________________
ભારતીય સંસ્કૃતિનો આત્મા
સ્વામી વિવેકાનંદ પ્રજ્વલિત મશાલ જેવા કહેવાય. અગરબત્તી ધીમે ધીમે જલતી હોય, ચોપાસ વાતાવરણમાં મીઠી સુવાસ ફેલાવતી હોય અને અંતે બળીને ખાખ થઈ વિલય પામતી હોય છે. વીરચંદ ગાંધીનું આવું થયું. એમની વિદાય સાથે એમની પ્રવૃત્તિઓનું પૂર્ણવિરામ આવી ગયું.
જ્યારે વિવેકાનંદે એક મશાલ જલાવી અને રામકૃષ્ણ મિશન (સ્વામી અભેદાનંદ આદિ) અને અન્ય સંસ્થાઓએ આજ સુધી પ્રજ્વલિત
રાખીને એમનાં વિચારો, સિદ્ધાંતો યોગમુદ્રામાં
અને કાર્યોનો રાષ્ટ્ર અને વિશ્વને
અવતરિતપણે પ્રકાશ આપ્યો. આ લેખકને એની કમનસીબીનો અનુભવ થયો કે મહુવાના ગ્રંથાલયમાં વીરચંદ ગાંધીએ લખેલું એક પુસ્તક પણ ન મળ્યું.
વીરચંદ ગાંધી પાસેથી જૈન ધર્મ પામનાર શ્રીમતી હાવર્ડ અંગે વીરચંદ ગાંધીએ એક એવી નોંધ કરી છે કે વિજયાનંદસૂરિજીની વિશેષ સૂચનાઓ પ્રમાણે એક મહિના સુધી નવકાર મંત્રનો જાપ કર્યા બાદ શ્રીમતી હાવર્ડને જાતિસ્મરણજ્ઞાન પ્રાપ્ત થયું હતું અને એમણે ભારતમાં પોતાના પૂર્વજન્મની ઘણી વાતો જણાવી હતી. ભારતીય વસ્ત્રોમાં કટાસણા પર બેસી મુહપત્તિ હાથમાં રાખી સામાયિક કરતી શ્રીમતી હાવર્ડની છબી મળે છે. આજે તો ન્યૂયૉર્કમાં શ્રીમતી હાવર્ડનું નિવાસસ્થાન ઉજ્જડ અને વેરાન છે.
વીરચંદ ગાંધીના એક બીજા સમર્થ અનુયાયી તે હર્બર્ટ વૉરેન. વિદેશમાં વીરચંદ રાઘવજી ગાંધીનાં પ્રવચનોએ એક એવી નવી હવા ફેલાવી કે અનેક શ્રોતાજનો એ પ્રવચનોની નોંધ લેતા હતા. વીરચંદ રાઘવજી ગાંધી શિકાગોની
- ભારતીય સંસ્કૃતિનો આત્મા " વિશ્વધર્મ પરિષદમાં ગયા, ત્યારે હર્બર્ટ વૉરેનને એમનો પરિચય થયો અને હર્બર્ટ વૉરને વીરચંદ રાઘવજી ગાંધી પાસેથી જૈન ધર્મનું પદ્ધતિસરનું જ્ઞાન મેળવવા પ્રયત્ન કર્યો હતો. જૈન ધર્મમાં અનન્ય શ્રદ્ધા ધરાવનાર, દેવગુરુનું પૂજન કરનાર અને નિત્ય સામાયિક વગેરે આચાર પાળનાર હર્બર્ટ વૉરને વીરચંદ ગાંધીનાં ભાષણો, ચર્ચાઓ વગેરેના આધારે જૈન ધર્મ પર પુસ્તક લખ્યું અને વીરચંદ ગાંધીએ આપેલું અમૂલ્ય જ્ઞાન
હર્બર્ટ વૉરન દુનિયાને ભેટ આપવાનો એમણે સંકલ્પ સેવ્યો હતો.
વીરચંદ ગાંધીનાં ભાષણ એમણે શૉર્ટહેન્ડથી સંપૂર્ણ રીતે લખી લીધાં હતાં. વીરચંદ ગાંધી પાસેથી શ્રાવકનાં વ્રતોનું યથાર્થ જ્ઞાન મેળવ્યું અને બાર વ્રતો પૈકી પ્રથમ સાત વ્રતો ઇંગ્લેન્ડના દેશકાળ અનુસાર લીધાં હતાં, એટલું જ નહીં પણ વીરચંદ ગાંધીના ઉપદેશથી હર્બર્ટ વોરને માંસાહારનો ત્યાગ કર્યો હતો.
જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ' (પૃ. ૬૯૪)માં મોહનલાલ દલીચંદ દેસાઈ નોંધે છે, “આ અંગ્રેજ માંસાહારનો સર્વથા ત્યાગ, જૈન વ્રતોનું મર્યાદાથી ગ્રહણ કરીને જૈન તત્ત્વજ્ઞાનમાં શ્રદ્ધા સંપૂર્ણ ને વિચારપૂર્વક રાખી જૈન ધર્મન પાળે છે. વીરચંદભાઈના તે હસ્તદીક્ષિત શિષ્ય છે. તેમણે તેમનાં ભાષણોની નોંધ લઈ રાખી હતી તે હજુ પોતાની પાસે છે. જૈન ધર્મ પર Jainism નામનું અંગ્રેજી માં તેમણે પુસ્તક રચ્યું છે. તે પરથી તે સારા વિચારક છે એ સ્પષ્ટ જણાય છે. આ પુસ્તકનો ગુજરાતી ભાષામાં ‘જૈન ધર્મ યાને જીવનના મહાન પ્રશનોનું જૈનદર્શનથી સમાધાન' એ નામે શ્રી વલ્લભદાસ ગાંધીએ કરેલો અનુવાદ ભાવનગરની શ્રી જૈન આત્માનંદ સભાએ વિ. સં. ૧૯૯૦માં પ્રકાશિત કર્યો. તે પરથી તે સારા વિચારક છે એ સ્પષ્ટ જણાય છે.
%