SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ભારતીય સંસ્કૃતિનો આત્મા " શરીર ઉપર ઘાતકીપણું ગુજારવાની સરકાર મના કરી શકે છે. પરંતુ દરેક સાંસારિક સુધારા પોતાની મેળે જ દાખલ થાય એમાંજ વધારે માન અને શોભા છે. એથી તમારી ઠેકાણે ઠેકાણે પ્રશંસા થશે, તમારી વંશ પરંપરા તમને આશિર્વાદ દેશે અને તમારો આત્મા આવા પુણ્યના કામો કરી સદ્ગતિ ભોગવશે ! તથાસ્તુ ! मरण पाछल जमणवार મરણ પાછળ ૨ડવા કુટવાની સાથે નાતવરાનો ઘણો નિકટનો સંબંધ છે તેથી મરણ પાછળ નાતવરા કરવાના રીવાજ વિશે બે બોલ બોલાય તો અનુચિત નથી. જગતનો સ્વાભાવિક નિયમ છે કે દરેક માણસ આનંદ, યશ અને સમાગમની આકાંક્ષા રાખે છે. તેના દરેક કામમાં, તેના દરેક સંબંધમાં અને તેના દરેક તરંગમાં દરેક મનુષ્યની એવી જ ઇચ્છા રહેશે કે મને ફલાણું કામ કર્યાથી આનંદ મળે છે તો તે કામ કરવું, ફલાણું કામ કરવાથી યશ મળે છે તો બીજા કામની દરકાર નહીં રાખતા તે કામ કરવું અને છેવટે પ્રતિષ્ઠિત માણસો સાથે સમાગમ થવાથી એ મને શોભા આપનારૂં છે તો તેમની સાથે સમાગમ કરવો. આટલા હેતુઓથી જ જમવા જમાડવાનો સંપ્રદાય ચાલુ થયો હોય એમ જણાય છે, અને એ સંપ્રદાય સંસાર વ્યવહારમાં આનંદ આપનારો છે એમ તો સર્વે કબુલ કરશે, પરંતુ આટલું પણ ધ્યાનમાં આવશે કે જમવું જ માડવું એ હર્ષની નિશાની છે, શોકની નહીં. નાતો જમાડવી એ લગ્ન અથવા એના જેવા બીજા પ્રસંગે આનંદ આપનારો થઈ પડે છે પરંતુ મરણ પ્રસંગે જે વખતે વહાલા સગાનાં અકાળ મૃત્યુથી તમારા હૃદયમાં, કારી ઘા પડેલો હોય અને જે ઘાથી તમે રીબાતા હો તે વખતે સગા વહાલાઓને અને નાતના લોકોને મિષ્ટાન્ન જમાડવા એ કયા પ્રકારના આનંદનું કારણ છે એ સમજી શકાતું નથી. મરણ એ કાંઈ નાની સુની વાત નથી. માણસ મરી ગયું અને લાકડાનો કડકો ભાંગી ગયો એ કાંઈ સરખું નથી. છતાંપિ મરણ પાછળ જમણવાર એટલા તો જરૂરના થઈ પડ્યા છે કે બીજા શુભ પ્રસંગો ન સચવાય તેની હરકત જે રડવા કુટવાની હાનિકારક ચાલ વિષે નિબંધ નહીં પણ દાડો (મરણ પાછળ જમણવાર) કરવો જ જોઈએ. મરનારના કુટુંબને મનુષ્ય રત્નની હાનિ થઈ છે એ તો જાણે બસ નથી, તેના જાનનો પણ તેણે ભોગ આપવો જ જોઈએ. ખરચવાની શક્તિ ન હોય. ભવિષ્યમાં ભરણ પોષણના પણ સાંસા હોય તો પણ મરનારને દાડો તો કરવો જ જોઈએ એ ક્યાંનું શાણપણું ! “સ્ત્રીની અઘરણી અને મા બાપનો દહાડો એ કાંઈ ફરી ફરીને આવતા નથી ” એવી કહેવત છે. તેથી એવો પ્રસંગ આવે ઘર બાર અને ઘરેણા ગાંઠાં વેચીને પણ નાતો જમાડવા લોકો તૈયાર થાય છેજ. દાડા માટે નાતવરા કરવા એ એક નાતનો ધારોજ થઈ પડ્યો હોયની ! સરકારના કરમાંથી સરકારને અરજ કરીને પણ છુટી શકાય પરંતુ આ રીવાજે તો એટલું ઉંડું મુળ નાખ્યું છે કે તેમાંથી છૂટી શકાતું નથી. ધિક્કાર છે એવા રીવાજને ! અને સહસ વાર ધિક્કાર છે એવા રીવાજને વળગી રહેનારને ! શક્તિ હોય કે ન હોય તો પણ નાતીલાઓને જમાડવાજ પડે એ શું ઓછું દુ:ખદાયક છે ? ધણીના મરણ પછી રાંડી રાંડ પાસે તેના ઘરેણા પણ વેચીને દહાડો કરાવવો એ શું જુલમ નથી ? મરનારના કુટુંબીની આંખોમાંથી ચોધાર આંસુ ચાલ્યા જતા હોય અને મોટું પણ ઉંચું કરી શકતા ન હોય તે વખતે નાતીલાઓ મિષ્ટાન્ન ઉડાવે એ તેમને ઓછું શરમાવનારૂં છે ? અને જે ઠેકાણે લોકો શોકમાં નિમગ્ન થયા હોય તે ઠેકાણે નાતીલાઓ હર્ષના ચિન્હ ધારણ કરે એ શું તેમને ઓછું નામોશી ભરેલું છે ? પણ કેટલાક લોકો કહેશે કે ‘અમે ક્યાં કહેવા જઈયે છીયે કે તમે દાડો કરો, દાડો નથી કરતા તેને કાંઈ નાત સજા કરતી નથી તેમજ દાડો કરવાની કોઈને ફરજ પણ પાડતા નથી.' ખરૂં છે કે નાતવરા કરતા નથી તેને માટે નાત શિક્ષા કરતી નથી પરંતુ નાતનો સમુદાય નાતના સદ્ગહસ્થોનો બનેલો છે, અને જ્યારે ન્યાતના જુદા જુદા લોકો દાડો નહીં કરનારને મેણા મારી જમીનદોસ્ત કરી નાખે છે ત્યારે એના કરતા બીજો વધારે કર્યો જુલમ ? નાતના મેણાને અટકાવવા માટે, શક્તિ નહીં છતાં તણાઈને પણ ગરીબ માણસોને વશ કરવા પડે છે. તેથી નાતના દરેક માણસની ફરજ છે કે આવા નુકશાન ભરેલા રીવાજને બીલકુલ ઊત્તેજન આપવું નહીં. એટલુંજ નહીં પણ હરેક રીતે એ દુષ્ટ રૂઢિનો પગ સુધાં પોતાના લાગતા વળગતાઓના કુટુંબમાં પેસવા દેવો 108 109
SR No.034271
Book TitleBharatiya Sanskritino Aatma
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherWorld Jain Confederation
Publication Year2009
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy