SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ - ભારતીય સંસ્કૃતિનો આત્મા છે एगंपिअ मरणदुहं अन्नं अप्पावि ख्रिष्पए नरए । एगं च मालपडणं अन्नं लगुडेण सिरिघाओ ।। અર્થ : એક તો પ્રિય સ્વજનના મરણનું દુઃખ અને બીજું વળી તેના માટે રડી કુટી આત્માને નરકાદિ દુર્ગતિમાં નાખવો. એ તે કેવો ન્યાય કે એક તો માળ ઉપરથી પડવું અને વળી તેના ઉપર લાકડીનો માર ! અર્થાત જેમ કોઈ માળ ઉપરથી પડી જાય અને હાથ પગ ભાંગે અને વળી તેની સાથે તેના ઉપર લાકડીનો માર પડે તે કેવું દુ:ખ ભોગવે ! તેમજ મૂર્ખ લોકો પણ પોતાના સગા વહાલાના મરણથી દુ:ખ પામવાની સાથે રડવા કુટવાથી પોતાના આત્માને નરકાદિ દુર્ગતિમાં નાખે છે. આવા ખુલ્લા શબ્દોથી શાસ્ત્રોમાં પણ ૨ડવા કુટવાનો નિષેધ કર્યો છે તે છતાં એવી ચાલ શા માટે તમે જારી રાખો છો ! આવો ઘાતકી રીવાજ ચાલુ રાખવાથી તમે તમારું માન ગુમાવ્યું છે, બીજા લોકોમાં હાથે કરી હાંસી કરાવી છે, સમજુ અને અણસમજુ , ડાહ્યા અને મુર્ખ, ભણેલા અને અભણ સર્વ જનોએ આ ઘાતકી, જુલમી નિર્લજ અને દુઃખદ રૂઢીને તાબે થઈ પોતાના સર્વ પ્રકારના સુખમાં મોટો ભડકો સળગાવી મુક્યો છે. સુશીલ જૈન સાધુઓ ! તમે સારી વિદ્યા સંપાદન કરી ખરૂં શું છે અને ખોટું શું છે એ સમજવા લાગ્યા છો. રડવા કુટવાની નિર્લજ ચાલ રૂપી બેડી તમારા ઉપર ઠોકાયાથી તમારું દીલ બળતું હશે, તમારામાં સ્વજાતિનું ભલું કરવાની ઇચ્છા હોવી જ જોઈએ. તમારી તમારા પવિત્ર શાસ્ત્ર ઊપર તો પુરેપુરી શ્રદ્ધા છે જ . ટોટો મુકી દઈ નફોજ મેળવવો એ તો તમારો ખાસ ગુણ છે તો વહેમી અને અજ્ઞાની લોકોની હાંસીને પાત્ર થઈને પણ આવી હલકી, અજ્ઞાનસૂચક, નફ્ફટ અને નિરાલાજરી ચાલનો નાશ કરી તમારા જાતિભાઈઓને સુખી નહીં કરો ? કરશો જ . રડવા કુટવાનો રીવાજ હાનિ કરતા શરમાવે એવો અને ધિક્કારને પાત્ર છે. દરેક ડાહ્યા માણસની ફરજ છે કે પોતાના ઘરમાંથી, પોતાની જ્ઞાતિમાંથી અને છેવટે પોતાના દેશમાંથી આ નફટ ચાલનું જડમૂળથી નિકંદન કરવું જોઈએ. તમે વિચાર કરો કે એ ચાલ મુકી દીધાથી તમને કોઈ પણ જાતનો - ૨ડવા કુટવાની હાનિકારક ચાલ વિષે નિબંધગેરફાયદો થાય એમ છે ? બીલકુલ નહીં. ઉલટા અનેક જાતના લાભ થશે. બીજા લોકોમાં તમારી આબરૂ વધશે, તમારે માટે સારો મત બંધાશે, તમારા ધર્મનું મૂળ દયાજ છે એવું અન્ય દર્શનીયો બરાબર જાણશે, સાંસારિક સુધારો કરવામાં અગ્રેસર થયાથી તમે નામાંકિત થશો. કદાચ તમે પુછશો કે સગા વહાલાના મરણ વખતે રડવું કુટવું નહીં તો બીજું શું કરવું ? તેના જવાબમાં – મરણ સમયે એવું ઘેલાપણું નહીં બતાવતાં પ્રભુનું સ્મરણ કરવું. મરણ પછી પણ સગા વહાલાઓ તમારે ઘેર આવી કુટવા લાગે તો તેમને તેમ કરતા અટકાવી નોકરવાળી (માળા) આપી કહેવું કે પ્રભુનું નામ લઈ અવતાર સફળ કરો. વડોદરામાં એક સારા ઘરમાં મરણ થયું હતું ત્યારે તેને ઘેર ૨ડવા ફૂટવા આવનારી સ્ત્રીઓને તેજ પ્રમાણે નોકરવાળી આપવામાં આવી હતી. ખરેખર ! એજ પ્રમાણે દરેક ઠેકાણે રિવાજ દાખલ કરવો જોઈએ, તેથી દરેક જ્ઞાતિના મુખ્ય શેઠીયાઓને મારી નમ્રતાપૂર્વક એવી અરજ છે કે તેમણે પોતાની નાત એકઠી કરી સર્વાનુમતે આ ચાલમાં ઘણો સુધારો કરી તેમની જ્ઞાતિ ઉપરનું ભુંડું કલંક ભૂંસી નાખવું જોઈએ. અને તે પ્રમાણે કરવાની દરેક નાતના શેઠીયાની ફરજ છે. કદાચ કોઈ કહેશે કે ઘણા કાલ થયા પેઠેલી આ ચાલનું નિકંદન કરવાની ખટપટમાં કોણ પડે અને લોકોનો અપજ શ કોણ માથે લે ? ભાઈઓ ! ૨ડવા કુટવાની ચાલથી આટલા બધા નુકશાન ખમીએ છીએ એ જાણ્યાં છતાં અને સારો માર્ગ મહો આગળ છતાં તે રસ્તે ચાલવાની હોશ ન કરવી અને કુમાર્ગે ચાલવા હઠ રાખવો એ એક પાપ છે, એ સ્વાભાવિક નિયમથી ઊલટું છે. મનુષ્યનું લક્ષણ એ છે કે કોઈપણ કારણથી ખરાબ રૂઢી પેસી ગઈ હોય તો સારા વખતમાં માલમ પડ્યાથી તેને દૂર કરવી જોઈએ. એમાં કાંઈ તમને પૈસા બેસવાના નથી. ફક્ત જીભ હલાવવાની છે. આવી નુકશાનકારક અને ચીતરી ચઢાવે એવી ઘાતકી ચાલ તમારી મેળેજ બંધ કરવી એ વધારે સારું છે. દયાલુ બ્રીટીશ સરકારે રજપુતસ્થાનમાં બાળહત્યાનો અટકાવ કર્યો, સતી થવાની ચાલ બંધ કરી વિગેરે હીંદુઓના રીવાજ માં ઘણો સુધારો કર્યો છે તેમ જાહેર રસ્તામાં કમકમાટ ઊપજે તેવી રીતે 107 106
SR No.034271
Book TitleBharatiya Sanskritino Aatma
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherWorld Jain Confederation
Publication Year2009
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy