SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ - ભારતીય સંસ્કૃતિનો આત્મા - ૨ ભારતીય સંસ્કૃતિનો આત્મા " સમજાવતા જાય અને બીજી બાજુ એનું મૌલિક અર્થઘટન આપતા જાય. ભારતીય દર્શન સમજાવવા માટે સંસ્કૃત અને પ્રાકૃતનો અભ્યાસ જ પૂરતો નથી, બધે ભારતની ભૂતકાલીન સંસ્કૃતિના સંદર્ભને આત્મસાત્ કરવાની જરૂર રહે છે. વીરચંદભાઈએ આ આત્મસાત્ કર્યું હતું. આથી જ ક્યાંક એ જૈન લાગે છે, ક્યાંક વૈદિક ધર્મની કે હિંદુ તહેવારોની તરફદારી કરે છે. એ જે કંઈ દલીલ કરતા હોય કે પ્રમાણ આપતા હોય, પણ બધે જ એ ભારતીય સંસ્કૃતિના ઉત્કૃષ્ટ ઉદ્ગાતા લાગે છે. વિષયનું વ્યાપક વિશ્વ વીરચંદ ગાંધીની વાણીમાં પોથી પંડિતનું શુષ્ક પાંડિત્ય નહોતું, પરંતુ ગહન અભ્યાસ ઉપરાંત એમની પાસે તર્કપૂર્ણ દલીલશક્તિ, ઐતિહાસિક સંદર્ભો તેમજ રાષ્ટ્રની પ્રવર્તમાન ધાર્મિક અને સામાજિક પરિસ્થિતિ વિશેની સમજણ હતી, વખત આવ્યે કોઈ મુદ્દા પર પ્રબળ વિરોધ કરીને સ્પષ્ટ આલોચના કરવાનું ખમીર હતું. વળી ભારતીય જીવનશૈલી પ્રત્યે સન્નિષ્ઠ, અભ્યાસપૂર્ણ આદર અને પરાધીન ભારતની કપરા સંજોગોમાં પણ ગરિમા જાળવવાની રાષ્ટ્રભક્તિ ઉત્કટપણે એમના હૃદયમાં વહી રહી છે. આ ઓગણત્રીસ વર્ષના યુવાનનો વિષયવ્યાપ જોઈને આપણે મંત્રમુગ્ધ થઈ જઈએ. કેટલા બધા વિષયો અને એનું કેવું તલસ્પર્શી અધ્યયન ! જૈનદર્શન વિશે એમની વાધારા અખ્ખલિત વહેતી લાગે છે. વળી વખત આવ્યે જૈનદર્શનના કોઈ સિદ્ધાંતની બૌદ્ધદર્શન કે વેદાંતદર્શન સાથે તુલના-વૈષમ્ય રજૂ કરે છે. એમણે સાંખ્ય, યોગ, ન્યાય, મીમાંસા અને વૈશેષિક જેવાં ભારતીય દર્શનોનો ઊંડો અભ્યાસ કર્યો છે. અને એ વિશેનાં એમનાં પ્રવચનો જૈનદર્શનનાં પ્રવચનો જેટલાં જ પ્રમાણભૂત અને અભ્યાસનિષ્ઠ લાગે છે. માત્ર દર્શનોની તત્ત્વવિચારણા સુધી જ વીરચંદ ગાંધીનું વિશ્વ સીમિત નથી. વર્તમાન રાજકીય, સામાજિક અને આર્થિક પ્રવાહો વિશે તલસ્પર્શી જ્ઞાન ધરાવે છે. પરાધીન ભારતની કરુણ સ્થિતિ, શાસક બ્રિટન દ્વારા થતું ભારતનું શોષણ તથા એની સાથોસાથ પાશ્ચાત્ય જીવનશૈલીનો એમને સાક્ષાત્ પરિચય છે. તેઓ યોગપ્રણાલી વિશે વિસ્તૃત વક્તવ્યો આપે છે પણ એની સાથોસાથ હિપ્નોટિઝમ, ગૂઢ વિદ્યા (ઓકલ્ટ પાવર), શ્વાસનું વિજ્ઞાન, - 14 - શિકાગોની ૧૮૯૩ની વિાધર્મ પરિષદ : પ્રથમ હરોળમાં બેઠે લા શ્રી વીરચંદ ગાંધી – 15
SR No.034271
Book TitleBharatiya Sanskritino Aatma
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherWorld Jain Confederation
Publication Year2009
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy