર્મની ટીકાનો વીરચંદભાઈએ જે સ્વસ્થતા અને સચોટતાથી ઉત્તર આપ્યો તેનાથી તે પ્રસન્ન થઈ ગયા હતા. આથી વિશ્વધર્મ પરિષદની પૂર્ણાહુતિ પછી એમણે વીરચંદભાઈને રહેવા માટે શિકાગોનું પોતાનું નિવાસસ્થાન ખાલી કરીને આપ્યું હતું. એ જ રીતે ખ્રિસ્તી ધર્મના પાદરીઓએ પણ એમની પ્રતિભાનો સ્વીકાર કર્યો. શિકાગો શહેરના પાદરી રેવન્ડ આરએ. વ્હાઇટે પોતાનો અનુભવ વર્ણવતાં લખ્યું, “મારા ચર્ચમાં એમણે આપેલ પ્રવચન મારા મત પ્રમાણે, એમની રજૂઆત કરવાની ઢબ અને વિગત એમ બંને દૃષ્ટિથી એમને છાજે એવું હતું. એમણે દર્શાવ્યું કે પૌર્વાત્ય તત્ત્વજ્ઞાન સંપૂર્ણ રીતે ગ્રહણ કરેલું છે. શ્રી ગાંધીનું અંગ્રેજી ભાષા પર સારું પ્રભુત્વ છે અને સર્વત્ર રસજિજ્ઞાસા જાગે તેવું એમનું વ્યક્તિત્વ છે.”
SR No.034271
Book TitleBharatiya Sanskritino Aatma
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherWorld Jain Confederation
Publication Year2009
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy