SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ભારતીય સંસ્કૃતિનો આત્મા રોચેસ્ટર ડેમોક્રેટ ઍન્ડ ક્રોનીક્લેર (૨૪૯/૧૮૯૪) મુંબઈના હિંદુ તત્ત્વજ્ઞાની અને વિદ્વાન શ્રી વીરચંદ ગાંધીએ ગઈ કાલે ફર્સ્ટ યુનિવર્સલ ચર્ચના મોટા સમૂહને સંબોધ્યો. તેઓ રેવ. ડૉ. સેક દ્વારા અભિવાદિત થયા જેમણે ભારતના ઉમદા ધર્મને રજૂ કર્યો. મિ. ગાંધી ભારતના પ્રખર વિદ્વાન છે જેમણે પાર્લામેન્ટ પૂરી થયા પછી દેશમાં ભ્રમણ કરી પ્રવચનો આપ્યાં છે અને આ દેશની ઔદ્યોગિક પ્રગતિનો અભ્યાસ કર્યો છે. ખાસ કરીને પબ્લિક સ્કૂલ સિસ્ટમનો પણ અભ્યાસ કર્યો છે. તેઓ એ વાતથી ખાસ પ્રભાવિત થયા છે કે ગરીબમાં ગરીબ બાળકને પણ પૈસાદાર બાળક જેવી જ શિક્ષણ સુવિધા મળે છે. ભારતમાં ઘણી સારી શિક્ષણસંસ્થાઓ છે પણ ફી એટલી ઊંચી છે કે ગરીબ બાળક તેનો ફાયદો લઈ શકતા નથી. ધ રોચેસ્ટર હેરાલ્ડ (૩/૧૦/૧૮૯૪). ફ્રી ઍકેડેમિક હૉલમાં ગઈ કાલે સાંજે શ્રી વીરચંદ ગાંધીએ સૂચક પ્રવચન આપ્યું. ભારતના લોકોના રીતરિવાજો અને પરંપરા વિશે સ્પષ્ટ વર્ણન આપ્યું. તેઓએ મુનિઓના રહેઠાણ માટે ગુફાઓ, એલિફન્ટા ગુફા અને મુખ્ય શહેરનું વિપુલ પ્રમાણમાં વર્ણન કર્યું. એમણે પ્રાચીન સમયનું સુંદર ચિત્રણ કર્યું. યુવાન અને પ્રોઢ બંને જૂથને રસ પડે તેવું સૂચક પ્રવચન લગભગ સમગ્ર અમેરિકાએ સાંભળ્યું. પરિશિષ્ટ : ૭ કાવ્યપ્રશસ્તિ શ્રી વીરચંદ રાઘવજી ગાંધીનાં યશસ્વી કાર્યો કાવ્યરચનાનું પ્રેરકબળ બન્યાં. એ જમાનાના પ્રસિદ્ધ નાટ્યકાર શ્રી ડાહ્યાભાઈ ધોળશાજી ઝવેરીએ એમની પ્રતિભાથી પ્રભાવિત થઈને ત્રણ કાવ્યો રચ્યાં આ ઉપરાંત સર્વશ્રી પંડિત દામોદર કાનજી, મૂળચંદ નથુચંદ, ટોકરશી નેણશીએ પણ વીરચંદ ગાંધીના કાર્યને કાવ્યરચનાથી બિરદાવ્યું છે. (૧) ત્રાટક છંદ પરમાર્થિક તારક મધ્યમમણી, વળી દુર્જન ધુઅડ દીનમણી, વીરચંદ સુધાર્મિક ચંદ્રમણી, જય રાઘવજી સુત રત્નમણી – વિચરી ધીરવીર વિદેશભણી, પરણી કિરતી કમળા રમણી, રમણીક પ્રભાવિક પૂજ્ય ઘણી, જય રાઘવજી સુત રત્નમણીકરિયાણક તર્ક વિતર્ક તણાં, મતિમાંદ્યથી ભેળસેળ ઘણાં, કરી શુદ્ધ ધર્યા ખૂબ ગાંધી તણી, જય રાઘવજી સુત રત્નમણી - ડાહ્યાભાઈ ધોળશાજી (૨) થયા છો રે પતિ તેજ પ્યારી - એ રાહ રહ્યા છો રે જિન તત્ત્વપ્રકાશ વીરચંદ ઝળકી વીરચંદ ઝળકી, ગગનમાં વીરચંદ ઝળકી. જળસ્થળમાં, પળપળમાં (બે વખત બોલવું). સરલ સુજને મનપંકજ ખીલતાં વચન પ્રભ નિરખી – રહ્યા છો રે તત્તસાગરે ભરતી કરતી, ચંદ્રપ્રભા ખીલતી કંઈ ડુબતા, નર તરતા (૨) જિનવચન સુધારસ પાન કરતાં મુખમુદ્રા મલકી – રહ્યા છો રે અંતરમાં આનંદ ઉભરાતાં વિસરી જાય વિવેક એક વીરે, બહુ ધીરે (૨) જિનશાસન જય જય વર્તાવ્યો પાત્ર પુરુષ પરખી – રહ્યા છો રે. ચઢતી ચાલે ચંદ્ર કળાએ દિન-પ્રતિદિન વધતી મન ચકવા, કરે બકવા (૨) રે વીરચંદ કરી પ્રસન્ન પદ્મિની કરજો નજર હરખી – રહ્યા છો રે. - ડાહ્યાભાઈ ધોળશાજી - 133 વીરચંદ ગાંધીની અર્ધપ્રતિમા : શિકાગો દેરાસરના પરિસરમાં 132
SR No.034271
Book TitleBharatiya Sanskritino Aatma
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherWorld Jain Confederation
Publication Year2009
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy